SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૪૮૧,૪૮૨ ૨૦૫ અંગારા પ્રસિદ્ધ છે, જવાલા-છંદાયેલ મૂળવાળી અગ્નિની શિખા, અચિ અછિન્ન મૂલા અગ્નિશિખા, મમુભમ મિશ્ર અગ્નિકણરૂપ, અલાત-ઉંબાડીયું. પ્રાચીનવાત - પૂર્વનો વાયુ, પ્રતીચીન - પશ્ચિમ, દક્ષિણ-પ્રસિદ્ધ, ઉદીચીન ઉત્તર, તેનાથી જુદો વાયુ તે વિદિશાનો વાયુ. પગ આદિથી દબાવે છતે ભૂતકાળ આદિમાં જે થાય, તે આકાંત વાયુ. ધમણ આદિથી ધમાતા છતા જે વાયુ થાય તે ભાત, જળથી આદ્ર અને નીચોવતા થતો વાયુ તે પીડિત, ઓડકાર-ઉચ્છવાસાદિ શરીરાનુગત વાયુ તે સંમૂર્બિમ. પૂર્વે અચેત પછી સચેત થાય. પૂર્વે પંચેન્દ્રિયો કહ્યા, તેથી પંચેન્દ્રિય વિશેષતે કહે છે. અથવા અનંતર સચેતન-અચેતન વાયુ કહ્યા, તેની નિર્ગુન્હો રક્ષા કરે માટે નિર્ગુન્હોને કહે છે– • સૂત્ર-૪૮૩ - નિસ્થિો પાંચ ભેદે કા - ગુલાક, કુશ, કુશીલ, નિર્ગસ્થ, સ્નાતક.. પુલાક પાંચ ભેદે છે - જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચાસ્ટિાપુલાક, લિંગપુલાક, યથાસૂમ પુલાક... બકુશ પાંચ ભેદે છે - આભોગબકુશ, નાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂમ બકુશ... કુશ પાંચ ભેદે છે - જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચાસ્ત્રિકુશીલ, લિંગકુશીલ, યથાસૂમ્રકુશીલ... નિગ્રન્થ પાંચ ભેદ છે . પ્રથમ સમય, આપથમ સમય, ચરમ સમય, અચલ્મ સમય, યથામ.. સ્નાતક પાંચ ભેદે છે - અજ્ઞબલ, કમર, સંશુદ્ધ જ્ઞાનદર્શન ધર અરિહંત જિન કેવલી, અપરિશ્રાવી. • વિવેચન-૪૮૩ - આ છ સૂત્રો સંગમ છે. વિશેષ આ કે - મિથ્યાત્વ આદિ આવ્યંતર ગ્રંથથી અને ધમપગરણ સિવાય ધન આદિ બાહ્ય ગ્રંથી નીકળેલા તે નિર્ગળ્યો... પૂના - ચોખાના કણથી શુન્ય પાલાલ જેવા. તપ, શ્રતના હેતુવાળી સંઘાદિના પ્રયોજનમાં ચક્રવર્તી આદિને પણ ચૂર્ણ કરવામાં સામર્થ્યવાળી લબ્ધિના પ્રયોગ વડે અથવા જ્ઞાનાદિના અતિચારને સેવવા વડે જે સંયમરૂપ સાર, તેથી રહિત તે પુલાક. કહ્યું છે કે - જિનોન આગમી સદૈવ અપ્રતિપાતિ જ્ઞાનાનુસાર ક્રિયા કરનાર સાધુઓ લબ્ધિ વડે ઉપજીવન કરતા પુલાક થાય છે. - - શબલ અર્થાત્ કાબરો. શરીર, ઉપકરણ સંબંધી વિભૂષાનાં અનુવર્તીપણાને લઈને શુદ્ધિ અને અશુદ્ધિ મિશ્રિત ચારિત્ર હોય છે. આ બકુશ પણ બે ભેદે છે. કહ્યું છે કે - મોહનીયનો ક્ષય કરવા તૈયાર થયેલા શરીર અને ઉપકરણની શોભાની અનુવર્તિથી બકુશ કહેવાય છે. શરીરમાં પ્રગટ વ્યતિકર વડે હાથ, પગ, મુખનું ધોવું, આંખ-કાન અને નાસિકાદિ અવયયોનો મેલ દૂર કરવો, દાંતને સાફ કરવા અને વાળને સંસ્કારવા તે દેહત્ની શોભાને માટે આચરનારા શરીરબકુશો છે અને ઉપકરણ બકુશો તો અકાળે ધોયેલ ચોલપટ્ટક અને તકલ્પાદિ સ્વચ્છ વામાં પ્રીતિવાળા, પાત્ર અને દંડને પણ તેલની માત્રાથી ઉજળા કરીને શોભા માટે ઉપકરણને ઘારણ કરે છે, બંને પ્રકારના બકુશો પણ ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા ૨૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હોય છે, તેમાં ઘણાં વસ્ત્ર, પાત્ર આદિ ઋદ્ધિને આ વિશિષ્ટ ગુણવાળા સાધુઓ છે. ઇત્યાદિ પ્રવાદરૂપ ખ્યાતિ ઈચ્છે છે, વળી સાતાગારવના આશ્રયવાળા હોવાથી દિવસરાત્રિમાં કરણીય ક્રિયાઓને વિશે સારી રીતે ઉધમવાળા થતા નથી. અવિવિકત પરિવારવાળા, જંઘાને ઘસનાર, તેલ આદિથી શરીરને શુદ્ધ કરનાર અને કાતર વડે કાપેલ કેશવાળો પરિવાર છે જેઓના છે. બહુ છેદ અને શબલ દોષ વડે યુક્ત નિર્ઝન્ય બકુશો હોય છે. મુન - કુત્સિત ઉત્તર ગુણની પ્રતિ સેવા વડે અથવા સંજવલન કષાયના ઉદય વડે દૂષિત હોવાથી ૧૮,૦૦૦ ભેદવાળું સદોષ શીલ છે જેનું તે કષાય કુશીલ. આ કુશીલ બે ભેદે છે. કહ્યું છે - પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. તેમાં જે નિન્યપણા પ્રત્યે તત્પર થયેલા, ઇન્દ્રિયને કાબુમાં ન રાખનારા કોઈપણ પ્રકારે કિંચિત્ પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહાદિરૂપ ઉત્તગુણોમાં વિરાધના કરતા સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે પ્રતિસેવના કુશીલો છે. જે સત્સયતોને પણ ક્વચિત્ સંજવલન કષાયો ઉદીરાય છે, તે કપાય કુશીલો છે. મોહનીય કમરૂપ ગ્રંથથી નીકળેલ તે નિશ્વ તે ક્ષીણકષાય કે ઉપશાંત કપાય હોય છે... સમસ્ત ઘાતિકર્મરૂપ મળના સમૂહને ધોયેલ હોવાથી નાન કરેલની જેમ નાત તે નાતજ, તે સયોગી કેવલી અથવા અયોગી કેવલી હોય છે. હવે એ જ પુલાક આદિ ભેદથી કહે છે (૧) ૫લાકમાં આસેવક પુલાક પાંચ ભેદે છે અને લબ્ધિપુલાકનું એકવિધપણું હોવાથી ભેદ નથી. ખલિત અને મિલિત આદિ અતિચારો વડે જ્ઞાનને આશ્રીને આત્માને અસાર કરતો તે જ્ઞાનપુલાક... કુદર્શનીઓના પરિચયાદિ વડે દર્શન પુલાક, મૂલ-ઉતગુણ પ્રતિસેવનાથી ચાસ્ટિાપુલાક, ચોક્ત લિંગથી અધિક લેવાથી કે નિકારણ અન્ય લિંગ કરવાથી લિંગ - વેિશ પુલાક, કિંચિત્ પ્રમાદાદિથી અકલ્પનીય વસ્તુ ગ્રહણથી યથાસૂરમપુલાક છે. બે પ્રકારવાળા બકુશના પાંચ ભેદ છે - ઇચ્છાપૂર્વક શરીર, ઉપકરણની શોભાને કરનાર તે આભોગ બકુશ. સહસાકારી તે અનાભોગ બકુશ. પ્રચ્છન્ન કરનાર તે સંવૃત બકુશ, પ્રગટ કરનારને અસંવૃત્ત બકુશ. કંઈક પ્રમાદી કે આંખ વગેરેના મેલને દૂર કરનાર તે યથાસૂમ બકુશ. બે પ્રકારવાળા કુશીલના પાંચ ભેદ છે - જ્ઞાન, દર્શન, ચાત્રિ, લિંગને શ્રી પ્રતિસેવન કરવાથી જ્ઞાનાદિ કુશીલ, “તપ કરે છે” એવી અનુમોદના કરવાથી હર્ષિત થાય તે યથાસૂક્ષ્મ કુશીલ. પ્રતિસેવના વડે આ પાંચ ભેદ છે. કપાય કુશીલ પણ એમ જ જાણવો. વિશેષ એ કે વિધાદિનો પ્રયોગ કરે - જ્ઞાનકુશીલ, દર્શન ગ્રંથનો પ્રયોગ કરતો દર્શન કુશીલ, શાપ આપે તે ચારિ કુશીલ, કષાયો વડે અન્ય વેશ કરે તે લિંગ કુશીલ, મતથી કપાયો કરે તે યથાસૂમકુશીલ. અંતર્મુહર્ત પ્રમાણ વિશિષ્ટ નિર્મન્થ સંબંધી અદ્ધાના પહેલા સમયમાં વર્તમાન તે પ્રથમ સમય નિર્મળ, શેષ સમયમાં વર્તતો તે બીજો. અંતિમ સમયમાં વર્તનાર તે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy