SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫-/૧૧/૫૧૮ થી પર ૧૫૧ તમે જે કહ્યું તે યથાર્થ છે, હે દેવાનુપિય! તે તથ્ય છે, હે દેવાનુપિય તે અવિતથ છે, હે દેવાનુપિય! તે અસંદિગ્ધ છે, હે દેવાનુપિય! તે મને ઈચ્છિત છે, હે દેવાનુપિય તે મને પ્રતિચ્છિત છે, હે દેવાનુપિય ! તે મને ઈચ્છિતપ્રતિચ્છિત છે. તમે જે પ્રમાણે તે કહો છો. એમ કરીને તે સ્વપ્નને (ફળને) સમ્યફ પ્રકારે સ્વીકારીને બલ સજાની અનુજ્ઞા પામ્યા પછી વિવિધ મણિરતનોથી ચિત્રિત ભદ્રાસનથી ઉઠે છે, ઉડીને આવરિત યાવતુ ચપલ ગતિથી જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને શયામાં બેસે છે, બેસીને આ પ્રમાણે બોલી મારા આ ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ વનો, અન્ય પાપવનોથી પ્રતિહત ન થાઓ. એમ કરીને દેવ-ગુરુ-જન સંબંધી પ્રશd, મંગલરૂપ ધાર્મિક કથા વડે સ્વપ્ન જાગરિકાથી જાગતી એવી રહે છે. ત્યારે તે બલરાજ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાનશાળાને સવિશેષ ગંધોદક વડે સિંચીને શુદ્ધ કરો, સ્વચ્છ કરો, લીપો, ઉત્તમ સુગંધી પંચવણ પુપોચારથી યુકત કરો. કાલો અગર, પ્રવર કુરક્કથી ચાવતુ ગંધવર્તીભૂત કરો અને કરાવો, કરીને-કરાવીને સીંહાસન રખાવો, રખાવીને મને ચાવતું મારી આજ્ઞા પછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પરષો વાવત તે સાંભળીને જલ્દીથી સવિશેષ બાહ્ય ઉપસ્થાન શtળાને કરાવી ચાવતું આ પાછી સોંપી. ત્યારે તે બળરાજ પ્રાતઃકાળ સમયમાં પોતાની શય્યાથી ઉો, ઉઠીને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યો. યાવત ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ ગણવું. તે પ્રમાણે જ વ્યાયામશાળા, તે પ્રમાણે જ નાનગૃહ યાવતુ ચંદ્રમાં સમાન પ્રિયદર્શનવાળો રાજ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને પોતાની ઉત્તરપૂર્વ દિશામાં આઠ ભધાનો-શ્વેતવણી આચ્છાદિત કઈ, સરસવ આદિ માંગલિક ઉપચાર ચાલ્યા. ચાવીને પોતાની બહુ સમીપ નહીં - બહુ દૂર નહીં, તેમ વિવિધ રનમંડિત, અધિક પ્રેક્ષણીય, મહાઈ-ઉત્તમ-પટ્ટણ ગત Gણપટ્ટમાં સેંકડો ચિત્રોની સ્થના કરાવી (તે પટ્ટમાં) ઈહામગ, વૃષભ યાવત પદાલતાના થિી યુક્ત કરી રાત વાની અન્યતર યવનિકા બંધાવી. બંધાવીને વિવિધ મણિરતનાદિથી વિચિત્ર, સ્વચ્છ-મૃદુ-શ્વેત વસ્ત્ર પથરાવી, શરીરને સુખદસ્પર્શ દેનાર, અતિમૃદુ એવા ભદ્રાસન પદ્માવતી દેવી માટે ખાવીને કૌટુંબિક પરષોને બોલાવ્યા, ભોલાવીને આ પ્રમાણે કહ્યું ૧૫ર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ઓ દેવાનુપિયો ! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાધાક, વિવિધ શાકુશળ વનલક્ષણ પાઠકોને બોલાવો, ત્યારે તે કૌટુંબિક પરષો વાવતું રાજની આજ્ઞાને સાંભળી. બલરાજાની પાસેથી નીકળ્યા, નીકળીને શlu-«ત્વરિતચપલ-ચંડ-વેગવાળી ગતિથી હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી નીકળી જ્યાં તે વનલક્ષણ પાઠકોના ગૃહો હતા, ત્યાં આવ્યા, આવીને તે સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવે છે. ત્યારે તે વનલક્ષણ પાઠકો બલરાજાના કૌટુંબિક પુરષો વડે બોલાવાતા હર્ષિત તષ્ટિત ઈત્યાદિ થઈને ચાવતુ નાન કર્યું યાવતુ શરીરે (મસ્તકે, સરસવ અને લીલી દુવથિી મંગલ કરીને પોત-પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તિનાપુરનગરની વચ્ચોવચ્ચથી જ્યાં બલરાજાનું ઉત્તમ ભવનાવર્તાસક હતું ત્યાં આવ્યા, આવીને ઉત્તમ ભવનાવાંસકના દ્વાર ઉપર એન્મ થયા, એકત્ર થઈને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડીને યાવતુ બલરાજાને જય-વિજય વડે વધાવે છે. ત્યારે વનલહાણ પાઠકો, બલરાજ દ્વારા વંદિત, પૂજિત, સહકારિત, સન્માનિત કરાયા પછી પ્રત્યેક પૂર્વે રખાયેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યારપછી Gરાજા, પ્રભાવતી દેવીને જવનિકાની પાછળ બેસાડે છે, બેસાડીને પુષ્પ અને ફળ હાથોમાં ભરીને બલરાજાએ અત્યંત વિનયપૂર્વક તે રવત લક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે નિશે હે દેવાનુપિયો ! પ્રભાવતી દેવી જ તેવા તેવા પ્રકારના વાસગૃહમાં ચાવત સીંહનું સ્વપ્નને જોઈને જાગી, તો હે દેવાનપિયો ! આ ઉદર યાવતું સ્તનનું શું કલ્યાણ ફળ-વૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે વનલક્ષણ પાઠકો બલરાજાની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હર્ષિત, તષ્ટિત થઈને યાવતું તે સ્વપ્નને અવગ્રહથી અવગ્રહે છે, પછી ઈહામાં અનુષવેશે છે, પ્રવેશીને તે સ્વપ્નનું અથવિગ્રહણ કરે છે, કરીને પરસ્પર-એકબીજા સાથે વિચારણા કરે છે, કરીને તે વનના અને સ્વયં જાણ્યો, બીજા પાસેથી ગ્રહણ કર્યો, પરસ્પર પૂછીને અર્થનો નિશ્ચય કર્યો, અને અભિગત કર્યો. બલરાજાની પાસે સ્વપ્ન શાસ્ત્રને ઉચ્ચારતા આમ કહ્યું એ પ્રમાણે ખરેખર હે દેવાનુપિય! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪ર-સ્વપ્નો, ૩૦મહાસ્વપ્નો એમ સર્વે કરવાનો કહ્યા છે, તેમાં હે દેવાનુપિયા તીર્થકરની કે ચક્રવર્તીની માતા, તીર્થકર કે ચક્રવત ગર્ભમાં આવે ત્યારે આ ૩૦ મહાસ્વનોમાંથી આ ૧૪-મહાવનોને જોઈને જાણે છે. તે આ પ્રમાણે છે - [૫૧] ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પા સરોવર, સાગર, વિમાનભવન, રનરાશિ, અનિ. [૫૦] વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy