SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૮|-|૩૦૨ આસન વડે નિર્માએ છે, ભાષા બોલતા એન તેને ચાવ4 ચાર પાંચ દેવો ન કહ્યા છતાં ઉભા થઈને તેને કહે છે - હે દેવા તમે ઘણું બોલો. તે પણ તે દેવલોકથી આયુક્ષયાદિ થતાં નીને આ મનુષ્ય ભવમાં આવા કુળોમાં જન્મે છે - ઇષ્ટ યાવતુ ઘણા લોકો મળીને પરાભવ ન કરી શકે તેવા પ્રકારના કુળમાં જન્મે છે. ત્યાં તે પુરુષ સુરૂ-જુવર્ણ-સુગંધ-જુસ્સ-સુપર્શ, ઇષ્ટ, કાંત યાવત્ પ્રણામ, આહીન વર યાવત મણામ વટ, આદેય વચન થાય છે. જે તેની બાહ્ય-અભ્યતર પદા હોય છે, તે પણ તેનો આદર કરે છે સાવ બહુ બોલવા કહે છે. • વિવેચન-૭૦૨ - માથી - માયાવાળો, કાવે , ગુપ્તપણે માયા પ્રધાન અતિયાર, માયા વડે કરીને તેને આલોચે નહીં - ગુરુ સમક્ષ નિવેદન ન કરે, મિથ્યા દુકૃતુ આપી પ્રતિક્રમે નહીં, ચાવતુ શબ્દથી આમ સાક્ષીએ નિંદે નહીં, ગુરુ સમક્ષ ન ગë, અતિયારથી તિવર્તે નહીં, શુદ્ધ ભાવજળથી અતિયારરૂપ કલંકને શુદ્ધ ન કરે, ફરી ન કરવા તૈયાર ન થાય, તથા ચયાઈ પ્રાયશ્ચિત-તપને સ્વીકારે નહીં. તે આ રીતે – (૧) હાલ હું તે અતિયાને કરે છે, તો નિવૃત ન થયેલાને આલોચનાદિ ક્રિયા કેવી ? (૨) ભાવિમાં હું કરીશ માટે આલોચનાદિ યુક્ત નથી. (3) શેષ સ્પષ્ટ છે. વિશેષ એ કે - અતિ - એક દિશામાં વિસ્તરનારી પ્રસિદ્ધિ, અવર્ણ-સર્વ દિશામાં વિસ્તરતિ અપસિદ્ધિ, આ બંને મારે થશે. અપનય-મારે પૂજા સકારાદિનું દૂર થવું થશે. તથા વિધમાન કીર્તિ કે યશની માટે હાનિ થશે. -- ઉક્ત અર્ચના વિપર્યયને કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - માથી - આ દોષ કરવાના અવસરમાં, પણ આલોચના અવસરે નહીં, કેમકે માયાવીની આલોચનાદિમાં પ્રવૃત્તિ હોતી નથી. માયા - અપરાધ લક્ષણ કરીને આલોચે આદિ. માયાવીને જ આલોચના ન કરવામાં આ અનર્થ છે, તે કહે છે - આ લોક ગર્હિત થાય છે. સાતિયારવથી નિંદિતપણું છે. કહ્યું છે – પ્રગટ અને ગુપ્ત સેંકડો દોષ સેવનાર, ભય અને ઉદ્વેગવાળો એવો જડ લોકોને અવિશ્વાસ ઉત્પન્ન કરતો ધિયું જીવન જીવે છે. તથા દેવ જન્મ ગહિંત-કિલ્બિષિકાદિપણાથી. કહ્યું છે - પનો ચોર, વચનચોર, રૂપયોર, આચાર અને ભાવચોર કિબિષિક દેવ થાય છે, તેમાં નાત - ત્યાંથી ચ્ચવીને મનુષ્ય જન્મ, જાતિ-ઐશ્વર્યા-રૂપાદિ હિતતાથી ગહિંત થાય છે. કહ્યું છે કે- દેવલોકથી ચ્યવીને તે મુંગાપણું પામે છે નરક, તિર્યંચ યોનિને પામે અથવા બોધિ દુર્લભ થાય તે સ્થાને ઉપજે. માયાવી એક અતિચાર રૂ૫ માયા કરીને પણ જે આલોચે નહીં આદિ, તેને જ્ઞાનાદિ મોક્ષમાર્ગની આરાધના નથી, તે અનર્થ છે. કહ્યું છે - લજજાથી, ગારવણી, બહુશ્રુતત્વના મદથી, પોતાનું દુશસ્ત્રિ જે ગુરુને કહેતા નથી તે આરાઘક થતા નથી. તે શા વિષ, દુપ્રયુક્ત વૈતાલ, દુપ્રયુક્ત યંત્ર કે સર્પ પણ પ્રમાદિ પુરુષને તે દુ:ખ ન આપે જે દુ:ખ ઉત્તમાર્થ કાલે ન ઉદ્ધરેલ શલ્ય આપે છે. કેમકે શલ્ય દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીત્વ આપે છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નામfપ આદિ વડે અર્થ પ્રાપ્તિ કહેલી છે. કહ્યું છે કે - ઉદ્ધવ સર્વ શલ્ય એવો ભક્તપરિજ્ઞામાં અતિ ઉપયોગવંત બની મરણારાધનામાં યુક્ત, ચંદ્રવેધને સંપૂર્ણ કરે છે તે એકાદિ અતિચાર કરી આલોચના કરે છે. એ રીતે ઘણાં અતિચારરૂપ માયા કરીને આલોચના ન કરવાથી અનર્થરૂપ છઠું, આલોચના ન કરવાથી લાભ થવા રૂ૫ સાતમું તથા મારા આચાર્ય ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય તો જાણશે કે આ માયાવી છે. એવા પ્રકારના ભયથી આલોચે છે તે આઠમું. શેષ સૂત્ર, આ લોક, ઉપપાત અને આજાતિ ગહિંતરૂપ ત્રણ પદના વિવરણથી જાણવા યોગ્ય છે, તેમાં માયાવી માયા કરીને કેવો થાય તે કહ્યું છે, એ શેષ વાક્ય સમજવું - x - દટાંત ઉપન્યાસ છે. - x - લોહાકર-જ્યાં લોઢું ધમાય છે, * * * ધાન્ય વિશેષ રૂપ તલના અવયવો તેને બાળવામાં પ્રવૃત્ત અતિ તે તિલાગ્નિ, એ રીતે બીજા અગ્નિ પણ જાણવા. વિશેષ - તુપ - કોદ્રવાદિના ફોતરાં, ગુણ - યવાદીના કંકર, નન - પોલો, સરના આકાર જેવો. નાન - પાંદડા, સુદી - પેટી આકારે દારુ બાફવાનું વાસણ કે કડાઈ, લિછાબ - ચૂલીના સ્થાનો, • x • કોઈ કહે છે દેશભેદથી રઢિથી આ લોટને પચાવનારા અગ્નિ આદિ ભેદો છે, તેથી અહીં સંભાવના કરી છે તથા મોટી થાળી કે હાંડલી. - x• કુંભારનો પાક-વાસણ પચાવવાનું સ્થાન, વાવેન - નળીઆઓ. ખેતવાડા - ઈશ્વયંગપાટયુલી. લોઢાની ભઠ્ઠીના સ્થાનો, ઉણ, તુચ, જાજવલ્યપણાથી, અગ્નિ વડે થયેલ તે સમયોતિભૂત. * * * * * ઇત્યાદિ ઈંધનોથી દીપે છે. ઉકત દષ્ટાંતનું દાષ્ટ્રતિકપણું કહે છે - ઉક્ત રીતે પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે બળે છે, દોષનો કરનારો હોવાથી, હું એનાથી આશંકા કરું છું કહ્યું છે - ખંડિત ચાસ્ટિવાળો નિત્ય શકિત અને ભયભીત રહે છે. બધા તેને જાણે છે, સાધુજનને તે માનવા યોગ્ય નથી, મરીને પણ તે દુર્ગતિમાં જાય છે. આ વાક્ય વડે અનાલોચકનો આ લોક ગર્હિત થાય છે. પાઠાંતરથી માયાવી માયા કરીને આદિ વડે ઉપપાત ગર્ણિત થાય છે. એમ બતાવે છે. મરણ અવસરે - મરણના મુહુર્ત કાળે મરીને અન્યતર વ્યંતરાદિ દેવપુરષો મણે વચનના બદલવાથી ઉપજનારો થાય છે. પરિવારાદિ કદ્ધિ વડે મોટી ઋદ્ધિવાળા દેવોમાં નહીં, શરીર અને આમરણાદિની શોભા વડે મહાધુતિવાળા દેવોમાં નહીં. વૈક્રિયાદિ શક્તિથી મહાપ્રભાવવાળા દેવોમાં નહીં. મહાબલ કે મહાસૌગવાળા દેવોમાં નહીં, સૌધર્માદિમાં નહીં, સાગરોપમ સ્થિતિમાં નહીં. તે દેવલોકમાં બાહ્ય-નજીક નહીં - દાસાદિની જેમ, અત્યંતર - નજીકમાં રહેલા પગ-કલનાદિવત, પરિવાર જે હોય તે પણ આદર કરતા નથી, સ્વામી માનતા નથી, મોટા પુરષને યોગ્ય તે મહાઈ આસન વડે નિમંત્રતા નથી. દુર્ભાગ્યના અતિશયથી તેને ચાવત ચાર-પાંચ દેવો બોલવાનો નિષેધ કરવા પ્રયત્ન કરે છે. કેવી રીતે? “ઘણું બોલ નહીં.” આ વાકય વડે ઉપઘાત સંબંધી ગહ કહી. આ જાતિનું ગહિતપણું કહે છે તે આલોચના ન કરનાર, તે યંતરાદિ સ્વરૂપ દેવલોકની સ્થિતિ થકી
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy