SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧૧/૫૧૮ થી ૫૨૦ મહાસ્વપ્નોમાંના કોઈ સાત મહાવનો જોઈને જાગે છે, બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાવનોમાંથી કોઈ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ એક મહાવનને જોઈને જાગે છે. હે દેવાનુપિય ! પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે. હે દેવાનુપિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે યાવત્ આરોગ્ય, તુષ્ટિ યાવત્ માંગલ્યકારક સ્વપ્ન પ્રભાવતી દેવીએ જોયેલ છે. હે દેવાનુપ્રિય ! (તેના ફળ રૂપે) અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિય ! દેવી પ્રભાવતી નવ માસ પ્રતિપૂર્ણ થતાં યાવત્ વ્યતિક્રાંત થતાં તમારા કુલમાં કેતુ સમાન યાવત્ બાળકને જન્મ આપશે. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વત્ રાજ્યાધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવાનુપિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, યાવત્ આરોગ્ય, સંતોષ, દીધાયુ, કલ્યાણકારી યાવત્ સ્વપ્નને જોયેલ છે. ત્યારે તે બલરાજા સ્વપ્ન લક્ષણ પાઠકની પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડી યાવત્ તે સ્વપ્ન લક્ષણ પાઠકોને આ પ્રમાણ કહ્યું હે દેવાનુપ્રિયો ! તે એમ જ છે યાવત્ જે તમે કહો છો તેમજ છે, તે સ્વપ્નના અર્થને સમ્યક્ સ્વીકારે છે, સ્વીકારીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સત્કારે છે, સન્માને છે. સત્કારી-સન્માનીને વિપુલ જીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કરે છે. ૧૫૩ ત્યારપછી સીંહાસનથી ઉભો થાય છે, ઉભો થઈને જ્યાં પદ્માવતી દેવી છે, ત્યાં આવે છે, આવીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવત્ વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહે છે - એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨-સ્વપ્નો, ૩૦મહાસ્વપ્નો એમ કર સર્વે સ્વપ્નો કહ્યા છે. તેમાં હે દેવાનુપિય! તીર્થંકર કે ચક્રવર્તીની માતા ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ કોઈ એક મહાવપ્નને જોઈને જાગે છે. આમાંથી હે દેવાનુપિયા ! તમે એક મહાસ્વપ્નને જોયું છે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્નને જોયું છે યાવત્ રાજ્યાધિપતિ રાજા થશે. અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્નને જોયું યાવત્ - x - પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવત્ બીજી વખત, ત્રીજી વખત અનુમોદના કરી. ત્યારે તે પ્રભાવતી દેવી બળરાજાની પાસે આ પ્રમાણે સાંભળી, અવધારીને, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને યાવત્ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે જે કહ્યું, તેમજ છે યાવત્ આ પ્રમાણે કહીને તેણીએ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકાર્યો. બલરાજાની અનુમતિ લઈ વિવિધ મણિ, રત્નથી ચિત્રિત સીંહાસનેથી યાવત્ ઉભી થઈને અત્વરિત, અચલ યાવત્ ગતિથી જ્યાં પોતાનું ભવન, ત્યાં ગઈ, જઈને પોતાના ભવનમાં પ્રવેશી. ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ સર્વાલંકારથી વિભૂષિત થઈ, તે ગર્ભને અતિશીત નહીં, અતિ ઉષ્ણ નહીં અતિ તિક્ત નહીં, અતિ કટુક નહીં, અતિ કષાયી કે ખાટા નહીં, અતિ મધુર નહીં, પણ ઋતુને યોગ્ય પણ સુખકારક ભોજન, આચ્છાદન, ગંધ, માલ્સ વડે તે ગર્ભના હિત, મિત, પથ્ય, ગર્ભપોષક પદાર્થો લેતી, તે દેશ, કાળ અનુસાર આહાર કરતી, વિવિત-મૃદુ શયન-આરાનથી એકાંત શુભ કે સુખદ મનોનુકૂલ વિહારભૂમિમાં રહેતી, પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયા, દોહ પૂર્ણ થયા, સન્માનિત થયા, કોઈએ દોહદની અવમાનના ન કરી, દોહદ સમાપ્ત થયા, રોગ-મોહ-ભય-પાિસાદિથી રહિત થઈને ગર્ભને સુખપૂર્વક વહન કરે છે. ત્યારે તે પ્રભાવતીદેવીએ નવ માસ પ્રતિપૂર્ણ થયા બાદ સાડા સાત રાત્રિ દિવસ વ્યતિક્રાંત થતાં સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ-વ્યંજન ગુણયુક્ત યાવત્ શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો. ત્યારે તે પ્રભાવતી દેવીની આંગપરિચારિકાઓએ પ્રભાવતી દેવીને પ્રસૂતા જાણીને જ્યાં બલરાજા હતો, ત્યાં ગઈ, ત્યાં જઈને બે હાથ જોડી યાવત્ બલરાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપિયા ! પ્રભાવતીના પિય સમાચારને આપની પ્રીતિ માટે નિવેદન કરીએ છીએ, તે તમને પિય થાઓ. ૧૫૪ ત્યારે તે બલરાજા અંગપરિચારિકા પાસે આ વૃત્તાંતને સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈને યાવત્ ધારાથી સિંચિત્ માફક ાવત્ વિકસીત રોમકૂપવાળા રાજાએ તે અંગપતિચારીકાને મુગુટ સિવાયના બધાં અલંકાર આપી દીધા, પછી સફેદ ચાંદીનો નિર્મળ જળથી ભરેલ કળશ લઈને તે દાસીઓના મસ્તક ધોયા, તેઓને વિપુલ જીવિતાર્થ પ્રીતિદાન દઈને સત્કાર, સન્માન કરી દાસીવી મુક્ત કરી. • વિવેચન-૫૧૮ થી ૫૨૦ : હવે પલ્યોપમ, સાગરોપમના અતિ પ્રચુર કાળથી ક્ષયનો અસંભવ હોવાથી પ્રશ્ન કરતા કહે છે – ક્ષય - સર્વ વિનાશ, ઝપત્રય - દેશથી વિનાશ. હવે પલ્યોપમાદિ ક્ષયને સુદર્શન ચરિત્ર વડે દર્શાવે છે. સંમિતામિમિ - તેમાં, વાર્દેશમાં - કહેવાને અશક્ય સ્વરૂપમાં, પુણ્યવાન્ યોગ્ય એમ અર્થ છે. વૃમિત - ઘોળવું, ધૃષ્ટ - કોમલ પાષાણાદિ વડે, તેથી જ સૃષ્ટ - મતૃણ, તથા તેમાં વિચિત્ર - વિવિધ ચિત્રયુક્ત, છો - ઉપરનો ભાગ, ચિઠ્યુિં -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy