SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૩/૧૯૧ થી ૧૯૩ વિમાન, આભરણને જોઈને, -- કરમાયેલ કલ્પવૃક્ષને જોઈને, -૩- પોતાની હાનિ પામતી શરીરની કાંતિને જાણીને. આ ત્રણ કારણે દેવ “વીશ” તે જાણે. ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત થાય છે -૧- અહો ! આ આવા સ્વરૂપવાળી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યો, મેળવ્યો, સન્મુખ થયો, તે ઋદ્ધિ આદિ મારે છોડવા પડશે - મારે વવું પડશે. -- અહો! માતાની રજ અને પિતાનું વીર્ય, તે બંને એકત્ર થયેલનો સૌ પ્રથમ આહાર કરવો પડશે... -૩. અહો! મારે માતાના જઠરના મળમય, અશુચિમય, ઉદ્વેગ કરનારી ભયંકર એવી ગર્ભરૂપ વસતિમાં વરાવું પડશે. - આ ત્રણ સ્થાનક વડે દેવ ઉદ્વેગ પામે છે. ૧૯૫ [૧૯૩] વિમાનો ત્રણ સંસ્થાનવાળા કહ્યા છે - ગોળ, ત્રિકોણ, ચોરસ. તેમાં જે વૃત્ત વિમાનો છે, તે કમલની કણિકાના સંસ્થાને સંસ્થિત છે, તેની ચારે તરફ પ્રાકાર છે, એક પ્રવેશદ્વાર છે. જે ત્રિકોણ વિમાન છે, તે શીંગોડાના આકારે સંસ્થિત છે, તે બે બાજુ પાકારથી વીંટાયેલા, એક બાજુ વેદિકાથી ઘેરાયેલા અને ત્રણ દરવાજાવાળા કહેલા છે. જે ચોરસ વિમાનો છે તે અાગ સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફ વેદિકાથી વીંટાયેલા તેમજ ચાર દ્વાર વાળા છે. વિમાનો ત્રણ આધારો વડે પ્રતિષ્ઠિત છે - ઘનોદધિ પ્રતિષ્ઠિત, ઘનવાત પ્રતિષ્ઠિત, અવકાશાંતર પ્રતિષ્ઠિત... વિમાનો ત્રણ પ્રકારે છે - અવસ્થિત, વૈકુર્તિત અને પારિયાનિક. - વિવેચન-૧૯૧ થી ૧૯૩ : [૧૯૧] પાદેન્ત - અભિલાષા કરે, આર્યક્ષેત્ર - ૨૫॥ જનપદ પૈકી કોઈપણ મગધ આદિ. સુકુલ-ઈક્ષ્વાકુ વગેરેમાં, દેવલોકથી આવનારને, માનાતિ જન્મ અથવા આવવું તે - આગતિ, સુકુલપ્રત્યાજાતિ અથવા સુકુલ પ્રત્યાયાતિ, તેમાં. परितप्यज्ज - - પશ્ચાત્તાપ કરે છે. ો - વિસ્મય, સ્મૃતિ - વિધમાન શારીરિક બલ અને જીવઆશ્રિત વીર્ય હોતા, પુરુષાર - અભિમાન વિશેષ, પામ - નિષ્પાદિત સ્વવિષયમાં અભિમાન હોતા, ક્ષેમ - ઉપદ્રવ અભાવે, સુમિક્ષ - સુકાળ, નિરોગી દેહ વડે સામગ્રીનો સદ્ભાવ રહેતા, હું ઘણું શ્રુત ભણ્યો નહીં. (એક કારણ] વિષયતૃષ્ણામાં ક્ત બનીને, આ લોકની આસક્તિથી દીર્ઘ શ્રામણ્યને પાળ્યું નહીં. [બીજું કારણ]...તથા દ્ધિ - આચાર્યત્વ આદિમાં નરેદ્ર આદિ થકી પૂજા, મનોજ્ઞ મધુરાદિ રસો, સુખ એ મહા આદરવાળા વિષયો છે જેને તે ઋદ્ધિ, રસ અને સાતાગુરુક, તેના વડે અથવા એ ઋદ્ધિ વડે ગુરુક, તેઓની પ્રાપ્તિમાં અભિમાનથી અને અપ્રાપ્તિમાં યાચનાથી અશુભ ભાવ વડે પ્રાપ્ત કર્મના ભાર વડે ભારે થઈને, ભોગ-કામમાં આશંસા, નહીં મળેલની પ્રાર્થના, મળેલ વિષયમાં અતૃપ્તિ જેને છે તે ભોગાશંસાવૃદ્ધ છે - ૪ - પાઠાંતરથી ભોગરૂપ આમિષમાં વૃદ્ધપણાથી, નિરતિચાર ચાસ્ત્રિ સ્પ નહીં [ત્રીજું કારણ] - ૪ -- સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૧૯૨] વિમાન અને આભરણોનું નિસ્તેજપણું ઉદ્વેગવાળું છે અથવા તે ચક્ષુના વિભ્રમરૂપ છે. મુવા - ચૈત્યવૃક્ષને, તેમનેમાં - શરીરની કાંતિને અથવા સ્વસ્થતાને, ઇત્યાદિ રહસ્ય છે. આ પ્રકારના ચિહ્નો દેવોના ચ્યવનકાળમાં થાય છે. કહ્યું છે કે - પુષ્પમાળાનું કરમાવું, કલ્પવૃક્ષનું કંપવું, લક્ષ્મી અને લજ્જાનો નાશ, વસ્ત્રોનો રંગ ઝાંખો થવો, દીનતા, તંદ્રા, કામરાગ, અંગભંગ, દૃષ્ટિભ્રાંતિ, કંપારી અને અરતિ હોય છે. ઉદ્વેગ-શોક, મારે અહીંથી ચ્યવવું પડશે એ એક કારણ... માતાનું ઓજ-લોહી, પિતાનું શુક્ર, તેવા પ્રકારનું કંઈપણ મળેલામાં અતિ મળેલું તે ઓજ અને શુક્રનું દ્વિપણું તે તદુભય, તે ઉભયસંસૃષ્ટ કે ઉભય સંશ્લિષ્ટ, આવા પ્રકારનો આહાર, તે ગર્ભકાળની પ્રથમ અવસ્થામાં - પ્રથમ સમયમાં જ હશે. એ બીજું કારણ. નમન - જઠર દ્રવ્યના સમૂહરૂપ, તે જ નંદ્યાન - કાદવ છે જેણીમાં, તેવી તથા તેવી અશુચિરૂપ, ઉદ્વેગ કરનારી, ભય કરનારી એવી ગર્ભરૂપ વસતિમાં વસવું પડશે. આ ત્રીજું કારણ છે. અહીં બે ગાથા છે - દેવલોકમાં દિવ્યાભરણ વડે ભૂષિત શરીરવાળા દેવો પણ ત્યાંથી ચ્યવે છે. તેથી તેઓને તે દારુણ-દુઃખ છે. દેવસંબંધી વિમાનોના વૈભવને અને પોતાને દેવલોકથી ચ્યવવું પડશે, તેને ચિંતવીને તે દેવોને થાય છે કે અમારું હૃદય કાંકરા સમાન નિષ્ઠુર અને અતિ બલિષ્ટ છે કે જેથી ફાટતું નથી. - આ રહસ્ય છે. ૧૯૬ [૧૯૩] હવે દેવ વક્તવ્યતા પછી તેના આશ્રયવાળા વિમાનોને કહે છે - સૂત્રો સ્પષ્ટ જ છે. કેવળ ત્રણ સંસ્થાનો છે જેઓને તે અથવા ત્રણ પ્રકાર વડે સંસ્થિત છે, તે ત્રિસંસ્થિત વિમાનો. તેની મધ્યે પુષ્કર કર્ણિકા એટલે પાનો મધ્ય ભાગ તે જ કણિકા, ગોળાકારે અને ઉપરના ભાગે સમ હોય છે. સવ્વત - એટલે દિશાઓમાં, સમન્તાત્ - વિદિશાઓમાં, સિંધાત્તુળ - ત્રિકોણ-જલજ ફળ વિશેષ, એક જ દિશામાં વૃત્ત વિમાન છે. અવાકળ - ચોરસ, તે જાણીતું છે. વેવિા - મુંડ પ્રાકાર સ્વરૂપ, આ કહેલ ક્રમ પ્રમાણે આ વિમાનો આવલિકા પ્રવિષ્ટ હોય છે. પુષ્કાવકીર્ણ વિમાનો તો છૂટા પણ હોય છે. તેની ગાથા - સર્વે પ્રસ્તર મધ્યે વૃત્ત, તે પછી ત્રસ, પછી ચોરસ વિમાનો હોય છે. તે પછી વૃત્ત, પછી ત્રિકોણ, પછી ચોરસ એમ આવલિકા અંત પર્યન્ત જાણવું. વૃત્ત વિમાનની ઉપર વૃત્ત, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચોરસ ઉપર ચોરસ હોય છે. એ રીતે ઉર્ધ્વ વિમાનોની શ્રેણિઓ છે. વલયના આકારની જેમ વૃત્ત, શીંગોડા આકારે ત્રિકોણ, અખાડા આકારે ચોસ કહ્યા. બધાં વૃત્ત વિમાનો એક દ્વારવાળા, ત્રિકોણ ત્રણ દ્વારવાળા, ચોરસ ચારદ્વારવાળા છે. વૃત્તવિમાનો ગઢ વડે ઘેરાયેલા, ચોરસ વિમાનોને ચારે દિશામાં વેદિકા હોય છે. જે દિશામાં વૃત્ત વિમાન છે, તે દિશામાં ત્રિકોણ વિમાનને વેદિકા હોય છે અને બંને પડખે પ્રાકાર હોય છે. આવલિકાગત વિમાનો વૃત્ત, ત્રિકોણ અને ચોરસ હોય છે, પુષ્પાવકીર્ણક વિમાનો અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. પ્રતિષ્ઠાન સૂત્રની આ વ્યવસ્થા છે. પહેલા બે દેવલોકના વિમાનો ઘનોદધિને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy