SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-[૩૩/૪૬૫ પાછા ગયા. ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે સ્વયં જ પંચમુષ્ટી લોચ કર્યો કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને જે પ્રમાણે ઋષભદત્તમાં કહ્યું. તે પ્રમાણે દીક્ષા લીધી. વિશેષ એ કે - પoo Rો સાથે દીક્ષા લીધી. તે પ્રમાણે જ સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યો. ભણીને ઘણાં ચતુર્થ-છઆમ યાવત માસામણ, આઈ માસક્ષમણ આદિ વિવિધ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. વિવેચન-૪૬૫ : સભિતર બાહિરિયું એટલે અત્યંતર સાથે બહિર્ભાગથી. જળ વડે સિંચિત કરીને, સંમાર્જન કર્યું - પ્રમાર્જનાદિ કરી, છાણ વડે ઉપલિપ્ત કર્યું. જેમ ઉવવામાં કહ્યું તેમ - તે આ મુજબ - શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં કિંચિત્ સિંચિત કર્યું અને સિંચિત્ કર્યું. એ રીતે અચાન્ય પવિત્ર કર્યું, કચરો આદિ દૂર કરીને સાફ કર્યું. શેરીની મધ્યે દુકાનની વીથી - હટ્ટ માર્ગને સાફ કયાં. મંચાતિમંચયુક્ત કર્યું. વિવિધ રંગ વડે દેવજોને કર્યા - ચક્ર, સિંહ આદિ લાંછનયુક્ત કર્યા. બીજી બીજી પતાકાઓ વડે, પતાકા ઉપર પતાકા વડે મંડિત કર્યુ ઈત્યાદિ. જલ્થ - મહાપ્રયોજન, મદ - મહામૂલ્ય, મgrર - મહાઈ-મહાપૂજ્ય અથવા મહત્તાને યોગ્ય, વિક્રમણ અભિષેક સામગ્રીને એ પ્રમાણે જેમ રાયuસેણઈયમાં કહ્યું તેમ, તે આ - ૧૦૮ સોનાના કળશો, ૧૦૮ રૂપાના કળશો, ૧૦૮ મણિમય કળશો, ૧૦૮ સોનુ-રૂપુ-મણિના કળશો, ૧૦૮ માટીના કળશો સર્વ ઋદ્ધિપૂર્વક • સમસ્ત છત્રાદિ રાજચિહ્નરૂપ ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - સર્વ ધુતિ વડે - આભરણાદિ સંબંધી, સર્વ યુક્તિ વડે - ઉચિત ઈષ્ટ વસ્તુ ઘટના સ્વરૂપ, સર્વ બળ-રીન્ય વડે, સર્વ સમુદય - નગરજનોના મીલન વડે, સવોંચિત કૃત કરણ રૂપ આદર વડે, સર્વ સંપદા વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત ઉત્સુકતા વડે, સર્વ પુષ-ગંધ-માળા-અલંકાર વડે, બધાં વાધોના શબ્દોના મીલનથી જે સંગત નિનાદ-મહાઘોષ તે તથા તેના વડે. વળી અથ શબ્દમાં પણ ઋદ્ધિ આદિમાં સર્વ શબ્દની પ્રવૃત્તિ દેખાય છે, તેથી કહે છે - મહાત્ ઋદ્ધિ, મહા ધુતિ, મહાત્ બળ, મહાત્ સમુદય વડે, મહાત્ ઉત્તમ ગુટિત ચમક શમકના પ્રવાદિતપણે, શંખ, ભાંડપટહ, ભેરી-મોટી ઢક્કા, ઝલ્લરી, ખરમુખી, હતુક્ક, મુરજ, મૃદંગ, ભિ આદિના નિર્દોષ વડે, મહાપયાથી ઉત્પાદિત શબ્દના ધ્વનિ માત્રથી ઉત્પન્ન અવાજ વડે. fકં મો - તને ગમતું એવું શું આપીએ ? fક થછાનો - તને શું દઈએ ? અથવા સામાન્યથી શું આપીએ ? પ્રકલ્પેશી-વિશેષ રૂપે શું આપીએ ? સુથાવUT - કથક એટલે સ્વર્ગ-મૃત્ય-પાતાળ લક્ષણ ત્રણ ભુવન, તેમાં સંભવતી વસ્તુ તે કુમિક, તે જ્યાં મળે તેવી દુકાન-હાટ, દેવ અધિષ્ઠિતત્વથી આ કુનિકાપણ. માસી - વાણંદ, ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ffધર - ભાંડાગાર, શ્રીગૃહ. અગ્રકેશ એટલે આગળ રહેલા વાળ. હંસલક્ષણ એટલે શેત અથવા હંસના ચિહ્નવાળું, વસ્વરૂપ શાસક તે પટણાટક. * * * * * * • અગ્ય, પ્રધાન. યfÉ - હાર, જળધારા, સિંદુવાર એટલે નિર્ગુન્ડી વૃક્ષ વિશેષ, તેના પુષ્પો તે સિંદુપાર, તુટેલી મુક્તાવલિ. ઇત્યાદિ. ઈસ ને - આ અગ્રકેશવસ્તુ અથવા આનું દર્શન. મદન ત્રયોદશી આદિ તિથિમાં, કાર્તિક આદિ પર્વોમાં, પ્રિય સંગમાદિ મહોત્સવોમાં, નાગપૂજાદિ યજ્ઞોમાં, ઈન્દ્રોત્સવ આદિ ક્ષણોમાં, ૩પમ - અહીં એ કાર અમંગલના પરિહાર માટે છે, તેથી છેલ્લા દર્શનરૂપ થશે. એટલે કે આ કેશદર્શન, દૂર કરાયેલા કેશવાળા જમાલિકુમારનું જે દર્શન, તે સર્વ દર્શન, છેલ્લા દર્શનરૂપ થશે. અથવા પશ્ચિમ નહીં તેવું – ફરી ફરીને જમાલિ કુમારનું દર્શન, તે આ દર્શન થશે. - જીવર એટલે રૂપામય, સુવર્ણમય. પપઈનમુવમુનાના - રૂવાંટીવાળુ મુલાયમ વસ્ત્ર, ગંધકાસાઈ એટલે ગંધપ્રધાન, કષાયરંગનું વસ્ત્ર. નાસનિકાઇ - નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષર - નેત્રને આનંદદાયકવથી આકર્ષક. યafમ ગુને • પ્રધાનવર્ણ સ્પર્શનાનાથી ઘોડાની નાળની માફક અતિ મૃદુ, સુવર્ણ વડે મંડિત કિનારીવાળું (વા). - અઢાર સરવાળો, પિળવદ્ધ - ધારણ કરેલ, અહીં હાર - નવ સQાળો હાર. એ પ્રમાણે સૂર્યાભદેવના અલંકાર મુજબ કહેવું. તે આ પ્રમાણે - રોકાવલિ, મુકતાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયુર, કડગ, ગુટિત, કટિસૂત્ર, દશે આંગળીમાં વીંટી, વચ્છ સૂત્ર, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચુડામણિ (આદિ ધારણ કર્યો) ઉક્ત અલંકારમાં - એકાવલી એટલે વિચિત્રમણિવાળી, મુક્તાવલી-મામ મુક્તા ફળવાળી, કનકાવલી-સુવર્ણમણીવાળી, રત્નાવલી-રત્નમય, અંગદ અને કેયુર ભુજાના આભરણ છે. જો કે આ બંનેને નામકોશમાં એકાઈક કહ્યા છે, તો પણ અહીં આકાર વિશેષથી ભેદો જાણવા. કટક - કલાચિક આભરણ વિશેષ. ગુટિક-બાહુરક્ષિકા, વક્ષ:સૂગ-હૃદયના આભરણરૂપ સોનાનું સંકલક. વેચ્છાસૂઝ, પાઠાંતરથી વૈકક્ષિકા સૂત્ર તે ઉત્તરાસંગ પરિધાનીય સંકલક છે મુરવી એટલે મુજ આકારનું આભરણ, કંઠ મુવી - કંઠની નજીકનું ઘરેણું, પ્રાલંબ-ઝુમખું. બીજી વાચનામાં આ અલંકાર વર્ણન સાક્ષાત્ લખેલ છે. ગંથિમ - ગુંથીને બનાવેલ - દોરા વડે ગુંથેલી માળાદિ. વેષ્ટિમ - વીંટીને બનાવેલ ફૂલનો હાર આદિ, પૂરિમ-વાંસની સળીના બનાવેલ પાંજરા આદિ કે કૂદિમાં ફૂલો પૂરવા. સંઘાતિમ-૫રસ્પર નાળના સંઘાત વડે એકઠી કરેલ. અલંકિય વિભૂષિત એટલે અલંકૃત એવો અલંકારેલ હોવાથી જ વિભૂષિત અર્થાત વિભૂષા કરેલ. બીજી વાચનામાં આટલું અધિક છે - દર્દી, મલય નામક બે પર્વત સંબંધી ચંદનાદિ દ્રવ્યવથી જે સુગંધ ગંધિકા-ગંધાવાસ. બીજા કહે છે દર્ટર એટલે કુંડિકાદિ ભાજનના મુખને વાથી ઢાંકી, તેના વડે ગાળેલ કે તેમાં પકાવેલ. મલય એટલે મલયથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy