SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨૩/ભૂમિકા ૧૬૧ છે, તે જેમ બાધાને માટે નથી તેમ કેવલીને ખાવાનું પણ નિવારણ થાય તેમ નથી. વળી ભૂખ લાગવી તે મોહનીયકર્મનો વિપાક નથી, પણ ભૂખના વિપાકના પ્રતિપક્ષાની નિવૃતિ છે. * * * * * * * * * * * ક્ષધા વેદનીય તો રોગ, ઠંડી, તાપની માફક જીવ પુદ્ગલ વિપાકીપણાથી વાસના દૂર કરવા માત્રથી ભૂખ દૂર ન થાય કેમકે ભૂખ મોહસંબંધી વિપાક નથી. “જગત ઉપકારી તીર્થકરને અનંતવીર્ય હોવાથી તૃષ્ણારહિત થયા પછી ખાવાની શું જરૂર છે ?” એવો પ્રશ્ન જ નિરર્થક છે. છવાસ્થ અવસ્થામાં પણ તીર્થકર વિશિષ્ટ વીર્યવાનું જ હોય છતાં ખાય જ છે ને? તે આહાર દીર્ધકાળનું આયુ છે માટે શરીરના રક્ષણાર્થે જ લેવાનો છે. આ ઉપરાંત કેવલીને વેદનીયકર્મના ઉદયમાં અગિયાર પરીષહો તો હોય જ છે. બાકીના અગિયાર જ્ઞાનાવરણીય આદિ જનિત જ દૂર થયા છે. તે મુજબ કેવલીને આહાર લેવાનું સિદ્ધ થાય છે. આ પરીષહોમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ મચ્છર, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચય, નિષધા, શય્યા, આક્રોસ, વધ, યાચના, લાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સકાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને શનિ એ બાવીશ પરીષહો મુમુક્ષો સહન કરવાના છે. તેમાં જ્ઞાનાવરણથી ઉત્પન્ન તે પ્રજ્ઞા, જ્ઞાન છે. દર્શના મોહનીયથી દર્શન છે, અંતરાયથી અલાભ પરીષહ છે. ચા»િ મોહનીયથી નગ્નતા, અરતિ, સ્ત્રી, નિપધા, આકોશ, યાચના અને સકારપુરસ્કાર છે. આ અગિયાર પરીષહો કેવળીને ન હોય કેમકે તેના કારણભૂત કર્મોનો ક્ષય થયો છે. કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ ન હોય. પણ બાકીના ૧૧-પરીષહો વેદનીયકર્મ હોવાથી વિધમાન છે. તે આ પ્રમાણે - ભૂખ, તરસ, ઠંડી, તાપ, ડાંસમચ્છર, ચર્ચા, શય્યા, વધ, રોગ, વ્રણસ્પર્શ અને મલ. આ અગિયાર કેવલીને પણ વિધમાન છે તેથી કેવલીને ભૂખ સંભવે છે. મણ અનંતવીર્યપણાથી તેઓ આકુળવ્યાકુળ ન થાય. વળી આ નિષ્કિતાર્યા નિપ્રયોજન જ પીડા સહેતા નથી. તેમજ “કેવળી હોવાથી તેમને ભૂખથી પીડા બાધા ન કરે' એમ બોલવું પણ યોગ્ય નથી. - x • x - જેમ કેવલજ્ઞાન ઉત્પત્તિ પૂર્વે ખાવાનું સ્વીકાર્યું છે, તેમ કેવળજ્ઞાન થયા પછી પણ તે જ દારિક શરીર આહારાદિ વડે પોષવા યોગ્ય છે. પહેલા તીર્થકરની અપેક્ષાએ દેશ ઉણ પૂર્વકોટિકાળ કેવળીની સ્થિતિ કહી છે. તો તેવાને સંભવિત આયુકાળમાં ઔદારિક શરીરના નિભાવ માટે પ્રોપાહાર પણ હોવો જોઈએ. કહે છે કે - તૈજસ શરીર વડે મૃદુ કરેલ લેવા યોગ્ય દ્રવ્યને સ્વપર્યાપ્તિ વડે પરિણમાવેલાને પરિણામના ક્રમ વડે દારિક શરીરનું બંધારણ થાય છે, તે નિભાવવા વેદનીય કર્મોદયથી ભૂખ લાગે છે. આ બધી સામગ્રી કેવલીમાં સંભવે છે. તો પછી તે કેમ આહાર ન લે? - x - વળી ઘાતકર્મ સાથે ભૂખને સંબંધ નથી --x-x - આ રીતે સંસારમાં રહેલા જીવો વિગ્રહગતિમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ભવસ્થ કેવલી સમુઠ્ઠાતમાં ત્રણ સમય અને શૈલેશી અવસ્થામાં અંતમુહર્ત અનાહારક હોય છે. સિદ્ધના જીવો સાદિ અનંતકાળ અનાહારક છે. ધે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે, તે કહે છે - તેજ કે તેજમાં થયેલ તે તૈજસ [4/11] અને કામણ શરીરથી આહાર કરે છે. આ તૈજસ-કાર્પણ શરીર સંસારભ્રમણ પર્યા જીવને કાયમ રહે છે. આ બે શરીરો વડે બીજી ગતિમાં જતા જીવો પ્રથમ આહાર કરે છે. પછી ઔદારિક મિત્ર કે વૈક્રિયમિશ્ર જે શરીર રચાય તેના વડે આહાર કરે છે. પછી દારિક કે વૈક્રિય શરીર વડે આહાર કરે છે. [નિ.૧૭૮-] હવે ‘પરિજ્ઞા” પદનો નિક્ષેપ કરે છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદે પરિજ્ઞા કહી છે, તેમાં પણ નામ, સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્ય પ્રતિજ્ઞા બતાવે છે - દ્રવ્યની કે દ્રવ્યથી પરિજ્ઞા તે દ્રવ્ય પરિજ્ઞા. તે મુખ્યતાએ સયિd, અચિવ, મિશ્રભેદે ત્રણ પ્રકારે છે. ભાવ પરિજ્ઞામાં બે ભેદે-જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. બાકીના નોઆગમચી જ્ઞશરીર, ભવ્ય શરીર, તધ્યતિરિક્ત ભેદો “શઅપરિજ્ઞા” અધ્યયન [આચારાંગમાં છે તે મુજબ જાણવા. - હવે - X -સૂત્ર કહે છે— • સૂત્ર-૬૭૫ - મિ-૬૫ થી ૬૮ની વૃત્તિ સાથે છે.] મેં સાંભળેલ છે, તે આયુષ્યમાન ભગવંતે આમ કહ્યું છે - આ પ્રવચનમાં આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ એ છે - આ લોકમાં પૂવ'દિ દિશામાં સત્ર ચાર પ્રકારના બીજકાયવાળા જીવો હોય છે - જેમકે - અણબીજ, મૂલબીજ પર્વબીજ કંધબીજ. તે બીજકાયિક જીવોમાં જે જેવા પ્રકારના બીજથી, જે-જે અવકાશથી ઉત્પન્ન થવા યોગ્ય છે, તે-તે રીતે ઉત્પન્ન થાય છે. એ રીતે કેટલાંક બીજકાયિક જીવ પૃedીયોનિક, પૃdી સંભવ, પૃeણી વ્યક્રમ છે. તદ્યોનિક, તસંભવા, તબુકમ જીવ કમવશ થઈ ક્રમના નિદાનથી જ વૃદ્ધિગત થઈ, વિવિધ યોનિવાળી પૃedીમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધયોનિક પ્રતીની ચિકાશનો આહાર કરે છે. તે જીવો પૃથવી-અપ--વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે જીવ વિવિધ પ્રકારના બસ-સ્થાવર જીવોના શરીરને આચિત્ત કરે છે. તે પૂર્વે હારિત તે શરીરને વિધ્વસ્ત કરીને ત્વચા વડે આહાર કરીને સ્વશરીરરૂપે પરિણમાવે છે. તે પૃથ્વીયોનિક 9ણાના બીજા શરીરો પણ વિવિધ પ્રકારના - વર્ણ-ગંધ-રસ-સા-સંસ્થાન સંસ્થિત તથા અનેકવિધ યુગલોના બનેલા હોય છે. તે જીવો કમોંદય મુજબ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે. • સૂત્ર-૬૩૬ - સિમ-૬૭૫ થી ૬૮૭ વૃત્તિ સાથે છે.) હવે તીકિશ્રી કહે છે કે કોઈ જીવ વૃક્ષયોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. એ રીતે તેમાં ઉત્પન્ન, તેમાં સ્થિત, તેમાં વૃદ્ધિગત જીવો કમને વશ થઈ, કમના કારણે જ ત્યાં વૃદ્ધિ પામી પૃવીયોનિક વૃક્ષોમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે પૃવીયોનિક વૃક્ષોના સ્તનો આહાર કરે છે. તે જીવો પૃથ્વીઅy-dઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે વિવિધ ગસ-સ્થાવર જીવોના શરીરને અચિત કરે છે. તેઓ ધ્વસ્ત કરેલા, પૂર્વે આહારિત તથા ત્વચાથી આહારિત શરીરને વિપરિણામિત કરીને પોતાના સમાન સ્વરૂપમાં પરિણત કરે છે. તે વૃયોનિક વૃક્ષોના અનેક પ્રકારના વર્ગ-ગંધ-સ્પણવિવિધ સંસ્થાના
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy