SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૮-૨/૩૯૩ ૧૬૩ ૧૬૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ થતો લાભ. તે દશ ભેદે છે. તેમાં જ્ઞાન - વિશેષ બોધની પાંચ પ્રકારે તયાવિધ જ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રાપ્તિ, તે જ્ઞાનલબ્ધિ. એવું બીજું પણ જાણવું. વિશેષ આ વર્ણન- રચિરૂપ આભાના પરિણામ. રાત્રિ - ચાત્રિ મોહનીયના ક્ષય કે ક્ષયોપશમજન્ય જીવ પરિણામ, તથા ચ»િ. વાત્રાવરિત્ર- સંયમસંયમ. પ્રત્યાખ્યાન કષાય ક્ષયોપશમજન્ય જીવ પરિણામ. દાનાદિ લબ્ધિ, પાંચ પ્રકારે અંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી સંભવે છે. અહીં એક વખત અશનાદિનું ભોજન, તે ભોગ અને વારંવાર વાપવું તે ઉપભોગ, તે વસ્ત્રભવનાદિ છે. દાનાદિ પ્રસિદ્ધ છે. | દિવ - સ્પર્શન આદિ, મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રગટ એકેન્દ્રિયાદિ જાતિનામ કમદય નિયમિત કર્મે પર્યાપ્તક નામ કમદિના સામર્થ્ય સિદ્ધ દ્રવ્ય-ભાવરૂપ લબ્ધિ પોતાની, તે ઈન્દ્રિય લબ્ધિ. જ્ઞાનલબ્ધિથી વિપરીત અજ્ઞાનલબ્ધિના નિરૂપણ માટે કહે છે. Hથરન - મિથ્યાત્વ મોહનીય કમણ વેદનનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ જન્ય આભ પરિણામ. - fમથ્યાન - અશુદ્ધ મિથ્યાવ દલિકના ઉદયથી ઉદ્ભવેલ જીવ પરિણામ. મથfભથ્થાવર્શન - અદ્ધ વિશુદ્ધ મિથ્યાત્વ દલિકના ઉદયથી જન્ય આત્મા પરિણામ જ. સમય - સાવધયોગ વિરતિરૂપ, તે જ યાત્રિ તે સામાયિક ચારિત્ર, તેની લબ્ધિ. આ ચારિત્ર બે ભેદે - ઈવકયિક, ચાવકથિક. ઈવર, તે અવાકાલીન છે, જે ભરત, ઐરાવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં અનારોપિત વ્રતવાળા શૈાને હોય છે. યાવકયિક તે જાવજીવે, તે મધ્યના-૨ અને વિદેહના તીર્થંકરના તીર્થના સાધુને હોય છે. કેમકે તેઓને ઉપસ્થાપનાનો અભાવ છે, * * * * * * * છેવોપસ્થાપનીય - છેદ એટલે પૂર્વના સંયમનો વ્યવચ્છેદ, કરીને સાધુને મહાવતારોપણ કરવું છે. તે સાતિચાર અને નિરતિચાર, તે માનતિયાર ઈવર સામાયિકની શૈક્ષને આરોપાય છે અથવા બીજા તીર્થમાં સંક્રમે ત્યારે. જેમ પાનાથના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં સંક્રમતા પંચયામ ધર્મ પ્રાપ્તિ માટે આરોપાય, મૂલગુણધાતી સાતિયારને જે વ્રતનું આરોપણ તે રૂપ ચાસ્ત્રિની લબ્ધિતે છેદોષસ્થાપનીય ચાઝિલબ્ધિ. હારવદ્ધિવાવિત્રનધિ - તપ વિશેષ, તેના વડે જેમાં વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ, બાકી પૂર્વવતુ. આ બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિકાયિક. તેમાં નિર્વિશમાનક એટલે આસેવકથી વ્યતિરિક્ત, નિર્વિષ્ટકાયિક એટલે વિવાિત ચાટિકાયનું આસેવન કરનાર ઇત્યાદિ • x • અહીં નવનો ગણ હોય, તેમાં ચાર પરિહારિક હોય, ચાર તેઓની વૈયાવચ્ચ કરનાર અનુપરિહારિક હોય, એક કલાસ્થિત વાચનાચાર્ય, ગુરરૂપ હોય છે. તેઓમાં નિર્વિશમાનક નામે આ પરિહાર છે. - (ગાચાર્ય સંક્ષેપ-) પારિહારિકને. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તપ, શીત, ઉણ, વષ કાળે ધીર પુરુષોએ કહ્યો છે. તેમાં ગ્રીમમાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છä, ઉત્કૃષ્ટ અટ્ટમ શિશિરમાં છઠ્ઠ, અટ્ટમ, દશમ. વર્ષમાં અઠ્ઠમ, દશમ, દ્વાદશ તપ કરવો. પારણે આયંબિલ, ભિક્ષામાં અભિગ્રહ કરવો. કાસ્થિત રોજ આયંબિલ કરે બે અભિગ્રહમાં એક ભોજનનો અને એક પાનકનો જાણવો. એ રીતે છ માસ પરિહારિકો તમને આયરે પછી અનુવકો પરિહાકિ પદે છ માસ રહે. એ રીતે કપસ્થિતને પણ છે માસ તપ કરવો. - X - એ રીતે ૧૮-માસનો કા કહ્યો. આ સંક્ષેપથી કહ્યો, વિશેષથી સૂત્ર દ્વારા જાણવો. કલાસમાપ્તિ પછી, તે જિનકા કે ગચ્છને સ્વીકારે પ્રતિપધમાનકો કરી જિનની પાસે સ્વીકારે. તે સ્વીકાર તીર્થંકર પાસે કે સેવક પાસે કરે. બીજા પાસે નહીં તેમનું જે આ આચરણ તે પરિહાર વિશદ્ધિ કહેવાય. બીજા કહે છે પરિહારથી માસિક ચતલઘુ આદિ તપ ચરે છે, તેને પરિહારિક ચારિત્ર લબ્ધિ હોય છે. આ પરિહાર તપ જેમ થાય તે કહે છે - નવમા પૂર્વની ત્રીજી વસ્તુ ચાવતુ જઘન્ય, ઉત્કૃષ્ટથી ન્યૂન દશ પૂર્વ સૂત્ર અને અર્થથી હોય. દ્રવ્યાદિ અભિગ્રહ અને રત્નાવલી આદિ તપ તેને પરિહાર તારૂપે અપાય છે. તેને આપે ત્યારે નિરપગર્વેિ કાયોત્સર્ગ કરે છે. શુભ નક્ષત્ર આદિમાં તે સ્વીકારાય છે. ગુરુ તેને કહે છે, હું તમારો વાસનાચાર્ય છું, આ ગીતાર્થ સાધુ તમને સહાયક છે. બાકીના સાધુ પણ કહેવા. જેમ • આ તપને સ્વીકાર કંઈ બોલતો કે લપ લપ કરતો નહીં. આત્માને ચિંતવતા તારે કોઈ વ્યાઘાત ન કરવો. હું કઈ રીતે આલાપાદિ સહિત તપ કરીશ તેમ ડનાસ્તો ભય દૂર કરવો કલસ્થિત તેને આમ કરે છે. કૃતિકર્મ સ્વીકારે, પ્રત્યાખ્યાનને પૂછે, તો તેને આપે. જો તે ક્યારે ગ્લાન થઈ ઉત્થાનાદિ સ્વયં કરવાને સમર્થ ન હોય તો ત્યારે કહે - હું ઉભો થવાને ઈચ્છું છું ત્યારે અનુપરિહાક મૌનપણે, તેને અભિપ્રેત હોય તે બધું કરે. તે ઉઠે, બેસે, ભિક્ષાર્થે જાય, કુપિતપ્રિય બંધુની જેમ કરે. * * * તેઓનું તપ ગ્રીમ-શિશિર-વર્ષામાં જઘન્યાદિ ભેદથી ૧ થી ૧૨ ઉપવાસ સુધી છે. સૂક્ષમjપરાય યાત્રિલબ્ધિ. - સંપત્તિ - જેના વડે સંસારમાં ભમે તે સંપરાય - કષાય, કૂક્સ - લોભાંશ અવશેષરૂપ, તે સક્ષમ સંપરાય. આ પણ બે ભેદે છે - વિશુદ્ધયમાનક, સંકિલશ્યમાનક. તેમાં વિશુદ્ધયમાનક પક, ઉપશમ બે શ્રેણીને આરોહતા થાય. સંક્ષિશ્યમાનક ઉપશમ શ્રેણીથી પડતાને હોય. • • • ચયાખ્યાત ચારિત્રલબ્ધિ- જે પ્રકારે કહેલું છે - અકષાયપણે સ્વીકૃત છે, તેમજ જે, તે યયાખ્યાત. તે પણ બે ભેદે - ઉપશમક, ક્ષપક શ્રેણિના ભેદથી. બાકી બધું પૂર્વવતુ જાણવું. ચાસ્ત્રિાયાસ્મિક મૂલગુણ - ઉતરગુણાદિ ભેદોની વિવક્ષા ન કરીને દ્વિતીય કષાયના ક્ષયોપશમથી પ્રાપ્ત પરિણામ મગની જ વિવક્ષાથી ચારિત્રાયાસ્મિ લબ્ધિને “એકાકાર” કહી છે. એ રીતે દાનાદિ લબ્ધિનું પણ એકાકારd, ભેદોની વિવક્ષા ન કરીને જાણવું. બાળવાર્યલબ્ધિ થાત - અસંયત, તેનું વીર્ય - અસંયમ યોગોમાં પ્રવૃત્તિ, તે કર્મબંધનરૂપ છે, તેની જે લબ્ધિ જે યાત્રિમોહના ઉદયથી કે વીયરતના ક્ષયોપશમથી છે, તે. એ રીતે બીજામાં પણ યથાયોગ કહેવું. વિશેષ આ - ડિત • સંયત, થીનીત - સંયતાસંયત. - X - X - આભિનિબોધિક જ્ઞાનલબ્ધિકોને ચાર જ્ઞાન ભજનાઓ, કેવલીને આભિનિબોધિક જ્ઞાન નથી. મતિજ્ઞાનલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે કેવળી-એક જ્ઞાની
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy