SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ/ર/૪૫૮,૪૫૯ ૧૮૧ ૧૮૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ હે ભગવન ! શ્રમણ નિન્ય આગમ વ્યવહારને જ પ્રમુખ માને છે તો આ પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારમાં જ્યારે જ્યારે જે જે પ્રયોજનમાં જે જે વ્યવહાર ઉચિત હોય તે તે અવસરે તે તે પ્રયોજનમાં સર્વ આશંસા રહિત ગીકૃ૮ વ્યવહારને સમ્ય રીતે પ્રવતરિતો શ્રમણ નિગ્રન્થ આજ્ઞાનો આરાધક થાય છે. • વિવેચન-૪૫૮,૪૫૯ : [૪૫૮] સૂત્ર સુગમ છે. વિશેષ આ - સારી રીતે જાણવું તે પરિજ્ઞા. અર્થાત્ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાનપૂર્વકનું પ્રત્યાખ્યાન. આ પરિજ્ઞા દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં ઉપયોગરહિતને દ્રવ્યથી અને ઉપયોગવાળાને ભાવથી હોય છે. કહ્યું છે કે - “ભાવથી જાણવું અને પ્રત્યાખ્યાન કરવું તે ભાવપરિજ્ઞા છે. તેમાં ઉપધિ - જોહરણાદિ, તેથી અધિક, અશુદ્ધ કે સર્વ ઉપધિની પરિજ્ઞા તે ઉપધિપરિજ્ઞા. એ રીતે બાકીના પદો પણ જાણવા. વિશેષ એ કે - સંયમ આત્માના પાલન માટે જે સેવાય તે ઉપાશ્રય. આ પરિજ્ઞા વ્યવહારવાળાને હોય છે, તેથી વ્યવહારની પ્રરૂપણા [૪પ૯] વ્યવહરવું તે વ્યવહાર, વ્યવહાર - મુમુક્ષુની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ છે. અહીં તેનું કારણ હોવાથી જ્ઞાન વિશેષ પણ વ્યવહાર છે. (૧) TTTE - જેના વડે પદાર્થો જણાય છે. - કેવલ, મન:પર્યાય, અવધિ, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી રૂ૫. (૨) શેષ શ્રુત - આચાર પ્રકાદિ શ્રત, નવ આદિ પૂર્વોનું શ્રુતત્વ છતાં અતીન્દ્રિયાર્થ - જ્ઞાન હેતુપણાને લઈને કેવળજ્ઞાનવ અતિશયવાળું હોવાથી (આગમનો વ્યપદેશ કર્યો છે.) તે શ્રુત (વ્યવહાર). (3) જે અગીતાર્યની આગળ ગૂઢ અર્થવાળા પદો વડે દેશાંતરમાં રહેલા ગીતાને નિવેદન કરવા માટે અતિયાનું જણાવવું અને બીજા ગીતાર્થનું પણ તે પ્રમાણે પ્રાયશ્ચિત્તનું આપવું તે આજ્ઞા. (૪) સંવિજ્ઞ ગીતાર્થે દ્રવ્યાદિની અપેક્ષાએ જે અપરાધમાં જેવી રીતે જે વિશુદ્ધિ કરી હોય તેને અવધારીને જે અન્યપુરુષ, તે દોષમાં તેવી જ રીતે વિશુદ્ધિ કરાવે તે ધારણા અથવા ગચ્છ ઉપગ્રહકારીએ બતાવેલ સર્વે અનુચિત પ્રવૃત્તિના ઉચિત પ્રાયશ્ચિત પદોને વૈયાવૃત્ય કરનારા વગેરેનું જે ધારી રાખવું તે ધારણા. (૫) દ્રવ્ય-ફો-કાળ-ભાવ-પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિ વડે સેહનન, વૈર્ય આદિની હાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત દાત અથવા જે ગચ્છમાં સૂત્રથી ભિન્ન, કારણથી જે પ્રાયશ્ચિતનો વ્યવહાર પ્રવર્તેલ હોય અને બીજા ઘણા પુરુષો વડે પરંપરાને અનુસરાયેલ હોય તે જીત વ્યવહાર. આ સંબંધની ગાથા - જેમ ધીર પુરુષોએ આગમ અને શ્રત વ્યવહાર કહેલા છે તેમ હું કહું છું તે તમે સાંભળો, તે પ્રત્યક્ષ - પરોક્ષ બે ભેદે છે. પ્રત્યક્ષ પણ બે ભેદે છે - ઇન્દ્રિયજન્ય, નોઇન્દ્રિયજન્ય. ઇન્દ્રિય પ્રત્યા પણ શબ્દાદિ પાંચ વિષયમાં જાણવો. નોઇન્દ્રિય પ્રત્યક્ષ વ્યવહાર સંક્ષેપથી ત્રણ પ્રકારે - અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનરૂપ પ્રત્યક્ષ છે. જેના પરોક્ષ આગમ પણ પ્રત્યક્ષ જેવા હોય તે આગમ વ્યવહારી હોય છે. જેમ ચંદ્ર જેવા મુખવાળીને ચંદ્રમુખી કહે છે. જે ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી શ્રુતધરો આગમ દ્વારા પરોક્ષ સંબંધી વ્યવહાર પ્રત્યે પ્રવર્તે છે તે ગંધહતિ સમાન છે... જેમ નિપુણ રન વણિક જે રન જેટલા મૂાનું છે તે સારી રીતે જાણે છે. તેમ પ્રત્યક્ષજ્ઞાની વડે અપાતા પ્રાયશ્ચિત્ત વડે પુરુષ શુદ્ધ થાય છે. પરમ નિપુણ (ભદ્રબાહુ સ્વામીએ એલ] કલ્પસૂઝ અને નિર્યુક્તિને જે અર્થથી જાણે છે તે વ્યવહારી અનુજ્ઞાત છે... ઉક્ત ઝનું અનુસરણ કરીને જેમ કહેવું છે તેમ વ્યવહાર વિધિનો પ્રયોગ કરે, તેને વીતરાગ ભગવંતોએ શ્રુતવ્યવહારી કહેલ છે. અપરાક્રમી, તપસ્વી જે શુદ્ધિકાકની સમીપે જવાને માટે સમર્થ નથી અને શુદ્ધિકારક પણ દેશાંતરી આવવા શક્તિમાન નથી. આલોચના કરવા ઇચ્છુક મુનિ દેશાંતર જવાને અશક્ત હોવાથી આલોચનાચાર્યની પાસે પોતાના શિષ્યને મોકલી કહેવવડાવે કે - “હે આર્ય! આપશ્રી પાસે હું શુદ્ધિ કરવાને ઇચ્છું છું... વ્યવહાર વિધિજ્ઞ તે આલોચનાચાર્ય શ્રુતાનુસાર તે શિષ્યને ગૂઢ પદો વડે આજ્ઞા આપીને - તેને તારે આ પ્રાયશ્ચિત્ત આપવું. [આ આજ્ઞા વ્યવહાર છે.] જે અન્યનું કરાતું શુદ્ધિકરણ જેમ જોયું હોય તે ધારી સખે. ફરી તેને તેવું કારણ ઉત્પન્ન થાય, ત્યારે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-કારણ-પુરુષ વિષયમાં, તેવા પ્રકારે પ્રાયશ્ચિતને આપતો આરાધક થાય છે. [આ ધારણા વ્યવહાર કહેવાય છે.] પ્રકારમંતરે કહે છે - વૈયાવચ્ચકર શિષ્ય કે અન્ય મુનિને દેશ દેખાડતો વિચરનાર, દેશથી (અર્થપદોને વધારીને કાર્ય કરે છે તે [ચોથો ધારણા વ્યવહાર છે.] બહુશ્રુત પુરષો વડે અનેકવાર આચરીત, બીજાએ તેનો નિષેધ ન કરેલ હોય, આ પરંપરા પ્રવર્તેલ વ્યવહાર તે જીતવ્યવહાર છે. જે પ્રાયશ્ચિત, જે ગચ્છમાં આચાર્યની પરંપરાએ અવિરુદ્ધ હોય, યોગો બહુ વિધિવાળા છે [સામાચારી ભેદથી આ જીત વ્યવહાર છે આગમ આદિ વ્યવહારોમાં ઉત્સર્ગ અને અપવાદને કહે છે - કેવલ આદિ છમાંથી કોઈ પણ એક પ્રકાર, તે વ્યવહાર કરનારના કહેલ લક્ષણ, તે પાંચ વ્યવહારોની મળે અથવા તે પ્રાયશ્ચિતદાન આદિના વ્યવહાકાલમાં અથવા વ્યવહાર કરવા યોગ્ય વસ્તુના વિષયમાં કેવલ વગેરે આગમ હોય તેવા પ્રકારના આગમ વડે પ્રાયશ્ચિતદાનાદિ વ્યવહારને પ્રવતવેિ, પણ શેષ શ્રુતાદિ વડે નહીં. છ પ્રકારના આગમને વિશે પણ કેવલજ્ઞાનનો અવંધ્ય બોધ હોવાથી કેવલજ્ઞાન વડે વ્યવહાર કરે, તેના અભાવમાં મન:પર્યાય વડે, એવી રીતે પ્રધાનતરના અભાવમાં ક્રમશઃ બીજા વ્યવહારને પ્રવતવિ. હવે વ્યવહાર કરવા યોગ્ય આદિમાં તેને જો આગમ વ્યવહાર ન હોય તો જેવા
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy