SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/33/૪૬૫ ઉદ્ભવેલ સુખડ સંબંધી સુગંધ ગંધિકા-ગંધાવાસ, તેના વડે શરીરના અંગોને વિલેપીત કર્યા. અનેક સેંકડો સ્તંભોમાં સન્નિવિષ્ટ અથવા અનેક સેંકડો સ્તંભો ઉપર સંનિવિષ્ટ, લીલા કરતી રહેલી શાલભંજિકા એટલૈ પતળી, વાચનાંતરમાં તો આમ જ દેખાય છે - ઉંચે રહેલ સુકૃતજ વેદિકાના ઉત્તમ તોરણમાં સ્પેલી, લીલા કરતી રહેલી, શાલભંજિકા. - તે રાયપાસેણઈય વિમાનના વર્ણન મુજબ જાણવું. તેમાં આ પ્રમાણે કહેવું ઇહામૃગ આદિ વડે ભક્તિથી, ચીતરેલી ઈત્યાદિ. તેમાં – ઈહામૃગા - વૃક, ઋષભ-વૃષભ, વાલ-શ્વાપદ કે ભુજંગ, કિન્નર-દેવ વિશેષ, રુરુ-મૃગ વિશેષ, સરભપરાસર, વનલતા-ચંપકલતાદિ, પદાલતા-મૃણાલિકા, બાકીના પદો જાણીતા છે. સ્તંભમાં નિવિષ્ટ જે વજવેદિકા તેના વડે પરિકરિત, તેથી જ અભિરામ-રમ્ય. તેમાં બે વિધાધરના અમલ-સમશ્રેણીક યુગલ, તેના વડે યંત્રથી સંચરતી બે પુરુષ પ્રતિમા રૂપથી યુક્ત. અર્ચિર્સહસ્રમાળા - હજારો દીવાની આવલિ જેમાં છે તે, હજારો રૂપોથી યુક્ત, દીપતી એવી, અત્યંત દીપતી એવી, ચક્ષકઈ એટલે અવલોકતા-જોતાની સાથે, અતિશય દર્શનીયત્વથી ક્લિયતિ એવી, સુખપર્શ-સશ્રીકરૂપ. ઘંટાવલિના ચલનથી જેનો મધુર, મનોહર સ્વર થઈ રહ્યો છે તેવી. શોભતી-કાંત-દર્શનીય, નિપુણ શિબી વડે પરિકર્મિત, ચકમકતી મણીરત્નો સંબંધી જે ઘંટિયાજાળ અર્થાત ઘંટડીના સમૂહ વડે પરિકરિd. ઈત્યાદિ (વર્ણન). કેશાલંકાર - કેશના અલંકારવી, જો કે તેના ત્યારે કેશ કલેલ છે, તેથી સમ્યકપણે કેશાલંકાર નથી, તો પણ કેટલાંકના સદ્ભાવથી તેનો ભાવ છે. અથવા કેશના અલંકાર-પુષ્પાદિ વડે. વત્થાલંકાર-વારૂપ અલંકારથી, - - શૃંગાર સ વિશેષના ગૃહવત્ જે ચારુ વેષ જેણીનો છે તે. અથવા શૃંગાર પ્રધાન આકાર અને સંદરવેશ જેણીનો છે તે. -- યાવત શબ્દથી સંગત-ગત-હસિત-ભણિત-ચેણિતવિલાસ-સંતાપ-ઉલ્લાપ-નિપુણયુક્તોપચાર કુશલ. - અહીં વિલાસ એટલે નેત્રવિકાર. કહ્યું છે - હાવ - મુખવિકાર છે, ભાવ ચિતથી ઉદ્ભવે છે, વિલાસ નેગથી ઉત્પન્ન છે, વિભુમ ભ્રમરથી ઉદ્ભવે છે. સંતાપમિથભાષા. ઈત્યાદિ - X - X - રૂપ, ચૅવન, વિલાસ યુકત. અહીં વિલાસ શદથી સ્થાન, આસન ગમનાદિ વડે જે સુશ્લિષ્ટ વિશેષ તે કહેવાય છે. કહ્યું છે કે સ્થાન, આસનગમન અને હાથભમર-નેગકર્મથી જે ઉત્પન્ન થાય વિશેષતે વિલાસ કહેવાય છે. સુંદર સ્તન શબ્દથી સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન ગુણથી યુક્ત કહેવું. તેમાં સંદર એવા જે સ્તનાદય અર્થો, તેના વડે યુક્ત એવી. અહીં લાવણ્ય તે સ્પૃહણીયતા છે, રપ-આકૃતિ, ચૌવન-તારુણ્ય, ગુણ-મૃદુવરાદિ. - - હિમ, જત, કુમુદ, કુંદ, ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઈંદુના જેવો પ્રકાશ. કોરેટ પુષ્પ ગુચ્છયુક્ત માચદામ અર્થાત્ પુષ્પમાળા. વિવિધ મણિ, કનક, રત્નોનો વિમલ એવો મહાદ્ધ, મહાધૂ, સુવર્ણનો ઉજ્જવલ, વિચિત્ર દંડ. અહીં કનક અને તપનીયમાં શો ભેદ છે ? કહે છે – કનક એટલે પીળું, તપનીય એટલે લાલ. વિયા - દીપતી. શંખ, અંક, કુંદ, દકરજ, અમૃતનું મંથન કરતાં જે ફીણના સમૂહ થાય છે, આ બધાંની સદેશ, અહીં અંક એ રત્ન વિશેષ છે. - x • • • ઉન્મત્ત હાથીનું જે મહામુખ, તેની જે આકૃતિઆકાર, તેની સમાન. - - એક એટલે એક સમાન, આભરણ-વત્ર સ્વરૂપ - - મામાન - આઠ-આઠ એ વીસામાં દ્વિવચન છે. મંગલ એટલે માંગલ્ય વસ્તુ. બીજી કહે છે - આઠ સંખ્યાવાળી આઠ મંગળ સંજ્ઞાવાળી વતું. અહીં ચાવતુ શબ્દથી-નંધાવd, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય ગ્રહણ કરવું. વર્ધમાનક એટલે શરાવ સંપુટ, બીજા કહે છે – પુરુષારૂઢ પુરુષ, બીજા કહે છે – સ્વસ્તિક પંચક, બીજા કહે છે પ્રાસાદ. ‘સદા વવાણ' થી જે કહ્યું તે આ પ્રમાણે - દિવ્ય જ, દિવ્ય પ્રધાન છત્ર સહિત પતાકા, તે છત્ર પતાકા, તથા બે ચામરસહિત જે, તે સચામરા આદર્શ ચેલ છે, જેમાં તે સાદર્શરચિતા આલોક-દૃષ્ટિ ગોચર, જ્યાં સુધી દેખાય, અતિ ઉચ્ચસ્વથી તે સાલોક દર્શનીય કહ્યું. પાઠાંતરમાં “સચામર’ એ ભિન્ન પદ છે, તથા દર્શન એટલે જમાલિના દષ્ટિ પથમાં, રચિત-વિહિત તે દર્શનરયિતા અથવા રતિદા એટલે સુખ દેનાર, તે દર્શનરતિભા, તે આ આલોક દર્શનીયા. તે શું છે ? વાયુ વડે ફરકતી, વિજયસૂચક વૈજયંતી-બંને પડખે બે લઘુપતાકિકાથી યુકત, પતાકા વિશેષ તે વાતોદ્ભૂત વિજય વૈજયંતી. ઉછૂિતા એટલે ઉંચી, કોની જેમ ? ગગનતલને સ્પર્શતી-અતિ ઉંચી. “જેમ ઉવવાઈ'માં એ દ્વારા જે સૂચિત છે, તે આ છે - ત્યારપછી વૈદૂર્ય યુક્ત વિમલ દંડ, દીપડો, લાંબી કોરંટ પુષ્પની માળા વડે ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, સમૂછૂિત, પ્રવર સીંહાસન અને મણિરન પાદપીઠ, - • પોતાની બે પાદુકાથી યુક્ત, ઘણાં કિંકર-કર્મકર પુરષ પદાતિ વડે પવૃિત્ત. તેમાં કિંકર-સ્વામીને પ્રતિકર્મ પુછનારા, કર્મકર એટલે તેનાથી જુદા પ્રકારના એવા પુરુષો. પદાતિ એટલે પગે ચાલનારનો સમૂહ. ત્યારપછી ઘણાં લાઠીગ્રાહી, કુંતગ્રાહી, ચામરગ્રાહી, પાસગ્રાહી, ચાપગ્રાહી, પુસ્તકગ્રાહી, લકગ્રાહી, પીઠકગ્રાહી, વીણાગ્રાહી, કુતપગાહી-કુતપ એટલે તેલ આદિનું પાત્ર, હડપગ્રાહી-હડu એટલે દ્રમ્માદિ તાંબુલ માટેનું ભાજન અથવા પુત્રફલાદિ ભાજન અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં દડી, મુંડી, સિહંડી-શિખાધારી, જટી-જટાઘારી, પિચ્છિમયુરાદિના પીંછાને વહેનારા, હાસ્યકારો, ડમરકાર-વિડ્રવ કરનારા, દવકર-પરિહાસ કરનારા, ચાટુકપ્રિયવાદી, કંદર્ષિક-કામપ્રધાન કેલિ કરનારા, કુકુચિક-માંડ જેવા.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy