SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૦૧ પ૬ પણ અશુચિ છે, અશુચિ કારણથી ઉત્પન્ન, અશુચિથી જન્મેલું ઇત્યાદિ આત્મશરીર સંવેગની કથા, મૃતકશરીરના કથનરૂપ પરશરીર સંવેગની. આલોકમાં દુકૃત્યો, આ લોકમાં દુઃખ એ જ કર્મરૂપ વૃક્ષથી ઉત્પન્ન થયેલ હોવાથી • x • તે દુ:ખ ફળ વિપાક વડે સંયુક્ત થાય છે. ચોર આદિ માફક આ નિર્વેદની કથાનો પહેલો ભેદ. નાકોની માફક એ બીજો ભેદ, ગર્ભથી લઈને વ્યાધિ, દારિદ્યાદિથી પરાભૂત એ ત્રીજો ભેદ, અશુભ કર્મથી ઉત્પન્ન અને નરકને યોગ્ય કમને બાંધતા ગીધાદિ માફક ચોથો ભેદ. આ લોકમાં સુચીણ ચૌભંગી - ૧- તીર્થકરને દાન દાતા, ૨સુસાધુ, 3તીર્થકર, ૪- દેવ ભવસ્થ તીર્થકરાદિ. વચન કહીને કાય વિશેષ કહે છે • સૂત્ર-3૦૨,303 - [3] ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ કૃષ અને કૃષ હોય, કોઈ ફૂલ પણ દેઢ હોય, કોઈ દેઢ પણ કૃશ હોય, કોઈ દઢ અને ૐ હોય... ચાર ભેદ પુરુષ છે . કોઈ કૃશ અને કૃશ શરીર હોય, કોઈ કૃશ અને દઢ શરીર હોય, કોઈ દઢ અને કૃશ શરીર હોય, કોઈ ઢ અને ઢ શરીર હોય... ચાર પ્રકારે પુરુષ છે - (૧) કોઈ કૃશ શરીરને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, પણ દેઢ શરીરીને નહીં, (૨) કોઈ % શરીરીને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, પણ કૃશ શરીરને નહીં (૩) કોઈ કૃશ શરીરીને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ઢ શરીરીને પણ થાય છે, (૪) કોઈ કૃશ શરીરને જ્ઞાન દશનિ ઉત્પન્ન થતા નથી અને ઢશરીરીને પણ ઉત્પન્ન થતા નથી. [33] ચાર કારણે નિર્ગસ્થ અને નિગ્રન્થીને આ સમયમાં કેવળ જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ઇચ્છા છતાં ઉત્પન્ન ન થાય. તે - (૧) વારંવાર શ્રી કથા, ભકત કથા, દેશ કથા, રાજ કથાને કહેનાર હોય છે. (૨) જે પોતાના આત્માને વિવેક અને વ્યસગથિી ભાવિત ન કરે, (3) રાત્રિના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરતા નથી. (૪) પાસુક, ઓષણીય, અલ્પ આહાર માટે સામુદાનિક સમ્યફ ગવેષણા ન કરે. આ ચાર કારણે નિર્થીિ-નિગ્રન્થીઓને ચાવતુ કેવળ ઉત્પન્ન ન થાય. ચાર કારણે નિર્મન્થ-નિગ્રન્થીઓને અતિશય જ્ઞાનદશનની ઇરછા હોય તો ઉત્પન્ન થાય છે - (૧) આ કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા ન કહે, (૨) વિવેક અને યુન્સપૂર્વક આત્માને ભાવિત કરે, (3) રાશિના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરે અને (૪) પ્રાસુક, એષણીય, અલ્ય આહાર માટે સામુદાનિક સમ્યફ ગવેષણા કરે. આ ચાર સ્થાને નિગ્રન્થ-નિગ્રન્થીઓ ચાવત જ્ઞાનાદિ પામે. • વિવેચન-૩૦૨,૩૦૩ : [૩૦૨] સૂગ સુગમ છે. વિશેષ આ - શ - પાતળું શરીર, પૂર્વે પણ કૃશ અને પછી પણ કૃશ, અથવા ભાવથી સવાદિ વડે હીન, શરીરાદિથી પણ કુશ. એ રીતે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિપરીતપણે દંઢને જાણવો... પૂર્વસૂત્રના અર્થથી વિશેષ શરીરને આશ્રીને બીજું સૂત્ર છે, તેમાં ભાવથી કૃશ આદિ જાણવું. શેષ સુગમ છે. ચતુર્ભગી વડે કૃશના જ્ઞાનોત્પાદને કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - વિશેષ તપ વડે ભાવિત કૃશ શરીરીને શુભ પરિણામના સંભવ વડે જ્ઞાનાવરણ આદિ ક્ષયોપશમાદિ ભાવથી જ્ઞાન અને દર્શન કે જ્ઞાન સહ દર્શન, તે છાપાસ્થિક અથવા કૈવલિક ઉત્પન્ન થાય છે. દેઢ શરીરવાળાને થતું નથી. કેમકે અત્યંત મોહ વડે તથાવિધ શુભ પરિણામ અભાવથી ક્ષયોપશમાદિનો અભાવ છે. તથા દેઢ સંઘયણવાળાને અપમોહ હોય તો પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, કેમકે સ્વસ્થ શરીરથી મન સ્વાચ્ય વડે શુભ પરિણામના ક્ષયોપશમ આદિ ભાવ હોય છે, કૃશ શરીરવાળાને અસ્વાથ્યથી જ્ઞાનાદિ ઉત્પન્ન ન થાય. ત્રીજો ભેદ કૃશ કે દેઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય. કેમકે વિશિષ્ટ સંઘયણ સહિત અલામોહવાળાને શુભ પરિણામ ભાવથી કૃશત્વ કે દૃઢત્વની અપેક્ષા રહેતી નથી... ચોથો ભંગ સ્પષ્ટ છે. જ્ઞાનદર્શનના ઉત્પાદ કહ્યો. હવે તેનો વ્યાઘાત કહે છે [33] સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - નિગ્રંથીના ગ્રહણથી સ્ત્રીઓને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે કહ્યું. પ્રત્યક્ષની જેમ આ વર્તમાન સમયમાં શેષમતિ આદિ, ચાઈનાદિને અતિકાંત - અવબોધાદિ ગુણોથી આગળ વધી અતિશયવાળું - કેવલજ્ઞાન, દર્શન, અહીં જ્ઞાનની ઇચ્છાવાળાને પણ ઉત્પન્ન થતું નથી એવો અર્થ જાણવો. જ્ઞાનાદિના અભિલાષના અભાવથી (૧) વિકથા કરવાના સ્વભાવવાળાને, (૨) અશુદ્ધિના ત્યાગ વડે, (3) કાયાના સુત્સર્ગ વડે, સમિનો પહેલો ભાગ અને પાછલો ભાગ, તે કાલ સમયમાં, કુટુંબ જાગરિકાના નિષેધ વડે ધર્મપ્રધાન જાગરિકા-ભાવ ચિંતવના કરે. ને કહ્યું છે કે - મેં શું કર્યુ? બાકી શું છે ? શું કરવા યોગ્ય છે ? હું તપ તો કરતો નથી. એવી રીતે પૂર્વ-પશ્ચિમ સમિમાં જાગૃત રહી વિચારે. અથવા મારે શું અવસર છે ? અવસર યોગ્ય ઉચિત શું છે? વિષયો સાર છે, સાથે જનારા નથી, પરિણામે વિરસ છે, મૃત્યુથી ભયંકર છે, એમ ચિંતવે. • x • તે ધર્મજાગરિકા કરનાર જાણવો. તથા પ્રાસુક-જેમાંથી ઉચ્છવાસાદિ પ્રાણો ગયેલ છે - તે નિર્જીવ વસ્તુ, ઉદ્ગમાદિ દોષરહિતપણે ગવેષણા કરાય છે તે એષણીય, થોડું-થોડું ગ્રહણ કરાય તે ઉછ-ભાપાન, ભિક્ષાની યાચના તે સામુદાનિક, તે સમ્યક્ રીતે ન શોધી, એ રીતે કેવળજ્ઞાન ન થાય. આનાથી વિપરીત સૂત્ર સુગમ છે. હવે નિર્ગુન્થ માટે નિષેધ સૂત્રો કહે છે. • સૂગ-3૦૪ થી ૩૦૭ : [30] સાધુ-સાદનીને ચાર મહા પડવાએ સ્વાધ્યાય કરવો ન કો, તે આ • અષાઢી પડવો, આસોનો પડવો, કાર્તિકી પડવો, ચૈત્રી પડવો (પડવો એટલે વદ એકમ.]...
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy