SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩/૪ ૯૪ ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગયુકતતે આઠ ચાત્રિના આચાર જાણવા. નોયામિાચાર તે તપાસાર આદિ છે. તેમાં તપાચાર બાર ભેદે છે. કહ્યું છે કે - કુશલ પુરષોએ કહેલ બાહ્ય અને અત્યંતરસહિત બાર પ્રકારના તપને વિશેષ પ્લાનિરહિતપણે, આશંસા વિના જે તપ તે તપાચાર જાણવો. વીયરચાર એટલે જ્ઞાનાદિને વિશે શકિતનું ગોપન ન કરવું, તેમજ ઉલ્લંઘન ન કરવું તે. કહ્યું છે કેપ્રગટ બળ અને વીર્ય વિશિષ્ટ, સાવધાન થઈને જે યયોક્ત જ્ઞાનાદિમાં પરાક્રમ કરે છે, ચયાશક્તિ જોડાયેલ છે તે વીર્વાચાર જાણવો. હવે વીર્યાચારના જ વિશેષ કથન માટે છ સૂત્રો કહે છે– પર પડHI+ આદિ-પ્રતિજ્ઞાનો સ્વીકાર તે પડિમાં. પ્રશસ્ત ભાવરૂપ શાંતિ તે સમાધિ તેની પ્રતિમા તે સમાધિપતિમા. દશાશ્રુતસ્કંધમાં આ બે ભેદે કહી છે : શ્રુતસમાધિ પ્રતિમા અને સામાયિકાદિ ચાસ્ત્રિસમાધિ પ્રતિમા. ઉપધાન-તપ, તેની પ્રતિમા તે ઉપધાન પ્રતિમા, તે બાર ભિક્ષુ પ્રતિમા અને અગિયાર શ્રાવક પ્રતિમારૂપ છે - વિવેચન એટલે વિવેક-ત્યાગ. તે અંતરંગ કપાયાદિનો અને બાહ્યથી ગણ, શરીર, ભાતપાણી આદિનો ત્યાગ. તેનો સ્વીકાર તે વિવેક પ્રતિમા. કાયોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ પ્રતિમા. પ્રત્યેક પૂર્વાદિ ચાર દિશામાં ક્રમશઃ ચાર પ્રહર કાયોત્સર્ગ કરવા રૂપ બે અહોરાત્ર પ્રમાણવાળી તે ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા પણ એ જ પ્રકારે સંભવે છે. પણ જોયેલ ન હોવાથી કહી નથી. મહાભદ્રા પણ તેમજ જાણવી. વિશેષ એ કે - તે અહોરાત્ર કાયોત્સર્ગ રૂપ ચાર અહોરણ પ્રમાણ છે. સર્વતોભદ્રા તો પ્રત્યેક દશ દિશાઓમાં ક્રમશઃ અહોરાત્ર કાયોત્સર્ગ રૂ૫ દશ અહોરમ વાળી છે. મોકપ્રતિમા તે પ્રસવણ પ્રતિમા. કાળ ભેદે તે નાની, મોટી હોય છે. વ્યવહાર સૂત્રમાં કહ્યું છે - આ પ્રતિમા દ્રવ્યથી પ્રસવણ વિષયક, ક્ષેત્રથી ગામાદિથી બહાર, કાળથી શર અને ગ્રીષ્મઋતુમાં સ્વીકારાતી, જો ભોજન કરીને સ્વીકારાય તો ચૌદ ભકત વડે કરાય છે, ભોજનરહિત સ્વીકારે તો સોળમકતથી કરાય છે. ભાવથી તો દેવાદિના ઉપસર્ગને સહેવાક્ષ નાની પ્રતિમા છે. મોટી મોક પ્રતિમાં પણ એમજ જાણવી. વિશેષ એ કે - ભોજનસહિત ૧૬ ભક્ત, ભોજનરહિત-૧૮ ભક્ત વડે તે સ્વીકારાય છે. યવની જેમ મધ્ય છે જેને તે ચવમધ્યા. ચંદ્ર માફક કલાની વૃદ્ધિ-હાનિ વડે તે ચંદ્રપ્રતિમા. તે આ પ્રમાણે - શુક્લ પક્ષમાં એકમને દિવસે એક કવલ આહાર કરીને પ્રતિદિન વધતાં વધતાં પૂર્ણિમાએ પંદર કવલ આહાર કરે અને કૃષ્ણપક્ષની એકમે પંદર કવલ આહાર કરીને પ્રત્યેક દિવસે એક એક કવલ ઘટાડવા માટે એક ક્વલ આહાર કરે તે ચવમધ્યાચંદ્ર પ્રતિમા. વજમધ્યપતિમા - કુણપાણી આભે એકમે પંદર કવલ આહાર કરે, એક એક કવલ હાનિ વડે અમાસે એક કવલ, પછી શુક્લપક્ષે એકમે એક કવલ અને સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિદિન એક એક વધતા પૂનમે પંદર કવલ. તે વજની જેમ મધ્યમાં પાતળી હોવાથી તે વજમધ્યાચંદ્ર પ્રતિમા કહેવાય. એ રીતે ભિક્ષાદિમાં જાણવું. પ્રતિમા સામાયિક વાળાને હોય છે, તેથી સામાયિકને કહે છે - HE - જ્ઞાનાદિનો લાભ તે સમાય, તે જ સામાયિક. તે અગાર અને અનગાર સ્વામીના ભેદથી બે છે - દેશવિરતિ અને સર્વવિરતિ. જીવધર્મના અધિકારમાં જીવતા બીજા ધર્મોને ચોવીશ સૂબો વડે કહે છે– • સૂત્ર-૮૫ - [9 ઉપuત બે ભેદે છે . દેવોનો, નાકોનો. [૨] ઉદ્વના બે ભેદ છે - નૈરયિકોની, ભવનવાસીઓની. [૩] ચ્યવન બે ભેદે છે - જ્યોતિકોનું, વૈમાનિકોનું. [] ગર્ભ બુકાંતિ બે ભેદે છે - મનુષ્યોની, પંચેન્દ્રિય તિર્યંચોની. [૫] ગર્ભસ્થ જીવોનો આહાર બે ભેદે છે . મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. ૬િ] ગર્ભસ્થની વૃદ્ધિ બે ભેદ છે - મનુષ્યોની, પંચેન્દ્રિયતિયચોની. એવી રીતે [] નિવૃદ્ધિ, ૮િવિકૃણા, ]િ ગતિ પમ, [૧૦] સમુઘાત, [૧૧] કાળસંયોગ, [૧૨] જન્મવું. [૧૩] મરણ એ સર્વે જાણવા. [૧૪] ચામડીવાળા સંધિ બંધનો બે ભેદે છે . મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૧૫] શુક-શોણિત સંભવા બે છે . મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો. [૧૬] સ્થિતિ ને ભેદે છે - કાયસ્થિતિ, ભવિિત. [૧] કાયસ્થિતિ બે ભેદે - મનુષ્યોની, પંચેન્દ્રિય તિચોની. [૧૮] ભવસ્થિતિ બેની-દેવોની, નાસ્કોની. [૧૯] આયુષ્ય બે ભેદે છે - અદ્ધાયુક, ભવાયુદ્ધ. [૨૦] અદ્ધાયુ બેને છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૨૧] ભવાયુ બેને છે . દેવોને, નૈરયિકોને, (ર) કર્મ બે ભેટે છે . પ્રદેશ કર્ય, અનુભાવ કર્મ. [૩] વાયુને બે પાળે છે - દેવો, નાસ્કો. [૨૪] જેના આયુ સંવતક છે - મનુષ્યના અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના. • વિવેચન-૮૫ - ૧-આ સૂકો સુગમ છે. વિશેષ એ કે - ટીપાં બે પ્રકારના જીવ સ્થાનકનું ઉત્પન્ન થવું તે ઉપપાત. ગર્ભ અને સંપૂર્ઝન લક્ષણ જન્મના બે પ્રકાર છે, તેથી આ જુદો જન્મ વિશેષ છે. જે દીપે છે તે દેવ. ચાર નિકાયના દેવો અને પૂર્વવત્ નારકો, તેઓનું ઉપજવું તે ઉત્પાત. -- ઉદવર્તવું તે ઉદ્વર્તના, દેવાદિનું શરીચી નીકળવુંમૃત્યુ. તે નૈરયિકો અને ભવનવાસી દેવોને જ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, બીજાને માટે તો મરણ જ કહેવાય છે. નારકો તથા અધોલોક દેવ આવાસ વિશેષમાં રહેવાના સ્વભાવવાળા ભવનવાસીની ઉદ્ધતના છે. 3-જ્યોતિકો અને વૈમાનિકોનું મરણ ચ્યવન કહેવાય છે. નક્ષત્રોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિકો, આ માત્ર શબ્દ વ્યુત્પત્તિ છે. પણ પ્રવૃત્તિ નિમિતનો આશ્રય કરવાથી તે જ્યોતિકો ચંદ્ર આદિ છે. ઉર્વલોકવર્તી તે વૈમાનિક-સૌધમદિવાસી દેવો.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy