SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/-/૨/૧૭૦ થી ૧૨ ૧૯ લટકે છે. કેમકે તે નીચું મુખ રાખીને ગતિ કરે છે, જાણે ભયથી કાંખમાં આવેલા પરસેવાને મૂકતો ન હોય તેવો વેગપૂર્વક શીઘ્રતાથી પડ્યો. • સૂઝ-૧૩,૧૩૪ - ૧િ૩] ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રકારનો ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. સુરેન્દ્ર અસુરરાજ ચમર સમર્થ નથી. • x • શકિત વાળો નથી - ૪ - કે તેનો વિષય પણ નથી કે પોતાના બળથી યાવત સૌધર્મકલ્પ સુધી ઉંચે આવે. જે તેણે અરિહંત, અરિહંતસ્વૈત્ય કે ભાવિતાત્મા અનગારનો આશરો લીધો હોય, તો તે ઉંચે યાવતું સૌધમકશે આવી શકે. જો તેમ હોય તો તારૂપ અરહંત ભગવંત કે અણગારની અતિ આશાતના થશે, જે મહાદુઃખરૂપ છે, એમ વિચારી શકેન્દ્રએ અવધિનો પ્રયોગ કર્યો. હા હા! હું મરાઈ ગયો, એમ કરી ઉત્કૃષ્ટ યાવતું દિવ્ય દેવગતિથી વજના માર્ગે પાછળ જતાં જતાં તિછ અસંખ્ય દ્વીપસમુદ્ર મધ્ય યાવતું જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, જ્યાં હું હતો, ત્યાં પાસે આવીને મારાથી માત્ર ચાર આંગળ દૂર વજને સંહરી લીધું. [૭] હે ગૌતમ! શકે [વજ સંહર્યું ત્યારે એવા વેગથી મુઠી વાળેલી કે મારા કેશાગ્ર વીંઝાયા. દેવેન્દ્ર દેવરાજ શકે વજને સંહરી લઈને મને [ભo મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! આપનો આશરો લઈને અસુરેન્દ્ર અસુરરાજ ચમરે મને તમારી શોભાણી) ભ્રષ્ટ કરવા ધારેલ. તેથી મેં કુપિત થઈને ચમરેન્દ્રના વધને માટે જ મુકર્યું. ત્યારપછી મને આવા પ્રકારનો ચાવતું સંકલ્પ ઉત્પન્ન થયો કે અમર પોતે સમર્થ નથી યાવતુ અવધિજ્ઞાન પ્રયોજયું. અવધિજ્ઞાન વડે મેં આપ દેવાનુપિયને mયા, ત્યારે હા હા હું મર્યો એમ વિચારી તે ઉત્કૃષ્ટ ચાવતુ ગતિથી આપ દેવાનુપિય પાસે આવ્યો. દેવાનુપિયથી ચાર આંગળ દૂરથી મેં વજને સંહરી લીધું. વજને લેવા માટે હું અહીં આવ્યો છું : સમોસયોં છું - સંપાપ્ત થયો છું અહીં જ ઉપસંપન્ન થઈ વિયરું છું. હે દેવાનુપિય! હું આપની ક્ષમા માંગું છું, આપ પણ મને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. હું ફરીવાર આવું નહીં કરું. એમ કરી મને વંદન, નમસ્કાર કરી, ઈશાન ખૂણામાં ગયો. જઈને ભૂમિ ઉપર ત્રણ વખત ડાબો પગ પછાડ્યો અને અમરેન્દ્રને આમ કહ્યું - હે ચમરા શ્રમણ ભગવત મહાવીરના પ્રભાવે તું બચી ગયો છે અત્યારે તને મારાથી જરા પણ ભય નથી. એમ કરીને - x - પાછો ગયો. • વિવેચન-૧૩,૧૭૪ - મુ - શક્તિવાળો, સમ0 - સંગત પ્રયોજન, ૪ ૪ આદિ. અહો ! હું હણાઈ ગયો છે. • x • મુવાણvi - ઘણા વેગથી વજને ગ્રહણ કરવા મુક્ટિવાળતા ઉત્પન્ન થયેલ વાયુ વડે -- વાળનો અગ્ર ભાગ વીંઝાયો. ઇHTTણે આદિ - તિછલોકમાં સંસમાપુરમાં આવ્યો, આ ઉધાનમાં આવ્યો, આ જ ઉદ્યાનમાં આજે અથવા હે પાપકર્મહિત-આર્ય ! અથવા હે સ્વામી ! ઉપસંપન્ન થઈને વસ્તુ છું. ફરીથી એ પ્રમાણે ૨૦૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વર્તીશ નહીં - X• કોઈ ટેકું આદિ પુદ્ગલ ફેંકીને જતાં ઢેફાને મનુષ્ય પકડી શકતો નથી, તેમ દેખાય છે. દેવ કઈ રીતે પકડી શકે ? જેથી શકે જ ફેંક્યું અને સંહ, જો તેણે પકડ્યું તો ચમર કેમ ન પકડે ? – • સુગ-૧૩૫ - ભગવાન ! એમ કહી, ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને વાંદીને આમ કહ્યું - ભગવાન ! દેવ મહાકદ્ધિ, મહાધુતિ ચાવત મહાનુભાણ છે કે જેથી પર્વે પદગલ ફેંકીને, તેની પાછળ જઈને ગ્રહણ કરવા સમર્થ છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! પુગલ ફેંકવામાં આવે ત્યારે પહેલા શીઘ ગતિ હોય છે, પછી મંદગતિ થાય છે. મોટી ઋદ્ધિવાળો દેવ પહેલા અને પછી પણ શીઘ હોય છે, શીઘગતિ વરિત અને વરિતગતિ હોય છે. તેથી એમ કહ્યું. ભગવના જે મહાદ્ધિક દેવ યાવતુ પાછળ જઈને પકડી શકે તો ચન્દ્ર પોતાના હાથે ચમરેન્દ્ર કેમ પકડી ન શક્યો ? ગૌતમ! અસુકુમારોનો નીચે જવાનો ગતિ વિષય શીઘ અને વરિત હોય છે ઉપર જવાનો વિષય આભ, અગતિ, મંદ, મંદગતિ હોય છે વૈમાનિક દેવોનો ઉદ્ધગતિ વિષય શીઘ અને વરિત હોય છે, અધગતિનો વિષય અલ્ય અને મંદ હોય છે શક્રેન્દ્રને જેટલું હોમ એક સમયમાં ઉપર જાય, તેટલું ક્ષેત્ર વજ બે સમયે જાય, ચમરને ત્રણ સમય લાગે. શકનું ઉંચે જવાનું કાલમાન સૌથી થોડું છે અને નીચે જવાનું કાલમાન તેનાથી સંધ્યેયગુણ છે. એક સમયમાં અમરેન્દ્ર જેટલો ભાગ નીચે જઈ શકે, તેટલું નીચે જવામાં શકને બે અને વજને ત્રણ સમય લાગે ચમરેન્દ્રનું આધોલોક કંડક સૌથી થોડું છે, ઉદdલોક કંડક તેનાથી સંખ્યયગણે છે. હે ગૌતમ! તેથી કેન્દ્ર, અમરેન્દ્રને પકડી ન શક્યો. ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકના ઉtd-અઘો-તિછ ગતિ વિષયમાં કયો કોનાથી આ૫, બહુ, સમાન કે વિશેષાધિક છે ? ગૌતમ ! એક સમયે શકેન્દ્ર સૌથી થોડો ભાગ નીચે જાય છે, તે કરતાં તિર્ણ સંખ્યય ભાગ જાય, ઉપર પણ સંધ્યેય ભાગ જાય છે. ભગવાન્ ! અસુરેન્દ્ર આસુરરાજ ચમરના ઉtd-અધો-તિક ગતિ વિષયમાં કયો કોનાથી , બહુ, સમાન કે વિશેષાધિક છે ? ચમરેન્દ્ર એક સમયે સૌથી થોડો ભાગ ઉપર જાય છે, તિછું તે કરતાં સંખ્યય ભાગ જાય અને ધો પણ સંખ્યય ભાગ જય છે વજ સંબંધી ગતિવિષય શક માફક જાણવો. મw વિશેષાધિક કરવો. ભગવન ! શકનો નીચે જવાનો કાળ અને ઉપર જવાનો કાળ, એ બેમાં કયો કાળ, કોનાથી થોડો, વધુ સમાન કે વિશેષાધિક છે ? ગૌતમ ! શકનો ઉપર જવાનો કાળ સૌથી થોડો અને નીચે જવાનો કાળ સંખ્યયગુણ છે. ચમરેન્દ્રનું પણ એમજ જાણતું. વિશેષ એ કે તેનો નીચે જવાનો કાળ સૌથી અત્ય, ઉપર જવાનો સંગ્લેયગુણ છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy