SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૧૦૩ થી ૧૦૬ ૧૨૩ ૧ર૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પૂર્વોક્ત રીતે થાય છે. આ સૂમ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ વડે નારકાદિ આવ્યું મપાય છે. ક્ષેત્રથી પણ પલ્યોપમ, સાગરોપમના સૂક્ષ્મ અને બાદર ભેદ છે. વિશેષ એ કે - વાલાણો ભરીને તેને સ્પર્શીને રહેલા આકાશ પ્રદેશોને પ્રતિ સમયે અપહાર કરતાં એટલે કાળે પ૦ ખાલી થાય તે કાળ વ્યવહારિક ફોગ પલ્યોપમાં છે અને તે વાલાના અસંખ્યાત ખંડ વડે ભરેલના પૃષ્ટ કે અસ્પષ્ટ આકાશ પ્રદેશોને અપહાર કરતાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. તે રીતે સાગરોપમ. આ ક્ષેત્ર પલ્યોપમાદિની પ્રરૂપણા માત્ર વિષયમાં જ છે. તેનો દષ્ટિવાદમાં સ્પષ્ટઅસ્કૃષ્ટ પ્રદેશના વિભાગ વડે દ્રવ્યમાનમાં પ્રયોજન છે. એમ સંભળાય છે. બાદરના ત્રણ ભેદ પણ માત્ર પ્રરૂપણા વિષય છે. તે કારણથી અહીં ઉદ્ધાર અને ફોમ પમિકનું નિરુપયોગીપણું હોવાથી અને અદ્ધોપમિકના જ ઉપયોગીપણાથી અદ્ધા એવું વિશેષણ સૂત્રમાં કહેલું છે. તેથી અદ્ધાપલ્યોપમના સ્વરૂપને કહે છે - ૪ - ( ધે તે પલ્યોપમ શું છે ? જે અદ્ધાની ઉપમા વડે કહેલ છે. * * * * * જે નિશ્ચયથી એક યોજન વિસ્તીર્ણ છે, ઉપલક્ષણથી સર્વથી યોજન પ્રમાણ પચધાન્યનું સ્થાન વિશેષ છે. એક દિવસનું તે એકાહિક. વધેલા એટલે કે મસ્તકનું મુંડન કર્યા પછી એક દિવસે જેટલા હોય તેટલા. ઉત્કૃષ્ટથી સાત દિવસના વધેલા વાલાણોની, કોટિ-વિભાગો. સૂમ પલ્યોપમ અપેક્ષાએ અસંખ્યાત ખંડોવાળા અને બાદર પલ્યોપમ અપેક્ષાએ કોટિ-સંખ્યા વિશેષ, તે વાલાણોનું શું થાય ? ભરેલો. કેવી રીતે? નિબિડપણે એકત્ર કરેલો. વાસણ - ઉક્ત પલ્યમાંથી સો-સો વર્ષે એક-એક વાલાણના અસંખ્યાત ખંડને બહાર કાઢવાથી જેટલા કાળે તે પત્ય ખાલી થાય તેટલા પ્રમાણવાળો કાળ જાણવો. કેમ? ઉપમેય. કોને? એક પરાને. પ૨ ખાલી થતાં જે કાળ થાય તે એક સૂમવ્યવહારિક પલ્યોપમ છે. fk ઉકત સ્વરૂપવાળા સૂક્ષ્મ અને બાદર દશ કોડાકોડી પલ્યોપમે જે કાળ થાય તે એક સૂમ કે બાદરૂપ સાગરોપમનું પરિમાણ થાય. આ પલ્યોપમ-સાગરોપમ વડે ક્રોધાદિના કુલભૂત કર્મની સ્થિતિ કહેવાય છે. તેથી ક્રોધાદિ સ્વરૂપ કહે છે– • સૂત્ર-૧૦૭ થી ૧૦૯ - [૧૦] ક્રોધ બે પ્રકારે છે આત્મપ્રતિષ્ઠિત અને પરપ્રતિષ્ઠિત એ રીતે નૈરવિકથી લઈને વૈમાનિક પર્યત જાણવું. એ રીતે મિથ્યાદર્શનશલ્ય પત્ત જાણવું. [૧૮] સંસાર સમાપક જીવો બે ભેદે છે - ત્રસ અને સ્થાવર • સર્વે જીવો બે ભેદે કહ્યા છે - સિદ્ધ, સિદ્ધ. • સર્વે જીવો ને ભેદે કહ્યા છે . સઇન્દ્રિય, અનિન્દ્રિય. - આ પ્રમાણે હવેની ગાથા ક્રિમ-૧૦૯] મુજબ શરીર, આશીરી પર્યન્ત જાણવું. [ee] - સિદ્ધ, સઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, તેયા, જ્ઞાન, ઉપયોગ, આહારક, ભાષક, ચરમ, અશરીરી [આ તે પ્રકારે બન્ને ભેદો nela.] • વિવેચન-૧૦૩ થી ૧૦૯ : [૧૦] પોતાના અપરાધથી આ લોકસંબંધી અપાય દર્શનથી આત્માને વિશે પ્રતિષ્ઠિત-પોતાથી થયેલો કે બીજાને આક્રોશ કરવા વડે થયેલો તે આત્મપતિષ્ઠિત અને બીજાએ કરેલ આકોશાદિથી પ્રતિષ્ઠિત-ઉદીતિ કે બીજાને વિશે થયેલો તે પરપ્રતિષ્ઠિત. - આ રીતે જેમ સામાન્યથી બે પ્રકારે ક્રોધ કહ્યો તેમ નારકાદિ ચોવીશે દંડકોમાં બે ભેદ જાણવા. વિશેષ એ કે - પૃથ્વી આદિ અસંજ્ઞીઓને જણાવેલ લક્ષણરૂપ આત્મપતિષ્ઠિતવ આદિ, પૂર્વ ભવના સંકામ્યી થયેલ ક્રોધ જાણવો. આ પ્રમાણે માન આદિ મિથ્યાવશચ પર્યન્ત પાપસ્થાનકો આત્મ અને પર પ્રતિષ્ઠિત વિશેષણવાળા સામાન્યપદ પુર્વક ચોવીશ દંડક કહેવા. તેથી જ સૂઝમાં કહ્યું છે કે - “મિથ્યાદર્શનશલ્યપર્યત એ માન આદિનું સ્વવિકલાથી ઉત્પન્ન અને બીજા વડે ઉત્પન્ન થવાથી અથવા સ્વઆત્મવર્તી અને પઆત્મવર્તીથી સ્વ-સ્પર પ્રતિષ્ઠિતપણું જાણી લેવું. આ રીતે પાપસ્થાન આશ્રિત તેર દંડકો છે. ઉક્ત વિશેષણવાળા પાપ સ્થાનો સંસારીને જ હોય, તેથી તેના ભેદ કહે છે[૧૮] સુગમ છે. [શંકા શું સંસારી જ જીવો છે કે બીજા પણ જીવો છે ? સમાધાન-સિદ્ધના જીવો છે. માટે પ્રાયઃ ઉભયને બતાવવા તેર સૂત્રો કહ્યા છે. સુવg . આદિ સુગમ છે. વિશેષ એ કે - ઇન્દ્રિયસહિત સંસારી જીવો છે. અને ઇન્દ્રિયરહિત-અપયતક, કેવલી તથા સિદ્ધો છે . આ રીતે સિદ્ધાદિ સૂત્રોત ક્રમ વડે “સર્વે જીવો બે ભેદે” વગેરે લક્ષણાનુસારી હવે કહેવાનાર સૂત્રસંગ્રહગાથા જાણવી. તેના અનુસાર જ તેર સૂત્રો પણ કહેવા. તેથી જ સારીરી પર્યને કહ્યું છે. [૧૯] ૧-સિદ્ધ અને સંસારી. ૨-સઇન્દ્રિય-અનીન્દ્રિય બંને કહ્યા. એ રીતે 3કાયા-પૃથ્વી આદિ કાય, તેને આશ્રીને સર્વે જીવો વિપર્યય સહિત કહેવા. એમ બધાં પદો કહેવા. વાયના આ પ્રમાણે - સકાય અને અકાય. સકાય-પૃથ્વી આદિ છ ભેદે કાયવિશિષ્ટ સંસારી જીવો અને અકાય-તેથી જુદા તે સિદ્ધ. ૪- યોગા-ચોગસહિત તે સંસારી, અયોગા-તે અયોગી અને સિદ્ધના જીવો. પ-સવેદા-વેદસહિત તે સંસારી, અવેદા તે અનિવૃત્તિ બાદર સંપરાય વિશેષ વગેરે છ ગુણઠાણાવાળા અને સિદ્ધો. ૬-સકષાયા-કષાયવાળા તે સૂક્ષ્મ સંપરાય ગુણઠાણા પર્યક્તના જીવો, અકષાયા-ઉપશાંતમોદાદિ ચાર અને સિદ્ધો. -સલેશ્ય-સયોગી ગુણઠાણા પર્યન્તસંસારી, અલેશ્યા-લેશ્યારહિત અયોગી અને સિદ્ધો. ૮-જ્ઞાની-સમ્યગદૃષ્ટિજીવો, અજ્ઞાની તે મિથ્યાદૃષ્ટિ જીવો. કહ્યું છે - અવિશેષિત મતિ જ છે, તે મતિ સમ્યગૃષ્ટિને મતિજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને મતિ અજ્ઞાન કહેવાય છે, એ જ પ્રમાણે અવિશેષિત શ્રુત જ છે, તે સમ્યગૃષ્ટિને શ્રુતજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને શ્રુતજ્ઞાન કહેવાય. આ કારણથી અજ્ઞાનતા તો મિથ્યાર્દષ્ટિના
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy