SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/-//,૫૧ • સૂત્ર-૫,૫૯૧ - [ષo] ભગવન્! મન, આત્મા છે કે અન્ય ? ગૌતમ આત્મા મન નથી. અન્ય છે. જેમ “ભાષામાં કહ્યું તેમ ‘મન’ માટે કહેવું યાવતુ અજીવોને મન ન હોય. • • ભગવાન ! (મનન) પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય ? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું. : - ભગવન! (મનન) પૂર્વે મન ભેદાય, મનન કરતાં મન ભેદય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે? એ પ્રમાણે જેમ ભાષામાં કહ્યું તેમ જાણવું. ભગવાન ! મન કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - સત્યમન ચાવત્ અસત્યામૃણા મન. [૫૧] ભગવતુ ! કાય, આત્મા છે કે અન્ય ? ગૌતમ! ‘કાય’ આત્મા પણ છે, અન્ય પણ છે. - - ભગવન કાયા રૂપી છે કે અરૂપી ગૌતમ! કાયા રૂપી પણ છે, અરૂપી પણ છે. . . એ પ્રમાણે એકૈંકમાં પૃચ્છા. ગૌતમ! કાયા સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. કાયા જીવ પણ છે, જીવ પણ છે. કાયા, જીવની પણ હોય, અજીવની પણ હોય. ભગવદ્ ! કાયા પૂર્વે છે? પ્રશ્ન. ગૌતમ! પૂર્વે પણ કાયા છે, કાય ૫ગલ ગ્રહણ કરતી વેળા પણ કાયા છે, કાય સમય વીત્યા પછી પણ કાયા છે. • • ભગવદ્ ! પૂર્વે કાયા ભેદાય છે? પૃચ્છા. ગૌતમ ! પૂર્વે પણ કાયા ભેદાય છે યાવત (પછી પણ) કાશ ભેદય છે. ભગવાન ! કાયા કેટલા ભેદે છે? ગૌતમ! સાત ભેદે. તે આ - ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહાક, આહાકમિશ, કામણ. • વિવેચન-૫૯૦,૫૧ - ‘મન’ વિષયક સત્ર ભાષાસગવત જાણવા. કેવળ અહીં મનોદ્રવ્ય સમુદય, મનન ઉપકારી, મનપયપિત નામ કર્મોદય સંપાધ તે મન, ભેદ - તેઓનું વિદલનમાં. મનનું નિરૂપણ કર્યું, તે કાયા હોવાથી હોય છે. તેથી કાયાનું નિરૂપણ કરે છે. આત્મા કાયા છે, કેમકે કાયા વડે કૃત કર્મોનો અનુભવ તેને થાય છે. બીજા દ્વારાકૃત બીજા અનુભવતા નથી. પણ કાયાના એક દેશના છેદનથી આત્માના છેદનનો પ્રસંગ આવતો નથી, તેથી પ્રશ્ન કર્યો છે . ઉત્તર છે, આત્મા કાય પણ છે. કથંચિત્ તેથી વ્યતિરેકથી ક્ષીર-નીર માફક અગ્નિ અને લોહપિંડવતું. તેથી કાયસ્પર્શ થતાં આત્માને સંવેદન થાય છે. તેથી જ કાયા વડે કરાયેલ કર્મ આત્મા ભવાંતરે વેદે છે. કાયા અન્ય પણ છે. અત્યંત અભેદમાં શરીરાંશ છેદતા જીવાંશ છેદન પ્રસંગ આવે. શરીર બળતા, આત્માને પણ દાહ પ્રસંગથી પરલોકાભાવને પ્રસંગ આવે, તેથી કાયા કથંચિત્ આત્માથી ભિન્ન પણ છે. બીજા વળી કામણકાય આશ્રિય આત્મા ‘કાય’ છે તેમ કહે છે. - x - દારિકાદિ કાયાની અપેક્ષાએ જીવથી અન્ય છે. - દારિકાદિ કાય સ્થૂલ રૂપ અપેક્ષાએ કાયા રૂપી છે, કાયા અરૂપી પણ છે. કેમકે કામણ કાયના અતિ સૂક્ષ્મ રૂપીવથી અરૂપીપણે વિવક્ષા કરી છે. એ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રવત્ એક-એક પ્રશ્ન કરવો - x - જીવિત અવસ્થામાં ચૈતન્યના ૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સમન્વિતવથી કાયા સચિત છે, મૃત અવસ્થામાં ચૈતન્યના અભાવે કાયા અચિત છે. વિવક્ષિત ઉપવાસ આદિ પ્રાણ યુક્તતાથી ‘કાય જીવ પણ છે, દારિકાદિ શરીર અપેક્ષાએ કાયા અજીવ પણ છે. જીવો સંબંધી પણ કાય-શરીર હોય છે, અજીવોને પણ અહેતુ આદિની સ્થાપનાથી કાય અથ શરીરરકાર હોય. જીવના સંબંધ થવાની પૂર્વે પણ કાયા હોય છે. જેમકે મરેલા દેડકાનું શરીર, વર્તમાનમાં જીવ દ્વારા ઉપચિત કરાતા પણ કામ હોય છે. જેમકે જીવિત શરીર. કાય સમય વીત્યા પછી કાય-શરીર કહેવાય છે. જેમકે મૃત કલેવર. • - પ્રતિક્ષણ પુગલના ચય-અપચય ભાવથી જીવ વડે કાયાપણે ગ્રહણ કર્યા પૂર્વે પણ દ્રવ્ય કાયા ભેદાય છે. જીવ વડે કાયી ક્રિયમાણતામાં પણ કાયા ભેદાય છે. જેમ રેતીની ભરેલ મુઠ્ઠીમાંથી તેના કણ પ્રતિક્ષણે ખરતા રહે છે. કાય સમય વીત્યા પછી પણ ધૃતકુંભાદિ ન્યાયથી ભૂતભાવપણાથી તેને કાય કહે છે. પુદ્ગલોનો ભેદ ન સ્વભાવ હોવાથી ભૂતપૂર્વ કાયનું પણ ભેદન થાય છે. ચૂર્ણિકારે - કાય શબ્દનો અર્થ - “સમસ્ત પદાર્થોનું સામાન્ય ચયરૂપ શરીર’ કર્યો છે. એ રીતે આત્મા પણ કાય છે, શેષ દ્રવ્યો પણ કાય છે. અર્થાત્ આત્મા પણ કાય-પ્રદેશ સંચય છે. વળી કાયપ્રદેશ સંચય રૂપવયી કાયા આમાથી ભિન્ન પણ છે. પુદ્ગલ સ્કંધ અપેક્ષાએ કાયા રૂપી છે, જીવધર્માસ્તિકાયાદિ અપેક્ષાએ કાયા અરૂપી છે. જીવ-શરીર અપેક્ષાથી કાય સચિત છે, અચેતન સંચયથી અચિત છે. ઉચ્છવાસાદિ યુક્ત અવયવ સંચયથી જીવ છે, તેથી વિલક્ષણ અજીવ છે. જીવોની કાય જીવ શશિ, પરમાણુ આદિ શશિ તે અજીવરાશિ. - હવે કાયાના ભેદો કહે છે – પૂર્વે વ્યાખ્યા કરી છે, અહીં કિંચિત્ માત્ર કહે છે - સ્થૂલ પુદ્ગલ સ્કંધરૂપ હોવાથી ઔદાકિ અને ઉપચીયમાન હોવાથી ‘કાય' કહેવાય છે. ઈત્યાદિ - X - X - પૂર્વવતું. ‘કાય' કહી, તેના ચાણથી મરણ થાય, તેથી મરણ કહે છે – • સૂત્ર-પ૨ - ભગવન મરણ, કેટલા ભેદે છે? ગૌતમ પાંચ ભેદ છે. તે આ - આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. - વીયિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ. - દ્રવ્ય, મ, કાળ, ભવ અને ભાવ(શી) વીચિક મરણ. ભગવતા દ્રવ્યાનીરિક મરણ કેટલા ભેદે છે? ગૌતમાં ચાર ભેદે - નૈરયિક, તિયરાયોનિક, મનુષ્ય, દેવ-દ્રભાતીચિક મરણ. ભગવન્! એમ કેમ કહે છે - રયિક દ્રવ્યાનીરિક મરણ, નૈરયિક દ્રવ્યાનીચિક મરણ છે? ગૌતમાં જે નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વતતા જે દ્રવ્યોને નૈરચિકાયુષણે ગ્રહણ કરે : બાંધે - સાણું - કરે - પ્રસ્થાપિત કરે - નિવિષ્ટ કરે : અભિનિવિષ્ટ કરે : અભિમન્વાગત કરે છે, તે દ્રવ્યોને પ્રતિ સમય નિરંતર છોડતા-મરતાં રહે છે, તેથી હે ગૌતમાં નૈરયિક દ્રભાવી િક મરણ કહ્યું છે. યાવત દેવ દ્રવ્યાચિક મરણ કહેવું. ભગવન્! ોગવીચિક મરણ કેટલાં ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે. -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy