SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૨/૬૦૦,૬૦૧ ૫૩ - વિવેચન-૬૦૦,૬૦૧ : સન્મા૬ - ઉન્મત્તતા, વિવિક્ત ચેતના ભ્રંશ. યક્ષ - દેવ, તેનો આવેશ, પ્રાણીનું અધિષ્ઠાન. મોદનીય - મિથ્યાત્વ મોહનીય, તેના ઉદયથી ઉન્માદ થાય છે. તેના ઉદયવર્તી પ્રાણી અતત્વને તત્ત્વ માને છે અને તત્ત્વને અતત્ત્વ માને છે. અથવા ચાસ્ત્રિ મોહનીયના ઉદયથી જાણવા છતાં વિષયાદીના સ્વરૂપથી અજાણ હોય તેમ વર્તે છે અથવા ચાસ્ત્રિ મોહનીયના વિશેષ ‘વેદ’ નામે મોહનીયના ઉદયે ઉન્મત્ત થાય. કહ્યું છે કે – ચિંતવે છે, જોવાને ઈચ્છે છે, દીર્ઘ નિઃસાસા નાંખે છે, જ્વર, દાહ, ભોજનમાં અરૂચીપણું, મૂર્છા, ઉન્માદ, અજ્ઞાન, મરણ. આ બધાં ઉન્માદત્વના સમાન હોવા છતાં વિશેષ દર્શાવવાને કહે છે – તેમની મધ્યે અતિશય સુખથી - મોહજન્ય ઉન્માદ અપેક્ષાએ અકલેશથી વેદન-અનુભવન, તે સુખવેદનતરક, અતિશય સુખથી વિમોચન-વિયોજન જેનાથી થાય તે સુખ વિમોચનતર. મોહજન્ય ઉન્માદ, બીજાની અપેક્ષાએ દુઃખ વેદનતર થાય છે. કેમકે તે અનંત સંસારના કારણત્વ છે, અને સંસારનો દુઃખવેદન સ્વભાવત્વ છે. બીજો ઉન્માદ સુખવેદનતર છે, કેમકે તે એક ભવિકત્વ છે તથા મોહજન્ય ઉન્માદ, બીજાની અપેક્ષાએ દુઃખવિમોચનતર હોય છે.કેમકે વિધા-મંત્ર-તંત્ર-દેવાનુગ્રહવાળાને પણ તે અસાધ્ય છે, જ્યારે યક્ષાવેશ ઉન્માદ સુખેથી છોડાવી શકાય છે, કેમકે યંત્ર માત્રથી પણ તેનો નિગ્રહ કરવો શક્ય છે. કહ્યું છે કે – સર્વજ્ઞમંત્રવાદી પણ જેનો નિગ્રહ કરવા સમર્થ નથી. તે મિથ્યામોહોન્માદ. કોની સાથે તુલ્ય કહી શકાય? આ બંને ચોવીશે દંડકમાં યોજવા સૂત્રકારે સૂત્રમાં નોંધ કરી છે. - x - x - મોહોન્માદ આલાપક બધાં સૂત્રોમાં સમાન છે. વૈમાનિક દેવોના મોહનીયોન્માદ લક્ષણ ક્રિયા વિશેષ કહી, હવે વૃષ્ટિકાયકરણ રૂપ, તે જ દેવેન્દ્રાદિ દેવોને દર્શાવે છે. પન્નૂન્ન - પર્જન્ય, કાળે - વર્ષા વરસે છે, એવો જેનો સ્વભાવ છે, તે કાલવર્ષી. વૃષ્ટિાય - પ્રવર્ષણથી જળ સમૂહને કરે છે - વરસાવે છે. શક્રેન્દ્ર પણ તે કરે છે, તેની વિધિ સૂત્રકારે દર્શાવી છે. - ૪ - અથવા પર્જન્ય, ઈન્દ્રને જ કહે છે. તે કાળવર્ષી - કાળે એટલે જિન્મજન્માદિ મહોત્સવમાં વરસાવે છે. - ૪ - ૪ - - દેવક્રિયા અધિકારથી આ બીજું કહે છે – • સૂત્ર-૬૦૨ - ભગવન્ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાયને કરવા ઈચ્છે, ત્યારે તે કઈ રીતે કરે છે ? ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન આપ્યંતર પદાના દેવોને બોલાવે છે, બોલાવાયેલ તે આાંતર પર્યાદાના દેવો, એ પ્રમાણે શક્રમાં કહ્યા મુજબ સાવત્ આભિયોગિક દેવોને બોલાવે છે, તેઓ તમસ્કાય દેવોને બોલાવે છે ત્યારે તે તમસ્કાય દેવો તમસ્કાયને કરે છે. હે ગૌતમ ! આ રીતે ઈશાનેન્દ્ર તમસ્કાયને કરે છે. ભગવન્ ! સુકુમાર દેવો પણ તમસ્કાયને કરે છે ? હા, કરે છે. ભગવન્ ! કયા હેતુથી સુકુમાર દેવો તમસ્કાયને કરે છે ? ગૌતમ ! ક્રીડા અને રતિ નિમિત્તે, શત્રુને વિમોહિત કરવાને માટે, ગોપનીય ધનાદિની સુરક્ષા પ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ માટે, પોતાની કાયાને છૂપાવવાને, હે ગૌતમ ! આવા કારણોથી અસુકુમાર દેવો તમસ્કાયને કરે, એ રીતે વૈમાનિક સુધી કહેવું. - ભગવન્ ! તે એમ જ છે (૨) કહી યાવત્ વિચરે છે. • વિવેચન-૬૦૨ : તમુહ્માણ્ - તમસ્કાય કરનાર, વિપત્તિર્થ - ક્રીડારૂપ રતિ તે ક્રીડારતિ અથવા ક્રીડા-રમત, રતિ-નિવન, તે હેતુ. - X + X - શતક-૧૪, ઉદ્દેશો-૩-શરીર' છે — x — * - * — * - ૦ બીજા ઉદ્દેશામાં દેવ વ્યતિકર કહ્યો. અહીં પણ તે કહે છે – - સૂત્ર-૬૦૩ : ભગતના મહાકાય, મહાશરીર દેવ ભાવિતાત્મા અણગારની ઠીક મધ્યમાંથી થઈ નીકળી જાય? ગૌતમ! કોઈ જાય, કોઈ ન જાય. ભગવન્! એમ કેમ કહ્યું - x • ગૌતમ! દેવો જે ભેટે છે માથી મિથ્યાદષ્ટિ ઉપપક અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપક. તેમાં જે માથી મિથ્યાદષ્ટિ ઉપપક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વંદન, નમસ્કાર, સત્કાર કરતા નથી, તેમને કલ્યાણ-મંગલદેવ-રીત્યરૂપ માનીને યાવત્ પપાસા નથી. તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચથી નીકળી જાય, પરંતુ તેમાં જે અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વાંદે, નમે યાવત્ પધારે છે, તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચથી નીકળે નહીં, તેથી હે ગૌતમ! એમ કહ્યું કે યાવત્ ન જાય. ભગવન્ ! મહાકાય, મહાશરીર અસુકુમાર દેવ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે દેવદંડકને વૈમાનિક સુધી કહેવો. - • વિવેચન-૬૦૩ : ક્યાંક અહીં આ દ્વાર ગાયા દેખાય છે – મહાકાય, સત્કાર, શસ્ત્ર વડે, દેવો દ્વારા વ્યતિક્રમણ, વાસ, સ્થાન, નૈરયિકના પરિણામ. આ બધાંનો અર્થ ઉદ્દેશકોના અર્થ થકી જાણી લેવો. માય - મહાત્ કે બૃહત્ કે પ્રશસ્ત કાય. મહાવીર - મોટું શરીર. નારક, પૃથ્વીકાયાદિને આશ્રીને આવ્યતિકર અસંભવ હોવાથી માત્ર દેવોમાં જ આ દંડક સંભવે છે. - - દેવોને આશ્રીને મધ્યગમન લક્ષણ દુર્વિનય કહ્યો, હવે વિનય– • સૂત્ર-૬૦૪,૬૦૫ : [૬૪] ભગવન્! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિક, અભ્યુત્થાન, અંજલિ પ્રગ્રહ, આરસનાભિગ્રહ, આરાનાનપદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! અસુકુમારોમાં સત્કાર, સન્માન યાવત્ અનુગમનાદિ વિનય છે? હા, છે. એ પ્રમાણે યાવત્ નિીતકુમાર જાણવું. પૃથ્વીકાયિક યાવત્ ઉરિન્દ્રિયમાં નૈરયિકો મુજબ જાણવું. ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં સત્કાર સાવત્ અનુગમન વિનય છે? હા, છે. પણ આસનાભિગ્રહ, આસનાનુપ્રદાનરૂપ વિનય નથી. મનુષ્ય
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy