SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-//૨૫૯ વરે - ગાથા સ્પષ્ટ છે. તેના પરસ્પર અબહુત્વની વ્યાખ્યા ગાથાનુસાર કરવી. તે આ પ્રમાણે છે - ૫૧ [અહીં વૃત્તિકારે ૧૪-ગાથા મૂકી તેનો અર્થ કર્યો છે. તે અર્થનો અનુવાદ અત્રે કરેલ છે –] ક્ષેત્રનું અમૂર્તપણું છે, તે ક્ષેત્રની સાથે પુદ્ગલોના બંધનું કારણ - ચીકાશાદિના અભાવથી ક્ષેત્રાવસ્થાન કાળ લાંબો રહેતો નથી. જે કારણથી એમ છે, તે કારણે ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે. હવે અવગાહના આયુનું બહુત્વ વિચારીએ - અહીં પૂર્વાર્ધથી ક્ષેત્રાદ્ધા કરતાં અવગાહનાદ્ધા અધિક છે, એમ કહ્યું અને ઉત્તરાર્ધથી અવગાહનાદ્ધા કરતાં ક્ષેત્રાદ્ધા અધિક નથી, એમ કહ્યું. એમ કેવી રીતે છે ? અવગાહનાની ગમનક્રિયા નિયત ક્ષેત્રમાં - વિવક્ષિત અવગાહના સદ્ભાવે જ અક્રિયાના સદ્ભાવે જ તેનો ભાવ છે, તે સિવાય તેનો અભાવ હોય છે. અવગાહના, ક્ષેમમાત્રમાં નિયત નથી, ક્ષેત્રાદ્ધાના અભાવે પણ અવગાહના હોય છે. હવે ઉપસંહાર કરે છે - ખ ગાયા. હવે દ્રવ્યાયુનું બહુત્વ કહે છે – સંકોચ વડે, વિકોચ વડે જો કે અવગાહના ઉપરત થાય છે, તો પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યોનું લાંબા કાળ સુધી અવસ્થાન રહે છે એટલે અવગાહના ન રહે તો પણ દ્રવ્યો નિવર્તતા નથી - એમ કહ્યું. પણ દ્રવ્ય નિવૃત્તિ થતાં અવગાહના નિવર્તે જ છે, તે કહે છે - સંઘાત કે પુદ્ગલ ભેદથી, જે કંધ, પ્રથમના જેવી અવગાહના વાળો નહીં પણ સંક્ષિપ્ત અવગાહનાવાળો થાય છે, પછી તે સ્કંધમાં દ્રવ્ય અન્યયાત્વ થાય છે. કોઈ કહે કે સંઘાતથી તો પુદ્ગલોનો સ્કંધ સંક્ષિપ્ત થતો નથી, પણ સંઘાત પછી પુદ્ગલોના સૂક્ષ્મતર પરિણામ થાય છે, એમ સાંભળેલ છે. તેથી દ્રવ્યની અવગાહનાનો નિયમા નાશ થાય છે એવું કેમ થાય ? તે કહે છે – અવગાહનાદ્ધા દ્રવ્યમાં અવબદ્ધ છે. કઈ રીતે ? સંકોચ અને વિકોચથી અર્થાત્ સંકોચ, વિકોચને પરિહરવા જોઈએ. અવગાહના, દ્રવ્યના સંકોચવિકોયના અભાવે થાય છે, તેના સદ્ભાવમાં થતી નથી. એ પ્રકારે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે. . હવે ભાવાયુનું અાબહુવ - સંઘાતાદિથી દ્રવ્યનો ઉપરમ થવા છતાં પર્યવો રહે છે. જેમ સાફ કરેલ પટમાં શુક્લાદિ ગુણો છે. સર્વગુણોનો ઉપરમ થાય તો તે દ્રવ્ય રહેતું નથી, અવગાહના પણ અનુવર્તતી નથી. પર્યાવોનું અવસ્થાન ચિરકાળ છે, દ્રવ્યનું અચિરકાળ છે. કેમ ? સંઘાત-ભેદ લક્ષણ ધર્મથી થતો સંબંધ, તેને અનુસરનારી દ્રવ્યાદ્ધા છે. કેમકે સંઘાતાદિ અભાવે દ્રવ્યાદ્ધાનો સદ્ભાવ હોય છે, સંઘાતાદિના સદ્ભાવે, તે નથી હોતી. વળી ગુણકાલ માત્ર સંઘાત અને ભેદ કાળમાં સંબદ્ધ નથી. કેમકે સંઘાતાદિ હોય તો ગુણોનુાં. અનુવર્તન થાય છે. " X - - - આયુ કહ્યું. હવે આયુવાળાના આરંભાદિ પ્રશ્નો દ્વારા ચોવીશ દંડક વડે પ્રરૂપણા કરે છે - • સૂત્ર-૨૬૦ : ભગવન્ ! નૈરયિકો સારંભ, સપરિગ્રહ છે કે અનારંભ, અપરિગ્રહ ? ગૌતમ ! નારકો આરંભ, પરિગ્રહ છે. અનારંભાદિ નહીં. એમ કેમ કહ્યું ? - ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગૌતમ ! નૈરયિકો પૃથ્વીકાય યાવત્ ત્રસકાયનો સમારંભ કરે છે. (તેઓએ) શરીરો-કર્મો-સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે, તેથી એમ કહ્યું છે. ભગવન્ ! અસુરકુમાર વિશે પ્રશ્ન. ગૌતમ ! તેઓ સારંભા, સપરિગ્રહા છે. નારંભા, અપરિગ્રહા નથી. કેમ ? તેઓ પૃથ્વી યાવત્ સકાયનો સમારંભ કરે છે. શરીર-કર્મ-ભવનોનો પરિગ્રહ કર્યાં છે. દેવો, દેવી, મનુષ્યો, મનુષી, તિર્યંચો, તિચિણીનો પરિગ્રહકર્તા છે. આસન, શયન, ભાંડ, માત્રક, ઉપકરણોના તથા સચિત્તાદિ દ્રવ્યોના પરિગ્રહકર્તા છે, માટે તેમ કહ્યું. એ રીતે યાવત્ સ્તનિતકુમાર જાણવા. પર નૈરયિકની જેમ એકેન્દ્રિયો જાણવા. ભગવન્ ! બેઈન્દ્રિયો શું સારંભ, સપરિગ્રહ છે ? પૂર્વવત્ યાવત્ શરીર, તથા બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પરિંગૃહીત કર્યા છે. એ રીતે ચરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું સમારંભી છે ? પૂર્વવત્ કહેવું યાવત્ કર્મો પરિગૃહીત કર્યા છે. શિખર, ફૂટ, પર્વતો, શિખરી પહાડો તથા જલ, સ્થલ, બિલ, ગુફા, લગન તથા ઉર્ઝરી, નિઝર, ચિલ્લલ, પલ્લલ, વાપી તથા અગડ, તગડ, દ્રહ, નદી. વાપી, પુષ્કરિણી, દીધિકા, ગુંજાલિકા, સરોવર, સરપંક્તિ, સરસરપંક્તિ, બિલપંક્તિ તથા આરામ, ઉધાન, કાનન, વન, વનખંડ, વનરાજી તથા દેવકુલ, સભા, પ્ર૫ા, સ્તુભ, ખાડ, પરિખા તથા પ્રકાર, અટ્ઠલગ, સરિકા, દ્વાર, ગોપુર તથા પાસાદ, ઘર, ઝુંપડા, લયન, હાટો તથા શ્રૃંગાટક, પ્રિક, ચતુષ્ક, સત્વર, ચતુર્મુખ, મહાપથ તથા શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લિ, શિલ્લિ, ડોળી, સ્કંદમાનિકા તથા લોઢી, લોઢાનું કડાયું, કડછા તથા ભવન, તથા દેવ, દેવી, મનુષ્ય, માનુષી, તિર્યંચયોનિક, તિચિયોનિની, આરાન, શયન, ખંડ, ભાંડ, સચિત્ત-ચિત્ત-મિશ્ર દ્રવ્યો એ બધાંનો પરિગ્રહ કરે છે. તેથી એમ કહ્યું કે તિચિઓ આરંભી, પરિગ્રહી છે. તિયો માફક મનુષ્યો પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકને ભવનવાસી માફક જાણવા. • વિવેચન-૨૬૦ : માંડ - માટીના વાસણ, માત્ર - કાંસાના વાસણ, ઉપકરણ એટલે - લોઢી, કડાયુ, કડછી આદિ. પ્રત્યાખ્યાન ન કરેલ હોવાથી તે એકેન્દ્રિયો પરિગ્રહી છે, એમ જાણવું. ઉપકાર સાધર્મ્સથી બેઈન્દ્રિયોની શરીર રક્ષાર્થે તેમણે કરેલ ઘરોને તેમના ઉપકરણ સમજવા. તંત્ર - ટાંકણાથી છેદાયેલ પર્વત, શુક - ફૂટ કે શિખર અથવા હાથીને બાંધવાના સ્થાનો. મેન - મુંડ પર્વત, સિર - શિખરવાળા ગિરિ. પથ્થર - થોડો નમેલ ગિરિદેશ, ભેળ - પર્વત ખોદી બનાવેલ ગૃહ. કાર - પર્વત તટેથી નીચે પાણી પડતું હોય તેવું સ્થાન, નિાર - પાણીનું ઝરણ, વિન - કાદવ મિશ્ર પાણી, પન - આનંદદાયી જળાશય, વખિળ - ક્યારવાળો પ્રદેશ, અળદ - કૂવો, વવિ - ચોખૂણી વાવ, - ૪ - દ્રિય - સારણી, ગુંજ્ઞાતિય - વાંકી સારણી, - ૪ - ૪ - આરામ - દંપતી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy