SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ/ર/પર ૧૩૩ ૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૪) ૩ “ITY - ગૃહસહિત વર્તે તે સાગાર, તે જ સાગારિક - શય્યાતર, તેનો પિંડ-આહાર અને ઉપધિ ન કો. તે સિવાયની વસ્તુ શય્યાતરની ન થાય. કહ્યું છે • વાસ, રાખ, વ્રણ, મલ્લક, શય્યાસંસ્કાર, પીઠ, લેપ અને ઉપધિ સહિત શિષ્ય - આ વસ્તુ શય્યાતર પિંડરૂપ ગણાતી નથી. સાગારિક પિંડને ભોગવતા આ દોષો લાગે - તીર્થકરે નિષેધેલ હોવાથી આજ્ઞા ભંગ, નજીકમાં વસવાથી ગૃહસ્થના ઘરના આહારને જાણે છે, પરિચયથી ઉદ્ગામાદિ દોષની શુદ્ધ ન થાય, આહાર લોલુપતા, શય્યાતરનું ઘર ન છોડે, લાઘવતા થાય અને વસતિ દુર્લભ બને કે તેનો છેદ થાય. કેટલાંક શય્યાતર પિંડ પ્રતિબંધના નિરાકરણ દોષને કહે છે, કોઈ તેમાં અગ્રહણના ગ્રહણથી આસક્તિ દોષ કહે છે. કોઈ આવર્જન દોષ કહે છે આદિ. સજાનો પિંડ તે રાજપિંડ, તેને ભોગવે. અહીં ચકવર્તી આદિ રાજા જાણવા. કહ્યું છે - જે મૂઘભિસિક્ત હોય, સેનાપતિ આદિ પાંચ સહિત રાજ્ય ભોગવતો હોય તેના ઘરનો આહાર વર્જવો છે. તેનાથી વિપરીત રાજા માટે ભજના. - હવે પિંડનું સ્વરૂપ કહે છે - અશન, પાન, ખાન, સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ અને જોહરણ આ આઠ પ્રકારે રાજપિંડ છે. દોષ - આજ્ઞાભંગ આદિ, ઈશ્વર આદિ દ્વારા પ્રવેશ આદિ વ્યાઘાત, મંગલપણાની બુદ્ધિ વડે હેલણા, પ્રેરણા લોભ, એષણા વ્યાઘાત, ચૌરદિ શંકા. • સુગ-૪૫૩ - પાંચ કારણે શ્રમણ નિન્જ, રાજાના અંતઃપુરમાં પ્રવેશે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી : (૧) નગર પરૌંચથી ઘેરાયેલ હોય તેથી નગરના દ્વાર બંધ કરાયા હોય, ઘણાં શ્રમણ-બ્રાહ્મણ આહારૂાણી માટે ક્યાંય પ્રવેશ-નિગમન કરી ન શકતા હોય તો વિજ્ઞપ્તિ કરવાને અંતઃપુરમાં જઈ શકે છે. (પ્રાતિહાસિક પીઠ, ફલક, સંતાક આદિ પાછા આપવા રાજઆંતપુરમાં પ્રવેશે.. (3) દુષ્ટ આ% કે હાથી સામે આવતા ભયભીત થઈ અંતઃપુરમાં જાય.. (૪) કોઈ બીજી સહસા કે બળપૂર્વક હાથ પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે.. (૫) નગરની બહાર ભગીયા કે ઉધાનમાં ગયેલ સાધુને રાજાનું અંતઃપુર ચોતરફ વીંટીને કીડા કરવાનું કહે ત્યારે અંતઃપુરમાં રહેલ કહેવાય. આ પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ યાવત્ અંતઃપુરમાં જતા આજ્ઞા ન ઉલ્લંઘે. • વિવેચન-૪૫૩ : આજ્ઞા કે આચારને ઉલ્લંઘે નહીં, નગર હોય, બધી દિશા-વિદિશામાં અથવા સર્વતઃ એટલે ચોતરફથી ગઢ વડે વીંટાયેલ હોવાથી અને દરવાજા બંધ કરેલા હોવાથી તપસ્યા કરે તે શ્રમણ. ‘ત હણો' એમ કહેવાની પ્રવૃત્તિ વડે માહણ અર્થાત્ મૂળગુણ-ઉત્તરગુણવાળા સંયતો અથવા શ્રમણ-શાક્ય આદિ, માહણ-બ્રાહ્મણો, સમર્થ થતા નથી. ભોજન કે પાણીને માટે નગરથી નીકળવાને તેમજ નગરથી બહાર ભિક્ષાકુળોમાં ભિક્ષા કરીને પાછા આવવા. તેથી તે શ્રમણ આદિને પ્રયોજનમાં તપુરમાં રહેલ રાજાને કે પ્રમાણભૂતસણીને નિવેદન કરવા માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશે. અહીં શાક્ય આદિના પ્રયોજનમાં રાજાને જે નિવેદન કરવું તે અપવાદરૂપ છે કેમકે તેઓને અસંયત અને અવિરતપણું છે. આ નિવેદન કિંચિત્ આત્યંતિક સંઘાદિના પ્રયોજનને અવલંબન કરનારા માટે છે એમ જાણવું. તે એક. કાર્ય પૂર્ણ થવાથી જે પાછો લઈ જવાય તે પ્રતિહાર, પ્રયોજતત્વથી પ્રાતિહાસિક પીઠ આદિ, ફલક-ટેકા માટેનું પાટિયું. શા-સર્વાગીણ કુલકાદિ રૂ૫. સંતારક - ઘણું નાનું અથવા શય્યા-શયન, તેના માટે સંતાક તે શય્યા-સંતારક. * * * * • તે પાછા સોંપવા તપુરમાં પ્રવેશે, કેમકે જેની પાસેથી જે લાવેલ હોય તે ત્યાં જ મૂકવા યોગ્ય છે. તે બીજું. આવતા દુષ્ટ અશ્વાદિથી ભય પામીને અંતઃપુરમાં જાય તે ત્રીજું. બીજો કોઈ, અકસ્માત કે બળ વડે હઠથી - x • બંને ભૂજા પકડીને પ્રવેશ કરાવે તે ચોયું... નગરાદિથી બહાર બગીચા કે ઉધાનમાં ગયેલ નિર્ણને, આસન • વિવિધ પુષ્યજાતિથી શોભતો અને કાન - ચંપક વન આદિથી શોભતો. • x - ચોતથી વીંટીને કીડાદિ માટે ગયેલ વાસ કરે - આ પાંચમું કારણ.. આ નિગમન રહસ્ય છે. - અહીં ગ્રહણ સિવાય પીઠાદિનો અસંભવ હોવાથી તેનું ગ્રહણ પણ અહીં સંગ્રહ કરેલ જાણવું. અહીં ગાયા છે - સ્ત્રી ત:પુર ત્રણ પ્રકારે • વૃદ્ધ - તરુણ અને કન્યાઓનું. તે દરેક સ્વસ્થાન અને પરસ્થાનથી બે ભેદે. આ ઉક્ત પ્રકારના કોઈ પણ રાજ-અંતઃપુરમાં મુનિ પ્રવેશ કરે તે આજ્ઞાભંજક, મિથ્યાત્વ અને વિરાઘનાનો ભાજન બને. ગીતાદિ ઇન્દ્રિયોના વિષયમાં યિત જવાથી ઇ કે એષણાની શુદ્ધિ ન થાય. શૃંગાર કથાદિ કરતા સ્વને, પરને અને ઉભયને ઘણાં દોષો ઉત્પન્ન થાય તે સ્વસ્થાન સંબંધી દોષ. ગામ બહાર પરસ્થાનમાં રહેલ અંતઃપુરમાં ગયેલ સાધુને-પૂર્વોક્ત શૃંગારાદિ કથા કથન, અનેષણીય ગ્રહણાદિ દોષ થાય, ગર્વ, બાકુશિકત્વ, શૃંગાસ્થી પૂર્વકીડીતનું સ્મરણ આદિ દોષ લાગે. અનાભોગથી પ્રવેશે, વસતિ અભાવે પ્રવેશે, શય્યા સંસ્કારકાર્ચે પ્રવેશે, દુષ્ટ અશાદિ ભયથી પ્રવેશે, કુલ-ગણાદિ કાર્ય માટે પ્રવેશે. અંતઃપુર સંબંધી સૂટમાં આી વિષય કહ્યો. હવે સ્ત્રીવિષયક ક્રિયા સૂગ-૪૫૪ - પાંચ કારણે સ્ત્રી, પુરષ સાથે સમાગમ ન કરવા છતાં ગભને ધારણ કરે છે : (૧) મીની યોનિ અનાવૃત્ત હોય, પુરુષના ખલિત વીવાળા સ્થાને બેસે અને શુક્રાણુ યોનિમાં પ્રવેશી જાય. (૨) શુક યુગલ સંસ્કૃષ્ટ વા યોનિમાં પ્રવેશે (3) સ્વયં શુકમુગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૪) બીજા કોઈ શુક
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy