SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૫૯ થી ૯૬૧ ૧૮૯ રીતે નિશ્ચયે શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે. (૧) શ્રમણ ભગવંત મહાવીર, જે મેરુ પર્વત મેરુ ચૂલિકાએ સિંહાસને બેઠેલ યાવતુ જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર દેવ-મનુષ્ય-અસુર સહિત પક્ષદા મળે કેવલિ પ્રાપ્ત ધર્મ કહેશે, પરૂપશે યાવત્ ઉપદેશશે. • વિવેચન-૯૫૯ થી ૯૬૧ - [૫૯] સમાચરવું તે સમાચાર, તેનો ભાવ તે સામાચાર્ય, તે જ સામાચારી અર્થાત્ સંવ્યવહાર. ઇચ્છા આદિ દોઢ શ્લોક વડે કહે છે – [૯૬૦] - (૧) ઈચ્છવું તે ઈચ્છા, કરવું તે કાર. તેમાં ‘કાર' શબ્દ દરેકમાં જોડવો. બલાભિયોગ વિના કરવું તે ઈચ્છાકાર અર્થાત્ ઈચ્છાક્રિયા. ઈચ્છા આપની ઈચ્છાએ મારે આ કાર્ય થાઓ. ઈચ્છા પ્રધાન ક્રિયા પણ બલાભિયોગ પૂર્વિકા નહીં એ ભાવ છે. આનો પ્રયોગ પોતાને કે પરને અર્થે ઈચ્છતો જ્યારે બીજા પ્રત્યે યાયે ત્યારે હોય છે. કહ્યું છે - જો કોઈ પણ કારણે ચાચે તો તેમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો, પણ બલાત્કાર કરવો ન કો. (૨) મિથ્યા-વિતથ-અમૃત આ પર્યાય શબ્દો છે. મિથ્યા કરવું તે મિથ્યાકાર અતિ મિથ્યાક્રિયા. તેવા સંયમયોગમાં વિપરીત આચરણ કરી જાણેલ છે જિનવચનનો સાર જેણે એવા સાધુઓ, તે વિપરીત ક્રિયાના નિફળપણાને બતાવવા માટે મિથ્યાકાર કરે છે, આ મિથ્યા ક્રિયા છે. કહ્યું છે કે – સંયમયોગમાં તત્પર સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તે મેં આ ખોટું કર્યું એમ જાણીને તેનો મિથ્યાકાર કરવો. (3) તથા કરવું તે તથાકાર, તે સૂગ પ્રગ્નાદિ ગોચર, જેમ આપે કહ્યું તેમજ આ છે આવા સ્વરૂપવાળો તથાકાર છે. કહ્યું છે - સૂત્રની વાસનામાં, સાંભળવામાં, ઉપદેશમાં, સૂત્ર-અર્ચના કથનમાં, તથા પૂછેલા પ્રશ્નના આચાર્યે આપેલ ઉત્તરમાં આપનું વચન અવિતથ છે એમ કહેવું તે તથાકાર છે. આ પુરુષ વિશેષના વિષયમાં જ પ્રયોગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે – કલય અને અકલય, તે બંનેને વિશે નિણાત, જ્ઞાનાદિ પાંચ સ્થાનોમાં સ્થિત, સંયમ-તપમાં વર્તનાર એવા મુનિને તથાકાર કરવો. (૪) અવશ્ય કર્તવ્ય યોગ વડે નીપજેલ તે આવશ્યકી. ‘ત્ર' શબ્દ સમુચ્ચયમાં છે. આનો પ્રયોગ ઉપાશ્રયમાંથી નીકળતાં આવશ્યક યોગયુક્તા સાધુને હોય છે. કહ્યું છે - સૂત્રનીતિઓ ગુરુ આજ્ઞાપૂર્વક કાર્ય પ્રસંગે જતાં આવશ્યકી જાણવી. કેમકે શુદ્ધા-ડ્રોયા-અન્વર્ય યોગવાળી છે. (૫) નિષેધ વડે થયેલ નૈવેધિકી - અન્ય વ્યાપારના નિષેધરૂપ આનો પ્રયોગ ઉપાશ્રયમાં પ્રવેશ કરનારને છે. જેથી કહ્યું છે - એવી રીતે પ્રવેશમાં નિષિદ્ધયોગ કરેલ મન-વચન-કાયયોગવાળાને આ તૈપેધિકી ઉચિત છે, પણ અનિષિદ્ધ યોગવાળાને ઉચિત નથી કેમકે સાર્થક નથી. (૬) પૂછવું તે આપૃચ્છા. તે વિહાર ભૂમિના ગમનાદિ પ્રયોજનમાં ગુરુને પૂછવારૂપ કરવી. શબ્દ પૂર્વવતું. કહ્યું છે - કાર્ય પ્રસંગે ગુરુને પૂછવું. ગુરુને સંમત ૧૯૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કાર્ય હોય તો પણ અવશ્ય પૂછવું. આ પ્રમાણે વારંવાર પૂછવાથી નિશ્ચયે તેને શ્રેય થાય છે અને નિર્જરાનો હેતુ થાય છે. () પ્રતિકૃચ્છા - પ્રતિપશ્ન. તે ગુરુએ પૂર્વે નિયુક્ત કાર્યને વિશે કાર્ય કરવાના સમયમાં કરવી અથવા પૂર્વે નિષેધ કરેલ કાર્યમાં પ્રયોજન થતાં, તે જ કાર્ય કરવાની ઈચ્છાવાળાએ પ્રતિકૃચ્છા કરવી. કહ્યું છે – પ્રતિકૃચ્છા તો પૂર્વે નિયુક્ત કરેલ કાનિ વિશે પણ કાર્ય સમયે કરવી અથવા કાર્યાન્તરના હેતુથી કરવી, તેમ સિદ્ધાંત નિપુણોએ કહેલ છે. (૮) છંદણા – પૂર્વે ગૃહિત અશનાદિ વડે આમંત્રણા કરવી. કહ્યું છે – પૂર્વે ગ્રહણ કરેલ અશનાદિ વડે ગુરુની આજ્ઞાથી યથાયોગ્ય મુનિઓને નિમંત્રણ કરવું. આ વિશેષ વિષયવાળી છંદના જાણવી. (૯) નિમંત્રણા - અગ્રહિત એવા અશનાદિ વડે વિજ્ઞપ્તિ અર્થાત્ આપના માટે હું અશનાદિ લઈ આવું ? એમ કહે. આ અર્થમાં કહ્યું છે - સ્વાધ્યાયથી શ્રાંત થયેલ સાધુ, ગુરુનો શેષ કાર્ય ન હોય તો ગુરુને પૂછીને શેષ મુનિઓને નિમંત્રણા કરે. [અશનાદિ લાવી આપું ? એમ પૂછે.] (૧૦) ઉપસંપન્ - હવેથી હું આપનો છું એવા પ્રકારનો સ્વીકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્રના અર્થપણાથી ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞાનોપચંપ-પૂર્વે ગૃહિત સૂગાને સ્થિરિકરણાર્થે, ત્રુટિત સૂત્રાર્થના સંઘાનને માટે તથા પ્રથમથી ગ્રહણ કરવાને ઉપસંપદા લેવાય છે. દર્શનોપસંપત પણ એવી રીતે. વિશેષ એ કે- દર્શનપ્રભાવક સંમતિ આદિ શાસ્ત્રવિષયક છે. ચારિત્રની ઉપસંપદા વૈયાવૃત્ય કરવા માટે અને તપને માટે ઉપસંપદા લેનાને હોય છે. • • x • કાળથી વળી ચાવતુ જીવની અને ઈત્તરકાલની ઉપસંપદા પણ હોય છે - X - X - [૯૬૧] આ દશવિધ સમાચારી ભગવંત મહાવીરે પ્રરૂપેલી છે, આ હેતુથી ભગવંતને જ આશ્રય કરીને દશ સ્થાનને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - છાસ્થ કાળમાં જ્યારે ભગવંત ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપાદિમાં નિપુણ પટહના શબ્દથી ઉદ્ઘોષણાપૂર્વક યથેચ્છ, નિરંતર એક વર્ષ પર્યન્ત મહાદાનને આપીને બધાં લોકોનું દાધિ નાશ કર્યું હતું, પછી દેવમનુષ્ય-અસુર સહિતની પર્ષદા વડે પરિવરેલા કુંડપુર નગરથી નીકળીને જ્ઞાતવનખંડમાં માગસરવદ દશમે એકલા દીક્ષિત થઈને, મનપયય જ્ઞાન ઉત્પન્ન કરીને આઠ માસ વિચરીને મયૂરક નામક સંનિવેશની બહાર રહેલા યમાન નામના પાખંડી સંબંધી એક ઉટકમાં તેની અનુજ્ઞાએ વર્ષાવાસ રહ્યા. ત્યાં પશુઓ વડે ઉજને ઉપદ્રવ કરાયો તો પણ તેની રક્ષાને ન કરવાથી ઝુંપડીના નાયક મુનિકુમારને અપીલિકત સમજીને વકિાલનો અદ્ધમાસ ગયા પછી અકાલમાં જ નીકળીને અસ્થિકગ્રામ નામક સંનિવેશથી બહાર શૂલપાણી યાના આયતનમાં શેષ વષવાસ રહ્યા. ત્યાં જ્યારે રાત્રિમાં શૂલપાણી યક્ષ, ભગવાનને ક્ષોભ પમાડવાને શીઘ-અત્યંત મોટા અટ્ટહાસ્ય કરતો, લોકોને ત્રાસ પમાડતો હતો. ત્યારે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy