SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૫ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાથે ન જવાથી અતિ-જ્ઞાનરહિતને પણ પ્રાયઃ પ્રત્યક્ષ છે. અત્યંત-કાશ્મણ શરીર નામકર્મના ઉદયથી થનારું, સર્વ કર્મોની ઉત્પન્ન થવાની ભૂમિરૂપ છે, તથા સંસારી જીવોને બીજી ગતિમાં જવામાં સહાયક ને શરીર કામણવર્મણા સ્વરૂ૫ છે. કમ એ જ કામણ છે. કાશ્મણના ગ્રહણથી તૈજસ શરીર પણ ગ્રહણ કરેd. જાણવું. કેમકે તે બંને સાથે રહે છે, એકના વિના બીજું શરીર ન હોય. પર્વ રેવાઈ. જેમ નૈરયિકોને બે શરીર કહ્યા, તેમ અસુસદિ વૈમાનિક પર્યા તે બે શરીરો કહેવા. કાર્પણ અને વૈક્રિય શરીરોનો તેઓને સદભાવ હોય છે. અહીં ચોવીશ દંડકોની વિવક્ષા હોવાથી શેષ દંડકો કહે છે - પૃથ્વી. - પૃથ્વી આદિને બાહ્ય ઔદારિક શરીર નામકર્મોદયથી ઉદાર પગલો વડે થયેલ દારિક શરીર છે. માત્ર એકેન્દ્રિયોનું શરીર અસ્થિ આદિ સહિત છે. વાયુકાયનું વૈક્રિય શરીર પ્રાયઃ હોવાથી તેની વિવક્ષા કરી નથી. બેઇન્દ્રિય અસ્થિ-માંસ-લોહીથી બદ્ધ હોય છે. • X • એ વિશેષ કહ્યા. પંચેન્દ્રિય - તિર્યંચ મનુષ્યોને એટલું વિશેષ કે - અસ્થિ-માંસ-લોહીસ્નાયુ અને શિસ વિશેષ છે. બીજી રીતે ચોવીશ દંડકની પ્રરૂપણા કહે છે વિગ્રહગતિ - જ્યારે વિષમશ્રેણિમાં રહેલ ઉત્પત્તિસ્થાનમાં જવાનું હોય ત્યારે જે પ્રાપ્ત થાય તેને વિગ્રહગતિ સમાપણ કહેવાય, તેઓને બે શરીરો હોય છે. અહીં તૈજસ-કામણના ભેદથી વિવેક્ષા છે. એ રીતે ચોવીશદંડક જાણવા. શરીરના અધિકારથી શરીરની ઉત્પત્તિને દંડક વડે કહે છે - નૈરયિક આદિ સ્પષ્ટ છે, પણ રાગદ્વેષજનિત કર્મોથી શરીરની ઉત્પત્તિ, તે રાગદ્વેષ વડે જ વ્યવહાર કરાય છે. કાર્યમાં કાર્યનો ઉપચાર છે. એ રીતે વૈમાનિક દંડકપર્યત જાણવું. - શરીરના અધિકારથી શરીર નિવર્તન સત્ર પણ એ રીતે જાણવું. વિશેષ એ કે ઉત્પત્તિ તે માત્ર શરૂઆત છે અને નિર્વતન તે પૂર્ણ કરવું. શરીરના અધિકારથી શરીરીની બે સશિ વડે પ્રરૂપણા - બસનામ કર્મોદયથી ત્રાસ પામે તે બસ. તેમની રાશિ તે ત્રસકાય. સ્થાવરનામ કમોંદયથી સ્થિર રહેવાના સ્વભાવથી સ્થાવર તેની રાશિસ્થાવરકાય, બસ, સ્થાવરકાયોના દ્વિપણાની પ્રરૂપણા માટે તલવાય, બે સૂત્રો સુગમ છે. પૂર્વ સૂત્રમાં શરીરવાળા ભવ્યો કહ્યા. અહીં તેને વિશેષથી કહે છે. • x - • સૂત્ર-૩૬ : બે દિશા સન્મુખ રહીને નિળિો -નિગ્રન્થીને દીક્ષા દેવી કલ્ય-પૂર્વ, ઉત્તર એ રીતે ૧-લોચ કરવા, રશિw આપવા, 3-ઉપસ્થાપનાર્થે ૪-ન્સહભોજનાર્થે, ૫સંવાસાર્થે સ્વાધ્યાયના ઉદ્દેશાર્થે, રૂમુદ્દેશ માટે, ૮-અનુજ્ઞા માટે, આલોચના માટે, ૧૦-પ્રતિક્રમણ માટે, ૧૧-નિંદાર્થે, ૧ર-ગહર્થેિ, ૧૩-છેદનાર્થે, ૧૪-વિશુદ્ધિ માટે, ૧૫-ફરી ન કરવા સન્મુખ જવા માટે, ૧૬ન્યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકમ વીકારાર્થે પૂર્વ-ઉત્તર દિશા લેવી. બે દિા સમુખ અપશ્ચિમ મારણાંતિક સંલેખના આરાધના કરનારા, ભકdયાન પ્રત્યાખ્યાન કરનારા તથા પાદપોપગઈ અને મરણની આકાંક્ષા ન કરનાર સાધુ-સાધ્વીને સ્થિર રહેવા પૂર્વ અને ઉત્તરદિશા કહ્યું છે. [5/6] • વિવેચન-: બે દિશા - પૂર્વ કે ઉત્તરદિશા સમુખ કલે છે. ધનાદિ ગ્રંચિ ચાલી ગઈ છે માટે નિર્ણન્થો-સાધ, નિગ્રન્થી-સાવી તેઓને જોહરણાદિ દાન વડે દીક્ષા દેવી. કહ્યું છે . પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ દેવું કે ગ્રહણ કરવું અથવા જે દિશામાં જિન આદિ હોય કે જિન ચૈત્યાદિ હોય તે દિશા સન્મુખ દિક્ષાદિ કરવા. 9. જેમ દીક્ષા સૂત્ર માટે બે દિશાનું કથન કર્યું તેમ મુંડનાદિ ૧૬ સૂત્રો પણ જાણવા. તેમાં ૧-મુંડન એટલે મરતકના વાળનો લોચ, ૨-શિક્ષા-ગ્રહણ શિક્ષા વડે સૂકાઈને ગ્રહણ કા, આસેવનશિક્ષાથી પડિલેહણાદિ શીખવવા. 3-ઉત્થાપના-મહાવતોમાં, ૪-ભોજનમંડલિમાં બેસાડવા, ૫-સંતાક માંડલી સ્થાપના, ૬-સારી રીતે, મર્યાદા વડે ભણાય તે સ્વાધ્યાય-અંગાદિ સૂત્રોનો ઉદ્દેશ અર્થાત્ યોગવિધિકમથી સમ્યક્ યોગ વડે “આ-ભણ” એવો ઉપદેશ કરવા. સમુદ્દેશ-યોગ સામાચારીથી જ આ સૂત્ર સ્થિર-પરિચિત કર એમ કહેવા માટે. ૮-અનુજ્ઞા-સમ્યમ્ રીતે ‘તેને ધાર, બીજાને કહે' તેમ કહેવું. ૯-ગુરુ પાસે અપરાધ નિવેદન, ૧૦-પ્રતિક્રમણ કરવા, ૧૧-સ્વ સાક્ષીએ અતિચાર નિંદાથૅ, • પોતાના વર્તનનો પશ્ચાતાપ તે નિંદા, ૧૨-ગુરુ સમક્ષ અતિચાર ગહર્થેિ - નહીં પણ નિંદા જ છે, પણ બીજા પાસે પ્રકાશવું તે ગહ. ૧૩-અલગ કરવા • તોડવા માટે - અતિચારના અનુબંધને છેદવા માટે, ૧૪-અતિયારરૂપ કાદવની અપેક્ષાએ આત્માને નિર્મલ કરવા માટે, ૧૫-ફરીથી નહીં કરે એવું સ્વીકારવા માટે, ૧૬-અતિયારાદિ અપેક્ષાએ યથોચિત પાપનો નાશ કરવા કે પ્રાયઃચિતનું શોધન કરવાથી પ્રાયશ્ચિત્ત. કહ્યું છે કે - જેથી પાપ નાશ પામે છે, તે કારણથી પ્રાયશ્ચિત કહેવાય છે અથવા પ્રાયઃ અપરાધથી થયેલ મલીન ચિત્તને શુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્ત. * તપકમ નિર્વિકૃતિક આદિ સ્વીકારવા માટે - હવે સતરમું પેટા સૂત્ર કહે છે. છે જ. • પશ્ચિમ શબ્દ જ અમંગલરૂપ છે, તેનો પરિહાર કરવા અપશ્ચિમ. મરણના અંતમાં થનાર તે મારણાંતિકી, અપશ્ચિમ-છેલ્લી. જેનાથી શરીર અને કપાયાદિ ક્ષીણ કરાય છે તે સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખની. તે સેવવારૂપ ધર્મ વડે તેમાં જોડાયેલાને કે સંલેખના વડે ક્ષીણ શરીરવાળાઓને તથા જેઓએ અન્ન, પાણીનું પચ્ચખાણ કરેલ છે, તેઓને વૃક્ષવત્ ચેપ્ટારહિતપણે સ્થિર થયેલાઓને, અનશન વિશેષ સ્વીકાનારાઓને, મરણકાળને નહીં ઇચ્છનારાઓને રહેવા માટે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહેવું કહ્યું. સ્થાન-૨, ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy