SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/-/૬૪૩ તમે ઈશ્વરને સર્વકર્મા માનો છો, તો તે ઈશ્વર જાતે ક્રિયા કરે છે કે બીજાને ક્રિયા કરવા પ્રેરે છે? જો ઈશ્વર સ્વયં કરે છે, તો પછી બીજા આપમેળે ક્રિયામાં પ્રવૃત થશે તેમાં જેમ અંદર ગુમડું થાય તેમાં ઈશ્વરની કલાનાથી શું લાભ? હવે જો બીજાની પ્રેરણાથી, બીજા જીવો પાસે ક્રિયા કરાવે છે તેમ માનો તો અનવસ્થા નામક દોષ લાગુ પડશે. • x - જો આ ઈશ્વરx• વીતરાગતા યુક્ત હોય તો એકને નરકને યોગ્ય ક્રિયામાં અને એકને સ્વર્ગ કે મોક્ષ ક્રિયામાં કેમ પ્રવતવિ? જો એમ માનો કે જીવ પોતાના પૂર્વના શુભાશુભ આચરણથી તે-તે ક્રિયામાં પ્રવર્તે છે, તો ઈશ્વર નિમિત્ત માત્ર બનશે, તો તે યુક્તિ સંગત નહીં બને, કેમકે પૂર્વે તેણે શા માટે અશુભ કર્યું કે તેને આ ફળ મળ્યું, તે દોષ આવશે. જો તમે કહેશો કે અજ્ઞ પ્રાણી કર્મ કરે છે, તો તેને તેમ કરવા કોણે કહ્યું ? જો અનાદિ પ્રવૃત્તિ છે તેમ કહેશો, તો ઈશ્વરની કલાનાની જરૂર શી ? - X - X - ઇત્યાદિ વાદ-ચય વૃત્તિથી જાણીને તજજ્ઞ પાસે સમજવી જરૂરી છે. મew અનુવાદથી તે નોધક ન બને, છતાં કિંચિત્ અંશો અહીં નોંધેલ છે - જો તમારા મતે દેવકુલના કર્તા બીજો કોઈ હોય તો તનુભવનનો કn ઈશ્વર સિવાય બીજો કોઈ કેમ ન હોય? - x - કુંભાર માટીનો ઘડો બનાવેલો જોઈને કોઈ માટીના રાડાને જોઈ અનુમાન કરે કે રાફડો પણ કુંભારે બનાવેલ હશે તો જેવા મૂર્ખ ગણાય, તેવા મુર્ખ તમે છો. • x • ઈશ્વર જ કત હોય તો જગતનું વૈવિધ્ય ન જણાય. • x • આત્માને અદ્વૈત માનનારા યુક્તિરહિત હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી. - x - તેને સિદ્ધ કરનાર હેતુ-દટાંત નથી. • x - આ પ્રમાણે અનેક યુકિતઓ વડે વિચારતાં ઈશ્વર કતૃવ તથા આત્મા અદ્વૈત પક્ષ કોઈપણ રીતે યોગ્યતા પ્રાપ્ત કરતો નથી. તો પણ તે દર્શનમાં મોહેલા તે સંબંધી જે દુ:ખો થાય તેનાથી તેઓ છુટી શકતા નથી. • x• તેને જ સાચી માની લેવાથી સંસારથી પાર પામતા નથી -x • મોક્ષ સ્થાને જવાને બદલે મધ્યમાં જ કામભોગમાં મૂઢ બની ખેદ પામે છે - હવે ચોથો પુરા • સૂત્ર-૬૪૪ - હવે નિયતિવાદી નામના ચોથા પુરુષનું વર્ણન કરે છે. આ લોકમાં પૂતદિ દિશામાં મનુષ્યો ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. તેમાં કોઈ એક ધર્મશ્રદ્ધાળુ હોય છે. શ્રમણ કે બ્રાહ્મણ તેની પાસે જવા નિશ્ચય # છે યાવતું મારો આ ધર્મ સુખ્યાત સમાપ્ત છે. આ લોકમાં બે પ્રકારના પુરુષો હોય છે . એક ક્રિયાનું કથન કરે છે, બીજે ક્રિયાનું કથન કરતો નથી. • x • તે બંને પર એક જ અર્થવાળા, એક જ કારણને પ્રાપ્ત તુલ્ય છે. બંને અજ્ઞાની છે. પોતાના સુખદુ:ખના કારણભૂત કાલાદિને માનતા ઓમ સમજે છે કે - હું જે કંઈ દુઃખ, શોક, મૂરાપો, તપ્તતા, પીડા, પરિવર્તતા પામી રહ્યો છું તે મારા જ કર્મનું ફળ છે, બીજા જે દુ:ખ, શોક - x - આદિ પામી રહ્યા છે, તે તેના કર્મ છે. પ્રમાણે તે અજ્ઞાની સ્વનિમિત્ત તથા પરનિમિત્ત-કારણ કમફળ સમજે [47] ૯૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. પરંતુ [એકમાત્ર નિયતિને જ કારણ માનનારા મેધાવી એવું જ માને છે - કહે છે કે હું જે કંઈ દુઃખ-શોક-ઝુરાપો-સંતપ્તતા-પીડા કે પરિતપ્તતા પામું છું. તે મારા કરેલા કર્મ નથી. બીજા પુરુષ પણ જે દુ:ખશોક આદિ પામે છે, તે પણ તેના કરેલા કર્મોનું ફળ નથી. પરંતુ તે મેધારી માને છે કે - X • આ બધું નિયતિકૃત છે, બીજા કોઈ કારણથી નહીં - હું કહું છું કે પૂવદિ દિશામાં રહેનાર જે ત્રણ સ્થાવર પ્રાણી છે, તે બધાં નિયતિના પ્રભાવથી સંધાયને, વિપયસિને, વિવેકને અને વિધાનને પામે છે એ રીતે નિયતિ જ બધાં સારા-ખરાબ કાર્યોનું કારણ છે. નિયતિવાદી ક્રિયા યાવતુ નસ્ક કે નરક અતિરિક્ત ગતિને નથી માનતા. આ પ્રમાણે તે દુનિયતિવાદી] વિવિધરૂપે કર્મસમારંભ કરતા વિવિધ કામભોગોને ભોગવતા આરંભ કરે છે. એ રીતે તે અનાય વિપતિપન્ન થઈ તેની શ્રદ્ધા કરતા યાવતુ તેઓ આ પાર કે પેલે પાર ન રહેતા વયમાં જ કામ ભોગોમાં ફસાઈને વિષાદ પામે છે. નિયતિવાદી નામક ચોથો પણ કહ્યો. આ રીતે આ ચાર પુરષ ભિન્ન ભિન્ન બુદ્ધિવાળા-અભિપાયવાળા-શીલવાળાદષ્ટિવાળા-રુચિવાળાઆરંભવાળા-અધ્યવસાયવાળા છે. તેઓએ પૂર્વસંયોગો તો છોક્યા છે, પરંતુ આમાગને પ્રાપ્ત ન થઈને આ લોક કે પરલોકના રહેતા મધ્યમાં કામ ભોગોમાં ડૂબી જાય છે. • વિવેચન-૬૪૪ : હવે ત્રીજા પુરષ બાદ ચોથા પુરણ [વાદી] નિયતિવાદીને કહે છે - અહીં કોઈ કાળ, ઈશ્વરાદિ કારણ નથી, પુરપાર્થ પણ નથી. સમાન ક્રિયા કરવા છતાં કોઈને નિયતિના બળે અર્થસિદ્ધિ થાય છે, માટે નિયતિ જ કારણ છે કહ્યું છે કે • નિયતિના બળથી જે અર્થ પ્રાપ્ત થવાનો હોય તે અવશ્ય મનુષ્યને શુભ કે અશુભ મળે છે. નથી. મળવાનું તે ઘણી મહેનત પછી પણ મળતું નથી, થવાનું હોય તેનો નાશ થતો નથી. • x " આ નિયતિવાદરૂપ ધર્મ સુ ખ્યાત સુપજ્ઞપ્ત છે અને તે નિયતિવાદી પોતાનો મત દશવિ છે - આ જગતમાં બે પ્રકારે પુરુષો છે. તેમાં એક કિયા બતાવે છે, ક્રિયા જ પુરુષને દેશથી દેશાંતર પ્રાપ્તિ કરાવે છે. કાળ-ઈશ્વરની પ્રેરણાથી જતો નથી. પણ નિયતિના બળે જ જાય છે. તેમ અક્રિયામાં પણ જાણવું. તેથી ક્રિયાઅક્રિયા બંને પરતંત્ર છે. તે બંને પણ નિયતિને આધીન હોવાથી તુલ્ય છે. જો તે બંને સ્વતંત્ર હોય તો ક્રિયા-અકિયા બંને સમાન ન થાત. તે બંને એક અર્થવાળી છે. નિયતિના વશચી જ તે બંને નિયતિવાદ-અનિયતિવાદનો આશ્રય લે છે. આથી એમ સમજવું કે ઈશ્વર, કાળ આદિ પણ નિયતિની પ્રેરણા છે. હવે નિયતિવાદી બીજા મતોનું ખંડન કરે છે - જેઓ અજ્ઞાન છે તેઓ એવું માને છે કે - હું સુખ-દુ:ખનો કે ધર્મ-પાપનો કર્તા છું અથવા કાળ, ઈશ્વર આદિ કારણ છે, નિયતિ આદિ કારણ નથી, તેઓ આવું માનતા કહે છે કે હું જે શરીર-મનના દુ:ખ અનુભવું છું, ઇષ્ટવિયોગ-અનિષ્ટ સંયોગથી શોક અનુભવું છું, શરીરબળ ઘટે છે,
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy