SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/-૧૦/૧૨ થી ૧૪ કે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પરિણમે છે, તેમ કહેવું. આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો ? “પરિણામ' દ્વારગાયાની સમાપ્તિ સુધી. તેમાં પરિણામ કહ્યા. વકૃણાદિલેશ્યાના વર્ગો કહેવા. તે આ રીતે- ભગવન!કૃણલેશ્યા કેવા વર્ષની છે ? આદિ. તે કાળી મેઘ આદિ જેવી છે. નીલલેશ્યા ભ્રમાદિ જેવી લીલી, કાપોત લેશ્યા ખેરસારાદિ જેવી કાપોતી, તૈજસીલેશ્યા સસલાના લોહી જેવી લાલ, પાલેશ્યા ચંપકાદિ જેવી પીળી, શુક્કલેશ્યા શંખાદિ જેવી સફેદ છે. લેશ્યાનો રસ કહેવો – કૃષ્ણા લીમડા જેવી કડવી, નીલલેશ્યા સુંઠ જેવી તીખી, કાપોતી કાચા બોર જેવી ક્લાયરસવાળી, તેજલેશ્યા પાકી કેરી જેવી ખટમીઠી, પાલેશ્યા ચંદ્રપ્રભાદિ મધ જેવી તીખી-કપાયેલી-મધુર, શુક્કલેશ્યા ગોળ વગેરે જેવી મધુરસવાળી છે. લેશ્યાની ગંધ કહેવી. પહેલી ત્રણ દુર્ગન્ધી, પછી ત્રણ સુગંધી. • • શુદ્ધ - છેલ્લી શુદ્ધ છે, આધ પાંચ અશુદ્ધ છે. -- પહેલી પાંચ અપશસ્ત છે, છેલ્લી પ્રશસ્ત છે. .. આધ પાંચ સંક્ષિપ્ત છે, છેલ્લી અસંક્ષિપ્ત છે. • • છેલી વૈશ્યા ઉણ અને પ્તિબ્ધ છે. પહેલી પાંચ શીત અને સૂક્ષ છે. -- પહેલી ત્રણ દુર્ગતિનું અને છેલ્લી ત્રણ સુગતિનું કારણ છે. પરિણામ • લેશ્યાના પરિણામ કેટલાં પ્રકારે છે ? ત્રણ પ્રકારે - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અથવા ઉત્પાતાદિ. -- લેશ્યાનાં પ્રદેશ કહેવા - પ્રત્યેક લેશ્યા અનંત પ્રાદેશિકા છે. . આ વૈશ્યાઓ અસંખ્ય પ્રદેશ અવગાઢ છે -- કૃણાદિ લેણ્યા યોગ્ય દ્રવ્ય વણા, દારિક વર્ગણાની માફક અનંત છે. - - તરતમતાને લીધે વિચિત્ર અધ્યવસાયનાં કારણરૂપ કૃષ્ણ આદિ દ્રવ્યના સમૂહરૂપે અસંખ્ય છે. કેમકે અધ્યવસાયના સ્થાનો પણ અસંખ્ય છે. -- વેશ્યાનું અલાબદુત્વ આ રીતે – ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યાના ચાવતુ શુક્લેશ્યાના સ્થાનોમાં જઘન્ય સ્થાનો દ્રવ્યાર્થપણે કયા કોનાથી ઓછા, વધુ સરખાં કે વિશેષાધિક છે ? ગૌતમ! સર્વથી ઓછા જઘન્ય સ્થાનો દ્વવ્યાર્થપણે કાપોતલેશ્યાના છે. દ્રવ્યાર્થપણે જઘન્ય સ્થાનો નીલલેશ્યાનાં અસંખ્યગણાં છે. દ્રવ્યાપણે કૃષ્ણ લેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે તેજોવૈશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે, દ્રવ્યાર્થપણે પકાલેશ્યાનાં જઘન્ય સ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે શુક્લલેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે ઇત્યાદિ. શતક-૫ % - X - X - o ચોથા શતકને અંતે વેશ્યા કહી, અહીં લેશ્યાવાળા કહે છે - • સૂત્ર-૨૧૫ : પાંચમાં શતકમાં દશ ઉદ્દેશાઓ છે – સૂર્ય, વાયુ, જાલગ્રંથિ, શબ્દ, છદ્મસ્થ, આયુ, પુગલકંપન, નિગ્રન્થ, રાજગૃહ, ચંદ્રમા. • વિવેચન-૨૧૫ : ૧-ચંપામાં સૂર્ય વિષયક પ્રશ્નના નિર્ણયાર્થે, વાયુ વિષયક પ્રશ્નના નિર્ણાય, 3-“જાલગ્રંચિકા' દષ્ટાંતથી જણાતી વાતના નિર્ણયાર્થે, ૪-શબ્દ વિષયક પ્રશ્નનો નિર્ણય, ૫-છવાસ્થ વક્તવ્યતા, ૬-આયુષ્યનું અલાવાદિ જણાવવા, ૭-૫ગલોના કંપનને જણાવવા, ૮-નિર્ગુન્શીપુત્ર નામક સાધુએ કરેલ પદાર્થ-વિચારસાર, ૯-રાજગૃહ નગરની વિચારણા, ૧૦-ચંપાનગરીમાં ચંદ્રની વક્તવ્યતા. ® શતક-૫, ઉદ્દેશો-૧-‘સૂર્યછે - X - X - X - X - • સૂત્ર-૨૧૬ : તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. [વર્ણન) તે ચંપાનગરી બહાર પૂણભદ્ર ચૈત્ય હતું (વર્ણન). સ્વામી પધાર્યા યાવત પર્ષદા પાછી ગઈ.. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રીય, ઈન્દ્રભૂતિ નામે અણગાર યાવત આમ બોલ્યા - ભગવાન જંબૂદ્વીપ નામક દ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અનિમાં આથમે છે ? અનિમાં ઉગીને મૈત્રકતમાં આથમે છે? નૈઋતમાં ઉગીને વાયવ્યમાં આથમે છે ? વાયવ્યમાં ઉગીને ઈશાનમાં આથમે છે ? હા, ગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઈશાનમાં ઉગી ચાવતુ ઈશાને આથમે છે. • વિવેચન-૨૧૬ : જંબૂદ્વીપમાં બે સૂર્યો છે. ઉત્તર પાસેનો પ્રદેશ તે ઉદીચીન, પૂર્વ પાસેનો પ્રદેશ તે પ્રાચીન. ઉત્તર-પૂર્વનો મધ્ય ભાગ તે ઈશાન ખૂણો, ત્યાં ક્રમપૂર્વક ઉગીને, પૂર્વદક્ષિણ મધ્યે-અગ્નિખૂણે ક્રમથી આવીને આથમે છે. આ ઉદય અને અસ્ત માત્ર લોકદષ્ટિએ જાણવું. કેમકે અદૃશ્ય થઈને તે બંને સૂર્યો દેખાય તેને લોકો “સૂર્ય ઉગ્યો” એમ કહી વ્યવહાર કરે છે. દેખાતો હોય, તે દેખાતો બંધ થાય ત્યારે તે સૂર્ય આથમ્યો એવો વ્યવહાર થાય છે. કહ્યું છે કે જેમ જેમ સમયે સમયે સૂર્ય આગળ સંચરે છે, તેમ તેમ આ તરફ નિયમો રાત્રિ થાય છે. મનુષ્યોને આશ્રીને ઉગવું-આથમવું બંને કિયાએ અનિયત છે, કેમકે દેશ ભેદથી કોઈક વ્યવહાર તો થાય જ છે - X - X - ઇત્યાદિ. આ સૂત્ર વડે સૂર્યની ચારે દિશામાં ગતિ બતાવી છે. તેથી જેઓ એમ માને છે કે સૂર્ય પશ્ચિમ સમદ્રમાં પ્રવેશી પાતાળમાં જઈને ફરી પૂર્વ સમુદ્રથી ઉગે છે, તેનો મત નિષેધે છે. આ સર્ચ બધી તરફ જતો હોય તો પણ પ્રતિનિયતપણે તેના પ્રકાશથી સત્રિ મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy