SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૧૩,૩૧૪ ૬૫ જેના વડે સંસ્કાર કરાય તે ઉપસ્ક-હિંગ આદિ, તેનાથી યુક્ત તે ઉપસ્કર સંપન્ન-હિંગાદિથી સંસ્કારિત ઓદનાદિ તથા સંસ્કારવું તે ઉપસ્કૃત-પાક, તેના વડે સંપન્ન ભાત, પૂડલા આદિ તે ઉપસ્કૃત સંપન્ન પાઠાંતરથી નોઉપસ્કરસંપન્ન - હિંગાદિ વડે અસંસ્કૃત ઓદનાદિ. સ્વાભાવિક પાક વિના તૈયાર કરાયેલ દ્રાક્ષાદિ તે સ્વભાવસંપન્ન. રાત્રિમાં રાખીને બનાવેલ તે પતિ સંપન્ન-ઇક આદિ, કેમકે રાત્રે પલાળી રાખેલા ખાટા રસવાળા થાય છે અથવા પરાળમાં રાખેલ આમ્રફળાદિ જાણવા હમણા કહેલ સંસારાદિ ભાવો કર્મવાળાને હોય છે તેથી બંધ ઇત્યાદિ કર્મ પ્રકરણને કહે છે– • સૂત્ર-૩૧૫ : - ચાર પ્રકારે બંધ કહેલ છે - પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ.. ચાર પ્રકારે ઉપક્રમ કહેલ છે - બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમોપક્રમ, વિપરિણામનોપક્રમ.. બંધનોપક્રમ ચાર ભેદે છે - પ્રકૃતિ · સ્થિતિ - અનુભાવ - પ્રદેશ બંધનોપક્રમ.. ઉદીરણોપક્રમ ચાર ભેદે છે :- પકૃતિ - સ્થિતિ અનુભાવ - પ્રદેશ ઉદીરણોપક્રમ.. ઉપશમોક્રમ ચાર ભેદે છે - પ્રકૃતિ " સ્થિતિ - અનુભાવ - પ્રદેશોપશોપક્રમ.. વિપરિણામ ઉપક્રમ ચાર ભેદે છે . પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશથી. ચાર ભેદે અલ્પબહુત્વ કહ્યું છે - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશ અબહુત્વ. ચાર ભેદે સંક્રમ કહ્યો છે - પકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશ સંક્રમ.. ચાર ભેદે નિધત્ત કહ્યો છે - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશનિધત.. ચાર ભેદે નિકાચિત છે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. • વિવેચન-૩૧૫ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - જીવને સકષાયપણાથી કર્મને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થવું તે બંધ. તેમાં કર્મની પ્રકૃતિના જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદો છે. તે પ્રકૃતિઓનો કે સામાન્યથી કર્મનો બંધ તે પ્રકૃતિબંધ.. સ્થિતિ - પ્રકૃતિઓનું જ અવસ્થાન જઘન્યાદિ ભેદ ભિન્ન તેનો બંધ કે નિર્વર્તન તે સ્થિતિબંધ.. અનુભાવ એટલે વિપાક-તીવ્રાદિ ભેદે રસ, તેનો બંધ તે અનુભાવબંધ.. જીવના પ્રદેશોમાં પ્રત્યેક પ્રકૃતિના નિયત નિયત પરિણામવાળા અનંતાનંત કર્મપ્રદેશોનો બંધ થવો તે પરિમિત પરિણામ વિશિષ્ટ મોદકના બંધ જેવો પ્રદેશબંધ. મોદક દૃષ્ટાંત વર્ણવે છે - જેમ કોઈ મોદક [લાડુ લોટ, ગોળ, ઘી અને સૂંઠાદિથી બાંધ્યો હોય, કોઈ વાતહર, કોઈ પિત્તહર, કોઈ કફહર, કોઈ માસ્ક, કોઈ બુદ્ધિકર, કોઈ વ્યામોહકર હોય છે. એ રીતે કોઈ કર્મપ્રકૃતિ જ્ઞાનને આવરે છે, કોઈ દર્શનને, કોઈ સુખદુઃખાદિ વેદનાને ઉત્પન્ન કરે છે. વળી જેમ તે જ મોદકના નાશ ન થવારૂપ સ્વભાવ વડે કાળની મર્યાદારૂપ સ્થિતિ હોય છે, એ રીતે કર્મનો પણ નિયતકાળ અવસ્થાન તે સ્થિતિ બંધ છે. તે જ મોદકનો સ્નિગ્ધ-મધુરાદિ એકગુણદ્વિગુણાદિ ભાવથી રસ હોય તેમ કર્મનો પણ દેશ-સર્વઘાતિ શુભાશુભ તીવ્રમંદાદિ 6/5 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અનુભાગબંધ હોય છે. તથા તે મોદકના લોટ આદિ દ્રવ્યોનું પરિણામત્વ છે એ રીતે કર્મના પુદ્ગલોનું પ્રતિનિયત પ્રમાણ પ્રદેશબંધ છે. જેના વડે કરાય છે તે ઉપક્રમ-કર્મનું બંધનત્વ, ઉદીતિત્વાદિ પરિણમવાના હેતુભૂત જીવની શક્તિ વિશેષરૂપ. ‘ઉપક્રમ’ એ કરણ શબ્દથી રૂઢ છે. અથવા ઉપક્રમણ-બંધનાદિનો આરંભ. તેમાં બંધ કર્મપુદ્ગલ અને જીવપ્રદેશોના પરસ્પર સંબંધરૂપ છે. આ સૂત્ર માત્ર બદ્ધ લોહશલાકા સંબંધરૂપ ઉપમાવાળું જાણવું. તેનો ઉપક્રમ તે બંધનોપક્રમ અથવા ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલ કર્મનું બંધનરૂપ કરવું તે જ ઉપક્રમ - વસ્તુ પકિર્મરૂપ બંધનોપક્રમ - x - એ રીતે બીજા ઉપક્રમ સંબંધે ૬૬ weg – વિશેષ એ કે - કર્મના ફળોનો કાળ અપ્રાપ્ત છતાં ઉદયમાં લાવવો તે ઉદીરણા. કહ્યું છે - ઉદયાવલિકાની ઉપરની સ્થિતિથી આકર્ષીને ઉદયમાં લાવવું તે ઉદીરણા, તે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશ ચાર ભેદે છે. તથા ઉદય-ઉદીરણાનિધત-નિકાચના કરણના અયોગ્યત્વથી કર્મનું અવસ્થાપન તે ઉપશમના છે. ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ એ ત્રણ કરણો ઉપશમનામાં હોય છે. તથા વિવિધ પ્રકાર - સતા, ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદ્ઘર્દન, અપવર્તનાદિ સ્વરૂપ વડે કર્મોનું, પર્વત ઉપરથી પડતી નદી - પત્થર ન્યાયથી કે દ્રવ્યક્ષેત્રાદિ કરણવિશેષથી બીજી અવસ્થાને પમાડવું તે વિપરિણામના, તે બંધનાદિ અને અન્ય ઉદયાદિ વિશે હોય છે. તે સામાન્યરૂપે હોવાથી જુદી કહી છે. – બંધનોપક્રમ અર્થાત્ બંધનકરણ ચાર ભેદે છે - પ્રકૃતિ બંધનનો ઉપક્રમ જીવનો યોગરૂપ પરિણામ છે, એ પ્રકૃતિબંધનો હેતુ છે, સ્થિતિ-બંધન પણ એમ જ છે. વિશેષ એ કે - તે કષાયરૂપ છે કેમકે સ્થિતિનો કષાય હેતુ છે. અનુભાગબંધનો ઉપક્રમ પણ પરિણામ જ છે. પણ તે કષાયરૂપ છે. પ્રદેશબંધન ઉપક્રમ યોગરૂપ જ છે. કહ્યું છે - યોગથી પ્રકૃત્તિ અને પ્રદેશબંધ કરે છે, કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ કરે છે. અથવા પ્રકૃતિ આદિ બંધનોના આરંભ તે ઉપક્રમ, એ રીતે બધે જાણવું. જે મૂલપ્રકૃતિ કે પ્રકૃતિના દલિકોને, વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં લવાય તે પ્રકૃતિ ઉદીરણા, જે ઉદયમાં આવેલ સ્થિતિ સાથે વીર્યથી જ ઉદયમાં ન આવેલ સ્થિતિને અનુભવાય તે સ્થિતિઉદીરણા. ઉદય પ્રાપ્ત રસ સાથે અપ્રાપ્ત રસને જે ભોગવાય તે અનુભાગ ઉદીરણા. ઉદયપ્રાપ્ત નિયત પરિણામવાળા કર્મપ્રદેશો સાથે અપ્રાપ્ત ઉદયમાં ન આવેલ નિયત પરિણામવાળા કર્મપ્રદેશોનું ભોગવવું તે પ્રદેશઉદીરણા. અહીં પણ કપાય અને યોગ પરિણામ કે આરંભ એ ઉપક્રમ છે. પ્રકૃતિ, ઉપશમન, ઉપક્રમ આદિ ચારે ઉપક્રમો, સામાન્ય ઉપશમનરૂપ ઉપક્રમ અનુસારે જાણવા. પ્રકૃતિ વિપરિણામના ઉપક્રમ આદિ સામાન્ય વિપરિણામનારૂપ ઉપક્રમના લક્ષણ મુજબ જાણવું. પ્રકૃતિપણા આદિ વડે પુદ્ગલોને પરિણમવા વડે સમર્થ જીવનું વીર્ય તે ઉપક્રમ. અલ્પ - થોડું, વધુ - ઘણું, તે અલ્પબહુ, તેનો ભાવ તે અલ્પબહુત્વ, - x -
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy