SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨/-/૬૬૧ ૧૨૯ તે ક્રિયાથી જે કર્મ બંધાય તે કર્મની જે અવસ્થા તે ક્રિયા [ઇર્યાપથિકી), તે બતાવે છે— અકષાયીની જે ક્રિયા, તેનાથી જે કર્મ બંધાય તે પહેલા સમયે બદ્ધ-સ્પષ્ટ થાય, તે ક્રિયા ‘બદ્ધપૃષ્ટા’ કહી. બીજા સમયે વેÈ-અનુભવે, ત્રીજા સમયે નિર્જર. કહ્યું છે કે - કર્મ યોગનિમિતે બંધાય છે, તેની સ્થિતિ કષાયને આશ્રયી છે, તેના અભાવે સાંપરયિકની સ્થિતિ નથી. પણ યોગના સદ્ભાવથી બંધાતા જ સંશ્લેષ પામે-પ છે. બીજા સમયે અનુભવયા, તે પ્રકૃતિ શાતાવેદનીય છે, જે બે સમયની સ્થિતિ છે. [dવાથી ભાગમાં અહીં એક સમયની સ્થિતિ કહી છે.] અનુભાવથી શુભ અનુભાવ છે, જે સુખ અનુરોપપાતિક દેવ કરતા પણ વિશેષ છે. પ્રદેશથી ઘણાં પ્રદેશવાળી, અસ્થિર બંધવાળી અને બહ રાયવાળી છે. આ ઇયપયિકા ક્રિયા પહેલે સમયે બદ્ધસ્કૃણા, બીજા સમયે ઉદિતા-વેદિતા-નિર્ગુણ છે. ત્રીજા સમયે તે કર્મની અપેક્ષાથી અકર્મા પણ કહેવાય છે. આ પ્રમાણે વીતરાગને ઇચપત્યયિક કર્મ બંધાય છે. એ તેરમું ક્રિયાસ્થાન કહ્યું. વીતરાગ સિવાયના બીજા પ્રાણીને સાંપરાયિક બંધ હોય છે. તેઓને ઇયપિથ સિવાય પૂર્વે કહેલા બાર કિયાસ્થાનો હોય છે. તેમાં વર્તતા જીવોને મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ નિમિતે સાંપસચિકબંધ હોય છે. જ્યાં પ્રમાદ છે ત્યાં કપાય નિયમથી હોય છે. કપાય ત્યાં યોગ હોય છે. યોગ હોય ત્યાં પ્રમાદ અને કષાય હોય કે ન હોય તેમાં પ્રમાદ-કપાય પ્રત્યયિક બંધની અનેક પ્રકારની સ્થિતિ છે, તે સિવાયનાને કેવળ યોગપત્યયિક બે સમયની જ સ્થિતિ-ઇયપત્યયિક છે. આ તેર ક્રિયાસ્થાનો ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યાં છે, તે બીજા તીર્થકરે પણ કહ્યા છે, તે દશવિ છે - તે હું કહું છું, તે આ પ્રમાણે - જે ઋષભ આદિ તીર્થકરો થઈ ગયા, જે સીમંધરસ્વામી આદિ વર્તમાન છે, જે પદાનાભાદિ આગામી અરિહંત ભગવંતો છે. તેઓ બધાં જ પૂર્વોક્ત તેર ક્રિયાસ્થાનોને કહી ગયા - કહે છે અને કહેશે. સ્વરૂપથી તેના વિપાકો પરણ્યા હતા, પરૂપે છે અને પ્રરૂપશે. આ તેરમું ક્રિયાસ્થાન સેવ્યું હતું, સેવે છે અને સેવશે. જેમ જંબૂદ્વીપમાં બે સૂર્યો તુલ્ય પ્રકાશવાળા છે, તેમ - x - તીર્થકરો પણ કેવળજ્ઞાનથી તુલ્ય ઉપદેશવાળા હોય છે. ધે તેર કિયાસ્થાનોમાં જે પાપસ્થાન કહ્યું નથી તે કહે છે• સૂત્ર-૬૬૨ - હવે પરવિજયના વિભંગને કહીશ. આ લોકમાં વિવિધ પ્રકારની પ્રજ્ઞાઅભિપ્રાય-સ્વભાવ - દષ્ટિ - રુચિ - આરંભ અને અધ્યવસાયથી યુકત મનુષ્યો દ્વારા અનેકવિધ પામશાસ્ત્રોનું અધ્યયન કરાય છે. જેમકે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, વર, લક્ષણ, વ્યંજન, શ્રીલક્ષણ, પુરુષલક્ષણ, આશ્વલક્ષણ, ગજલક્ષણ, ગોલક્ષણ, મેષલક્ષણ, કુકકુટલસણ, તિવિરલક્ષણ, વસ્તકલક્ષણ, લાવક લક્ષણ, ચકલક્ષણ, છત્રલક્ષણ, ચર્મલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકિણીલક્ષણ, સુભગાકર, દુર્ભાગાકર, ગભર, મોહનકર, આશ4ણી, પાકશાસન, દ્રવ્યહોમ, સક્રિયવિધા, ચંદ્રચરિત, સૂર્યચરિત, સુચરિત, બૃહસ્પતિચરિત, ઉલ્કાપાત, દિગ્દાહ, મૃગચક, વાયસપ*િ [49] ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મંડલ, ધૂળવૃષ્ટિ, કેશવૃષ્ટિ, માંસવૃષ્ટિ, લોહીવૃષ્ટિ, વૈતાલી, અર્વિતાલી, અવ સ્વાપિની, તાલોદ્ઘાટિની, શવપાકી, શાબરીવિધા, દ્રાવિડીવિધા, કાલિંગીવિધા, ગૌરીવિદ્યા, ગાંધારીવિધા, વિપતની, ઉત્પની, જંભણી, સ્તંભની, શ્લેષણી, આમયકરણી, વિશલ્યકરણી, પ્રક્રમણી, અનાધનિી, આયામિની ઇત્યાદિ વિધા છે. આ વિધાનો પ્રયોગ તેઓ આને માટે, પાનને માટે, અને માટે, આવાસને માટે, શય્યાને માટે તથા અન્ય વિવિધ પ્રકારના કામભોગોને માટે કરે છે. આ પ્રતિકુળ વિધાને તેઓ સેવે છે. તે એ વિપતિપન્ન અને અનાર્ય છે, તેઓ મૃત્યુ સમયે મૃત્યુ પામી કોઈ આસુરિક-કિબિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી જન્મમક અને જન્માંઘતા પામે છે. • વિવેચન-૬૬૨ - તેર ક્રિયા સ્થાનોને અહીં કહ્યા પછી, જે અહીં કહેવાયું નથી તે હવે આ સૂગસંદર્ભથી કહે છે. જેમ આચારાંગમાં પહેલા શ્રુતસ્કંધમાં જે ન કહ્યું તે બીજામાં ચૂલિકા વડે કહેલું, વૈધક શાસ્ત્રમાં પણ સંહિતા અને ચિકિત્સા કલામાં ન કહેલ પછી જુદું કહ્યું છે, તેવું અન્યત્ર પણ જોવા મળે છે. તેમ અહીં પણ જે પહેલા ન કહેવાયુ તે આ ઉત્તરસૂઝથી કહે છે. જે વિજ્ઞાન દ્વારથી પુરુષો વડે શોધાય, તે પુરુષવિજય કે પુરુષવિજય. કેટલાંક અાસત્વવાળા તે જ્ઞાનથી - x - જિતાય છે. તે વિભંગાન, જે અવધિજ્ઞાનનો મલિન અંશ છે, તેમ લોકોને ઠગવા જ્ઞાનનો દુરુપયોગ તે પુરુષ વિચય વિભંગ છે. આવા જ્ઞાનવિશેષને હું કહીશ. - X • આ મનુષ્ય ક્ષેત્રમાં અથવા સિદ્ધાંતમાં વિચિત્ર ક્ષયોપશમથી જેના વડે જ્ઞાન થાય તે પ્રજ્ઞા. તે અનેક પ્રકારની છે, તેના વડે અ૫, અપતર, અાતમ બુદ્ધિવાળાના છ ભેદ પડે [અપાદિ-૩, વિશેષાદિ-૩]. - છંદ એટલે અભિપ્રાય, તે વિવિધ છે. શીલ-આચાર પણ જુદા જુદા છે. તથા દષ્ટિ-ધર્મ સંબંધી મત વિવિધ છે, જે - ૩૬૩ - ભેદમાં બતાવેલ છે. એ રીતે રચિ પણ જુદી જુદી હોય છે. જેમકે - આહાર, વિહાર, શયન, આસન, આચ્છાદન, આભરણ, યાન, વાહન, ગીત, વાજિંત્ર આદિમાં બધાંની રુચિ જુદા જુદા પ્રકારની હોય છે. તે રીતે આરંભો-ખેતી, પશુપાલન, દુકાન, શિલાકળા, સેવા આદિમાંના કોઈપણ આરંભમાં જુદાપણું હોય છે. તે જ રીતે અધ્યવસાયોમાં જુદા-જુદાપણું હોય છે. જેમકે શુભ, અશુભ અયવસાયવાળા છે. આ બધાં માત્ર આલોકની આસકિતવાળા અને પરલોકમાં મારું શું થશે તેની ચિંતા વગરના છે. વિષય-તૃષ્ણાવાળા આ બધાંને જુદા જુદા પાપકૃતનાં અધ્યયન હોય છે. જેમકે ભૂમિ સંબંધી - નિઘત કે ભૂકંપાદિ ઉત્પાત - વાંદરાનું હસવું વગેરે, સ્વપ્ન • હાથી - બળદ - સિંહ વગેરેના. અંતરિક્ષ - અમોઘ આદિ. આંખ - હાય આદિના ફકવારૂપ અંગસંબંધી. સ્વર - કાંગડા કે ઘુવડ આદિનો અવાજ. લક્ષણ-જવ,
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy