SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-/૬/૨૪૪ ભગવ! જીવો શુભ દીધયુષ્કdi કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ! હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ કે બાહાણને વંદી, નમી ચાવતું પuસીને, અન્ય કોઈ પ્રતિકારણરૂપ મનોજ્ઞ અશનાદિ પ્રતિલાભીને જીવો શુભ દીર્ધાયુકતા કર્મ બાંધે છે. વિવેચન-૨૪૪ : જેનું આયુ થોડું છે, તે અપાયુક, અપજીવનના કારણરૂપ કર્મ બાંધે. કઈ રીતે ? જીવોનો નાશ કરીને, મૃષાવાદ બોલીને ભક્તિદાન ઉચિતપમ, તપ કરે તે શ્રમણ, બીજાને ‘ન હણો' એમ કહે અને પોતે પણ હણવાથી નિવૃત તે માહણ અથવા કુશલ અનુષ્ઠાન આયરે તે બ્રાહ્મણ. માસુવા - સચિવ, નેપvય - ન કરે તેવું. અશનાદિ વહોરવીને. અધ્યવસાય વિશેષથી આ પ્રણે જઘન્યાયુ ફળ થાય છે. અથવા અહીં અમુક અપેક્ષાવાળી અપાયુકતા લેવી. કેમકે જિનાગમમાં અભિસંસ્કૃત મતિવાળા મુનિઓ નાની ઉંમરના ભોગીને જોઈને ક્યારેક બોલે છે - નક્કી ભવાંતરે પ્રાણિઘાતાદિ કંઈ અશુભ કર્યું હશે. અથવા મુનિને અકલયનું દાન આપેલ હશે. જેથી આ ટુંકા આયુવાળો થયો. બીજા કહે છે – “જે જીવ જિનસાધુગુણ પક્ષપાતપણાથી તેઓની પૂજાર્થે પૃથ્વી આદિના આરંભ વડે, પોતાના કરિયાણામાં અસત્ય ઉત્કર્ષણ વડે, આધાકર્માદિ કરવા વડે હિંસાદિમાં વર્તે છે, તેને વધાદિ ક્રિયાથી વિરમવાને લીધે મળતા અને નિરવઘદાનરૂપ નિમિત્તથી આયુષ્યની અપેક્ષાએ આ અપાયુપણું હોય છે.” જેમ આ અન્યો કહે છે, તેમ ન હોવું જોઈએ, કેમકે સૂગ નિર્વિશેષણ છે. સૂગ વિશેષણરહિત હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું. અહીંથી બીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ અશુભ દીર્ધ આયુપણું કહ્યું છે. • x • વળી, હે ભગવનું ! શ્રાવક, તયારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પાસુક અનાદિથી પડિલાભતા તેને શું થાય ? ગૌતમ ! તેને ઘણી નિર્જસ અને અ૫ પાપકર્મ થાય. આ વયનથી. જાણી શકાય કે અપાયુપણું ક્ષુલ્લક ભવગ્રહણરૂપ નથી ઇત્યાદિ - ૪ - -X - યોગ્યતાની અપેક્ષાએ ધમને માટે પ્રાણાતિપાતાદિ પ્રવચનમાં કહેલ છે. દાનાધિકારમાં શ્રાવકો બે ભેદે સંભળાય છે - સંવિપ્ન ભાવિત, લુબ્ધક દટાંતભાવિત. • x • તેમાં આગમના અર્થને ન જાણતા લુબ્ધક દષ્ટાંત ભાવિત જેમ-તેમ દાન દે. સંવિનભાવિત સાધુની સંયમ બાધાના પરિહારક હોવાથી મુનિઓને ઉચિત દાન દે છે. કહ્યું છે - નિર્વાહ થઈ શકતો હોય ત્યારે અશુદ્ધ દેનાર-લેનાર બંનેનું અહિત છે, અનિવહિ, ગ્લાનર્દેટાંતથી બંનેનું હિત છે અથવા અપાસુકદાન અપાયુપણાનું મુખ્ય કારણ છે, હિંસા, જઠ એ તેના સહકારી કારણો છે. કેમકે હિંસા અને જૂઠ એ દાનના વિશેષણ છે. તે આ રીતે - જીવ હિંસા વડે આધાકમિિદ કરવાથી જૂઠું બોલ્યો કે- હે સાધુ ! આ ભોજનાદિ મારા માટે કર્યા છે. તેથી તમને કલાનીય અને એષણીય છે. • x " એ રીતે કર્મ બાંધે. આ સૂઝ ગંભીર છે, અન્યથા પણ વિચારવું. દીઘયિકતાના કારણો - જીવદયાદિવાળાને લાંબુ આયુષ્ય હોય છે. કેમકે ૪૨. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ દીર્ધાયુવાળાને જોઈને વક્તા બોલે છે - આણે પૂર્વે જીવદયા આદિ પાળેલ છે, માટે દીધય થયો. તેથી એ સિદ્ધ છે કે- વધ આદિથી વિરતને દેવગતિના હેતુરૂપ દીઘયુિ મળે છે. કહ્યું છે - સમ્યમ્ દૈષ્ટિ જીવને અણુવ્રત અને મહાવ્રત વડે, બાળપણી અકામનિર્જરા વડે દેવાયુનો બંધ થાય છે. દાનને આશ્રીને કહે છે - ભગવનું ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશનાદિથી પ્રતિલાલતા શ્રાવકને શું થાય? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય. ઇત્યાદિ - ૪ - ન દીધયુકનાં જ શુભાશુભ કારણોને કહે છે – બધું પૂર્વવત્. વિશેષ એ કે - શ્રમણાદિને હીલનાદિપૂર્વક વહોરાવે. જાત્યાદિ ઉઘાડા પાડવા તે હીલના, કુત્સા તે નિંદા, મનથી તે બિંસા, લોકસમક્ષ તે ગહ, ઉભા ન થવું વગેરે અપમાન. સ્વરૂપથી અશોભન, ખરાબ અજ્ઞાદિ વડે, તેથી જ અપીલિકારણથી. ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. આ સૂત્રમાં અશનાદિને પ્રાસક કે પાસુક એમ વિશેષિત નથી કર્યું. * * * હીલનાદિને જ પ્રધાનરૂપે તેના કારણપણે કહેલ છે. • x • હિંસા અને જૂઠ તો અહીં પણ ઘટે જ છે. કેમકે અવજ્ઞાદાનમાં પણ પ્રાણાતિપાતાદિ દેખાય છે. હિંસા, નરકગતિનો હેતુ હોવાથી તેનાથી અશુભ દીર્ધાયુ થાય છે. • x • નરકગતિ વિવક્ષાથી દીર્ધાયુ છે. વિપરીત સૂત્ર પૂર્વવતુ. વિશેષ એ કે- અહીં પણ પાસુક, અપાસુક દાન સ્પષ્ટ કર્યું નથી. છતાં • x • તે બંનેના ફળમાં કંઈ વિશેષ નથી, એમ ન સમજવું. • x - તેથી અહીં પાસુક, એષણીય દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. - x - એ રીતે અહીં અપાયુ, દીર્ધાયુ, અશુભ દીર્ધાયુ, શુભ દીધયુ કહ્યા. • x • હવે બીજી ક્રિયાઓ કહે છે – • સૂત્ર-૨૪૫ : ભગવદ્ ! કરિયાણું વેચતા કોઈ ગૃહરથનું કરિયાણું કોઈ ચોરી જાય, તો હે ભગવન્! તે કરિયાણાનું ચાતુગવેષણકતને શું આરંભિકી ક્રિયા લાગે કે પરિગહિની, માયાપત્યયા, પત્યાખ્યાની કે મિયાદન પ્રત્યવિકી ક્રિયા લાગે ? ગૌતમ ! તેને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે, મિયાદશનિક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ગવેષણ કરતાં ચોરાયેલું કરિયાણું પાછું મળે તો બધી ક્રિયા પાતળી પડે. ભગવન / કચ્ચિાનું વેચતા ગૃહસ્થનું કરિયાણું ખરી તેને માટે બાન આવ્યું, પણ હજી કરિયાણું લઈ જવાયું નથી. ભગવદ્ ! વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લગે ? ગૌતમ તે ગૃહપતિને તે કરિયાણાની આરંભિકીથી આપત્યાખ્યાની ક્રિયા લાગે. મિથ્યાદર્શન પ્રત્યાયિકી ક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ખરીદનારને તે બધી ક્રિયા પતતું હોય છે. ભગવન / ભાંડને વેચતા ગૃહપતિને યાવતુ તે ભાંડ ખરીદકતએિ પોતાને ત્યાં આપું. ભગવન્! ત્યારે ખરીદ કરનારને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લાગે ? વેચનારને પણ તેથી આરંભિકી આદિ ક્રિયા લાગે ? ગૌતમ!
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy