SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૩/૧૯૧ થી ૧૯૩ ૧૯૩ આધારે રહેલા છે, પછી ત્રણ ઘનવાયુ પ્રતિષ્ઠિત છે, પછીના ત્રણ ઉભય પ્રતિષ્ઠિત છે, તેની ઉપરના બધા આકાશ પ્રતિષ્ઠિત છે. અવસ્થિત - શાશ્વત વિમાનો, વૈત્રય - ભોગાદિ અર્થે ચેલા છે. ભગવતી સૂત્રમાં તેથી કહ્યું છે - હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક દિવ્ય કામભોગોને ભોગવવાની ઇચ્છાવાળો થાય ત્યારે તે કેવી રીતે કરે છે ? હે ગૌતમ ! તે દેવેન્દ્ર દેવરાજ શક એક મહાન ચકધારા માફક ગોળ વિમાનને એક લાખ યોજન લાંબુપહોળું વિકર્ષે છે યાવત્ પ્રાસાદાવર્તાસકમાં તે દેવેન્દ્ર દેવરાજ શક્ર સપરિવાર આઠ અગ્રમહિણી સહિત, બે સેના સહિત મહાનું નૃત્યને જોતો યાવત્ દિવ્ય કામભોગોને ભોગવતો વિચરે છે. - જેનું તિછલોકમાં આવવાનું પ્રયોજન છે તે પારિવાનિક વિમાન કહેવાય. તે પાલક, પુષ્પક આદિ વિમાન છે .. આ રીતે દેવો કહ્યા, હવે વૈક્રિયાદિના સાધચ્ચેથી નાકોનું નિરૂપણ કરે છે. • સૂત્ર-૧૯૪ - ઐરયિકો ત્રણ પ્રકારે છે . સમ્યગ્દષ્ટિ, મિચ્છાદેષ્ટિ, સમ્ય-મિથ્યાદષ્ટિ. એ પ્રમાણે વિકલેન્દ્રિયને વજીને ચાવતુ વૈમાનિક પર્યન્ત ત્રણ દષ્ટિ હોય છે. ત્રણ દુગતિઓ કહી છે - નૈરસિકદુર્ગતિ, તિર્યંચગતિ, મનુષ્યદુગતિ. ત્રણ સુગતિઓ કહી છે - સિદ્ધિસદ્ગતિ, દેવસદ્ગતિ, મનુષ્યસંગતિ. ત્રણ દુગો કહેલા છે - નૈરયિકદુર્ગતો, નિયચિદુર્ગતો, મનુષ્યદુર્ગતો. ત્રણ સુગતો કહેલા છે - સિદ્ધસુગતો, દેવસુગતો, મનુષ્યસુગતો. • વિવેચન-૧૯૪ - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - નાકોની દૃષ્ટિથી નિરૂપણ કર્યું છે. બીજા જીવો પણ આવા પ્રકારે છે એવો અતિદેશ કર્યો છે. વિશેષ એ કે - એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો વિના નારકની જેમ ત્રણ પ્રકારે દંડક કહેવો. જે કારણથી પૃથ્વી આદિને મિથ્યાવ જ છે, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયને મિશ્રદૈષ્ટિ નથી. તેથી તેમને ન લીધા.] - ત્રણ પ્રકારના દર્શનવાળા દુર્ગતિ અને સુગતિના ચોગથી દુર્ગત અને સુગત હોય છે. જેથી દુર્ગતિ આદિ બતાવવા ચાર સૂત્રો કહ્યા. તે સ્પષ્ટ છે. તેમાં જે ઉત્કૃષ્ટ દુષ્ટ ગતિ તે દુર્ગતિ. મનુષ્યોને વિવક્ષા વડે દુર્ગતિ છે, તેમને સુગતિ પણ કહી છે. દુર્ગતા-દુ:ખમાં રહેનારા, સુનીતા - સુખમાં રહેનારા. સિદ્ધ આદિ સુગતો તો તપસ્વી હોવાથી થયા છે. તેથી તપસ્વીઓનું કર્તવ્ય અને પરિહાર કરવા યોગ્ય કહે છે— • સૂત્ર-૧૯૫ - ૧-ચતુર્થભકત કરેલ ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કહ્યું - ઉત્તેદિમ, સંસેકિમ, ચોખાનું ધોવાણ... ર-છભકિસ્તક ભિક્ષુને ત્રણ સ્થાનકનો સ્વીકાર કશે . તિલોદક, વયોદક, જળોદક.. 3-અક્રમભક્તિક ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કો-આયામક, સૌવીસ્ક, શુદ્ધ વિકટ... ૪-ત્રણ ઉપહd [ભોજન સ્થાને ૧૯૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અર્પિત આહાર કહ્યા છે-ફલિક ઉપ૪, શુદ્ધ ઉપd, સંસ્કૃષ્ટ ઉપક્ત પ-ત્રણ પ્રકારે અવગ્રહિત આહાર છે - દેનાર હાથ વડે આપે છે, સાહરિત, બયેલો આહાર પિઠાદિમાં નખાય છે તે... -ત્રણ પ્રકારે ઉણોદરી કહી છે • ઉપકરણ ઉણોદરી, ભકપાન ઉરોદરી, ભાવ ઉણોદરી...ઉપકરણ ઉણોદી ત્રણ ભેદે - એક વા, એક પાત્ર, સંયમીની ઉપાધિ રાખવી તે. ૮-ત્રણ સ્થાનો નિplભ્યો અને નિpીને અહિતને માટે, અસુખને માટે, અયુક્તને માટે, અનિશ્રેયસને માટે, આનાનુગામિયતપણે થાય છે - આકંદન, કકળાટ, અપધ્યાન... ૯-ત્રણ સ્થાનો સાધુ-સાદનીને હિતને માટે, સુખને માટે, યુકતપણાને માટે, મોક્ષને માટે, આનુગામિકપણાએ થાય છે - દુ:ખમાં દીનતા કકળાટનો અભાવ, અશુભ ધ્યાન રહિતતા. ૧૦-શલ્યો ત્રણ પ્રકારે છે - માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાદશનશલ્ય. ૧૧-ત્રણ સ્થાને શ્રમણ નિર્ગસ્થ સંક્ષિપ્ત-વિપુલ વેજલેશ્યાવાળો થાય છે - આતાપના લેવાથી, ક્ષમાં રાખવાથી, નિર્જળ તપ કરવાથી. ૧-ત્રિમાસિક ભિક્ષુપતિમા અંગીકાર કરનાર આણગારને ભોજનની ત્રણ દતિ ગ્રહણ કરવી કહ્યું અને ત્રણ દક્તિ પાણીની લેવી કહ્યું. ૧૩-એકરાગિકી ભિક્ષુપતિમાનું સમ્યફ અનુપાલન ન કરનાર સાધુને આ ત્રણ સ્થાનક અહિતાર્થે, અસુખા, અયુક્તપણાર્થે, અનિધ્યેયસાથે અને નાનુગામીપા માટે થાય છે. તે આ • ઉન્માદને પામે, દીર્ધકાલિક રોગાતકને પામે તથા કેલિપદ્ધ ધર્મથી ભ્રષ્ટ થાય... ૧૪-એક વિકી ભિક્ષ પ્રતિમાને સારી રીતે નપાલન કરનાર અણગારને મણ સ્થાનક હિતાર્થે, સુખાર્થે યોગ્ય માટે, મોક્ષાર્થે, આનુગાર્મિકતાએ થાય છે. તે આ પ્રમાણે - અવધિજ્ઞાનની પ્રાપ્તિ, મનઃપવિજ્ઞાનની પ્રાપ્તિ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ • વિવેચન-૧૯૫ - ઉક્ત ચૌદ સૂત્રો સ્પષ્ટ છે - વિશેષ એ કે - ઉપવાસથી પૂર્વના દિવસે એક, ઉપવાસને દિવસે બે અને પારણાદિને એક એમ ચાર ભક્ત-ભોજન જે તપમાં જોડાય છે, તે ચતુર્થભક્ત, તે જેને છે તે ચતુર્થભક્તિક, એ રીતે છૐ આદિમાં પણ જાણવું. આ શબ્દની વ્યુત્પત્તિ માત્ર છે, પ્રવૃત્તિ તો ચતુર્થ ભકતાદિ શબ્દોની એક ઉપવાસ આદિ છે. યાસીને લેવાનો સ્વભાવ અથવા યાચવા વડે જેને સાધુકારિતા છે તે ભિક્ષુ. અથવા ભૂખને ભેદે તે ભિક્ષુ. ૧-આવા ભિાને આવું પાનક-પાણીનો આહાર કો • ઉસ્વેદિમ એટલે ઉકાળેલું પાણી - જે પાણી ડાંગર આદિના લોટ કે મદિરા માટે ઉકાળાય છે. તથા શેકથી બનેલું તે સંસેકિમ - અરણી આદિ પત્રના શાકને ઉકાળીને જે શીતલ જળ વડે સિંચન કરાય છે. તથા ચોખાનું ધોવાણ પ્રસિદ્ધ છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy