SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૯-૮૧૫ થી ૮૨૯ ૧૨૯ નવ-નવ યોજન પહોળી છે, તે આ -...[૧૬] નૈસર્ષ, પાંડુક, પિંગલ, સર્વરન, મહાપા, કાલ, મહાકાલ, માણાવક, efખમહાનિધિ. [૧] નૈસર્ષ મહાનિધિ-માં નિવેશ, ગામ, આકર નગર, પટ્ટણ, દ્રોણમુખ, મર્ડબ, અંધાવર અને ઘરની સ્થાપના છે - [નિમણિ થાય. [૧૮] પાંડુક મહાનિધિ-માં ગણિતનું બીજનું, માન-ઉન્માનનું પ્રમાણ તથા ધાન્ય અને બીજોની ઉત્પત્તિ કહી છે... [૧૯] પિંગલ મહાનિધિમાં પરષો, સ્ત્રીઓ, સોડા, હાથીની સર્વ આભરણ વિધિ છે. [૨૦] સવરના મહાનિધિમાં ચક્રવતના શ્રેષ્ઠ ચૌદ રત્નોનો ઉપજવાનો વિધિ છે, તેમાં કેન્દ્રિય અને પંચેન્દ્રિય નો જાણવા. [૮૫] મહાપા મહાનિધિ-માં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, નિપત્તિ, રંગવાની અને ઘોવાની વિધિ છે. [૨] કાલ મહાનિધિમ-કાલ, તે ભૂતવર્તમાન-ભાવિનું તથા ત્રણ વર્ષનું સો શિલ્ય, કર્મ એ ત્રણેનું પ્રજાને હિતકર, જ્ઞાન છે... [૩] મહાકાલ મહાનિધિમાં લોઢું, ચાંદી, સોનુ, મણી, મોતી, . ફટિક શિલા અને પ્રવાલ તથા ખાણોની ઉત્પત્તિ છે. [૨૪] માણવક મહાનિધિમાં યોદ્ધા, શ, બહાર, યુદ્ધનીતિ, દંડનીતિ હોય છે... [૮૫] શંખ મહાનિધિમાં-નૃત્યવિધિ, નાટકવિધિ, ચાર પ્રકારના કાવ્યોની અને મૃદંગાદિ સર્વે વાધોની ઉત્પત્તિ વિધિ છે. [૨૬] આઠ ચક ઉપર રહેલ, આઠ યોજન ઊંચા, નવ યોજન પહોળા, બાર યોજન લાંબા પેટી આકારે છે, ગંગા નદીના મુખ પાસે સ્થિત છે. [] સૈન્ય મણિમય, સુવર્ણના બનેલ, વિવિધ રોગી પરિપૂર્ણ, ચંદ્રસૂર્ય-ચક્ર લક્ષણ અનસમ ચૂપ આકારે દ્વાર શાખવાળા છે. " [૨૮] આ નિધિ સદેશ નામવાળા, પલ્યોપમ સ્થિતિક દેવો તેમાં રહે છે. આ નિધાનો કેય કે દેવોના આધિપત્યવાળા છે... [૮૨૯] આ નવ નિધિઓ પ્રભુત નજનસંચયથી સમૃદ્ધ અને ચકવનને વશવર્તી છે. • વિવેચન-૮૧૫ થી ૮૨૯ - વૃિત્તિમાં આ ૬૩મું સળંગ એક સૂપ છે.] સૂત્ર સુગમ છે. વિશેષ એ – નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરન, મહાપા, કાલ, મહાકાલ, માણવક અને શંખ મહાનિધિ. આ વિધાન અને તેનો સ્વામી દેવ બંનેની અભેદ વિવક્ષા વડે નૈસર્પ દેવ, તેના હોવાથી નિવેશ-નવા ગામ આદિની સ્થાપના કે ચક્રવર્તીના રાજ્યોપયોગી દ્રવ્યો, બધાયે નવ નિધિઓમાં અવતરે છે. અર્થાતુ નવા નિધાનપણે વ્યવહાર કરાય છે. તેમાં નવીન અને પ્રાચીનના જ સંનિવેશો તે નૈસર્પ નિધિમાં વર્તે છે. - ૪ - તેમાં ગ્રામ - દેશના લોક વડે અધિઠિત, આર - જે રસ્થાનમાં લવણ આદિની ઉત્પત્તિ થાય છે કે, નાર - જેમાં કર નથી તે, પત્તન - દેશી સ્થાન, કોઇ મુu • જલ, સ્થલ માર્ગ વડે યુક્ત, મહેંવ - જેની નજીકમાં વાસ વિધમાન નથી તે. ન્યાવાર - કટકની છાવણી, Jદ - ભવન. [7/9] rfra - દીનાર આદિ, સોપારીના ફળ આદિ લક્ષણ. ૨ કારનો અંતરિત સંબંધ છે, તે બતાવીશું તથા તેના કારણભૂત બીજોને તથા સેતિકાદિ માન, તદ્વિષયક જે.- તે પણ માન જ અર્થાત ધાન્યાદિ માપવા યોગ્ય તથા સન્માન - ગાજવા, તોલાદિ, તેના વિષયવાળું જે તે. - અર્થાત્ ખાંડ, ગોળ આદિ ધરિમ. તેવું જે પ્રમાણ. • x • તે પાંડુક નામક નિધાનમાં કહેલું છે. એ રીતે લિંગ પરિણામથી સંબંધ છે. તથા ધાન્ય-ઘઉં આદિની અને તેના વિશેષરૂપ બીજની જે ઉત્પત્તિ તે પાંડુકનિધિના વિષયવાળી છે. અર્થાત્ તેનો આ વ્યાપાર છે. એમ જિનાદિએ કહ્યું છે. મળા - ગાથા (સૂત્ર-૨૧૯) સુગમ છે... ગાથા - ચક્ર આદિ સાત એકેન્દ્રિય રત્નો અને સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિય રનો, જે ચક્રવર્તીઓને ઉત્પન્ન થાય છે તે સર્વે “સર્વરન''નામક નિધિ જાણવા. વસ્ત્ર-વસ્ત્રોની જે સામાન્યથી ઉત્પત્તિ અને વિશેષથી વિપત્તિ, સર્વ વસ્ત્રોના પ્રકારોની - x • એવા વસ્ત્રોની. કેવા પ્રકારના વસ્ત્રોની, તે કહે છે - રંગવાળા, શુદ્ધ સ્વરૂપવાળા, આ બધી ઉત્પત્તિ અને નિષ્પત્તિ મહાપદ નામક નિધિ વિષયવાળી છે. કાળ-કાળ નામક નિધિમાં ‘કાલજ્ઞાન’ શુભાશુભરૂપ કાલનું જ્ઞાન વર્તે છે તેથી જણાય છે. તે જ્ઞાન ભાવિ વસ્તુના વિષયવાળું-ભવ્ય, પુરાતન વસ્તુ વિષયક તે પુરાણ. શબ્દથી વર્તમાન વસ્તુ વિષયક તે વર્તમાન. અનાગત-ત્રણ વર્ષના વિષયવાળું અને અતીત ત્રણ વર્ષના વિષયવાળું તથા ૧૦૦ પ્રકારનું શિલા કાલનિધિમાં વર્તે છે. શિલાશત-ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર, નાપિત એ પાંચમૂલ, દરેકના ૨૦-૨૦ ભેદો છે. # - ખેતી અને વેપાર, તે કાલનામક નિધિમાં છે. અર્થાત્ કાલજ્ઞાન, શિલ્ય અને કર્મ આ ત્રણ પ્રજાના હિતકર છે, નિવહ-અભ્યદય હેતુભૂત છે. લોહ-લોહની ઉત્પતિ મહાકાલ નામક નિધિમાં થાય છે. તથા આજર - લોહાદિની ઉત્પત્તિરૂપ ખાણ લક્ષણવાળી છે. એ રીતે રપાદિની ઉત્પત્તિ સંબંધે કહેવું. મામ મણિઓ-ચંદ્રકાંતાદિ, મુક્તા-મોતી, શિલા-સ્ફટિકાદિ અને પ્રવાલ-વિદ્યુમ.. યોધાસૂર પુરુષોની ઉત્પત્તિ, આવરણ-બતર, પ્રહરણ-શો, લૂહ રચનાદિ તે માણવક નિધિમાં અથવા નિધિના નાયકમાં હોય છે-તેમાં પ્રવર્તે છે. દંડનીતિ-દંડ વડે ઓળખાતી નીતિ, તે સામાદિ ચાર ભેદે છે તેથી આવશ્યક [નિયુક્તિ માં કહ્યું છે - શેષ દંડનીતિ માણવકનિધિથી છે. નાટ્ય-નૃત્યની વિધિ, નાટક-ચરિતને અનુસરનાર નાટક લક્ષણ યુક્ત, તેનો વિધિ-x• ચાર પ્રકારના કાચની-ધર્મ, અર્થ, કામ, મોક્ષ લક્ષણ પુરુષાર્થ વડે ગુંથેલ ગ્રંથની અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ ભાષા વડે ગુંથેલ અથવા સમ, વિષમ, અર્ધસમ વૃતબદ્ધ ગઇપણે અથવા ગધ, પધ, ગેય, વપદ ભેદથી ચેલ. કાવ્યની ઉત્પત્તિ શંખ નામક મહાનિધિમાં હોય છે તયા મૃદંગાદિ વાજિંત્રોની ઉત્પત્તિ છે. ચક-આઠ ચક્રોમાં પ્રતિષ્ઠાન છે, જેઓનું તે અટચક પ્રતિષ્ઠાત, આઠ યોજનાની તેની ઉંચાઈ છે, નવ યોજનની પહોળાઈમાં નિધિઓ છે, બાર યોજન લાંબાં છે. મંજૂષાના આકારે રહેલા છે. ગંગાના મુખમાં થાય છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy