SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૯)-I૮૦૩ થી ૮૦૬ ૧૨૭ • સૂત્ર-૮૦૭ થી ૮૧૪ - [co] દર્શનાવરણીય કર્મ નવભેદે કહ્યું છે, તે આ - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપચલા, ત્યાનગૃદ્ધિ, ચક્ષુર્દર્શનાવરણ, ચક્ષુન્દનિાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદનાવરણ. [ce] અભિજિતુ નબ અતિરેગ નવ મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, અભિજિત આદિ નવ નો ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. તે આ - અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી. [૮૦૯] આ રતનપભા પૃથ્વીના બહુરામ રમણિય ભૂમિભાગથી ૯oo યોજનાના આંતરે ઉપરનું તારામંડલ ચાર ચરે છે : [ગતિ કરે છે.] [૧૦] જંબુદ્વીપનામક દ્વીપમાં નવ યોજનાના મસ્યો પ્રવેશ્યા છે - પ્રવેશ છે અને પ્રવેસશે... [૮૧૧] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવ પિતા થયા. તે આ ... • [૧૨] પ્રજાપતિ, બ્રા, રુદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અનિસિંહ, દશરથ, વસુદેવ [ક્રમથી આ નામો જાણવા.] [૧૩] અહીંથી આરંભીને જેમ સમવાયાંગમાં કહ્યું છે, તેમ એક નવમો બલદેવ બ્રહાલોકથી ચ્યવી એક ભવ કરી મોક્ષે જશે ત્યાં સુધી કહેવું... જંબૂદ્વીપના ભરત ફોત્રમાં આગામી ઉત્સપિંeણીમાં નવ બલદેવ-વાસુદેવના પિતા થરો, નવ માતા થશે આદિ સમવાય સૂર મુજબ પ્રથમ ભીમસેન અને છેલ્લા સુવ પર્યન્ત બધું જ કહેવું... [૮૧૪] આ પતિવાસુદેવ વિશે કીર્તિપુરષ વાસુદેવને હણવા ચક મૂકે, તે જ ચક્રથી તેઓ પોતે મૃત્યુ પામે. • વિવેચન-૮૦૭ થી ૮૧૪ : [co] સામાન્ય અને વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય ગ્રહણાત્મક બોધરૂપ દર્શન, તેને આવરણ કરનારું કર્મ તે દર્શનાવરણ, નવ ભેદે છે— તેમાં નિદ્રાપંચક - દ્રા ધાતુ કુત્સા અને ગતિ અર્થક છે... (૧) જેના વડે ચૈતન્ય કુત્સિતવરૂપ અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા - સુખે જાગવા રૂપ સુપ્ત અવસ્થા તે નિદ્રા અથવા ચપટી વગાડતા જેમાં જાગૃતિ થાય છે, તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રા, કાર્યથી વ્યપદેશ કરાય છે. | (૨) નિદ્રાનિદ્રા-નિદ્રાનો અતિશય છે. -x- તે દુ:ખે જાણી શકાય તેવી સુપ્ત અવસ્થા છે, તેમાં અતિ અવ્યકત ચૈતન્યવથી, ઘણી ધોલનાદિ વડે જાગૃતિ થાય છે. આથી નિદ્રાની અપેક્ષાએ તેનું અત્યંત સુવાપણું છે. તેની વિપાકવેધા કર્મપ્રકૃતિ પણ કાર્યદ્વારથ “નિદ્રાનિદ્રા” કહેવાય છે. (3) પ્રચલા-બેઠેલ કે ઉભો જે સુદ્ધાવસ્થામાં પ્રયલે છે, તે પ્રચલા. તે ઉભાબેઠા ડોલતા ઉંઘનારને હોય છે. તેવી વિપાકવેધ કર્મ પ્રકૃત્તિ તે “પ્રચલા'. (૪) પ્રચલા-પ્રચલાઅતિશય પ્રચલા, તે ચાલતાચાલતા પણ ઉંઘનારને હોય છે, પ્રચલાવી અતિશયવાળી છે. વિપાકવેધ કર્મપ્રકૃતિ પ્રચલાપ્રચલા છે. (૫) સ્થાન - બહુપણે સંઘાત પ્રાપ્ત, વૃદ્ધિ - આકાંક્ષા, જાગૃતાવસ્થામાં ૧૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ચિંતવેલ કાર્યને સાધવાના વિષયવાળી જે સુપ્તાવસ્થામાં નિદ્રા તે સત્યાનગૃદ્ધિ. •x • અથવા ત્યાન - એકથી થયેલી, દ્ધ - આત્મશક્તિરૂપ, તે ત્યાનદ્ધિ તેના સદભાવમાં ઉંઘનારને વાસુદેવના અર્ધબલસર્દેશ શક્તિ હોય છે અથવા રચાના-જડ જેવી શૈતન્યની ઋદ્ધિ છે જેમાં તે ત્યાનદ્ધિ. તેવી વિપાકવેધ કર્મ પ્રકૃતિ પણ ત્યાનદ્ધિ કે ત્યાનગૃદ્ધિ કહેવાય છે - તે આ નિદ્રા પંચક. દર્શનાવરણ કર્મ ક્ષયોપશમથી પ્રાપ્ત આત્મલાભરૂપ દર્શનલબ્ધિઓને આવરક કહ્યું. હવે જે દર્શનલબ્ધિઓના લાભને મૂલથી જ આવરે છે. તે આ દર્શનાવરણ ચતુક કહેવાય. (૧) ચક્ષુ વડે સામાન્યગ્રાહી બોધ તે ચાદર્શન, તેનું આવરણ તે ચક્ષુર્દશનાવરણ.. (૨) ચા સિવાય ચાર ઇન્દ્રિયો વડે કે મન વડે જે દર્શન તે અચક્ષુદર્શન, તેનું આવરણ તે અચક્ષુર્દર્શનાવરણ. (3) રૂપી પદાર્થની મયદા વડે કે ઇન્દ્રિય નિરપેક્ષા બોઘરૂપ સામાન્ય પદાર્થનું ગ્રહણ-અવધિદર્શન, તેનું આવરણ તે અવધિદર્શનાવરણ તથા (૪) ઉક્ત સ્વરૂપ કેવલ એવું જે દર્શન, તેનું આવરણ તે કેવલદર્શનાવરણ. એમ નવ ભેદો કહ્યા. | [૮૦૮] જીવોને કર્મના સંબંધથી નાગાદિ દેવત્વ, તિર્યકત્વ, મનુષ્યત્વ થાય છે, માટે નગાદિ વક્તવ્યતા પ્રતિબદ્ધ સૂઝસમૂહને કહે છે. તે સુગમ છે. વિશેષ છે કે - સાતિરેક નવ મુહૂર્તોને સાવત્ એક મુહૂર્તના ૨૪/દર ભાગ અને એક ભાગના ૬૬) ભાગ વડે અધિક ઉત્તર દિશામાં રહેલા નક્ષત્રો, દક્ષિણ દિશામાં રહેલ ચંદ્રની સાથે યોગને અનુભવે છે. [૮૦૯] બહુસમ-અત્યંતસમ, તેથી રમણીય, તે ભૂમિ ભાગથી પણ પર્વત અપેક્ષાયો નહીં અને વક ભૂમિ ભાગ અપેક્ષા પણ નહીં. અંતર વડે કરીને. ઉપરિતન તારાની જાતિ સંબંધિ ભ્રમણને કરે છે. | [૧૦] નવ યોજન લંબાઈવાળા જ પ્રવેશે છે. લવણસમુદ્રમાં જો કે ૫૦૦ યોજન લાંબા સભ્યો હોય છે, પણ નદીમુખમાં ગતિછિદ્રથી આમ છે. [૮૧૧ થી ૮૧૩] પ્રજાપતિ - x x- સંપાયેં અતિદેશ કરતા કહે છે - આ સૂગથી આરંભીને, સમવાયાંગમાં કહ્યા મુજબ જાણવું. તેથી આ નવ વાસુદેવ-બલદેવના માતાપિતાના નામો, તેમના નામો, પૂર્વભવના નામો, ધર્માચાર્યો, નિદાનભૂમિઓ, પ્રતિશત્ર, ગતિ, ઇત્યાદિ - x • આઠ બલદેવો મોક્ષે ગયા અને એક છેલ્લો બ્રાહ્મલોક કો, તે આવતી ચોવીશીમાં સિદ્ધ થશે. • X - X • આગામી ઉત્સર્પિણી સૂત્રમાં અતિદેશ વચન પણ એ રીતે વિચારવું ચાવતું પ્રતિવાસુદેવ સૂત્ર મહાભીમસેન અને છેલ્લા સુગ્રીવ સુધી. | [૧૪] આ નવ પ્રતિશત્રુઓ, કીર્તિપધાન પુરુષો તે કીર્તિપુરુષો. ચક્ર વડે યુદ્ધ કરવાનો જેઓનો સ્વભાવ છે તે ચક્રોધી, સ્વચક્રથી હણાશે. અહીં મહાપુરુષ અધિકારમાં ચકવર્તી સંબંધી વિધિ પ્રકરણને કહે છે– • સૂત્ર-૮૧૫ થી ૮ર૯ :[૧૫] પ્રત્યેક ચાતુરત ચક્રવર્તીને નવ મહાનિધિઓ છે, પ્રત્યેક મહાનિધિ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy