SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૧૫ ૬૭ પ્રકૃતિના વિષયમાં અલ્પબહુત્વ બંધાદિ અપેક્ષાએ છે, સર્વથી થોડી પ્રકૃતિનો બંધક ઉપશાંત મોહાદિ છે, કેમકે તે એકવિધબંધક છે, અધિક પ્રકૃતિ બંધક ઉપશમકાદિ સૂક્ષ્મસંપરાય છે, કેમકે તે છ પ્રકારનો બંધક છે, તેથી અધિક સપ્તવિધબંધક, તેથી અધિક અષ્ટવિધ બંધક છે. સ્થિતિવિષય અલ્પ બહુત્વ - સંયતને જઘન્ય સ્થિતિબંધ છે, એકેન્દ્રિય બાદર પર્યાપ્તાને જઘન્યથી અસંખ્યાતગણો બંધ છે - x - પ્રદેશ અનુભાગ અલ્પ બહુત્વ - અનંતગુણવૃદ્ધિ સ્થાનો સર્વથી થોડા, અસંખ્યાતગુણ વૃદ્ધિ સ્થાનો અસંખ્યાતગુણા છે. ચાવત્ અનંતભાગ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે. અલ્પબહત્વ - - આઠ મૂલ પ્રકૃતિ બંધકને આયુકર્મના પ્રદેશોનો ભાગ સૌથી યોડો, નામ-ગોત્રના તુલ્ય, પણ આયુથી વિશેષાધિક, જ્ઞાનાવરણ - દર્શનાવરણ અંતરાયના તુલ્ય, પણ નામ-ગોત્રથી વિશેષાધિક, તેથી મોહનીયના વિશેષાધિક, તેથી વેદનીયના પ્રદેશો વિશેષાધિક છે. - જીવ જે પ્રકૃતિને બાંધે છે, તેના અનુભાવથી પ્રકૃતિમાં રહેલ દલિકને વીર્ય વિશેષ વડે પરિણમાવે છે તે સંક્રમ છે. કહ્યું છે - કર્મ બંધનને કરનાર જીવ, પ્રયોગ વડે અન્ય પ્રકૃતિના દલિકોને બંધાતી પ્રકૃતિમાં તેને અનુભાવ વડે પરિણમાવે છે, તે સંક્રમ છે. તેમાં પ્રકૃતિ સંક્રમ સામાન્ય લક્ષણથી જાણવા. મૂલ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિની સ્થિતિનો જે ઉત્કર્ષ કે અપકર્ષ અથવા અન્ય પ્રકૃતિ અને સ્થિતિમાં લઈ જવું તે સ્થિતિસંક્રમ. - ૪ - ૪ - અનુભાગ સંક્રમ પણ એમ જ છે. કહ્યું છે - ઉદ્વર્તન કરાયેલા રસના અંશો ઉદ્વર્તીતા - અપવર્તીતા કે અન્ય પ્રકૃતિમાં લઈ જઈ તપ કરાયેલા તે અનુભાગ સંક્રમ. - X - જે કર્મદ્રવ્ય અન્ય પ્રકૃતિ સ્વભાવથી પરિણમન કરાય છે, તે પ્રદેશ સંક્રમ. - x - નિધત્ત એટલે નિધાન કે નિહિત. ઉદ્ધર્તન અને અપવર્તન રૂપ બે કરણ સિવાય શેષ કરણોના અયોગ્યપણાએ સ્થાપવું તે નિકાચિતકર્મ છે. - x - ૪ - નિધતપણામાં સંક્રમણ અને ઉદીરણાદિકરણ પ્રવર્તતા નથી, પણ ઉદ્ધર્તન અને અપવર્તનકરણ હોય છે. પણ નિકાચિતમાં કોઈ કરણ હોતું નથી. અથવા પૂર્વબદ્ધ કર્મને અગ્નિ વડે તપાવવાથી મળેલ લોહીની શલાકા સંબંધની જેમ નિધત્ત છે અને તપાવવાથી મળેલ અને ઘણથી કુટેલ લોહશલાકા જેવું કર્મ નિકાચિત છે. નિધત્ત, નિકાચિતને વિશે પ્રકૃતિ, સ્થિતિ આદિ વિશેષ સ્વરૂપ સામાન્ય લક્ષણાનુસાર જાણવું. વિશેષથી બંધાદિ સ્વરૂપના જિજ્ઞાસુએ કર્મપ્રકૃતિ સંગ્રહણીથી જાણવું. - હમણાં અલ્પ બહુત્વ કહ્યું. તેમાં અત્યંત અલ્પ એક છે, બાકીના તે અપેક્ષાએ બહુ છે, તેથી અલ્પબહુત્વને કહેનાર પદ્મ, તિ, સર્વ શબ્દોને અવતારતા સૂત્ર કહે છે– • સૂત્ર-૩૧૬ થી ૩૧૮ : [૩૧૬] ચાર એક સંખ્યાવાળા છે - દ્રવ્ય એક, માતૃકાપદ એક, પર્યાય એક, સંગ્રહ એક... [૩૧૭] ચાર પ્રકારે વતિ [કેટલા] છે - દ્રવ્યકતિ, માતૃકા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પદકતિ, પયિકતિ, સંગ્રહકતિ... [૩૧૮] ચાર સર્વ કહ્યા - નામ સર્વ, સ્થાપના સર્વ, આદેશ સર્વ, નિવશેષ સર્વ. • વિવેચન-૩૧૬ થી ૩૧૮ : [૩૧૬] - ૪ - એક સંખ્યાવાળા દ્રવ્યાદિ એકેક કહેવાય છે. તેમાં દ્રવ્ય જ એક તે દ્રવ્ય - સચિત્તાદિ ભેદે ત્રણ પ્રકારે છે.. માતૃકાયદ એક તે માતૃકાપદ - ૩પ્પન્ને રૂ વા ઇત્યાદિ, અહીં દૃષ્ટિવાદ પ્રવચનમાં સમસ્ત નયવાદના બીજભૂત માતૃકાપદો હોય છે - કપ્પન્ને યા, વિનયે હૈં વા, વેડ઼ વા. આ માતૃકા પદોની જેમ મૈં, આ આદિ સકલ શબ્દ શાસ્ત્રના અર્થના વ્યાપાર વડે વ્યાપક હોવાથી માતૃકાપદો છે. પર્યાય એકક તે એક પર્યાય. પર્યાય, વિશેષ અને ધર્મ પર્યાયવાચી છે. તે અનાદિષ્ટ - વર્ણાદિ અને આદિષ્ટ-કૃષ્ણાદિ.. સંગ્રહ એકક-શાલિ. અર્થાત્ સંગ્રહસમુદાયને આશ્રીને જેમ એવચનપૂર્વક શબ્દ પ્રવૃત્તિ હોય છે, તેમ એક પણ શાલિનો કણ શાલિ કહેવાય છે, ઘણા શાલિ પણ શાલિ કહેવાય, કેમકે લોકમાં તેમ જ જણાય છે. - ૪ - [૩૧૭] તિ - કેટલા ? પ્રશ્નપૂર્વક અચોક્કસની જેમ સંખ્યાવાચક બહુવચનાંત છે. તેમાં દ્રવ્યો કેટલા ? તે દ્રવ્યકતિ અર્થાત્ દ્રવ્યો કે દ્રવ્યના વિષયો કેટલા છે ? એ રીતે માતૃકાપદાદિ વિશે પણ જાણવું. વિશેષ એ કે - સંગ્રહ - શાલિ, ચવ, ઘઉં, વગેરે. [૩૧૮] નામરૂપ જે સર્વ તે નામસર્વ અથવા સચિત્તાદિ વસ્તુનું સર્વ એવું જે નામ તે નામસર્વ અથવા નામ વડે સર્વ કે સર્વ એવું નામ છે જેનું તે. - ૪ - સ્થાપના - આ ‘સર્વ' છે એવી અક્ષાદિ દ્રવ્યમાં સ્થાપના અથવા સ્થાપના જ અક્ષાદિ દ્રવ્યરૂપ સર્વ તે સ્થાપના સર્વ છે. આવેશ - ઉપચારરૂપ વ્યવહાર, તે અતિ કે મુખ્ય દેશ વિભાગમાં આદેશ કરાય છે. જેમકે વિવક્ષિત ધૃતને જોઈને ઘણું ઘી ખાધું હોય અને થોડું રહ્યું હોય છતાં બધું ઘી ખાધું એમ ઉપચાર કરાય છે. મુખ્યમાં પણ તેવો ઉપચાર કરાય છે. જેમકે મુખ્ય માણસો બહાર ગયા હોય ત્યારે બધાં બહાર ગયા છે, તેમ કહેવાય છે. આ કારણે આદેશથી સર્વ તે આદેશ સર્વ અથવા ઉપચાર સર્વ છે. નિરવશેષપણે સમસ્ત વ્યક્તિના આશ્રય વડે તે નિરવશેષ સર્વ. જેમકે સર્વ દેવો અનિમેષ છે. - ૪ - સર્વ શબ્દની પ્રરૂપણા કરી તેના પ્રસ્તાવ થકી સર્વ મનુષ્ય ક્ષેત્ર પર્યન્તના તિર્થી દિશાના કૂટ કહે છે– • સૂત્ર-૩૧૯ થી ૩૨૨ - 1 [૩૧૯] માનુષોત્તર પર્વતની ચારે દિશામાં ચાર ફૂટો કહ્યા છે. તે આ - રત્નકૂટ, રત્નોચયકૂટ, સર્વરત્નકૂટ, રત્નસંચયકૂટ. [૩૨૦] જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીમાં સુષમ સુષમાનામક છઠ્ઠા આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ હતો.. જંબુદ્વીપમાં ભરત-ઐરવતમાં આ અવસર્પિણીમાં સુધમસુષમા નામક પહેલા આરામાં ચાર
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy