SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/-૪/૫૮૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે. આ પ્રમાણે અધર્મ-આકાશાસ્તિકાયમાં પણ કહેવું. જીવ-પુદ્ગલ-અદ્ધાસમય આશ્રીને ત્રણ સૂત્ર, જેમ બે પુદ્ગલ પ્રદેશની અવગાહ વિચારણામાં કહ્યું, તેમજ પુદ્ગલ પ્રદેશમયની વિચારણામાં પણ કહેવું. પુદ્ગલ પ્રદેશમયના સ્થાને અનંતા જીવપદેશ અવગાઢ છે, એ પ્રમાણે કહેવું - એવો અર્થ છે. - જે રીતે પુદ્ગલપદેશકયની અવગાહ વિચારણામાં ધમસ્તિકાયાદિ સૂત્ર ત્રણમાં એકૈક પ્રદેશની વૃદ્ધિ કરી, એ પ્રમાણે પુદ્ગલપ્રદેશ ચતુટ્ય અવગાહ વિચારણામાં પણ એક વધારવા. તે આ રીતે - ભગવન્! જેમાં ચાર પગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય તેમાં ધમસ્તિકાયના કેટલાં પ્રદેશ અવગાઢ હોય? કદાચ એક કે બે કે ત્રણ કે ચાર ઈત્યાદિ. જીવાસ્તિકાયાદિમાં પગલ પ્રદેશ ચતુટ્ય વિચારણા, પુદ્ગલ પ્રદેશદ્વય અવગાહના વિચારણા મુજબ કરવી. * * * * * અસંખ્યાત માફક અનંતા પણ કહેવા. તેનો ભાવાર્થ આ છે - ભગવત્ ! જ્યાં અનંતા પુલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાય પ્રદેશ વગાઢ હોય ? કદાય એક, કદાચ બે, ચાવતુ કદાય અસંખ્યાત. પણ કદાચ અનંત ના કહેવું. કેમકે ધર્મ-અધર્મ-અસ્તિકાય અને લોકાકાશના પ્રદેશોમાં અનંતપ્રદેશોનો અભાવ હોય છે. હવે બીજા પ્રકારે અવગાહદ્વાર કહે છે – ધમસ્તિકાય શબ્દથી સમસ્ત તેના પ્રદેશના સંગ્રહથી બીજા પ્રદેશનો અભાવ કહ્યો છે - જેમાં ધમસ્તિકાય અવગાઢ છે, તેમાં તેનો એક પણ પ્રદેશ અવગાઢ ન હોય. અધર્મ-આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વગાઢ છે, કેમકે તેના અસંખ્ય પ્રદેશો હોય છે. જીવાસ્તિકાય સૂત્રમાં અનંતપ્રદેશો છે, કેમકે જીવાસ્તિકાયના અનંત પ્રદેશ છે, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયમાં એ પ્રમાણે જ જાણવું. એક પૃથ્વી આદિ જીવના સ્થાનમાં કેટલા પૃથ્વી આદિ જીવો અવગાઢ છે ? એ પ્રમાણે જીવ-અવગાહ દ્વારા પ્રતિપાદિત કરેલ છે. • xx • હવે અસ્તિકાય પ્રદેશનિષદન દ્વાર કહે છે – • સુત્ર-પ૮૧ - ભગવન આ ધમસ્તિકાય અધમસ્તિકાયકાશસ્તિકામમાં કોઈ બેસવા, રહેવા, નિષા કરવા, સુવા માટે સમર્થ થાય? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે. ભગવન ! આમ કેમ કહો છો ? ગૌતમ! જેમ કોઈ કુટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઈત્યાદિ જેમ રાયuસેણયમાં કહ્યું યાવત દ્વારના કમાડ બંધ કરી દે છે. તે કૂટાર શાળાના બહુ મધ્યદેશ ભાગમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧ooo દીવા પ્રગટાવે. ગૌતમ! તે દીવાની વેશ્યાઓ પરસ્ટાર સંબદ્ધ, પરસ્પર પૃષ્ટ યાવત પરસ્પર એકરૂપ થઈને રહે છે ? હા, રહે છે. તે ગૌતમ! કોઈ તે દીવાની હૈયામાં બેસવા, સૂવા કે યાવતુ પડખાં બદલવા સમર્થ છે ? ભગવાન ! તેવું ન થાય, ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું છે. • વિવેચન-૫૮૧ - ચંદમય - કોઈ પુરુષ સમર્થ થાય. હવે બહુસમ દ્વાર - • સૂગ-૫૮૨ - ભગવાન ! લોકનો બહુસમ ભાગ ક્યાં છે? ભગવદ્ ! લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ કયાં છે? ગૌતમ ! આ રનપભા પૃથ્વીના ઉપર અને નીચેના શુદ્ધ પતરોમાં લોકનો બહુરામ ભાગ છે અને આ જ લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ કહ્યો છે. • • ભગવન ! લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ ક્યાં છે ? ગૌતમ ! જ્યાં વિગ્રહ કંડક છે, તે જ લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ કહેવાય છે. • વિવેચન-૫૮૨ : જદુસન - અત્યંત સમલોક કવચિત્ વધતો, ક્વચિત્ ઘટતો છે, તેનો નિષેધ કરી, બહુસમ કહ્યું. વિઘ૬ - વક અર્થાત્ લઘુ. તે જેને છે, તે વિગ્રહિક. સર્વથા વિગ્રહિક એટલે સર્વ સંક્ષિપ્ત. ૩૫ - જેને આશ્રીને ઉર્ધ્વ પ્રતરવૃદ્ધિ પ્રવૃત હોય છેઅધતન - જેને આશ્રીને નીચે પ્રતરવૃદ્ધિ પ્રવૃત છે. તે ઉપર નીચેના ક્ષલ્લક પ્રતર એટલે બીજાની અપેક્ષાએ નાના. એક રાજ પ્રમાણ લંબાઈ-પહોડાઈના તિછલોક મધ્યભાગવત્ન. - x • વિગ્રહ એટલે વક, તેનાથી યુક્ત જેનું શરીર છે, તે વિગ્રહ વિણહિક. વિશર્વાદ - વક અવયવ, જેમાં પ્રદેશની વૃદ્ધિ કે હાનિ વક્ર હોય છે, તે વિગ્રહ કંડક, તે પ્રાયઃ લોકાંતે હોય છે. • - હવે લોક સંસ્થાન દ્વાર કહે છે • સૂત્ર-૫૮૩ - ભગવાન ! લોક, કયા સંસ્થાને છે ? ગૌતમ! સુપતિષ્ઠક સંસ્થાને લોક છે. નીચે વિસ્તીર્ણ, મધ્યમાંe - સાતમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું, તેમ યાવ4 અંત કરે છે. • • ભગવન! આ અધો-તીછ-ઉtdલોકમાં કયો કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી નાનો તિછલોક છે, ઉdલોક અસંખ્યાતગણો છે, આધોલોક વિશેષાધિક છે. ભગવાન ! તે એમ જ છે (૨). • વિવેચન-૫૮૩ - તિછલિોક ૧૮૦૦ યોજન છે, ઉdલોક કિંચિત્ જૂન સાત રાજ પ્રમાણ છે, અધોલોક કિંચિત્ અધિક સાત રાજ પ્રમાણ છે. હું શતક-૧૩, ઉદ્દેશો-૫-“આહાર" – X X - X - X – ઉદ્દેશા-૪-માં લોકસ્વરૂપ કહ્યું, તેમાં નારકાદિ હોય, તેનું કથન. • સૂ૬-૫૮૪ - ભગવન નૈરયિકો, શું સચિતાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી છે ? ગૌતમ સચિત્ત કે મિશ્રાહારી નથી, અચિતાહારી છે. આ પ્રમાણે અસુરકુમારાદિ, નૈરયિક ઉદ્દેશક-૧-સંપૂર્ણ કહેવો. ભગવન! તે એમ જ છે, તે એમ જ છે. • વિવેચન-૫૮૪ : પ્રજ્ઞાપનાના ૨૮માં પદનો પહેલો ઉદ્દેશો કહેવો. તે આ પ્રમાણે - નૈરયિકો શું સચિવાહારી છે ? આદિ. - x -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy