SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/૬/૬૮૦ જ જાગી જાય તો બે ભવગ્રહણથી સિદ્ધ થાય વત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા હિરણ્ય-સુવર્ણ-રત્ન-વજના ઢગલાંને જુઓ. આરોહતો આરોહે, પોતાને આરૂઢ થયો માને. પછી તુરંત જાગી જાય તો તે જ ભવે સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે. ૧૩૯ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા તૃણરાશી, ‘તેજોનિસર્ગ' (શતક) મુજબ યાવત્ કચરાના ઢગલાંને જુએ. તેને વિખેરે, પોતે તેને વિખેર્યો તેમ માને, તત્ક્ષણ જાગે, તો તેજ ભવે યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સર-વીરણ-વંશીમૂલ - વલીમૂલના સ્તંભને જુએ, તેને ઉખાડીને ફેંકે, પોતે ઉખેડી નાંખ્યો તેમ માને, તત્ક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા ક્ષીર-દહિ-ઘી-મધુના કુંભને જુએ, ઉપાડે, ઉપાડ્યો એમ માને, જલ્દી જાગે, તે ભવે યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા-સૌવીર-સુરારૂપ-તેલ-ચરબીનો કુંભ, તેને ભેટે, ભેધો એમ માને, જલ્દી જાગે, બે ભવે સિદ્ધ થાય. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા પા સરોવરને પુથ્વીત થયેલો જુએ, તેનું અવગાહન કરે, મેં અવગાહન કર્યું તેમ માને, તત્ક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટો સાગર, તરંગ-કલ્લોલથી યાવત્ ઉછડતો જુઓ. તેને તરી જાય, તર્યો તેમ માને, જલ્દીથી યાવત્ ત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સરિત્નમય મહાભવનને જુઓ, આરૂઢ થાય, પ્રવેશ કરતો પ્રવેશે, મેં પ્રવેશ કર્યો તેમ પોતાને માને જલ્દીથી જાગી જાય, તો તે જ ભવે સાવત્ સર્વ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સાર્વરત્નમય વિમાનને જુએ, આરોહણ કરે, પોતે આરોહણ કર્યું માને, જલ્દીથી જાગે, યાવત્ ત કરે. • વિવેચન-૬૮૦ : સ્વપ્નાંતે - સ્વપ્નના વિભાગમાં, સ્વપ્નને અંતે. ગજપંક્તિ, અહીં યાવત્ શબ્દથી નરપંક્તિ, એ રીતે કિંનર, કિંપુરુષ, મહોગ, ગંધર્વ પંક્તિ, જોવાના ગુણયુક્ત થઈ જુએ - અવલોકન કરે. વામિનિ - ગાય આદિના બંધનરૂપ વિશેષ દોરડું. જુઓ બંને પડખે, સંવેછેમાળે - સમેટતો, પોતે સમેટ્યુ તેમ માને. ોવેમાળે - ઉખેડતો, ગુંચ ઉકેલતો. જે રીતે ગોશાલકમાં ‘તેજ નિસર્ગ'' કહ્યો. આના દ્વારા એમ સૂચવે છે - પત્રનો - છાલનો - ભુસાનો-તુસનો-છાણનો ઢગલો. સુવિય - સુરારૂપ જે જળ, તેનો કુંભ, સોચીશ - સૌવીર, કાંજી. - - સ્વપ્નો કહ્યા, હવે ગંધપુદ્ગલ – - • સૂત્ર-૬૮૧ ઃ ભગવન્ ! કોઈ કોષ્ઠપુટ સાવર્તી કેતકીપુટ ખોલી, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય, અનુકૂળ હવા વહેતી હોય, તો તેની ગંધ ફેલાય અથવા કોષ્ઠ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ યાવત્ કેતકી વાયુમાં વહે ? ગૌતમ ! કોષ્ઠ યાવત્ કેતકી ન વહે પણ ઘાણ સહગામી પુદ્ગલો વહે છે. ભગવન્ ! તેમજ છે. • વિવેચન-૬૮૧ : ૧૪૦ જે કોષ્ઠમાં વાસસમુહ પકાવાય તે, કોષ્ઠનો પુડો તે કોષ્ઠપુટ. ચાવત્ શબ્દથી આમ જાણવું – પત્રપુટ, ચોયપુટ, તગરપુટ. તેમાં પત્ર એટલે તમાલપત્ર, ચોય-ત્વચા, તગર-ગંધ દ્રવ્ય વિશેષ. અણુવાપ્તિ - અનુકૂળ વહેતો. x - કન્નિમાળ - પ્રબળતાથી ઉર્ધ્વ. યાવત્ શબ્દથી અહીં નિભિજ્જમાણ, ઉક્કિરિમાણ, વિકિરિજ્જુમાણ ઈત્યાદિ લેવું. કોષ્ઠ - વાસસમુદાય, દૂરથી આવે છે, આવીને ઘ્રાણગ્રાહ્ય થાય છે. સૂંઘાય તે ઘ્રાણ, ગંધ-ગંધોપલંભ ક્રિયા. તેથી સાથે જતાં પુદ્ગલો. છે શતક-૧૬, ઉદ્દેશો---“ઉપયોગ” — x — — * — * - * — * - ઉદ્દેશા-૬-ને અંતે ગંધ પુદ્ગલો વહે છે, તેમ કહ્યું. તે ઉપયોગ વડે જણાય છે. તેથી ઉપયોગ અને તેની વિશેષભૂત ‘પશ્યતા' અહીં કહે છે – • સૂત્ર-૬૮૨ - ભગવન્ ! ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેટે છે. એ પ્રમાણે પદ્મવાના ઉપયોગ પદ મુજબ સંપૂર્ણ કહેવું. પશ્યતા' પદ પણ સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૮૨ : ઉપયોગ પદ, પ્રજ્ઞાપનાનું ૨૯મું પદ છે. તે આ રીતે - ઉપયોગ બે ભેદે - સાકારોપયોગ, અનાકારોપયોગ. સાકારોપયોગ આઠ ભેદે છે - આભિનિબોધિક સાકારોપયોગ યાવત્ વિભંગજ્ઞાન સાકારોપયોગ. ભગવન્ ! અનાકારોપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે – ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ - દર્શન અનાકારોપયોગ ઈત્યાદિ. આ વ્યક્ત જ છે. અહીં ‘પશ્યતા' પદ કહેવું. તે પ્રજ્ઞાપનાનું ૩૦-મું પદ છે. તે આ રીતે - ભગવન્ ! પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સાકાર પશ્યતા, અનાકાર પશ્યતા. સાકારપશ્યતા છ ભેદે - શ્રુતજ્ઞાન યાવત્ કેવલજ્ઞાન સાકાર પશ્યતા અને શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન સાકાર પશ્યતા. અનાકાર પશ્યતા ત્રણ ભેદે – ચક્ષુ, અવધિ, કેવલ-દર્શનાકાર પશ્યતા. આનો અર્થ આમ છે - પશ્યતા એટલે બોધ પરિણામ વિશેષ. પશ્યતા અને ઉપયોગ સાકાર-અનાકાર ભેદમાં વિશેષતા શું છે ? જેમાં ત્રૈકાલિક અવબોધ છે, તેમાં પશ્યતા છે, જેમાં વર્તમાનકાળ અને વૈકાલિક છે, તે ઉપયોગ છે. તેથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન, મતિઅજ્ઞાન કહ્યા નથી. કેમકે તેને ‘સાંપ્રતકાળ વિષયમાં ઉત્પન્નવિનષ્ટાર્થપણું છે. પશ્યતામાં માત્ર ચક્ષુર્દર્શન કેમ કહ્યું ? ચક્ષુ ઈન્દ્રિયનો ઉપયોગ બાકી ઈન્દ્રિયોના ઉપયોગની અપેક્ષાએ અલ્પકાળપણે છે. તેથી તે અર્થ પરિચ્છેદ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy