SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/- ૨/૫૬૭ ૨૬ કહ્યા મુજબ કહેવું. નીલલેયી પણ નૈરયિકવત કહેવા, એ રીતે યાવતુ પાલેચી, શુકલdી કહેવા. વિશેષ આ - લેયા સ્થાન વિશુદ્ધ થતાં થતાં શુકલલચામાં પરિણમે છે, પછી શુકલલેચી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. ભગવન્! તે એમ જ છે(૨). • વિવેચન-પ૬૭ : સંખ્યાતવિસ્તૃતાદિ - અહીં ગાથા છે - જે સર્વે નાના ભવનો જંબૂદ્વીપ સમાન હોય છે. તેમાં મધ્યમના સંખ્યય વિસ્તૃત છે, બાકીના અસંખ્યય વિસ્તૃત છે. - - સ્ત્રી અને પુરુષ વેદમાં જ ઉત્પન્ન થાય છે. તેમાં તે બેનો જ સદ્ભાવ છે. અસુરાદિથી ઈશાનાંત દેવોમાં પૃથ્વી આદિમાંથી અસંજ્ઞીઓ પણ ઉપજે છે માટે અસંજ્ઞીની ઉત્પત્તિ કહી. અવધિ જ્ઞાની, અવધિદર્શની ન ઉપજે, અસુરાદિમાં ઉત્કૃતને તીર્થકરાદિત્વનો લાભ ન થાય, તીર્થકસદિમાં અવધિવાળા ઉદ્વર્તે છે. પ્રાપ્ત પદ ઉપલક્ષિત લાવો પહેલા ઉદ્દેશા મુજબ અસરોમાં કહેવો. ક્રોધ, માન, માયા, કષાય ઉદયવાન દેવોમાં કદાચિક કહ્યું લોભ કક્ષાયોદયવાળા સાર્વદિક હોવાથી સંખ્યાતા લોભકષાયી કહેવા. ત્રણે પણ આલાવામાં ચાર લેશ્યાતેજલેશ્યતા કહેવા. આ અસુરકુમાર આદિને હોય છે. જે નિકાસમાં જેટલા ભવન લક્ષણો છે, તેટલા તેમાં કહેવા. જેમકે અસુરોમાં ૬૪, નાગકુમારોમાં-૮૪, સુવર્ણકુમારોમાં ૭૨, વાયુકુમારોમાં ૯૬, હીપ-દિક-ઉદધિ-વિધુત-સ્તનીતાદિમાં પ્રત્યેકમાં ૬૬૭ લાખ ભવનો છે. વ્યંતર સૂત્રમાં સંખ્યાત વિસ્તૃતમાં આ ગાયા છે - ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન તે નગરો છે, ક્ષદ્રથી ભરત સમાન, મધ્યમથી વિદેહ સમાન છે. - - જ્યોતિક સૂત્રમાં સંખ્યાત વિસ્તૃત વિમાન આવાસ છે. • x • ગ્રંથ વડે માપવા. અહીં એક તેજોલેશ્યા જ કહેવી. વ્યંતરમાં અસંજ્ઞી ઉપજે છે, અહીં તેનો નિષેધ છે, એ વિશેષ જાણવું. ઉત્પાદનો અભાવ હોવાથી અહીં સતામાં પણ તેનો નિષેધ છે. સૌધર્મ સુગમાં - જેથી તીર્થકરાદિ થાય, તેથી અવધિજ્ઞાની આદિ વીને કહ્યું. સંખ્યાતનો જ તીર્થકર આદિમાં ઉત્પાત હોવાથી અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા અવે છે, તેમ કહ્યું. ઉત્પાદાદિ ત્રણ, સંખ્યાત વિસ્તૃતને આશ્રીને અને ત્રણ અસંખ્યાત વિસ્તૃત આશ્રીને એમ છ આલાવા થાય. સનકુમારાદિમાં ઝીઓ ઉત્પન્ન ન થાય, ન ઉદ્વર્તે. તેમાં સંજ્ઞીમાંથી ઉત્પન્ન થઈને ચ્યવને સંજ્ઞીમાં જ જાય, સહસારાંત સુધી તિર્યંચો ઉપજે છે, તેથી અસંખ્યાતોને ત્રણે આલાવામાં કહ્યા. તેમાં વિમાનોમાં વૈવિધ્ય કહ્યું, તે બગીશ, અઢાવીશ આદિ. લેસ્યામાં અનુક્રમે તેજો, તેજો, તેજો અને પદ્મ, પદ્મ, પદ્મ અને શુક્લ, શુક્લ અને પછી બધે પમ શુક્લ જાણવી. આનતાદિમાં ઉત્પાદ, અવસ્થાન અને ચ્યવનમાં સંખ્યાત વિસ્તૃત વિમાનોમાં સંખ્યાત જ થાય છે. અસંખ્યાત વિસ્તૃતમાં પણ ઉત્પાદ અને વન સંખ્યાલ જ છે, કેમકે ગર્ભજ મનુષ્યોથી જ આનતાદિમાં ઉત્પાદ છે, તેઓ સંખ્યાતા છે, વળી ત્યાંથી વીને પણ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તેથી એક સમયમાં સંખ્યાતનો જ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ઉત્પાદ અને ચ્યવન સંભવે છે, અવસ્થિતિ અસંખ્યાતની સંભવે. પ્રજ્ઞપ્તક ગમમાં અસંખ્યાતા કહેવા, માત્ર નોઈન્દ્રિયોયુતાદિ પાંચ પદોમાં સંગાતા જ છે. • x - x • પાંચ અનુત્તરોમાં મધ્યવિમાન સંખ્યાત યોજન વિસ્તૃત જાણવું. -- અહીં સમ્યગુદષ્ટિનો જ ઉત્પાદ હોવાથી કુણપાક્ષિકાદિ પદોનો નિષેધ છે. જેનો અનુતર દેવનો ચરમ ભવ છે, તે ચરમ અને બાકીના અચરમ, તેનો નિષેધ કર્યો છે. તેથી મધ્યમ વિમાનમાં ‘ચરમો' જ ઉત્પન્ન થાય છે. પણ બાહ્ય ચાર વિમાનોમાં અચરમ ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ - ૪ - - હું શતક-૧૩, ઉદ્દેશો-3-“નૈરયિક'' છે. - X - X - X - X - ૦ ઉદ્દેશા-ર-માં દેવ વકતવ્યતા કહી, દેવો પ્રાયઃ પરિચારવાળા હોય છે, પરિચારણા નિરૂપણ માટે ત્રીજો ઉદ્દેશો કહે છે. • સૂત્ર-પ૬૮ : ભગવન / નૈરયિકો અનંતરાહાક હોય, પછી નિર્વતના વડે એ પ્રમાણે પસ્ચિારણાપદ સંપૂર્ણ કહેવું. ભગવન્! એમ જ છે. • વિવેચન-૫૬૮ : અનંતરાહાફ - ઉપપાત ક્ષેત્ર પ્રાપ્તિ સમયે જ આહાર કરે છે. પછી શરીરોત્પત્તિ કરે. પરિચારણા પદ એ પ્રજ્ઞાપનાનું ૩૪-મું પદ છે તે આ રીતે - પછી પરિણત કરીને પરિણમાવીને પછી પરિચારણા, પછી વિકૃણા કરે ? હા, ગૌતમ ! ઈત્યાદિ. પછી પરિણત કરીને અર્થાત અંગ-પ્રત્યંગથી ચોરતથી પામે, પામીને પરિણત ઈન્દ્રિયાદિ વિભાગચી, પછી શબ્દાદિ વિષયોપભોગ કરી વિવિધ રૂ૫ કરે. શતક-૧૩, ઉદ્દેશો-૪-“પૃથ્વી” છે. - X - X - X - X – • ઉદ્દેશા-1-માં પરિચારણા કહી, તે નાકાદિને હોય છે. નાકાદિના અર્થને પ્રતિપાદન કરવા ઉદ્દેશો-૪ કહે છે. • સત્ર-૫૬૯ - ભગવન! પૃનીઓ કેટલી છે? ગૌતમ ! સાત. તે આ - નાપભાં ચાવતું અધસતમ. ભગવન અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા-મોટા ચાવતું આપતિષ્ઠાન છે. તે નાસ્કો છી તમા પૃતીના નાકોથી (૧) મહતતર, (૨) મહા-વિપીણતર ૩) મહાવાસતર, (૪) મહા પ્રતિરિતતર છે, પણ મહાપ્રવેશનતર નથી, કીર્ણતર નથી, આઉતતર નથી, અણોયણતર નથી. તેમાં રહેલ નૈરયિકો છઠ્ઠી તમાકૃતીના નૈરયિકોથી મહાકમતર, મહાકિયાવાળા, મહાકાવવાળા, મહાવેદનાવાક્ય છે, પરંતુ આકર્મવાળા, અપક્રિયાવાળા, અલ્પ આwવવાળા, અભ વેદનાવાળા નથી. અભ ઋદ્ધિવાળા, અલાદ્યુતિવાળા છે. મહાદ્ધિવાળા અને મહાધુતિવાળા નથી. છઠ્ઠી તમામૃedીમાં પાંચ વ્ન એક લાખ નરકાવાસ છે. તે નરકો અધઃસપ્તમી પૃeતીના નૈરયિકોથી મહત્તક ચાવતું મહા વિરતીર્ણતર નથી,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy