SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨૩૮૫ તે બંનેનું મરણ ચ્યવન કહેવાય છે. ૪-ગભશિયમાં જે ઉત્પતિ તે ગર્ભવ્યુત્ક્રાંતિ, મનુના અપત્યો તે મનુષ્યો, જે તિછ જાય છે તે તિર્યંચો, તેમના સંબંધી યોનિ-ઉત્પત્તિસ્થાન છે જેઓને તે તિર્યંચયોનિકોની ગર્ભવ્યક્રાંતિ છે. તેઓ એકેન્દ્રિયાદિ પણ હોય છે. માટે વિશેષથી કહે છે - પંચેન્દ્રિય એવા તિર્યંચયોનિક તે પંચેન્દ્રિયતિર્યંચોની. પ-ગર્ભમાં રહેલા બંનેને આહાર હોય છે, બીજાને ગર્ભનો જ અભાવ છે. ૬-વૃદ્ધિ-શરીરનું વધવું. --નિવૃદ્ધિ-વાત, પિતાદિથી થતી હાનિ અહીં ‘ન' શબ્દનો અર્થ અભાવ છે. જેમકે નવરાવિન્યા - પતિના અભાવવાળી કન્યા. વૈક્રિય લબ્ધિવાળાને વિકૃ4ણા હોય છે. -૯-ગતિપર્યાય-ચાલવું કે મરીને બીજી ગતિમાં જવું અથવા વૈયિ લબ્ધિવાળો ગર્ભમાંથી નીકળીને પ્રદેશથી બહાર સંગ્રામ કરે છે તે ગતિ પર્યાયિ. ભગવતી સૂરમાં કહ્યું છે— ' હે ભગવંત! ગર્ભમાં ગયેલ જીવ નારકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય, કોઈક ન થાય. - એવું કેમ કહો છો ? - હે ગૌતમ ! તે સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાતિથી પતિ, બીજાની સેના આવેલી સાંભળીને, વિચારીને વીર્યલબ્ધિ વડે, વૈક્રિયલબ્ધિ વડે પ્રદેશોને બહાર કાઢે, કાઢીને વૈક્રિય સમુઠ્ઠાત વડે નવીન યુગલો ગ્રહણ કરીને ચતુરંગિણી સેના વિદુર્વે, વિક્ર્વીને તેના વડે અન્યની સેના સાથે સંગ્રામ કરે છે - ઇત્યાદિ.. ૧૦-સમુઠ્ઠાત-મારણાંતિક આદિ, -૧૧-કાલસંયોગ-કાલકૃત અવસ્થા. -૧૨-આયાતિ-ગર્ભથી નીકળવું, -૧૩-મરણ-પ્રાણત્યાગ. ૧૪-બંનેના, ચામડીવાળા, સંધિ બંધનો છે. ક્યાંક છવયત પાઠ છે. ત્યાં ચામડીના રોગથી છવિ તે જ છવિક અર્થ છે. તે શરીર અર્થાતુ છવિકાત્મક શરીર વિપત્ત - પાઠવી-પ્રાપ્ત થયેલ ચામડી એવો અર્થ છે. [અહીં સૂત્ર-૫ થી ૧૪-સુધી બધે ગર્ભસ્થ મનુષ્ય અને તિર્યંચ એ સંબંધ જોડવો.. -૧૫-મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચની વીર્ય અને લોહીથી ઉત્પત્તિ છે. -૧૬-કાયમાં-પૃથ્વી આદિની સામાન્યરૂપે સ્થિતિ તે કાયસ્થિતિ, તે અસંખ્ય ઉત્સર્પિણી આદિ રૂપે છે અને ભવને વિશે કે ભવરૂપ સ્થિતિ તે ભવસ્થિતિ અર્થાત્ ભવકાલસ્વરૂપ. -૧૩- બંનેની સાત-આઠ મવગ્રહણરૂપ કાયસ્થિતિ હોય છે. પૃથ્વી આદિની પણ કાયસ્થિતિ છે, તેથી તેનો વિચ્છેદ કર્યો નથી. કેમકે સૂઝનું યોગ્ય નિષેધ કરવાપણું છે. -૧૮-દેવાદિ પુનઃ દેવાદિમાં ઉત્પત્તિ અભાવે દેવ-નાકને વ્યવસ્થિતિ જ છે. • ૧૯-‘અદ્ધા' : કાળ, કાળપધાન આયુષ્ય આપત્િ આયુકર્મવિશેષ-અદ્ધાયુ, વર્તમાનભવનો નાશ થતાં કાલાંતર અનુગામી-જેમ મનુષ્યાય માફક પાછળ-જનારું, કોઈને પણ ભવનો નાશ થતાં દૂર થતું નથી. પણ ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવ માત્ર કાળ પર્વત અનુવર્તે છે. તથા ભવપ્રધાન આયુ તે ભવાયુષ્ય. તે ભવનો નાશ થતા જ દૂર જાય છે. કાલાંતરે દેવાયુ માફક સાચે જતું નથી. -૨૦,૨૧- રોજ- આદિ બે સૂર કહેવાઈ ગયેલ અર્થવાળા છે. -૨૨- સુવિ વાગ્યે - કર્મના પુદ્ગલો જ વેદાય છે, પણ બદ્ધ સ વેદાતો નથી એટલે કર્મના પ્રદેશ માત્ર વડે વેદવા યોગ્ય તે પ્રદેશકર્મ અને જે કર્મનો જેમ બાંધેલ સ તેમજ વેદાય છે - અનુભાવથી વેધ છે, તે કર્મ અનુભાવ કર્મ. -૨૩- ડો. આદિ-જેવી રીતે બાંધેલું આયુષ્ય તે યથાયુષ્ય, તેને કેવી રીતે ભોગવે છે, ઉપકમ થતો નથી તે યથાયુષ્ય. દેવો, નાકો, અસંખ્ય વિષય તિર્યંચો, મનુષ્યો, ઉત્તમ પુરુષો અને ચરમ શરીરી જીવો નિરપકમાય છે. આવું વચન હોવા છતાં અહીં બે સ્થાનકના વર્ણનથી દેવ, નાકનું કથન કર્યું છે. -૨૪- તો સંવર્તવું તે સંવત. તે જ સંવર્તક અર્થાત્ ઉપક્રમ, આયુનો જે સંવર્તક તે આયુષ્ય સંવર્તક છે . પયયના અધિકારથી નિયત ક્ષેત્રના આશ્રિતપણાથી ક્ષેત્ર વડે કથનીય પુદ્ગલોને કહેવા ઇચ્છતા હવે ફોનને કહે છે– • સૂત્ર-૮૬ : જંબૂદ્વીપ નામક દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષક્ષેત્રો કહા છેતે અતિ સમતુલ્ય, અવિશેષ, નાના પ્રકારપણાથી રહિત, અન્યોન્યને ન ઉલ્લંઘતા, લંબાઈ-પહોળાઈ-આકાર-પરિધિ વડે સમાન છે તે ભરત અને ઐરાવત એ રીતે આ અભિલાપ વડે કૈમવત, કૈરચવત, હરિવર્ષ, રમ્યક્રવર્ષ છે. જંબૂદ્વીપ નામક દ્વીપ મધ્યે મેરુપર્વતની પૂર્વ-પશ્ચિમે બે ક્ષેત્ર છે - અતિ સમતુલ્ય, અવિશેષ યાવત તે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ છે. જેબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે કુરુક્ષેત્ર અતિ સમતુલ્ય છે. ચાવતું તે દેવકુરુ ઉત્તરકુરુ છે. તેમાં અતિ મોટા બે વૃક્ષો છે - બહુ સમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત, અન્યોન્યને ન ઉલ્લંઘતા, લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ, ઉધ-સંસ્થાન-પરિધિ વડે સમાન છે, તે ફૂટશાભલી અને જંબૂ-સુદર્શન. ત્યાં મહર્વિક યાવતું મહાસાવાળા, પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો વસે છે, તે - વેણુદેવગરુડ અને અનાય, તે જંબૂદ્વિપના અધિપતિ છે. • વિવેચન-૮૬ : સૂણ સુગમ છે. વિશેષ એ કે - અહીં જંબૂદ્વીપ પ્રકરણ છે. તે પરિપૂર્ણ, ચંદ્ર મંડલ આકારે છે, તે જંબૂદ્વીપ મળે મેરની ઉત્તર-દક્ષિણે અનુક્રમે વર્ષ ોગો સ્થાપીએ તો - આ પ્રમાણે છે : ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફવર્ષ, હૈરણ્યવતુ, રવત એ સાત વર્ષ ક્ષેત્રો છે. તથા વર્ધક્ષેત્રોના અંતરમાં વર્ષધર પર્વતોની સ્થાપના આ પ્રમાણે - હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી અને શિખર એ છે વર્ષધર પર્વતો જાણવા. એવી રીતે બધું જાણવું. મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં - x • x • જિનેશ્વરે બે ક્ષેત્ર કહેલ છે. તે સમતુલ્ય-સદેશ છે, પ્રમાણથી અત્યંત સમતુલ્ય છે. અવિશેષ-પર્વત, નગર, નદી
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy