SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ - દશાર મંડલની બહાર ન હોવા છતાં “દશાર મંડલાનિ' એમ પ્રથમ કહીને પણ દશારમંડલમાં પ્રગટ રૂપ એવા તેમના વિશેષણો આપવા માટે એમ કહે છે બલદેવ, વાસુદેવના સ્વરૂપને જણાવવા માટે કહ્યા છે. तद्यथा કોઈ આચાર્ય દશારમંડલનો અર્થ આ પ્રમાણે કરે છે – દશાર એટલે વાસુદેવના કુળમાં થયેલી પ્રજાના મંડન-શોભાવનારા. ઉત્તમ પુરુષો-તીર્થંકરાદિ ૫૪-ઉત્તમ પુરુષો મધ્યે વર્તતા હોવાથી ઉત્તમ, મધ્યમ પુરુષ એટલે તીર્થંકરાદિના બલ આદિની અપેક્ષાએ મધ્યે વર્તનાર હોવાથી, પ્રધાનપુરુષો એટલે તે કાળના પુરુષો મધ્યે શૌર્યાદિ વડે મુખ્ય. ઓનસ્ત્રી - મનથી બળવાન, તેનસ્વી - દીપ્ત શરીરત્વ, વર્નસ્વી - શારીર બલથી યુક્ત, યશસ્ત્રી - પ્રસિદ્ધિ પ્રાપ્ત. છાપ્તિ - છાયાવાન, હ્રાંત - કાંતિયુક્ત હોવાથી કાંત, સૌમ્ય - અરૌદ્ર આકાર હોવાથી સુમન - લોકોને વલ્લભ હોવાથી. ૨૧૯ ચક્ષુને પ્રિયરૂપવાળા હોવાથી પ્રિયદર્શન, સમચતુરસ સંસ્થાન હોવાથી સુરૂપ, સુખકારક હોવાથી સુખશીલ, જેમનો સ્વભાવ શુભ અથવા સુખકારક હોય છે તે શુભશીલ કે સુખશીલ કહેવાય છે અને શુભશીલ હોવાથી સુખે કરીને સેવી શકાય છે તે સુખાભિગમ્ય કહેવાય છે, સર્વ લોકના નેત્રોને કાંત એટલે અભિલાષ કરવા લાયક જે હોય તે સર્વ જનનયન કાંત કહેવાય છે. ઓઘબલ-વ્યવચ્છેદરહિત બલવાનપણું હોવાથી પ્રવાહ બલવાળા, અતિબલ - શેષ સર્વે જનોના બલને ઉલ્લંઘન કરનારા હોવાથી અતિબલવાન, મહાબલ એટલે પ્રશસ્તબલવાળા, અનિત એટલે નિરુપક્રમ આયુષ્ય હોવાથી કે મોટા યુદ્ધમાં પણ પૃથ્વી પર તેમને પાડનાર કોઈ નહીં હોવાથી કોઈના વડે ન હણાયેલ, પોતે જ શત્રુઓનો પરાજય કરનાર હોવાથી અપરાજિત-પરાજય ન પામેલ. શત્રુના શરીર અને સૈન્યની કદર્શના કરનારા હોવાથી - શત્રુનું મર્દન કરનારા, શત્રુના ઈચ્છિત કાર્યને વિખેરી નાંખનાર હોવાથી હજારો શત્રુના માનનું મર્દન કરનારા, સાનુક્રોશ એટલે નમેલાને વિશે દ્રોહ નહીં કરનારા, અમત્સર એટલે બીજાના લેશ પણ ગુણને ગ્રહણ કરનારા હોવાથી મત્સર રહિત. અચપલ એટલે મન, વચન, કાયાની સ્થિરતા હોવાથી ચપળતા રહિત, અચંડ એટલે કારણ વિના પ્રબળ કોપરહિત હોવાથી પ્રચંડતા રહિત, જેનું વચન અને હાસ્ય બંને કોમળ અને પરિમિત હોય તે મિતમંજુલપલા૫ હસિત. ગંભીર એટલે રોષ, તોષ, શોકાદિ વિકારને ન દેખાડનાર અથવા મેઘના શબ્દ જેવું ગંભીર. મધુર એટલે કર્ણને સુખ આપનારું, પ્રતિપૂર્ણ - અર્થની પ્રતીતિ ઉત્પન્ન કરનારું અને સત્ય એવું જેમનું વચન છે એવા, - ૪ - શરણે આવેલાનું રક્ષણ કરનારા, શરણ્ય-રક્ષણ કરવામાં શ્રેષ્ઠ હોવાથી શરણ કરવાલાયક, લક્ષણ એટલે માન આદિ અથવા વજ્ર, સ્વસ્તિક, ચક્રાદિ ચિહ્નો, વ્યંજન એટલે તલ, મસાદિ. ગુણો એટલે મોટી ઋદ્ધિની પ્રાપ્તિ આદિ. લક્ષણ અને વ્યંજનના ગુણે કરીને સહિત એવા - X - X + X - ઇત્યાદિ. માન, ઉત્થાન, પ્રમાણથી પરિપૂર્ણ એટલે ન્યૂનતારહિત અને ગર્ભાધાનથી સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આરંભીને પાલન-પોષણ વિધિ વડે સુજાત તથા સર્વાંગ સુંદર એટલેસમગ્ર અવયવની પ્રધાનતાવાળું શરીર છે જેમનું એવા. ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળું અર્થાત્ રૌદ્ર કે બીભત્સ નહીં. કાંત એટલે દીપ્તિવાળું, પ્રિય એટલે લોકોને પ્રમોદ ઉત્પન્ન કરનારું છે દર્શન એટલે રૂપ જેનું એવા. અમરિસણ એટલે કામ કરવામાં આળસ રહિત અથવા અમર્ષણ એટલે અપરાધ છતાં પણ ક્ષમા કરનારા, પ્રકાંડ એટલે ઉત્કટ છે દંડ પ્રકાર એટલે આજ્ઞા વિશેષ કે નીતિનો ભેદ વિશેષ જેમને એવા અથવા દુઃસાધ્ય કાર્યને સાધનાર હોવાથી પ્રચંડ છે દંડ પ્રચાર એટલે સૈન્યનો પ્રચાર જેમને એવા તથા ગંભીર દર્શનીય - Xx - ૨૨૦ તાલ કે તલ નામના વૃક્ષ છે ધ્વજ જેમને તે તાલધ્વજ બલદેવ હોય છે અને ઉદ્વિદ્ધ એટલે ઉંચો ગરુડના ચિહ્નવાળો કેતુધ્વજ છે જેમનો તે ઉદ્વિદ્ધગરુડકેતુ વાસુદેવ હોય છે. પછી તાલધ્વજ વાળા અને ઉદ્ધિગરુડ કેતુવાળા તાલધ્વજો દ્વિદ્ધગરુડ કેતુ એવા, મોટા બળવાન્ હોવાથી મોટા ધનુને ખેંચનારા, મહાસત્વરૂપ જળના આશ્રયરૂપ હોવાથી સમુદ્ર જેવા તે મહાસત્વસાગર એવા, તેઓ જ્યારે રણાંગણમાં પ્રહાર કરે છે, ત્યારે કોઈપણ ધનુર્ધારી તેમને ધારણ કરી શકનાર ન હોવાથી દુર્ધર એવા, ધનુર્ધર એટલે જેમનું શસ્ત્ર ધનુપ્ છે એવા, ધીરપુરુષોને વિશે જ તેઓ પુરુષ એટલે પરાક્રમી છે, પણ કાયરને વિશે પરાક્રમી નથી તેથી ધીરપુરુષ એવા, યુદ્ધમાં પ્રાપ્ત થયેલી કીર્તિ તે જ મુખ્ય છે એવા પુરુષ, યુદ્ધ કીર્તિપુરુષ કહેવાય છે. વિપુલ કુલોત્પન્નનો અર્થ પ્રસિદ્ધ છે. મહાબલવા૫ણાએ કરીને મહારત્નને એટલે વજ્રરત્નને અંગુષ્ઠ અને તર્જની આંગળી વડે ચૂર્ણ કરનાર તે મહારત્ન વિઘટક છે. કેમકે વજ્રરત્નને એરણ પર મૂકી હથોડા વડે ટીપે તો પણ ભેદાતુ નથી. તેવા વજ્રરત્નને ભેદે છે, માટે દુર્ભેદ છે અથવા સંગ્રામ કરવાની ઈચ્છાવાળા મહાસૈન્યની સાગરવ્યૂહ, શકટવ્યૂહ આદિ પ્રકારથી જે મોટી રચના તેને તરી જવાના રંગના રસિકપણાથી અને મહાબળવા૫ણાએ કરીને જેઓ વિઘટન કરે તે મહારચના વિઘટક છે. પાઠાંતરથી મોટા રણ સંગ્રામને વિખેરી નાંખનારા તેમ જાણવું. અર્ધ ભરતક્ષેત્રનો સ્વામી, સૌમ્સ એટલે રોગરહિત, રાજકુળમાં તિલક સમાન, કોઈથી ન જીતાય એવા, અજિત થવાળા, હલ અને મુશલનો અર્થ પ્રસિદ્ધ છે. આ બે હથિયાર રૂપે જેના હાથમાં છે એવા બલદેવ અને જેના હાથમાં કણક એટલે બાણ છે એવા શાર્ગ ધનુવાળા વાસુદેવ હોય છે. પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદકી નામે ગદા, શક્તિ એટલે ત્રિશૂળ વિશેષ, નંદક નામે ખડ્ગ, આ સર્વેને જે ધારણ કરે તે શંખ ચક્ર ગદા શક્તિનંદકધર વાસુદેવ છે. મોટો પ્રભાવવાળો હોવાથી પ્રવર, શ્વેત કે સ્વચ્છ હોવાથી ઉવલ, કાંતિવાળા હોવાથી શુક્લાંત કે પાઠાંતરથી સારું પરિકર્મ કરેલ હોવાથી સુકૃત તથા મલરહિત હોવાથી નિર્મળ એવા કૌસ્તુભ નામના મણિને અને કિરીટ એટલે મુગટને જેઓ ધારણ કરે છે તેવા, કુંડલ વડે દેદીપ્યમાન છે મુખ જેના એવા, કમલ જેવા નેત્રવાળા,
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy