SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૨૧ કંઠમાં એકાવલિ આભૂષણને ધારણ કરનારા, શ્રીવત્સનામે સત્પષને સૂચવનાર લાંછન છે જેમને તે શ્રીવત્સલાંછન એવા, સર્વત્ર વિખ્યાત હોવાથી શ્રેષ્ઠ યશવાળા, સર્વઋતુમાં સંભવતા અને સુગંધી એવા જે પુષ્પો તે વડે સારી રીતે ચેતી જે પ્રલંબા એટલે પગ સુધી પહોંચે તેવી લાંબી, શોભાયમાન, કાંત-મનોહર, વિકસ્વર, ચિ-પાંચ વર્ણની અને પ્રધાન એવી માળા રચી છે, એટલે સ્થાપના કરી છે અથવા તિદા એટલે સુખ કરનારી છે વક્ષસ્થળમાં જેમના તે. સ્પષ્ટતયા છૂટા છૂટા દેખાતા જે ૧૦૮ ચકાદિ લક્ષણો તેને કરીને પ્રશસ્ત એટલે માંગલિક અને સુંદર એટલે મનોહર સ્થાપન કરાયેલ છે મસ્તક અને આંગળી આદિ અંગોપાંગ જેમના તે. - તથા - મદોન્મત, શ્રેષ્ઠ હાથીનો જે લલિત-મનોહર, વિકમ-સંચાર તેના જેવી વિલાસવાળી છે ગતિ જેમની તે જોવા. શરદબાતુમાં થયેલ એવો અને નવું સ્વનિત જે નિર્દોષને વિશે છે એવો તથા મધુર અને ગંભીર એવો જે કૌંચ પક્ષીનો નિર્દોષ એટલે નાદ તેની જેવો તથા દુંદુભિના-સ્વર જેવો છે નાદ જેમનો તે એવા. શરદ ઋતુમાં ક્રૌંચ પક્ષી મત અને મધુર સ્વરવાળા હોય છે, તેથી શરદનું ગ્રહણ કર્યું છે. વારંવાર શબ્દની પ્રવૃત્તિથી તેનો ભંગ થાય ત્યારે તેમની અમનો હરતા થઈ જાય છે માટે નવતનિત શબ્દ લીધો. સ્વરૂપ દેખાડવાને મધુર અને ગંભીર શબ્દ લીધા. કટીસૂગ એટલે આભરણ વિશેષ, તે જેમાં પ્રધાન છે એવા બલદેવને નીલરંગના અને વાસુદેવના પીતરંગના કૌોય વસો છે જેમને તે કટી સૂત્ર નીલપીત કશેયવાસ વા, શ્રેષ્ઠ પ્રભાવ અને શ્રેષ્ઠ કાંતિપણાએ કરીને શ્રેષ્ઠ અને દૈદીપ્યમાન તેજવાળા, વિકમના યોગથી નરસિંહ, મનુષ્યોના નાયક હોવાથી નસ્પતિ, પરમ ઐશ્વર્યનો યોગ હોવાથી નરેન્દ્ર, ઉઠાવેલા કાર્યના ભારનો નિર્વાહ કરનાર હોવાથી નરને વિશે વૃષભ સમાન, મરવૃષભ જેવા એટલે દેવરાજની ઉપમાવાળા, રાજ તેજની લમીએ કરીને બીજા રાજાઓથી અત્યંત દેદીપ્યમાન તથા નીલ અને પીત વઅવાળા. * * * * * આ રીતે નવ વાસુદેવ અને નવ બલદેવ જાણવા. o તિવિ અને ૩યને બંને ગાથા દ્વારા નવ વાસુદેવ અને નવ બલદેવોના નામો જણાવેલા છે. o કિર્તીપુરિસાણ એટલે કીર્તિપ્રધાન પુરુષો. 0 નવ વાસુદેવની નિદાન ભૂમિઓ- મયુરા, કનકવસ્તુ, શ્રાવસ્તિ, પોતનપુર, રાજગૃહ, કાકંદી, કૌશાંબી, મિથિલાપુરી, હસ્તિનાપુર. 0 નવ વાસુદેવના નિદાનના કારણો- ગાય, ચૂપ, સંગ્રામ, સ્ત્રી પરાભવ, રંગ, ભાર્યાનુરાગ, ગોઠી, પરની ઋદ્ધિ, માતા પરાભવ. 0 નવ પ્રતિવાસુદેવના નામો - અશ્વગ્રીવ, તારક, મેક, મધુકૈલભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંઘ. o મrrfસૈન ભાવિમાં આવનારા કાળથી, માસા એવા પાઠાંતરથી આગામી - ભવિષ્યમાં સિદ્ધ થશે. ૨૨૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૦ જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થંકરો થયા, તેને સ્તુતિદ્વાર વડે કહે છે. તેમાં નામ ફેરફાર બતાવે છે – (૧) ચંદ્રાનન, (૨) સુચંદ્ર, (3) અગ્નિસેન, (૪) નંદીસેન - અન્ય ગ્રંથમાં આત્મસેન એવું નામ છે. (૫) ઋષિભિન્ન, (૬) વવહારી/વ્રતધારી, (9) શ્યામચંદ્રને હું વાંદુ છું. (૮) યુક્તિસેન-અન્ય સ્થાને દીર્ઘબાહુ કે દીધસેન એવા પણ નામ દેખાય છે, (૯) અજિતસેન - અન્ય સ્થાને શતાયુ એવું નામ છે, (૧૦) શિવસેન - કોઈ સ્થાને સત્યસેન કે સત્યકિ પણ કહેવાય છે. (૧૧) બુદ્ધ-dવને જાણનાર દેવશમ-બીજું નામ દેવોન, (૧૨) નિક્ષિપ્તશસ્ત્ર - બીજું નામ શ્રેયાંસ, તેમને હું સદા નમું છું. (૧૩) અસંજવલ, (૧૪) જિનવૃષભ - બીજું નામ સ્વયંજલ છે. (૧૫) અમિતકેવળજ્ઞાનવાળા અનંતક - બીજું નામ સિંહસેન, (૧૬) ધૂત જવાળા - જેણે કમરનો નાશ કર્યો છે એવા ઉપરાંત નામના જિનેશ્વર. (૧૩) ગુપ્તિસેન. આ સર્વેને હું વાંદુ છું. (૧૮) અતિપાW, (૧૯) સુપાર્શ, (૨૦) દેવેશ્વરોએ વાંદેલા મરુદેવ, (૨૧) મોક્ષને પામેલા, દુ:ખનો ક્ષય કરનાર અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનેશ્વર, એ સર્વેને હું વાંદુ છું. (૨૨) રાગને જિતનાર અગ્નિસેન-બીજું નામ મહાસેન છે. (૨૩) ક્ષીણ રામવાળા અગ્નિપુગ, (૨૪) રાગદ્વેષનો નાશ કરનાર અને સિદ્ધિમાં ગયેલા એવા વારિષેણ. આ સર્વેને હું વાંદુ છું. અન્ય સ્થાને આ નામોની આનુપૂર્વી અન્યથા પ્રકારે જોવાય છે. o મહાપાથી આરંભી અનંતવિજય સુધી ૨૪-નામો જાણવા. છે એ પ્રમાણે આ સર્વ સૂત્ર ગ્રંથની સમાપ્તિ સુધી સુગમ જાણવું. વિશેષ એ કે - બલદેવ આદિથી આવેલ આ સૂત્ર એટલે કે દેવલોકાદિથી ચ્યવેલા એવા રામની જે પ્રકારે મનુષ્યમાં ઉત્પત્તિ અને સિદ્ધિ થઈ વગેરે સર્વે કહેવું. એ જ પ્રમાણે ભરત અને રવત ક્ષેત્રમાં થનારા વાસુદેવાદિ કહેવા. આ રીતે અનેક પ્રકારના પદાર્થો દેખાડીને હવે અધિકાર કરેલા ગ્રંથના યથાર્થ નામોને દેખાડવા કહે છે – આ અધિકાર કરેલ શાસ્ત્ર, કહેવાના આ પ્રકાર વડે અહીં કહેવાય છે. તે આ પ્રમાણે – કુલકર વંશનું એટલે કુલકરોના પ્રવાહનું કહેવાપણું હોવાથી કુલકર વંશ કહેવાય છે. અહીં સર્વત્ર તિ શબ્દ ઉપદર્શનને માટે છે. 'a' શબ્દ સમુચ્ચય ઈને વિશે છે. એ જ પ્રમાણે જેમ દેશથી કુલકરવંશનું પ્રતિપાદન કરેલ હોવાથી કુલકરવંશ એમ કહેવાય છે, તેમ દેશથી તીર્થકર વંશનું પ્રતિપાદન કરેલ હોવાથી તીર્થકરdશ એમ કહેવાય છે. એ જ પ્રમાણે તે તે વંશનું પ્રતિપાદન કરેલું હોવાથી ચક્રવર્તીવંશ, દશારવંશ, ગણધરવંશ, ગણધર સિવાયના જે શેષ જિત શિષ્યો તે કષિ કહેવાય છે, તેના વંશ કહેલા હોવાથી ત્રાષિવંશ એમ કહેવાય છે કારણ કે
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy