SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-/૯૬૬ થી ૯૭૬ ૨૦૧ ૨૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 પરીક્ષક દેવે, ભાયને મારવાનું બતાવવાથી તે પ્રતિમાભગ્ન થયો. ફરી આલોચના કરીને તે સ્વર્ગે ગયો. આ વક્તવ્યતાવાળું સદ્દાલપુરા અધ્યયન છે. મહાશતક, રાજગૃહ નિવાસી ગૃહપતિ, તેર માર્યાનો પતિ, શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરેલ, અવધિજ્ઞાન ઉત્પન્ન થવા વડે બોધવાળો, રેવતિ નામે પોતાની પત્નીએ કરેલ અનુકૂલ ઉપસર્ગમાં અચલ મતિવાળો અને સંલેખના કરીને સ્વર્ગ ગતિ પામેલ શ્રાવક તેની વક્તવ્યતા વડે રચાયેલ એવું મહાશતક નામે આઠમું અધ્યયન છે. નંદિનીપિતા નામે શ્રાવતી નગરીનો વાસી, ભગવંતબોધિત અને સંલેખનાદિ વડે સ્વનિ પામેલ શ્રાવકની વક્તવ્યતા વડે નિબંધન કરવાથી નંદિનીપિતા નામે નવમું અધ્યયન છે. સાલાઇકા [સાલિની] પિતા નામે શ્રાવતી નગરી નિવાસી ગૃહપતિ, ભગવંત દ્વારા બોધ પામીને અનંતર તેમજ સંલેખનાદિ વડે સૌધર્મ ને પામેલ શ્રાવક. તેની વક્તવ્યતા વડે નિબદ્ધ આ દશમું અધ્યયન. આ દશે શ્રાવકો ૨૦ વર્ષના પર્યાયવાળા, સૌધર્મકલામાં ગયા છે અને ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવો થયા છે. મહાવિદેહમાં સિદ્ધ થશે. | ૯િ૭૧] હવે અંતકૃત દશાના અધ્યયોના વિવરણને કહે છે - આ સૂત્રમાં આઠ વર્ગ છે, તેમાં પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે તે આ - ૯િ૩૨] આ નમિ આદિ અંતકૃત્ સાધુઓના નામો તકૃત્ દશાંગના પ્રથમ વર્ગમાં અધ્યયનના સંગ્રહને વિશે દેખાતા નથી. જેથી ત્યાં કહેવાય છે કે – ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, ચલ, કાંપિચ, અક્ષોભ્ય, પ્રસેનજિતું અને વિષ્ણુ. તેથી આ નામો વાચનાંતરની અપેક્ષાએ છે એમ સંભાવના કરીએ છીએ પણ પૂર્વ ભાવના નામોની અપેક્ષાએ આ નામો હશે એમ ન કહેવું. કેમકે જન્માંતરોનું વ્યાં કહેવાપણું નથી. [૯૭૩] હવે અનુસરોપાતિક દશાનો અધ્યયન વિભાગ કહે છે. આ સૂત્રમાં ત્રણ વર્ષ છે તેમાં ત્રીજા વર્ગમાં દેખાતાં કેટલાંક અધ્યયનોની સાથે આનું સમાનપણું છે, પણ બધાં અધ્યયનોની સાથે નથી. [૯૭૪] અહીં કહ્યું છે - હર્ષિદાસ આદિ, પણ સૂત્રમાં આ દેખાય છે - ધન્ય, સુનક્ષત્ર, નષિદાસ, પેલ્લક, સમપુત્ર, ચંદ્રમાં, પ્રોઠક, પેઢાલપુત્ર, પોદિલ અને દશમો વિલ. એ રીતે દશ અધ્યયન કહ્યા છે. તેથી અહીં પણ વાચનાંતરની અપેક્ષાએ આ અધ્યયન વિભાગ કહેલ છે. પણ હાલ પ્રાપ્ત વાચનની અપેક્ષાએ નહીં. તેમાં ધન્ય અને સુનક્ષત્રનું કથાનક આ પ્રમાણે છે - કાકંદી નગરીમાં ભદ્રા સાર્થવાહીનો પુત્ર, ધન્ય નામે હતો. ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને દિક્ષા લીધી. તે નિરંતર છ કરનાર અને પારણે ત્યાજ્ય એવો આહાર મેળવીને આયંબિલ કરતો હતો. વિશિષ્ટ તપ વડે ક્ષીણ માંસ અને લોહીવાળો એવો તે સાધુ, ૧૪,ooo મુનિઓની મધ્ય અતિ દુકકારક છે એમ શ્રેણિક મહારાજાને રાજગૃહ નગરીમાં મહાવીર પ્રભુએ કહ્યું, તેથી શ્રેણિક રાજાએ ભક્તિ સહિત તેમને વંદન કર્યું, પ્રશંસા કરી. કાળ કરીને તેઓ સવર્યસિદ્ધ વિમાનમાં ઉપયો.. આ રીતે સુનક્ષત્રને પણ જાણવો. કાર્તિક - હસ્તિનાગપુરમાં કાર્તિક શેઠ, હજાર શ્રેષ્ઠીમણે પ્રથમ આસનવાળો શ્રમણોપાસક હતો. તેણે જિતમ્ સજાના અભિયોગથી પરિવ્રાજકને માસક્ષમણના પારણામાં ભોજન પીરસેલું. તે જ કારણથી સંસારથી નિર્વેદ પામીને મુનિસુવ્રતસ્વામી પાસે દિક્ષા લીધી. દ્વાદશાંગી ધારક થઈને શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયો. એ પ્રમાણે જે ભગવતી સૂત્રમાં સંભળાય છે, તે કાર્તિક બીજો અને અહીં કહેલ તે અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયેલ બીજો જાણવો. - શાલિભદ્ર - પૂર્વભવે સંગમ નામે વત્સપાલ હતો. તેણે બહુમાન સહિત સાધુને ખીરનું ભોજન આપ્યું. તેથી રાજગૃહનગરમાં ગોભદ્ર શેઠના પુત્રપણે ઉત્પન્ન થયો. દેવ થયેલ ગોભદ્રશેઠ દ્વારા મોકલાયેલ દિવ્ય ભોજન, વસ્ત્ર, કુસુમ, વિલેપન અને ભૂષણાદિ ભોગોના અંગ વડે બત્રીશ સ્ત્રીઓની સાથે સાત ભૂમિવાળા મનોહર મહેલમાં રહીને કીડા કરતો હતો. કોઈ વખતે વેપારીએ લાવેલ લક્ષ મૂત્રવાળી બહુ રત્નકંબલોને શાલિભદ્રની માતા ભદ્રાએ ખરીદીને વહુઓને વહેંચી આપી. તેઓએ તે કંબલોનું પાદપોંછન કર્યું - ફેંકી દીધી. આ હકીકત સાંભળીને કુતુહલ ઉત્પન્ન થવાથી શાલિભદ્રને જોવા માટે શ્રેણિક મહારાજા તેને ઘેર આવ્યા, તેની માતાએ તેને કહ્યું કે - હે પુત્ર ! તને જોવાને સ્વામી ઈચ્છે છે, માટે તું મહેલથી નીચે આવ અને સ્વામીને જો. માતાના આવા વચનો સાંભળવાથી અમારો બીજો સ્વામી છે, એમ ચિંતવતા વૈરાગ્ય પામ્યો. વધમાનસ્વામી પાસે દિક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપ વડે ક્ષીણદેહ થઈને શિલાતલે પાદપોપગમન વિધિથી અનુત્તરદેવપણે ઉત્પન્ન થયો. તે આ અહીં સંભાવના કરાય છે. પણ હાલમાં અનુત્તરોપાતિકમાં આ કહેલ નથી. તેતલિપુત્ર - જે જ્ઞાતા અધ્યયનમાં સંભળાય છે, તે આ નહીં કેમકે તેનું તો મોક્ષગમન સંભળાય છે. દશાર્ણભદ્ર - દશાણપુર નગર નિવાસી પૃથ્વીપતિ હતો. જે ભગવંત મહાવીરને દશાર્ણકૂટ નગરની નિકટમાં સમવસરલે છે. એમ ઉધાનપાલકના વચનથી જાણીને એમ ચિંતવ્ય કે - જેમ કોઈએ ભગવંતને વાંધા ન હોય તેમ મારે વાંદવું. એ રીતે રાજ્યની સંપત્તિના ગર્વથી અને ભક્તિથી વિચાર્યું, ત્યારપછી પ્રાતઃકાલે વિશેષ સ્નાન કરીને, વિલેપન-આભરણની શોભાવાળો, ઉત્કૃષ્ટથી રચના કરેલ શ્રેષ્ઠ પ હરતીની પીઠ ઉપર આરૂઢ થયેલો. વલ્સનાદિ વિવિધ ક્રિયાને કરનાર, દર્પસહિત ચાલતા ચતુરંગ સૈન્ય વડે સંયુક્ત, પુષ્પમાણવક વડે સારી રીતે વર્ણન કરાતા અગણિત ગુણગણવાળો, સામંત-અમાત્ય-મંત્રી-રાજદવારિક અને દૂતાદિ વડે પરિવરેલ તપુર સહિત નગરલોક પરિવરેલ. આનંદમયવત જેમ મહિમંડલને સંપાદન કરતો રવર્ગપુરીથી જેમ ઈન્દ્ર નીકળે તેમ નગરથી રાજા નીકળ્યો. નીકળીને સમવસરણની સન્મુખ જઈને યથાવિધિએ ભયજનરૂપ કમલવનને વિકસ્વર કરવામાં અભિનવ સૂર્યસમાન ભગવંત મહાવીરને વાંદીને બેઠો. દશાર્ણભદ્ર રાજાના અભિપ્રાયને જાણીને તેના માનને દૂર કરવાને તત્પર થયેલ શકેન્દ્ર, આઠ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy