SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ -૨/૧૭૦ થી ૧૭૨ એકાંત, અપિય, શુભ, અમનોજ્ઞ, અમરામ, કઠોર વાણી કાઢે છે ત્યારે તે શકેન્દ્ર, તેવી અનિષ્ટ ચાવતું અમણા પૂર્વે ન સાંભળેલી, કઠોર વાણી સાંભળીને, અવધારીને ક્રોધિત યાવતુ ગુસ્સાથી ધમધમતો, કપાળમાં ત્રણ વલી પડે તેમ ભવાં ચઢાવી, અમરેન્દ્રને કહ્યું – હે, અરે, ચમરા ! મરણની ઈચ્છાવાળા, ચાવતું હીન પુન્ય ચૌદશીશ ! આજે તું નહીં રહે, હતો ન હતો થઈ જઈશ. તને સુખ નહીં થાય. એમ કરી ઉત્તમ સિંહાસનેથી વજ લીધું. તે ઝળહળતું, ફુટતું, તડતડાટ કરતું, હજારો ઉલ્કાપાતને મૂકતું, હજારો જવાલાને છોડતું, હજારો ગારાને ખેરવતું, અનિના કણિઓ અને વાલાઓની માળાથી ભમાવતું, આખોને આંજી દેતુ આગ કરતાં પણ વધુ તેજથી દીપતું, અતિ વેગવાળું, ફૂલેલા કેસુડા જેવું લાલ, મહાભયરૂપ, ભયંકર વજ ચમરને હણવા મૂક્યું. તે ઝળહળતા યાવતું ભયંકર વજને સામે આવવું જોઈ, તે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, આ છે ? એવું વિચારે છે ‘મારે આવું શા હોત તો' એવી પૃહા કરે છે, ફરી પણ સ્પૃહા કરે છે. એટલામાં તે મુગટથી ખરી ગયેલ છોગાવાળો, આલંબવાળા હાથના ઘરેણાવાળો, પણ ઉંચા અને માથું નીચું કરીને કાંખમાં પરસેવો ન વળ્યો હોય એમ પરસેવાને ઝરાવતો ઝરાવતો તે ચમર ઉતકૃષ્ટ યાવત તિછમાં અસંખ્ય દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચ જતા જતા જે તરફ જંબૂદ્વીપ છે યાવત જ્યાં ઉત્તમ અશોકનું વૃક્ષ છે તથા જ્યા હું છું તે તરફ આવીને, બીધેલો, ભયથી ગીર સ્વરે ભગવન્! ‘તમે મારું શરણ છો' એમ બોલતો મારા બંને પગની વચ્ચે વેગથી પડ્યો. • વિવેચન-૧૩૦ થી ૧ર : આ સૂત્ર ક્રમ વડે કહેવું. તે આ - ઉપર, નીચે એક-એક હજાર યોજના અવગાહીને વચ્ચેના ૧,૮,૦૦૦ યોજનમાં અસુરકુમાર દેવોના ૬૪-લાખ ભવનાવાયો છે.. સંરમપૂર્વક મોટા વૈક્રિય શરીરને કરતાં, પરિચારણ કરતાં બીજાની દેવી સાથે ભોગ ભોગવવાની ઈચ્છાવાળા.. યથોચિતપણે નાના સ્વરૂપવાળા કેમકે મોટા રનોને સંતાડવા અશક્ય હોવાથી નાના રત્નો કહ્યા છે. વૃદ્ધોએ - ઉત્તમરનો અર્થ કર્યો છે. બ્ધ નો લઈને એકાંત સ્થાનમાં જનાર અસુરોને તે વૈમાનિકો શું કરે છે ? રનોનું ગ્રહણ કર્યા પછી, રત્નોને લેનારા એવા અસુરોના શરીર ઉપર પ્રહાર દ્વારા વૈમાનિકો પીડા ઉત્પન્ન કરે છે. પીડા પામેલા અસુરોને થતી વેદના જઘન્યથી અંતર્મુહૂd, ઉકાટથી છ માસ સુધી રહે છે... શબર આદિ અનાર્ય વિશેષો છે... ખાડાનો, જળ કે સ્થળ દુર્ગનો, પર્વતની ગુફાનો, ખાડા અને વૃક્ષોથી ગીચ જમીનનો આશરો લઈને ધનુર્ધર આદિના લશ્કરને જીતી લેશું એમ નિશ્ચય કરે છે. આ લોકમાં અરિહંતનો આશરો લઈને ઉંચે જાય, તે સિવાય નહીં. સાTTET - દાનની મુખ્યતાવાળી, - ૪ - બંને પગને ભેગા કરીને એટલે જિનમુદ્રાઓ, લાંબા હાથ કરી, આગળ મુખ નમાવીને, યથાસ્થિત ગમો વડે. ધિક્ષણ ૧૯૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ - સ્વભાવથી જ. પારૂ - જુએ છે. મહામેઘને વશ કરનાર, પાક નામના બળવાન્ શત્રુને શિક્ષા કરનાર, કાર્તિક શ્રેષ્ઠીના ભવની અપેક્ષાએ અભિપ્રહરૂપ-પ્રતિમાને અથવા શ્રાવકની પાંચમી પ્રતિમારૂપ સો પ્રતિમાને વહેનાર, ઈન્દ્રને ૫00 મંત્રીઓ છે, તે પ૦૦ મંત્રીના નેત્રો ઈન્દ્રના કાર્યમાં વપરાય છે, માટે તે ઈન્દ્રના પ્રો કહ્યા તેથી ૧ooo આંખવાળો, અસુરાદિના નગરોનો નાશ કરનાર માટે પુરંદર, ચાવત્ શબ્દથી દક્ષિણાર્ધ લોકાધિપતિ, ૩૨-લાખ વિમાનોનો અધિપતિ, ઐરાવણ હાથીના વાહનવાળો, સુરેન્દ્ર, જરહિત અને આકાશ જેવા નિર્મળ વસ્ત્રો પહેરનાર, માળાવાળા મુગટને માથે મૂકનાર, નવા જેવા જ સુંદર, વિચિત્ર, ચંચળ સુવર્ણકુંડલોથી જેના ગાલો ચળકે છે એવો. આ બધું દિવ્ય તેજ, દિવ્ય લેશ્યા સુધી કહેવું. હવે ચમરેન્દ્રએ શકેન્દ્રને જોયો ત્યારે શું વિચારે છે, તે કહે છે – અપાર્જિતની પ્રાર્થના કરનાર, દુષ્ટ એવા અને તેથી જ અમનોજ્ઞા લક્ષણો જેના છે તે, હીનાપુન્ય ચૌદશના જન્મેલ, જો કે ચૌદશ તિથિ જન્મ આશ્રીને પવિત્ર મનાય છે, અતિ ભાગ્યવાનના જન્મ સમયે ચૌદશપૂર્ણ હોય છે, પણ અહીં આક્રોશથી કહ્યું છે. મને આવી દિવ્ય દેવઋદ્ધિ હોવા છતાં તથા દિવ્ય દેવ પ્રભાવ લબ્ધ, પ્રાપ્ત, અભિસમુખ હોવા છતાં શાંતિપૂર્વક (શકેન્દ્ર બેઠો છે માટે તેને) શોભાથી ભ્રષ્ટ કરવા (ચમરેન્દ્ર) કોપના સંતાપથી ગરમ થયો, કોઈને તે સ્વભાવથી પણ હોય, તેથી કહે છે - અસ્વાભાવિક ઉકળાટને પામેલો.. કોઈની સહાય ન હોવાથી, ઘણો પરિવાર હોવા છતાં વિવક્ષિત સહાયક ન હોય તો પણ એકલો કહેવાય, તેથી કહ્યું - બાળક માત્ર પણ સાથે નથી એવો એકલો જ.. મોટા શરીરને વિકુર્તે છે. કેવું ક્રૂર, ઘોર આકારવાળું, વિકરાળ હોવાથી ભય ઉત્પન્ન કરનારું. કેમ ? ભયાનક આકૃતિ, ભાસ્વર, ભયને આણનારું અથવા ભયમાં કારણરૂપ પરિવાર ભૂત ઉલ્કા અને અગ્નિના કણિયારૂપ સૈન્યવાળું, વિકીર્ણ અવયવવાળું હોવાથી ગંભીર, યાદ કરવાથી પણ ઉદ્વેગ થાય તેવા મોટા પ્રભાવવાળા શરીરને કરે છે. હાથ પછાડે છે, જમીન ઉપર પણ પછાડે છે, આગળના ભાગે પાટુ મારે છે, પાછળના ભાગે પાટુ મારે છે, મલ્લની માફક રંગભૂમિમાં ત્રિપદીછેદ કરે છે. મુખને ઉંચુ કરે છે, પહોળું કરે છે - x - આકાશમાં પરિઘરના ઉછાળે છે. સ્ક્રીન એટલે દ્વારના બારણા બંધ થતા અટકાવવાનો ખીલો વિશેષ. અગ્નિના તણખા અને ઝાળની જે માળા, તેના વડે આંખમાં ભ્રમને કરતું અને આંખની જોવાની શક્તિનો નાશ કરતું, અગ્નિ કરતાં વધુ તેજ વડે દીપતું, બધી વેગવાળી વસ્તુના વેગને જીતનારું, જેનાથી મહાભય છે તેવું એટલે કે ભયકત.. આ શું ? એમ ચિંતવે છે, તથા આવું શસ્ત્ર મારી પાસે પણ હોય તેવી સ્પૃહા-અભિલાષા કરે છે અથવા સ્વસ્થાને જવાની અભિલાષા કરે છે અથવા આંખો મીંચી દે છે. આ ક્રિયાને પૂર્ણ કરતા ઉલટી રીતે પણ કરે છે આ રીતે ચમરની વ્યાકુળતાને બતાવે છે. આવું જ્યાં ચિંતવ્ય ત્યાં જ તેના મુગટનું છોગું ભાંગી જાય છે, તેના હાથના ઘરેણાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy