SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨/૪૫૦,૪પ૧ ૧૧ ૧ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અથવા ઋતુમાં પ્રથમ તે પ્રથમ પ્રાવૃત્ અથવા ચાતુર્માસ પ્રમાણ વષકાળ પ્રાટ કહ્યો છે. તેમાં ૩૦ દિવસ પ્રમાણ પ્રાવ બીજા ભાગમાં છે તેમાં વિહાર કરીને જવું ન જ કલો. પહેલા ભાગમાં ૫૦ દિન પ્રમાણમાં પણ ૨૦ દિન પ્રમાણવાળા કાળમાં જવું ન કહે, કેમકે પૃથ્વી જીવોથી વ્યાપ્ત હોય છે. કહ્યું છે - વીસ દિવસ અથવા પચાસ દિવસ અનભિગ્રહિત છે, પણ પછીનો કાળ અભિગૃહિત છે, ગૃહસ્થોને યાવત્ કારતક પૂનમ સુધી રહેવાનું જણાવવું. કોઈ મરકી આદિ ઉપદ્રવો વડે નીકળવું સંભવે છે અનભિગૃહિત કાળ છે. કહ્યું છે - અશિવ આદિ કારણોથી અથવા વરસાદનો યોગ્ય આરંભ ન થયો હોય તો ૨૦ દિવસ અને અધિકમાસ હોય તો ૫૦ દિવસ અનભિગ્રહિત રહે. -- વર્ષાકાળમાં વિહાર કરવામાં લાગતા દોષો છકાય જીવની વિરાધના, કાદવમાં કે વિષમ સ્થાનમાં પડવું, ખીલા કે કાંટાઓમાં પગ વિંધાય, નદી આદિના પ્રવાહમાં તણાવું પડે, માર્ગમાં અભિપાત થાય, ભીંજાવાના ભયે વૃક્ષાશ્રય લે તો વૃક્ષનું વાયુથી પડવાનું બને, શ્રાપદ ભય, અન્ય લોકોને ચોર કે ગુપ્તચરની શંકા, અકાયવિરાધના, અગ્નિ આરંભ ઇત્યાદિ • x • અનેક દોષ સંભવે છે. તેથી પ્રાવૃત્ ઋતુને વિશે શું કરવું ? તે કહે છે - અવધિ ભૂત એક ગામથી આગળના ગામોનું ઉલ્લંઘન ન કરવું તે પ્રામાનુગામ. તે ગામની પરંપરા વડે અથવા એક ગામથી બીજુ ગામ લઘુ અને પાછળથી વસેલ તે અનુગ્રામ તે ગ્રામાનુગામે વિહાર કરવો ન કહ્યું. તે ઉત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગ : પૂર્વવતું. વિશેષ આ - ગામમાંથી કોઈ બહાર કાઢે અથવા પાણીનો પ્રવાહ આવતા નાશી જવું પડે. કહ્યું છે કે - માનસિક પીડા હોય, દુર્મિક્ષ હોય, ભય હોય, પ્રાણીનો મહાપ્રવાહ આવે, કોઈ દ્વેષી પરાભવ કે તાડન કરે તો સાધુ વર્ષાકાળમાં પણ વિહાર કરે. વષકાળમાં વૃષ્ટિ તે વર્ષોવર્ષો અથવા વષકાળમાં આવાસથી રહેવારૂપ તે વર્ષાવાસ, તે જઘન્યથી કાર્તિક સુધી ૩૦ દિવસ પ્રમાણ, મધ્યમવૃત્તિથી ચાતુમતિ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત છે. કહ્યું છે - જઘન્યથી 90 દિવસ થાય, એંસી-નેવું- કે ૧૨૦ દિવસ એ બધા મધ્યમ છે. જો માગસરમાં વૃષ્ટિ થાય તો અપવાદે દશ દિન રહે, એ રીતે બીજા-બીજા દશ દિવસથી ૩૦ દિવસ રહે તે જ્યેષ્ઠાવગ્રહ કહ્યો અને જ્યાં માસકલા કરેલ હોય, ત્યાં જ કારણે વર્ષાવાસ સ્થિત રહે અને કારણના આલંબનથી પછી પણ માસ પર્યord રહે તો છમાસિક જ્યેષ્ઠાવગ્રહ. Twitવવા- ર - સમસ્તપણે, પત - રહેલાઓને અર્થાતુ પર્યુષણા કલા વડે નિયમવાળી વસ્તુને ગ્રહણ કરનારા મુનિઓને પર્યુષણા ક૫ તે ઉણોદરતાનું કરવું, નવ વિગઈઓનો પરિત્યાગ કરવો. પીઠ-ફલક-સંતાકનું ગ્રહણ, ઉચ્ચારદિ સંબંધી માત્રકનું ગ્રહણ, લોચ, શિયદીક્ષા ન આપવી, પહેલાં લીધેલ ભસ્મ-રાખ ડગલાદિનું તજવું, નવીન ઉપકરણ ગ્રહણ કરવું, પાંચ કોશથી આગળ જવાનું તજવું. કહ્યું છે નિશીય સૂત્રમાં દ્વાર ગાથા છે - દ્રવ્ય સ્થાપના તે આહાર વિશે ઉણોદરતા, વિગઈ ત્યાગ, સંસ્કારક-માત્રકનું ગ્રહણ, લોચકરણ, સચિત અચિતનું વોસિરણગ્રહણ-ધારણ આદિ. જ્ઞાન એ જ અર્થ - પ્રયોજન છે જેને તે જ્ઞાનાર્થ, તેનો જે ભાવ તે જ્ઞાનાર્થતા, જ્ઞાનાર્થપણા વડે, અન્ય આચાયિિદ પાસે અપૂર્વ શ્રુતસ્કંધ છે તે આચાર્ય, ભક્ત પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળો છે, તે કારણથી તેની પાસેથી જો શ્રુતસ્કંધ ગ્રહણ ન કરાય તો તે આચાર્યાદિથી શ્રુતસ્કંધનો નાશ થાય, આ કારણે તેને ગ્રહણ કરવા ગ્રામાનુગ્રામ વિચરવું કલો એ રીતે દર્શનના પ્રયોજન વડે - દર્શન પ્રભાવક શાસ્ત્રાર્થીપણા અને ચારિત્રાતાથી તો જે ક્ષેત્રમાં રહેલ હોય તે ક્ષેત્રની અનેષણા અને શ્રી આદિના દોષ વડે દુષ્ટતાથી ચાસ્ત્રિની રક્ષા માટે તેમજ તે સાધુના-X• આચાર્ય કે ઉપાધ્યાય મરણ પામે, તે કારણથી ગચ્છમાં અન્ય આચાર્યાદિના અભાવથી અન્ય ગણનો આશ્રય કરવા માટે કે તે સાધુનો આચાર્યાદિ વિશ્વાસ પામેલ હોય તે કારણથી અત્યંત રહસ્ય કાર્ય કરવાને તથા ચોમાસામાં ક્ષેત્રથી બહાર રહેનારા આચાર્ય-ઉપાધ્યાયોના વૈયાવચ્ચે કરવા માટે આચાર્યાદિ વડે મોકલેલ સાધુને વિહાર કરવો જો. કહ્યું છે - અશિવ, આહારની પ્રાપ્તિ, રાજપ, ભય, ગ્લાનિ અથવા જ્ઞાનાદિ ત્રણને માટે, આચાર્યાદિનું મરણ કે તે મોકલે ત્યારે વિહાર કલો. • સૂત્ર-૪૫ર : પાંચ અનુઘાતિક કહ્યા છે - હસ્તકર્મ કરનારને, મૈથુન સેવનારને, રાત્રિભોજન કરનારને, સગારિકપિંડ ભોગવતો, રાજપિંડ ભોગવતો. • વિવેચન-૪૫ર : અપાશ્વ - જે તપ વિશેષને લઘુકરણ રૂપ ઉદ્ઘાત નથી તે - શ્રુતમાં કહ્યું છે તેમ પ્રાયશ્ચિત તપ આપવું છે. તે પ્રતિસેવા વિશેષથી જેને છે તે અનુદ્ઘાતિકો. • (૧) હસ્તકર્મ, સિદ્ધાંત પ્રસિદ્ધ છે, તેને કરતો. (૨) મૈથુન-અતિક્રમ આદિ વડે અબ્રહ્મને સેવતો, (૩) ખવાય તે ભોજન, સત્રિને વિશે તે રાત્રિભોજન, તે દ્રવ્યથી અશનાદિ, ફોનથી સમય ક્ષેત્રમાં, કાળજી-ચતુર્ભગ છે દિવસે લીધું દિવસે ખાધુ, દિવસે લીધું - રમે ખાધું, રાત્રે લીધે દિવસે ખાધુ અને રણે લીધું રાત્રે ખાધું. ભાવથી - રાગદ્વેષ વડે ભોજન કરતો. અહીં ત્રણ ગાયા વડે દોષો જણાવ્યા છે તે ગાયા તને સામા પાTI, જો કે પ્રાસુક દ્રવ્ય હોય, તેમાં કંયુઆ, પનક આદિ દુ:ખે કરી જોઈ શકાય તેવા હોય છે. વળી પ્રત્યક્ષ જ્ઞાની-કેવલી આદિ પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા આદિના પ્રકાશથી કીડી આદિ જોઈ શકાય છે, તો પણ નિશ્ચયે અનાચીણ છે કેમકે તેથી મૂલવતની વિરાધના થાય છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy