SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૮|-|૩૦૨ ૯૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આયુકર્મના પુદ્ગલને નિર્જરવા વડે, ભવક્ષય-આયુકમદિના નિબંધનરૂપ દેવપર્યાયના નાશ થવા વડે, આયુષ્યની સ્થિતિના બંધનો ક્ષય થવા વડે અથવા દેવભવના નિબંધનભત શેષકર્મના ક્ષય થવા વડે આયુષ્યના ક્ષય પછી તુરંત જ ચ્યવીને આ પ્રત્યક્ષ મનુષ્યભવમાં પુરુષપણે ફરી આવે છે. આ સંબંધ છે. કયા કુલોમાં, કયા કુટુંબોમાં, કેવા પ્રકારે? જેમકે – વટ, છિપાદિ અંતઃકુલો, ચાંડાલાદિ પ્રાંતકુલો, અા મનુષ્યવાળા કે અગંભીર આશયવાળા, ઐશ્વર્યાદિહિત દરિદ્રકુલો, તર્કવૃત્તિવાળા કૃપણકુવો, નટ અને નનાચાર્યના કુલો, ભીખ માગતા કે તેવા પ્રકારના લિંગિઓના કુલો. તેવા પ્રકારના કુલોમાં ફરી જન્મે છે. ઇ - પ્રયોજનવશાત્ જે ઇચ્છે છે , વાત - કાંતિના યોગથી, પ્રિય - પ્રેમના વિષયવાળા, મનસ - શુભ સ્વભાવવાળા, મUT૫ - મન વડે ગમે છે, સૌભાગ્યથી અનુસ્મરણ કરાય છે કે, આ ઇટાદિના નિષેધથી પ્રસ્તુત અનિષ્ટાદિ વિશેષણો છે. તથા હીન-ટુંકોસ્વર, દીન-દીનતાવાળો પુરષ સંબંધી સ્વર છે જેને તે દીનસ્વર, અનાદેય વચનવાળો જે થયો છે તે અનાદેય પ્રત્યાજાત અથવા અનાદેય વયનવાળો. શેષ સુગમ છે. યાવત્ માસ૩ શબ્દથી પ્રત્યાજાતિનું ગહિંતપણું કહ્યું. માથી ઇત્યાદિ વડે આલોચના કરનારને ઈહલોકાદિ ત્રણ સ્થાનમાં અગહિંતપણું ઉક્ત સ્વરૂપ થકી. વિપર્યય સ્વરૂપને કહે છે– હાર વડે સુશોભિત હૃદય છે જેનું તે, કડાઓ પ્રસિદ્ધ છે. તુરિત-મ્બાહના આભરણ વિશેષ. તેના વડે સ્વૈભિત છે બંને ભૂજાઓ જેની તે, બે કાન જ પીઠ સ્થાન છે, કંડલના આધારપણાથી જેને તે કfપીઠ, મૃષ્ટ-ઘસાયેલ, ગંડતલ-ગાલનો ભાગ અને કણપીઠ, જે બેથી તે મટગંડતલકણપીઠ, તેવા કુંડલો. • x • અંગદ-કેયુર તે બાહનું આભરણ વિશેષ. કુંડલ અથવા અંગદ, કુંડલ અને ઘસાયેલ ગંડતલ કણપીઠકાનના આભરણ વિશેષોને જે ધારણ કરે છે તે. તથા વિવિધ હરતાભરણો-વીંટી વગેરે છે જેને તે વિચિત્ર હસ્તાભરણ તથા વિવિધ વસ્ત્રો અને આભરણો છે જેને અથવા વો જ આભરણો અથવા અવસ્થાને ઉચિત આભરણો જેને છે તે, વિચિત્ર વત્યાભરણ અથવા વિચિત્ર વસ્ત્રાભરણ. - વિચિત્ર માલા-પુષ્પમાલા, મૌલિ-મુગટ જેને છે અથવા વિચિત્ર માળાઓનો મુગટ જેને છે તે વિચિત્રમાલા મૌલિ.. કલ્યાણક-માંગલ્ય, પ્રવર-મૂલ્યાદિ વડે શ્રેષ્ઠકિંમતી વસ્ત્રો પહેરેલા છે જેણે અથવા તે વસ્ત્રો પ્રત્યે જ વસેલ છે તે. પાઠાંતરીકલ્યાણક પ્રવર એટલે પ્રવર ગંધ, માળામાં સુંદર પુષ્ય અને ચંદનાદિનું અનુલેખન, તેને જે ધારણ કરે છે તે કલ્યાણક-પ્રવર-ગંધ-માલ્યાનુલેખન-ધર.. ભાસ્કર-તેજસ્વી, બોંદી-શરીર છે જેનું તે ભાસ્વબોંદી.. લાંબી એવી વનમાળા-આભરણ વિશેષને જે ધારણ કરે છે, તે પ્રલંબનમાલધર. દિવ્ય-સ્વર્ગસંબંધી-પ્રધાન વર્ષાદિ વડે યુક્ત, સંઘાત-વજ ઋષભ નારાજ લક્ષણ સંઘયણ વડે, સમચતુસ્ત્ર સંસ્થાન વડે, વિમાન આદિ ઋદ્ધિ વડે, તથાવિધ દ્રવ્ય યોજનરૂપ ભકિતરૂપ યુક્તિ વડે, પ્રભવ-માતાઓ વડે, પ્રતિબિંબરૂપ છાયા વડે, અચિષા-શરીરથી નીકળેલ તેજની જ્વાલા વડે, શરીરની કાંતિ વડે, અંતસ્પરિણામરૂપ શુકલ આદિ લેશ્યા વડે, સ્થળ અને સૂક્ષ્મ વસ્તુને બતાવવા વડે * * * મહતા-પ્રધાન કે મોટા સ્વ વડે. મતિઃ ગુંથેલ આ રવનું વિશેષણ છે નૃત્ય વડે યુક્ત તે નાટ્યગીત, કરેલ શબ્દવાળા વાંજિત્રો, તંત્રી-વીણા, તલ-હસ્તતાલ, તાલકાંશિકા, તૂર્ય-ઢોલ આદિ તે વાદિત તંત્રી તાલ સૂર્ય. તેને તથા મેઘના જેવો મૃદંગ વિની. તે આ દક્ષતાથી જે વગડાવેલ છે તે ઘનમૃદંગપટ પ્રવાદિત. તેઓનાં શબ્દ રૂ૫ સાધન વડે અથવા આખ્યાનક વડે જ ગુંચેલ જે નાટ્ય, તેનાથી યુક્ત તે ગીત. અહીં મૃદંગ ગ્રહણ વાલ્મિો મળે તેના પ્રધાનત્વથી છે. ભોગ્યને યોગ્ય ભોગો - શબ્દાદિ તે ભોગભોગો, તેને અનુભવતો વિચરે છે. અતિ ક્રીડા કરે છે. ભાષાને બોલતા એવા તેને, એક-બે સૌભાગ્યના અતિશયથી ચાવતુ ચાર-પાંચ દેવો કોઈના પ્રેર્યા વિના બોલવાની પ્રવૃત્તિ માટે પોતાનું સંમતપણું જણાવવા પ્રવૃત્ત થાય છે. આ રીતે આલોચના કરનારનું ઉપપાત સંબંધી ગહિતપણું કહ્યું. એમ કહેવાથી આ લોકમાં અગહિંતપણું, લઘુતા, આહાદાદિ આલોચના ગુણના સદ્ભાવ વડે કહેવા યોગ્ય છે - X - X - - હવે તેના જ પ્રત્યાતિ ગહિતપણાને કહે છે - ધનવાળા, ચાવતું શબ્દથી દીપ્ત પ્રસિદ્ધ છે અથવા દૈત-ગૌરવવાળા, વિસ્તારવાળા વિપુલ ભવનો - ઘરો, શયન-પલંગાદિ, આસન-સિંહાસનાદિ, યાન રથ આદિ, વાહનો-વેગવાળા અશ્વાદિ, આ જે કુલોને વિશે હોય છે. ક્યાંક વાદUTIઉન્નડું - પાઠ છે, તેમાં વિસ્તીર્ણ ભવનાદિથી આકીર્ણયુક્ત એમ અર્થ કરવો તથા બહુ ધન-ગણિમ, ધરિમ આદિ તે છે જેને વિશે તે તથા બહુ જાતરૂપ - સોનું અને ચાંદી છે જે કુલોમાં તે, • x - આયોગ-દ્રવ્યના બમણાદિ લાભ વડે, પ્રયોગ-વયાજે પૈસા દેવા, તેમાં પ્રવર્તેલા કે તેના વડે પ્રવર્તેલા તે આયોગપયોગ સંપ્રયુક્ત. વિચ્છર્દિત-ઘણાં લોકોએ ભોજન કર્યા બાદ અવશેષપણે રહેલ અથવા વિભૂતિવાળા વિવિધ પ્રકારના ખાવા લાયક ભોજન, ચૂસવા યોગ્ય, ચાટવા યોગ્ય, પીવા યોગ્ય આહારના ભેદયુક્તપણે પ્રચુર ભક્તપાત છે જે કુલોમાં છે. જેમાં ઘણાં દાસ, દાસી છે તેવા કુળોમાં, ગાય-ભેંસ પ્રસિદ્ધ છે. ગલક-ઘેટા જે કુળોમાં ઘણા છે તે અથવા જે કુળોમાં ઘણાં દાસી આદિ થયા છે તેવા કુળોમાં, ઘણાજનોને પરાભવ નહીં કરવા યોગ્ય અથવા ઘણાં લોકો વડે અપરિભૂત, અપાપ કર્મવાળા મા-બાપનો જે પુગ તે આર્યપુત્ર. આ કથનથી આલોચકને કહ્યો. આલોચન કરેલ પુરુષો સંવરવાળા હોય છે, માટે સંવરને કહે છે– • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ - [9]] સંવર આઠ ભેદ કહ્યો છે – શ્રોમેન્દ્રિય સંવર યાવ4 સાઈ દ્રિય સંવ, મન સંવટ, વચન સંવર કાય સંવર.. આઠ પ્રકારે અસંવર કહેલ છે - શ્રોબેન્દ્રિય સંવર યાવત કાયઅસંવર.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy