SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨/૪પ૮,૪૫૯ ૧૮૩ પ્રકારનું તેમાં શ્રત હોય તેવા પ્રકારના શ્રુતજ્ઞાન વડે વ્યવહારને પ્રવતવિ. ઇત્યાદિ સામાન્યથી નિગમન છે. જેવા જેવા પ્રકારના આ આગમ આદિ વ્યવહાર હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવતવિ. આ વિશેષ નિગમન છે. આ પાંચ વ્યવહારો વડે વ્યવહરનારા ફલને પ્રશ્ન દ્વારા કહે છે - હે ભગવનું ! હવે બીજું શું કહો છો ? ભટ્ટાસ્કો કહે છે - પ્રતિપાદન કરે છે - કોણ ? ANTAવનો - ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ - નિર્ગુન્હો કેવલી વગેરે. ધ્યેય. આગળમાં કહેવામાં આવનાર અથવા તે શું ? તે કહે છે ? - ત્રેવં - ઉક્તરૂપ. ઇ પ્રત્યાને. # - કોને ? પ્રાયશ્ચિત દાનાદિરૂપ પાંચ પ્રકારના વ્યવહારને સમ્યક રીતે પ્રવતવિતો, - કેવી રીતે ? સમ્યક્ તે પણ કેવી રીતે ? તે જણાવે છે - જે જે અવસરમાં જે જે પ્રયોજનને વિશે અથવા ક્ષેત્રને વિશે જે - જે ઉચિત છે તેને તે - તે કાળમાં, તે - તે પ્રયોજનાદિમાં. કેવા પ્રકારને ? તે કહે છે - સર્વ આશંસારહિત પુષ્પો વડે માંગીકાર કરાયેલ એવા તે અનિશ્રિતોપાશ્રિત વ્યવહારને અથવા નિશ્રિત-શિષ્યવાદિથી સ્વીકારેલા અને ઉપાશ્રિત-વૈયાવૃત્યનુ કરવાપણું આદિ વડે અત્યંત સમીપમાં રહેલ તે નિશ્રિતોપાશ્રિત - અથવા - નિશ્રિત એટલે રાગ અને ઉપાશ્રિત એટલે દ્વેષ, આ બે અથવા - નિશ્રિતઆહારાદિ મેળવવાની ઇચ્છા અને ઉપાશ્રિત - શિષ્યના પ્રતીચ્છક કુલ આદિની અપેક્ષા, તે બે જેમાં નથી તે અનિશ્રિતોપાશ્રિત. -x - સર્વથા પક્ષપાત રહિતપણે જેમ છે તેમ વ્યવહાર પ્રવતવિ. અહીં પૂજ્ય કહે છે - રાગ સહિત તે નિશ્રાવાળો અને હેલસહિત તે ઉપાશ્રિત છે. - અથવા - મને આહારાદિ નહીં આપશે તે નિશ્રા અને શિષ્ય થશે એવી ઇચ્છાવાળો અથવા કુલ વગેરેની અપેક્ષાવાળો તે ઉપડ્યા. ઉમાશા - જિનેશ્વરના ઉપદેશરૂપ આજ્ઞાનો આરાધક થાય છે. શ્રમણના પ્રસ્તાવથી તેના વૃત્તાંતને જ સૂત્ર વડે કહે છે– • સૂગ-૪૬૦ થી ૪૬૩ - [૪૬] સુતેલા સંયત મનુષ્યોના પાંચ વિષયો જગૃત હોય છે - શબ્દ ચાવતુ ... જાગૃત મનુષ્યોના પાંચ વિષયો સુત હોય છે - શબ્દ યાવત્ સ્પર્શ... સૂતેલા કે જાગતા આસંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે - શબ્દ ાવતુ સ્પર્શ. ૪૬૧] પાંચ કારણે જીવ કમજ ગ્રહણ કરે છે - પ્રાણાતિપાતળી યાવતું પરિગ્રહથી... પાંચ કારણોથી જીવ કમરજને તમે છે - ખપાવે છે જેમકે - પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહ વિરમણથી. [૪૬] પાંચ માસવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરનાર આણગારને પાંચ દક્તિ ભોજનની અને પાંચ દક્તિ પાણીની લેવી લે છે. [૬૩] ઉપઘાત પાંચ પ્રકારે છે. તે આ • ઉદ્ગમ ઉપઘાત, ઉત્પાદન ૧૮૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ઉપઘાત, પણ ઉપઘાત, પરિકર્મ ઉપઘાત, પરિહરણ ઉપઘાત... વિશોધિ પાંચ ભેદે છે. તે આ - ઉગમ વિશોધિ, ઉત્પાદન વિશોધિ, એષણા વિશોધિ, પરિસ્કર્મ વિશોધિ, પરિહરણ વિશોધિ. • વિવેચન-૪૬૦ થી ૪૬૩ : [૪૬] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે- સંયત મનુષ્યો - સાધુઓને, નિવાવાળાને, જાણે છે નહીં સતેલા અથતિ જાગતાની જેમ જાગતા. અહીં આ ભાવના વિચારવી • શબ્દાદિ વિષયો જ સૂતેલા સાધુઓને જાણતા અગ્નિની જેમ નહીં હણાયેલ શક્તિવાળા હોય છે. કેમકે કર્મબંધના અભાવના કારણભૂત અપમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી શબ્દાદિ કર્મબંધના કારણભૂત થાય છે. બીજ સૂત્રની ભાવના આ છે - જાગૃત સાધુઓનાં શકદાદિ વિષયો સુતેલાની માફક સૂતેલ, ભમથી ઢંકાયેલ અગ્નિની માફક હણાયેલી શક્તિવાળા હોય છે. કેમકે કર્મબંધના કારણભૂત પ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી કર્મબંધના કારણ થતા નથી. સંયતથી વિપરીત જ અસંયતો માટે તેને આશ્રીને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે • પ્રમાદીપણાને લઈને સુત કે જાગૃત બંને અવસ્થામાં પણ કર્મબંધના કારણ થવા વડે અપ્રતિહત શક્તિાપણાથી શબ્દાદિ વિષયો જાગૃતની જેમ જાગૃત હોય છે. [૪૬૧ સંયત અને અસંયતના અધિકારથી તેના વ્યતિકરને કહેનારા બે સૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે - અસંયત જીવો, જીવના સ્વરૂપને ઉપરંજન કરવાથી રજની માફક કમરજને ગ્રહણ કરે છે - બાંધે છે. સંત જીવો તેને તજે છે - ખપાવે છે. | [૪૬૨,૪૬૩] સંયતના અધિકારથી જ અન્ય બે સૂત્રો કહે છે, સ્પષ્ટ છે. વિશેષ એ કે - ઉપઘાત એટલે અશુદ્ધતા, આધાકમદિ સોળ પ્રકારના ઉદ્ગમ દોષો વડે ભાત, પાણી, ઉપકરણ અને સ્થાનની અશુદ્ધતા તે ઉમ ઉપઘાત. એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - પોતાથી ઉત્પન્ન થવા વડે ધાત્રી આદિ સોળ ઉત્પાદનના દોષો વડે, પરિકર્મ-વસ્ત્ર, પત્ર આદિના છેદન અને શીવવા વગેરેથી તેનો ઉપઘાતઅકલાનીયપણું. તેમાં વટાનો પસ્કિર્મ ઉપઘાત આ પ્રમાણે જાણવો ઉત્સર્ગ મા તો અખંડિત વસ્ત્ર વાપરવું. અપવાદ માર્ગમાં જે સાધુ ત્રણથી અધિક થીંગડાં આપે અને ઉન વગેરે પાંચ પ્રકારના વસ્ત્રમાંથી કોઈપણ પ્રકારના વસ્ત્રને શીવે, તે આજ્ઞાભંગાદિ દોષને પામે છે. પાત્રનો પરિકર્મ ઉપઘાત આ પ્રમાણે - ઉત્સર્ગથી બંધ વગરનું પાત્ર વાપરવું, અપવાદથી અપલક્ષણ - હુંડાદિ દોષવાળું એક, બે, ત્રણ બંધવાળું વાપરવું, આથી અધિક બંધવાળું ન વાપરવું અને વાપરવા યોગ્ય કહેલ બંધવાળું પાત્ર પણ દોઢ માસથી ઉપરાંત જે વાપરે તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે. - હવે વસતિ સંબંધી કહે છેમતા - સુકુમાર દ્રવ્યના લેપ કરવા વડે ભીંતને કોમળ કરેલ, ધૂષિત, ખડી,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy