SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૧૧૩ ૧૩૩ વેદનીય, અસાતા વેદનીય. ૪-મોહનીય કર્મ બે ભેદે - દર્શન મોહનીય, ચાસ્ત્રિ મોહનીય. પ-આયુષકર્મ ને ભેદે - અદ્ધાયુ અને ભવાયુ. ૬-નામકર્મ બે ભેદે - શુભનામ, અશુભનામ. ૩-ગોકર્મ બે ભેદ - ઉચ્ચગોઝ, નીચગોઝ૮-અંતરાય કર્મ બે ભેદે - વર્તમાનમાં મળેલ વસ્તુનો નાશ કરે અને ભાવિમાં મેળવવા યોગ્ય લાભને અટકાવે. • વિવેચન-૧૧૩ : બઘાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - જ્ઞાનને આવરે તે જ્ઞાનાવરણીય. કહ્યું છે કે - શરદ્ પૂનમના ચંદ્રની જેમ અતિશય નિર્મલ જીવના જ્ઞાનગુણને આચ્છાદન કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ, તે ચક્ષુને પાટાની જેમ છે. (૧) દેશ-જ્ઞાનનો જ દેશમતિ આદિને આવરે છે તે દેશજ્ઞાનાવરણીય અને (૨) સવ-કેવલજ્ઞાનને આવરે છે. તે સર્વજ્ઞાનાવરણીય. કેવલાવરણ જ સૂર્ય સમાન કેવલજ્ઞાન સ્વરૂપ જીવને આચ્છાદકપણે જે અત્યંત ધન-વાદળસમૂહ તુચ તે સર્વ જ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાદિનું આવરણ તો વાદળા વડે અત્યંત ઢંકાયેલ સૂર્યની અલ્પ પ્રભા સમાન કેવલજ્ઞાનના દેશને ઘાસની સાદડીના ઘર આદિ રૂપ આવરણ તુચ તે દેશાવરણ છે. કહેવાય છે કે - કેવલજ્ઞાનાવરણની એક, દર્શનાવરણીયની છે, મોહનીયની બાર અને મિથ્યાત્વ મોહનીય, આ વીશ પ્રકૃતિ સર્વઘાતી સંજ્ઞાવાળી છે અથવા દેશઉપઘાત કરનાર અને સર્વ ઉપઘાત કરનાર કોની અપેક્ષાએ જ્ઞાનને દેશથી અને સર્વથી આવરણપણું છે. મતિ-શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહ આ ત્રણ પ્રકૃતિઓ મતિ-શ્રુત-સમ્યકત્વનો ઉપઘાત કરે છે. તેના ફક્કો દેશ અને સર્વથી ઘાતક છે. સર્વથી સર્વ ઘાતક ને દેશોપઘાતિ હણાતા અનંત ભાગોથી સમયે સમયે મૂકાય છે. તેથી જીવ પહેલા કારનો લાભ મેળવે છે, એ રીતે ક્રમશઃ એક-એક વર્ણનો લાભ પામતો ક્રમશઃ વિશુદ્ધ થતો સંપૂર્ણ નમો ક્ષાર નિવકાર] પદને મેળવે છે. તથા દર્શન-સામાન્ય અર્થના બોધને આવરણ કરે તે દર્શનાવરણીય. કહ્યું છે કે - દર્શન સ્વભાવવાળા જીવો દર્શનનો ઘાત કરનાર જે કર્મ તે પ્રતીહારી સમાન દર્શનાવરણ, જીવના દર્શન ગુણને અટકાવે છે. દેશદર્શનાવરણીય કર્મ તે ચક્ષુઅચા-અવધિ દર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીય નિદ્રાપંચક અને કેવલદર્શનાવરણીય એમ છ ભેદે છે. ભાવના પૂર્વવત્ જાણવી. તથા જે વેદાય, અનુભવાય તે વેદનીય કર્મ - (૧) સાતા-સુખરૂપાણીએ વેદાય છે, તે સાતા વેદનીય - x - (૨) દુ:ખરૂપે વેદાય તે અસાતા વેદનીય કહ્યું છે. કે - જેમ મધુથી ચોપડેલી તીણ તલવારની ધારને જીભ વડે ચાટવા સમાન છે સુખ અને દુઃખનું ઉત્પાદક વેદનીયકર્મ જાણવું. જે મુંઝવે તે મોહનીય. તે આ રીતે - લોકમાં મધપાન વડે મૂઢ થયેલ મનુષ્ય જેમ પરતંત્ર થાય છે. તેમ મોહનીય વડે મૂઢ જીવ પરતંત્ર થાય છે. તેમાં (૧) દર્શનને મંઝવે તે દર્શન મોહનીય તેના ત્રણ ભેદ-મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય. અને ૧૩૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ (૨) ચાસ્ટિા-સામાયિકાદિને મુંઝવે તે ૧૬-કપાય, ૯-તો કષાય ભેદરૂપ તે ચાસ્ત્રિ મોહનીય. - - ગતિને જે પ્રાપ્ત કરાવે તે આયુષ્ય, તેનું સ્વરૂપ – ચાર ગતિને વિશે જીવોને આયુષ્યકર્મ તે દુ:ખ કે સુખ આપતાં નથી, પણ દુઃખ-સુખના આધારભૂત દેહમાં રહેલ જીવને ધારણ કરે છે. તેમાં (૧) અદ્ધાયું - તે કાયસ્થિતિ રૂપ છે, ભાવના પૂર્વવત્. (૨) ભવાયુ તે ભવસ્થિતિરૂપ છે. જે જીવને વિચિત્ર પર્યાયો વડે નમાવે છે - પરિણમે છે, તે નામકર્મ. તેનું સ્વરૂપ • જેમ નિપુણ ચિત્રકાર, અનેક પ્રકારના નિર્મલ-નિર્મલ રૂપોને કરે છે. તેમ નામકર્મ પણ લોકમાં સારા-નઠારા અને ઇષ્ટ-અનિટ અનેક પ્રકારે જીવના રૂપોને કરે છે. (૧) શુભ-તીર્થકરાદિ, (૨) અશુભ-અનાર્દયત્વ આદિ. આ પૂજ્ય કે અપૂર્યો છે ઇત્યાદિ કથનરૂપ r • વાણીને ગાયતે • રક્ષા કરે, તે ગોત્રકર્મ, તેનું સ્વરૂપ - જેમ કુંભાર વાસણોને ઘડે છે તે લોકમાં પૂજય [શુભ અને પુજ્ય [અશુભ, તેમ લોકને વિશે ગોગકર્મ પૂજ્ય-અપુજ્ય ગોમાં ઉત્પન્ન થયેલા જીવન કરે છે. ઉચ્ચગોગ-પૂજ્યત્વ નિબંધક, નીચગોઝ-ઉલટું છે. જીવને અર્થના સાધનના અંતરા - વચમાં જીત - પડે છે, તે અંતરાયકર્મ છે. જેમ ભંડારી પ્રતિકૂલ હોય તો રાજા દાન ન કરી શકે, તેમ જીવ જે કર્મ વડે દાન આદિ ન કરી શકે તે અંતરાય કર્મ. ૧-વર્તમાન સમયમાં મળેલ વસ્તુ જે કર્મ વડે નાશ પામે છે, તે પ્રત્યુત્પન્ન વિનાશી (અંતરાય કમ પાઠાંતથી-વર્તમાનમાં પ્રાપ્ત વસ્તુને નાશ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પન્ન વિનાશી. - X • (૨) બીજો ભેદ - ભાવિમાં મેળવવા યોગ્ય વસ્તુના માર્ગને જે રોકે તે પિહિત આગામી પ [અંતરાયકર્મ). ક્યાંક “આગામિપથાન” કે આગમપ” એવો પાઠ છે. ત્યાં “લાભનો માર્ગ" એવો અર્થ છે. આ કર્મો મૂછી જન્મે છે માટે મૂછને કહે છે– • સૂગ-૧૧૪ થી ૧૧૬ :| [૧૧] મૂછી બે ભેદે છે . પ્રેમપત્યયા, દ્વેષપત્યયા. • • પ્રેમપત્યયા મૂછી બે ભેદ છે . માયા, લોભ. • • àષાપત્યયા મૂછ બે ભેદે - ક્રોધ, માન. [૧૧] આરાધના બે ભેદે - ધાર્મિક આરાધના, કેવલિ આરાધના. - ધાર્મિક આરાધના બે ભેદે છે - કૃતધમરાધના, ચાઅિધમરિાધના. • • કેવલિ આરાધના બે ભેદે છે - અંતક્રિયા, કલ્યવિમાનોપપત્તિકા. [૧૬] બે તીર્થકરો વર્ષથી નીલકમલ સમાન કહ્યા છે . મુનિસુવત અને અરિષ્ટનેમિ. • • બે તીર્થકરો પિચંગ સમાન વાળા છે . મલ્લિ, પાર્શ . બે તીર વણથી પા જેવા [રાd] કહ્યા છે - પાપભ, વાસુપૂજ્ય. બે તીર્થકર ચંદ્ર જેવા શેત વર્ણ છે - ચંદ્રપ્રભ અને પુષ્પદંત સિવિધિ. • વિવેચન-૧૧૪ થી ૧૧૬ : [૧૧૪] ત્રણે સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - મૂછ - મોહ અર્થાત્ સત્ અને અસતના વિવેકનો નાશ. પ્રેમ - રાગ, વૃત્તિ - વર્તનરૂપ પ્રત્યય કે હેતુ જેનો છે તે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy