SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૧/૪૫ થી ૪૯૮ ૧૧૯ પત્રાવસ્થા હોય, ત્યારે એક જીવ હોય, જ્યારે તેમાં બીજું આદિ પરનો તે આરંભ કરે છે, ત્યારે એક પત્રાવસ્થા હોતી નથી, તેથી ઘણાં જીવો તેમાં ઉત્પન્ન થાય છે, તેથી સૂગમાં પણ કહ્યું છે કે – પહેલાં પાંદડા પછી, તે પાંદડા સિવાયના જે બીજા જીવો, જીવાશ્રયવથી પત્ર આદિ જે બીજા અવયવો ઉત્પન્ન થાય છે, તે એક જીવાશ્રય નથી, પણ અનેક જીવાશ્રયી છે અથવા એક પાંદડા પછી બાકીના પાંદડાઓમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે એક જીવા નહીં પણ અનેક જીવા છે. - જે ઉત્પલ પ્રથમ પત્રાદિ અવસ્થામાં ઉત્પન્ન થાય છે, તેનો પ્રજ્ઞાપનાના છઠ્ઠા “વ્યકાંતિ' પદમાં છે. તે ઉપપત આ રીતે - જો તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય કે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાં ? ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પણ ઉત્પન્ન થાય ઈત્યાદિ. એ રીતે મનુષ્યના ભેદો કહેવા. જે દેવમાં ઉત્પણ થાય તો શું ભવનવાસીમાં ઈત્યાદિ પ્રશ્નો - ઈશાનાંત દેવોમાં પણ ઉત્પન્ન થાય. આમ ઉપપાત કહ્યો. જઘન્યથી એક અથવા ઈત્યાદિથી પરિમાણ કહ્યું. •• તે અસંખ્યાતા સમયે ઈત્યાદિ વડે અપહાર કહ્યો. આ રીતે દ્વાર યોજના કરવી. ઉચ્ચત્વ દ્વારમાં સાતિરેક ૧૦૦૦ યોજન, તથાવિધ સમુદ્ર ગોતીર્થ આદિમાં આ ઉચ્ચત્વ ઉત્પલનું જાણવું. બંધ દ્વારમાં “બંધક કે બંધકો” તે એક પત્રાવસ્થામાં બંધક એકવથી, બે વગેરે પનાવસ્થામાં, બહુવથી ‘બંધકો' કહ્યું. એમ બધાં કમોંમાં, આયુષ્યમાં તેની બંધાવસ્થા પણ હોય, તે અપેક્ષાએ અબંધક અને બંધકો પણ થાય. અહીં બંધક-અબંધક પદના એકવ યોગમાં એકવચનથી બે વિકલ્પો, બહુવચનથી પણ બે, દ્વિતયોગમાં યથાયોગે એકત્વ-બહુત્વ વડે ચાર ભંગ, એ રીતે આઠ વિભા થાય. વેદન દ્વારમાં - જીવો જ્ઞાનાવરણીય કર્મના વેદક કે અવેદક? અહીં પણ એકાગ્રતામાં એક વચનાંતતા, અમ બહુવચનાંતતા. એ પ્રમાણે અંતરાયકર્મ સુધી કહેવું. વેદનીયમાં શાતા-અશાતા વડે પૂર્વવત્ આઠ ભંગો છે. અહીં બધે જ પ્રથમ પણ અપેક્ષાએ એક વયનાંતતા, તેની પછી બહુવચનાંતતા. વેદન અનુક્રમે ઉદિતઉદીરણા-ઉદીરિત કર્મનો અનુભવ. ઉદયનો અનુકમ ઉદિતનો જ છે, તેથી વેદકત્વ પ્રરૂપણા હોવા છતાં પણ ભેદ વડે ઉદયિત્વ પ્રરૂપણા છે. ઉદીરણા દ્વારે તે અવસ્થામાં તેનું અનુદીકવનો અસંભવ હોવાથી સૂત્રમાં નો મજુરીરમાં કહ્યું. વેદનીયમાં સાતા-અસાતા અપેક્ષાથી, આયુમાં ઉદીકવ અનુદીરકત્વ અપેક્ષાએ આઠ ભંગ છે. કદાચિત આયુષ્યની ઉદીરણા થાય. લેયા દ્વારે ૮૦ ભંગો. કઈ રીતે? એક યોગમાં એકવચનમાં ચાર, બહુવચનથી પણ ચાર જ દ્વિ યોગ યથાયોગ એકવચન-બહુવચન વડે ચતુર્ભની, ચાર પદોના છ દ્વિતયોગો, તે ચારગુણાથી ૨૪ વિકલા. બિકયોને ત્રણ પદોના આઠ ભંગ, ચાર પદોના ચાર ગિક સંયોગો, આઠ વડે ગુણતા-૩૨ ભંગ. ચતુક સંયોગમાં ૧૬-ભંગો. ૧૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 બધાં મળીને-૮૦. વણદિ દ્વારમાં - શરીરોના પાંચ વર્ણો છે, પણ ઉત્પલ જીવો, જીવરૂપે વર્ણાદિ વર્જિત છે, કેમકે અમૂર્તત્વથી વર્ણન હોય. ઉચ્છવાસક દ્વારમાં પતાવસ્થામાં ઉચ્છવાસ નિ:શ્વાસ નથી. અહીં ૨૬ ભંગો. કઈ રીતે ? એક યોગમાં એક વચનાત ત્રણ, બહુવચનાંત પણ ત્રણ. દ્વિતયોગે યથાયોગથી એકત્વ-બહુવતી ત્રણ ચતુર્ભગી એટલે બાર, બિકયોગમાં આઠ. એ રીતે ૨૬-ભંગો થાય. આહારક દ્વારમાં ‘આહારક કે અનાહાક’ વિગ્રહ ગતિમાં અનાહારક, બાકી આહાક. તેમાં આઠ ભંગો પૂર્વવતુ. સંજ્ઞા, કષાયદ્વારમાં ૮૦ ભંગો લેશ્યાદ્વાર વતુ કહેવા. છે જે આદિથી ઉત્પલવ સ્થિતિ, અનુબંધ, પર્યાયપણે કહ્યું. • • હૈ ને તે • ઈત્યાદિ વડે સંવેધ સ્થિતિ કહી. તેમાં ભવાદેશ એટલે ભવને આશ્રીને અર્થ થાય. જઘન્યથી બે ભવગ્રહણ કરીને - એક પૃથ્વીકાયિકતવમાં, બીજો ઉત્પલવમાં, પછી મનુષ્યાદિ ગતિમાં જાય. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત પૃથ્વીપણે અંતર્મુહd, ફરી ઉત્પલપણે અંતર્મુહૂર્તમાં, એ રીતે કાલાદેશથી જઘન્યથી બે અંતર્મહd. એ રીતે દ્વીન્દ્રિયાદિમાં પણ જાણવું. ઉત્કૃષ્ટથી આઠ મવગ્રહણ - ચાર પંચેન્દ્રિય તિર્યંચમાં અને ચાર ઉત્પલના, એ રીતે આઠ ભવ ગ્રહણ જાણવા. ઉત્કૃષ્ટ પૂર્વ કોડી પૃયત્વ-ચાર પંચેન્દ્રિય તિર્યમ્ ભવગ્રહણમાં ચાર પૂર્વકોટી, ઉતકૃષ્ટ કાળના વિવક્ષિતત્વથી ઉત્પલ કાયથી ચ્યવી જીવ યોગ્ય ઉત્કૃષ્ટ પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિના ગ્રહણથી, ઉત્પલનું જીવિત, આનાથી અધિક છે, એ રીતે ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથકત્વ થાય. એ પ્રમાણે આહાર ઉદ્દેશક મુજબ વનસ્પતિકાયિકાદિ. આ વાક્યથી આ અતિદેશ છે - ક્ષેત્રચી, અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ કાળસ્થિતિ, ભાવથી વર્ણવાળા આદિ. સર્વાત્મના નિયમા છ દિશામાંથી - પૃથ્વીકાયિકાદિ સૂક્ષમતાથી નિકુટગતત્વથી હોય, તેથી ત્રણ, ચાર ઈત્યાદિ દિશામાંથી આહાર કરે, ઉત્પલ જીવો બાદરવી તથાવિધ નિકુટોના અભાવ નિયમા છ દિશામાંથી બહાર કરે. | ‘વ્યુત્ક્રાંતિ' એ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે. ત્યાં ઉદ્વર્તના અધિકારમાં આ સૂત્ર છે . • x • ગૌતમ ! નૈરયિક કે દેવમાં ઉત્પન્ન થતો નથી, તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ઉત્પલ કેશરતા-અહીં કેસર એટલે કર્ણિકાની ફરતો અવયવ, અહીં કણિકા એટલે બીજકોશ, બુિક જેમાંથી પાંદડા ફૂટે છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy