SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨/-/૯/૫૫૪ થી ૫૫૯ દેવોમાં ઉપજે - યાવત્ સર્વાર્થ સિદ્ધમાં કહેવું. ભગવન્ ! નરદેવો મરીને અનંતર કયા ઉપજે ? પૃચ્છા, ગૌતમ ! નૈરયિકમાં ઉપજે, તિર્યંચ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. - - ભગવન્ ! ધર્મવો મરીને અનંતર ક્યાં ઉપજે પૃચ્છા. ગૌતમ! નક, તિચિ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે જો દેવમાં ઉપજે તો શું ભવનવાસીમાં ઉપજે-પૃચ્છા, ગૌતમ ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ન ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધાં વૈમાનિકમાં ઉપજે યાવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તરોપાતિકમાં ચાવત્ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે. દેવાધિદેવ ઉદ્ધર્તન પામીને અનંતર ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે. ભગવન્ ! ભાવ દેવો આવીને અનંતર કયાં ઉપજે-પૃચ્છા. જેમ વ્યુત્ક્રાંતિક પદમાં અસુકુમારોની ઉદ્ધર્તના કહી તેમ કહેવું. ભગવન્ ! ભવ્ય દ્રવ્યદેવ કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવત્ ભાવદેવ સુધી કહેવી. વિશેષ આ કે – ધર્મદેવની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્સૂન પૂર્વ કોટી. ભગવન્ ! ભદ્રવ્યદેવનું કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. - - નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉત્કૃષ્ટથી અનંતકાળદેશોન અપાઈ પુદ્ગલ પરાવર્ક. - - ધર્મદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન પાર્ક પુદ્ગલ પરાવર્ત - - દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! અંતર નથી. - - ભાવદેવની પૃચ્છા, ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. - ૨૦૯ ભગવન્! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ યાવત્ ભાવદેવમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાતગુણ, તેનાથી ધર્મદેવ સંખ્યાતણ, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ, તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણ છે. [૫૫૯] ભગવન્ ! આ ભવનવાસી, અંતર, જ્યોતિક, વૈમાનિક, સૌધર્મક યાવત્ અચ્યુતક, ચૈવેયક, અનુત્તરોપાતિક ભાવ દેવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા, અનુત્તરોપાતિક ભાવદેવ છે, ઉપરના ત્રૈવેયકના ભાવ દેવો સંખ્યાતગુણા છે, મધ્યમ પ્રૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી પ્રૈવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અચ્યુતકાના દેવો સંખ્યાતગુણા યાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમમાં ત્રણ પ્રકારે દેવપુરુષોનું અપબહુત્વ કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું યાવત્ 11/14 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જ્યોતિક ભાવદેવો અસંખ્યાતગુણા છે. - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. ૨૧૦ • વિવેચન-૫૫૪ થી ૫૫૯ઃ રીન્તિ - ક્રીડા કરે છે કે દીપે છે - સ્તવાય છે, કે આરાધ્યતાથી દેવો ભવ્ય દ્રવ્ય દેવ - દ્રવ્યરૂપ દેવ તે દ્રવ્ય દેવ કહેવાય છે. દ્રવ્યતા અપ્રાધાન્ય ભૂત-ભાવિત્વથી કે ભાવિ ભાવથી છે. તેમાં અપ્રાધાન્યથી દેવ ગુણ શૂન્ય દેવો તે દ્રવ્ય દેવ, જેમ સાધુનો આભાસ તે દ્રવ્ય સાધુ છે ભૂતભાવપક્ષમાં ભૂતકાળના દેવત્વ પર્યાયના પ્રતિપન્ન કારણથી ભાવદેવત્વથી વ્યુત પણ દ્રવ્ય દેવ છે. ભાવિ ભાવ પક્ષે ભાવિ દેવત્વ પર્યાયને યોગ્ય દેવપણે ઉત્પન્ન થનાર તે દ્રવ્ય દેવ. તેમાં ભાવિ ભાવ પક્ષ પરિગ્રહાર્થે કહે છે – ભવ્ય એવા તે દ્રવ્યદેવ તે ભવ્ય દ્રવ્ય દેવ. નરોની મધ્યે દેવ તે નરદેવ, આરાધ્ય કે ક્રીડા કાંત્યાદિ ચુક્ત. ધર્મદેવ, શ્રુતાદિ ધર્મથી દેવ કે ધર્મપ્રધાન દેવ. દેવાધિદેવ - શેષ દેવોને અતિક્રાંત, પારમાર્થિક દેવત્વ યોગથી દેવ. - ૪ - ભાવદેવ - દેવગત્યાદિ કર્મોદય જનિત પર્યાયથી દેવ. જે ભવ્ય - પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થનાર હોય તે ભાવિદેવ. તે કારણે તેમને ભવ્યદ્રવ્ય દેવ કહ્યા છે. ભરતાદિ પૃથ્વીના ચાર અંતોના સ્વામી, તે ચાતુરંત. ચક્ર વડે વર્તનશીલત્વ થકી ચક્રવર્તી, ચતુરંત કહેવાથી વાસુદેવ ગ્રહણ ન કર્યા - ૪ - સમસ્ત રત્નમાં પ્રધાન ચક્ર જેને ઉત્પન્ન થયું છે તે. સાગરની જેમ મેખલા જેની છે તે સાગરવર મેખલા-પૃથ્વી, તેના અધિપતિ. તે કારણથી તેને નરદેવ કહ્યા. જે આ અણગાર ભગવંત, ઇર્યાસમિતાદિ છે. તેથી તેને ધર્મદેવ કહે છે - - જે આ અરહંત ભગવંત છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર ઈત્યાદિ હોવાથી દેવાધિદેવ છે. - - જે આ ભવનપતિ છે, તે દેવગતિ નામ ગોત્રકર્મને વેદે છે, તે કારણે ભાવદેવ કહેવાય. હવે તેમનો ઉત્પાદ કહે છે - વિવવદેવાળું અંતે ! - ઈત્યાદિ - ૪ - ‘વ્યુત્ક્રાંતિ' એ પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ છે, વિશેષ આ - અસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિ જ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો, તેવા જ અકર્મભૂમિજ આદિથી ઉત્પન્ન ભવ્ય દ્રવ્યદેવ ન થાય. ભાવ દેવોમાં જ તેનો ઉત્પાદ છે, સર્વાર્થસિદ્ધિક દેવો, ભવ્ય દ્રવ્ય સિદ્ધ જ થાય છે. તેથી તેના સિવાયના બધાં ભવ્ય દ્રવ્ય દેવપણે ઉત્પન્ન થાય. ધર્મદેવ સૂત્રમાં - છઠ્ઠી પૃથ્વીથી ઉર્તેલને ચાસ્ત્રિ નથી, તથા અધાસપ્તમી, તેઉ, વાયુ, અધઃસપ્તમી, અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ-અકર્મભૂમિજ - અંતર્તીપજથી ઉવૃત્ત મનુષત્વના અભાવથી ચાત્રિ નથી. તેથી તેને ધર્મદેવત્વ નથી. દેવાધિદેવ સૂત્રમાં પહેલી ત્રણ પૃથ્વીથી ઉદ્ધર્તીને દેવાધિદેવમાં ઉપજી શકે. પછીના ચારનો નિષેધ છે. તેમાંથી આવેલને દેવાધિદેવત્વનો અભાવ હોય છે. - - ભાવદેવ - અહીં બહુતર સ્થાનથી ઉદ્ધૃત્ત ભવનવાસીપણે ઉત્પન્ન થાય છે. અસંજ્ઞીનો પણ તેમાં ઉત્પાદ છે - x -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy