SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૨oo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૧૦/-/૯૬૬ થી ૯૭૬ ૧૯ પ્રસંગમાં ઉદયન રાજાએ પૂર્વોક્ત રીતે કદર્થના કરીને મરાવ્યો. પૂર્વભવે તે મહેશરદd નામે પુરોહિત હતો. તે જિતણુ રાજાના શત્રુઓના જયને માટે બ્રાહ્મણાદિ વડે હોમ કરતો હતો. ત્યાં પ્રતિદિન ચારે વર્ણનું એક એક બાળક આઠમાદિ પર્વમાં બે-બે, ચોમાસીમાં ચાર-ચાર, છ માસીમાં આઠ-આઠ અને વર્ષમાં સોળ-સોળ, પરચકના આગમનમાં ૧૦૮-૧૦૮નો હોમ કરવા વડે પસ્યકને જીવે છે. આ પ્રમાણે તે પાપકર્મથી મરીને નકમાં ગયો. એ રીતે આ પાંચમું અધ્યયન છે. નંદિપેણ-મથુરાનગરીમાં શ્રીદામ રાજાનો પુત્ર નંદિપેણ નામનો યુવરાજ હતો. વિપાકશ્રતમાં ‘નંદિવર્ધન’ નામ છે. તેને રાજાનો દ્રોહ કરવાના વૃતાંતમાં રાજાઓ નગરના ચૌટામાં તપાવેલ લોઢાના પાણી વડે સ્નાન કરાવીને અને તેના તપાવેલ લોહ સિંહાસને બેસાડીને ક્ષાર નાખેલ તેલથી ભરેલ કળશો વડે રાજ્યાભિષેક કરાવીને કટપૂર્વક મારીને પ્રાણોનો નાશ કરાવ્યો. મરીને તે નરકમાં ગયો. તે પૂર્વભવમાં સિંહપુર નગરમાં સિંહરથ નામે રાજાનો દુર્યોધન નામે જેલર હતો. તે અનેક પ્રકારની યાતના વડે લોકોને કદર્શના કરીને મરણ પામીને નરકમાં ગયો. આવા પ્રકારના અર્થવાળું છઠું અધ્યયન છે. શૌકિ - શોરિક નગરમાં શૌરિકદત નામે મત્સ્યબંધ હતો, તેને માછલાનું માંસ પ્રિય હતું. ગળામાં લાગેલ મત્સ્યના કંટક વડે મહાકટને પામીને મરણ પામી, તે નકમાં ગયો. પૂર્વજન્મમાં તે નંદિપુર નગરે મિત્ર રાજાનો શ્રીક નામે સોઈયો હતો. તે જીવઘાતમાં રતિવાળો અને માંસપ્રિય હતો. મરણ પામીને તે નકમાં ગયો. આ અધ્યયન-~ ઉદ્દેબર-પાડલીમંડ નગરમાં સાગરદત્ત સાર્થવાહનો ઉદુંબર નામે પુત્ર હતો. તે કોઈ વખત ૧૬ રોગ વડે પરાભવ પામી, મહાકટ અનુભવીને મરણ પામ્યો. તે પૂર્વજન્મે વિજયપુરના કનકરથ રાજાનો ધન્વતી નામે પૈધ હતો. તે માંસપિય અને લોકોને માંસનો ઉપદેશ કરનારો હતો. એ રીતે પાપ કરીને તે નકમાં ગયો. આ આઠમું અધ્યયન છે. સહસુદ્દાહ - સસ - અકસ્માત, ૩T - ઉત્કૃષ્ટદાહ તે સહયોદ્દાહ. અથવા સહસ-હજારો લોકોનો દાહ તે સહસોદાહ. મામાન - તેથી આમરક - સામત્ય વડે મારિ આ અર્થ વડે નવમું અધ્યયન છે. તેમાં સુપ્રતિષ્ઠ નગરમાં સિંહસેન નામે રાજા, શ્યામા નામક સણીમાં અનુરક્ત હતો. રાણીના વચનથી જ એક ન્યૂન ૫૦૦ ગણીઓને મારવાની ઈચ્છાવાળી જાણીને કોપ પામ્યો. એક ન્યૂન ૫oo રાણીઓની માતાને રાજાએ નિમંત્રીને મોટ ઘરમાં આવાસ આપીને, ભોજનાદિ વડે સકારી, વિશ્વાસ પમાડી, તેઓને રાણી અને પરિવાર સહિત, ચોતરફથી દરવાજા બંધ કરી અગ્નિ સળગાવીને બાળી નંખાવી. પછી રાજા મરીને છઠી નરકે જઈને ત્યાંથી રોહિતકા નગરમાં દત્ત સાર્થવાહની દેવદત્તા નામે પુત્રીરૂપે થયો. તેને પુષ્પનંદી સજા પરણ્યો. તે રાજા પોતાની માતાની ભક્તિમાં તત્પર હોવાથી તેની સેવા કરતો હતો. રાજાની માતાને ભોગમાં વિદતકારી છે એમ માનીને દેવદત્તાએ તપાવેલ લોઢાના દંડને રાજાની માતાના ગુહાદ્વારમાં પ્રક્ષેપવાથી અકસ્માત દાહ વડે મારી નાખી. રાજાએ હકીકત જાણીને તેને વિડંબનાપૂર્વક મરાવી નાંખી. આ દેવદતા નામે અધ્યયન છે. કુમાર લિચ્છવી - કુમાર એટલે રાજ્યને યોગ્ય, અથવા પ્રથમ વયમાં રહેલા તે કુમારો, તેને અને લિચ્છવી એટલે લાભની ઈચ્છાવાળા વેપારી. તેને આશ્રીને આ દશમું અધ્યયન છે. * * * ઇન્દ્રપુર નગરમાં પૃથ્વીશ્રી નામે ગણિકા હતી. તે ઘણાં રાજકુમારો અને વણિકપુગાદિને મંગચૂર્ણ આદિ વડે વશ કરીને ઉદાર ભોગો ભોગવતી હતી. મરણ પામીને તે છઠ્ઠી નમ્ફ ગઈ. ત્યાંથી નીકળી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની જૂ નામે પુગી થઈ. તે વિજય રાજાને પરણી. યોનિશૂળ વડે કટપૂર્વક જીવીને મૃત્યુ પામીને નરકમાં ગઈ. વિપાકકૃતમાં ‘જૂ' નામે અધ્યયન છે. [૯૬૯] ઉપાશકદશાનું વિવરણ કરતાં કહે છે – દોઢ શ્લોક છે. [૯૭૦] આનંદ, વાણિજ્ય ગ્રામ નગરનો વાસી મહદ્ધિક આનંદ નામે ગૃહપતિ ભગવંત મહાવીર દ્વારા બોધ પામ્યો. અગિયાર શ્રાવક-પ્રતિમાને વહન કરીને ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાનવાળો તે એક માસની સંલેખના કરીને સૌધર્મકલામાં ગયો. તે વક્તવ્યતાનું પહેલું અધ્યયન છે. કામદેવ, ચંપાનગરીનો વાસી, તેમજ બોધ પામેલ. પરીક્ષા કરનાર દેવકૃત ઉપસર્ગમાં નિશ્ચલ પ્રતિજ્ઞાવાળો, તેમજ સ્વર્ગે ગયો. અધ્યયન બીજું. ચલની પિતા નામે ગૃહપતિ, વાણારસીનો વાસી, તેમજ પ્રતિબદ્ધ. એક વખત પ્રતિમાને સ્વીકારેલ હતો ત્યારે પરીક્ષક દેવ વડે માતાને ત્રણ ખંડવાળી કરાતી જોઈને ક્ષોભ પામ્યો, પ્રતિજ્ઞાથી ચલિત થયો. દેવને પકડવા માટે પ્રબળતાથી દોડ્યો. ફરી આલોચના કરીને સ્વર્ગમાં ગયો. આવા પ્રકારની વક્તવ્યતાથી પ્રસિદ્ધ અધ્યયન ચૂલની પિતા નામે કહેવાય છે. સુરાદેવ, વાણારસી નગરી નિવાસી ગૃહસ્પતિ હતો. પરિક્ષક દેવે તેને કહ્યું, જો તું ઘમને મૂકીશ નહીં તો હું તારા શરીરમાં સોળ રોગોને એકી સાથે ઉત્પન્ન કરું છું. એ રીતે દેવવચન સાંભળીને તે પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી આલોચના-પ્રતિક્રમણ કરીને સ્વર્ગમાં ગયો. આ વક્તવ્યતાને કહેનારું ચોથું અધ્યયન સુરાદેવ છે. ચુલ્લશતક, મહાશતકની અપેક્ષાએ લઘુશતક તે ચૂલશતક. તે આલંભિકા નગરીનો વાસી, ઉપસર્ગ કરનાર દેવ વડે અપહરણ કરાતું દ્રવ્યને જોઈને પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી નિરતિચાર થઈને સ્વર્ગે ગયો. એ પ્રમાણે જેમાં કહેવાય છે તે પાંચમું ચૂલશતક અધ્યયન છે. કુંડકોલિક, કાંપિચપુરનો વાસી એક ગૃહપતિ. ધર્મધ્યાનમાં રહેલ, તેણે જે રીતે ગોશાલક મતનું વર્ણન કરનાર દેવને ઉત્તર આપ્યો અને સ્વર્ગમાં ગયો, તેનું વૃતાંત કુંડકોલિક અધ્યયનમાં છે. સદ્દાલપુર નામે પોલાસપુરનો વાસી, કુંભકાર જાતિય, તે ગોશાલકનો ઉપાસક હતો. તેને ભગવંતે બોધ પમાડ્યો ફરીથી પોતાના મતને ગ્રહણ કરાવવાને તત્પર થયેલ ગોશાલક વડે ક્ષોભ ન પામેલ અંતઃકરણવાળો, એવા તેણે પ્રતિમાને સ્વીકારેલ.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy