SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૪૩૯,૪૮૦ ૨૦૩ વિશે સદ્ભાવ છે. પ્રy - ઔદારિક શરીરાદિપણે ગ્રાહ્યતા અથવા ઇન્દ્રિયો વડે ગ્રાહાતા છે અથવા વણદિમવથી પરસ્પર સંબંધ લક્ષણ પુદ્ગલનો ગુણ - ધર્મ છે જેનો તે ગ્રહણગુણ. (૪૮૦] અનંતર અસ્તિકાયો કહ્યા, અસ્તિકાય વિશેષ જીવાસ્તિકાય સંબંધવાળી ! વસ્તુને કહે છે - અધ્યયન સમાપ્તિ પર્યત ચાવતું આ રીતે મહાસંબંધ છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - ગમન તે ગતિ અથવા જેમાં જવાય છે તે ગતિ - ક્ષેત્ર વિશેષ. અથવા જે કર્મ પુદ્ગલના સમુદાય વડે જવાય છે તે ગતિ અથતિ નામકર્મની ઉત્તરપ્રકૃત્તિરૂપ - અથવા - જીવ અવસ્થા. તેમાં નરકમાં ગતિ તે નિરયગતિ અથવા નરકને પ્રાપ્ત કરાવનારી ગતિ તે નરકગતિ, એ રીતે તિર્યચોમાં કે તિર્યંચ સંબંધી કે તિર્યપણાને પ્રાપ્ત કરાવનારી તે તિર્યંચ ગતિ. એ રીતે મનુષ્યગતિ, દેવગતિ જાણવી. સિદ્ધિમાં જવું કે સિદ્ધિ એવી ગતિ તે સિદ્ધિગતિ. આ નામકર્મ પ્રકૃતિ નથી. અનંતર સિદ્ધિગતિ કહી તે સિદ્ધિ, ઇન્દ્રિયના વિષય, કષાયાદિને આશ્રીને મુંડિતપણું કરવાથી હોય છે, તેથી ઇન્દ્રિયના વિષયાદિ કહે છે • સૂત્ર-૪૮૧,૪૮૨ - [૪૮૧) ઇન્દ્રિયોના વિષયો પાંચ કહ્યું છે. તે આ • એન્દ્રિયના વિષય, ચાવતું પર્શનેન્દ્રિયના વિષય... મુંડ પાંચ કહા છે - થોઝેન્દ્રિય મુંડ વાવવું સ્પર્શનેન્દ્રિય મંડ - અથવા - મુંડ પાંચ ભેદે કહ્યા છે. તે આ - ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ અને શિકુંડ. [૪૮ ધોલોકમાં પાંચ બાદર કહ્યા છે . પૃવીકાયિક, અકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, શુલ ત્રસ પ્રાણીઓ... ઉદdલોકમાં પાંચ ભાદર કહ્યું છે . પૂર્વવતુ.. તિછલિોકમાં પાંચ બાદર કહwા છે - એકેન્દ્રિય ચાવતું પંચેન્દ્રિય... પાંચ ભેદે ભાદર તેજસ્કાયિક કહ્યા - કાંગારા, વાલા, મુકુર, અર્ચિ, લાત... ભાદર વાયુકાયિક પાંચ ભેદ કહ્યા - પૂવનો વાયુ, પશ્ચિમનો વાય, દક્ષિણમનો વાયુ, ઉત્તરનો વાયુ, વિદિશાનો વાયુ... પાંચ ભેદે ચિત વાયુકાયિક છે - આકાંત, બાત, પીડિત, શરીરાનુગત, સંમૂર્ણિમ. • વિવેચન-૪૮૧,૪૮૨ : [૪૮૧] સૂત્ર સુગમ છે. વિશેષ આ - ઐશ્વર્યવાનું હોવાથી ઇન્દ્ર - જીવ. સર્વ વિષયની ઉપલબ્ધિ અને સર્વ ભોગલક્ષણ પરમ ઐશ્વર્ય યોગથી તે જીવનું લિંગ તે ઇન્દ્રિય અથવા તેનાથી દષ્ટ, સૃષ્ટ, જુષ્ટ, દત્ત તે શ્રોગાદિ. તે નામાદિ ભેદે ચાર પ્રકારે - તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યેન્દ્રિય બે ભેદે . નિવૃત્તિ, ઉપકરણ. ભાવેન્દ્રિય બે ભેદે - લબ્ધિ, ઉપયોગ.. તેમાં નિવૃત્તિ તે આકાર. તે બાહ્ય - અાંતર છે. તેમાં બાહ્ય - અનેક પ્રકારે છે, અત્યંતર - ક્રમશ: શ્રોત્ર આદિ - (૧) કબપુષ્પ, (૨) ધાવમસુર, (3) અતિમુક્ત પુપચંદ્રિકા, (૪) શુપ, (૫) વિવિધ પ્રકારના સંસ્થાનવાળી છે. ૨૦૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ઉપકરણેન્દ્રિય • વિષય ગ્રહણમાં સામર્થ્ય, છેદવા યોગ્યને છેદવામાં ખગની ઘાસ સમાન છે, જેની શક્તિ હણાતા નિવૃત્તિના સદ્ભાવ છતાં પણ વિષયને ગ્રહણ ન કરે. લબ્ધિ ઇન્દ્રિય છે તે તેના આવકના ક્ષયોપશમ રૂ૫ છે. ઉપયોગ ઇન્દ્રિય સ્વવિષયમાં વ્યાપાર રૂપ છે. અહીં ચાર ગાથા વૃત્તિકારે નોંધી છે. તે ઉક્ત અને જણાવે છે... લબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થયા પછી બાહ્ય અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય, પછી ઉપકરણેન્દ્રિય અને પછી ઇન્દ્રિયના વિષયમાં વ્યાપારરૂપ ઉપયોગેન્દ્રિય પ્રાપ્ત થાય. શ્રોત્રાદિ ઇન્દ્રિયનો જે પોતાના શબ્દાદિ વિષયમાં પરિચ્છેદરૂપ વ્યાપાર તે ઉપયોગ, તે એક સમયમાં દેવાદિકોને પણ એક જ હોય છે, તેથી ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે. શેષ ઇન્દ્રિય અપેક્ષાએ જીવોના એકેન્દ્રિયાદિ ભેદો કહ્યા છે અથવા લબ્ધિ ઇન્દ્રિય અપેક્ષાએ સર્વે જીવો પંચેન્દ્રિય છે. જે કારણે બકુલ આદિમાં શેષ ઇન્દ્રિય ઉપલંભ પણ દેખાય છે, તેના વડે તેઓના તદાવરક કર્મોના ક્ષયોપશમથી સંભવે છે. ક્રિયાના અર્થી જીવો વડે ઇચ્છાય છે અથવા જણાય છે તે અર્યો. ઇન્દ્રિયોના અર્થો તે ઇન્દ્રિયાર્થો અથ શબ્દાદિ વિષયો. જેના વડે સંભળાય તે શ્રોત્ર, તે ઇન્દ્રિય તે શ્રોબેન્દ્રિય, તેનો અર્થ છે શ્રોબેન્દ્રિયાઈ - શબદ, એ રીતે ક્રમશઃ ૫, ગંધ, રસ, સ્પર્શ, ચક્ષ. મુંડન તે મુંડ • દૂર કરવું. તે બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. તેમાં દ્રવ્યથી મસ્તકના કેશને દૂર કરવા ભાવથી ઇન્દ્રિય વિષય પ્રાપ્ત રાગ-દ્વેષને અથવા કષાયોને ચિતથી દૂર કરવા. મુંડનલક્ષણ ધર્મના યોગથી પુરુષ મુંડ કહેવાય. શ્રોમેન્દ્રિયને વિશે કે શ્રોમેન્દ્રિય વડે મુંડ, પગ વડે લંગડો ઇત્યાદિની જેમ. શ્રોબેન્દ્રિય મુંડ શબ્દના વિષયમાં સગાદિના ખંડનથી શ્રોબેન્દ્રિયા મંડ, એવી રીતે સર્વત્ર જાણવું. ક્રોધને વિશે મુંડ તે ક્રોધમુંડ. તેનું છેદન કરતા એ રીતે માન આદિમાં પણ જાણવું. મસ્તકમાં કે મસ્તકથી તે શિરોમુંડ. [૪૮૨] આ મંડિતપણું બાદર જીવ વિશેપોને હોય છે, માટે ત્રણ લોકની અપેક્ષાઓ બાદર જીવકારોની પ્રરૂપણા માટે ત્રણ સૂત્ર કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - અધો, ઉર્વલોકમાં તેજસ્કાયિક જીવો નથી માટે પાંચ બાદર કાયો કહ્યા, અન્યથા છ હોય. અધોલોકગ્રામોમાં જે બાદર તેજસો છે તે અલા હોવાથી તેની વિવક્ષા કરી નથી અને જે બે ઉર્વકપાટને વિશે છે તે ઉત્પન્ન થવાવાળા હોવા વડે ઉત્પત્તિ સ્થાનમાં ન રહેલ હોય કહ્યા નથી. પ્રસવ તેઉ તથા વાયુમાં પ્રસિદ્ધ છે. તેથી તેનો નિષેધ કરવા વડે હીન્દ્રિયાદિનું ગ્રહણ કરવા માટે ઓરાલા-ચોકેન્દ્રિયની અપેક્ષાએ સ્કૂલ. એક ઇન્દ્રિય-કરણ સ્પર્શન લક્ષણ તે એકેન્દ્રિય જાતિનામ કર્મોદયથી અને તદાવરક કર્મક્ષયોપશમ થકી છે જેઓને તે પૃથ્વી આદિ એકેન્દ્રિય જાણવી. એ રીતે બેઈન્દ્રિયાદિ. વિશેષ એ કે - ઇન્દ્રિય વિશેષ તે જાતિવિશેષ કહેવા. એકેન્દ્રિયો છે તેમ કહેતા, હવે પાંચ સ્થાનકને અનુસરનારે વિશેષથી ત્રણ સૂત્ર વડે કહે છે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy