SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/-/૬૪૩ વાદને સ્વીકારી ઉત્પન્ન થતા દુઃખને છોડી શકતા નથી. તેઓ ક્રિયા યાવત અનરકને સ્વીકારતા નથી. એ પ્રમાણે તેઓ વિવિધરૂપે કર્મ સમારંભ વડે અને વિવિધ કામભોગોને માટે આરંભ કરે છે. તેઓ અનાર્ય છે, વિપતિપણ છે. ઈશ્વરકતૃત્વવાદમાં શ્રદ્ધા રાખતા યાવતું આ પાર કે પેલે પાર ન પહોંચતા મધ્યમાં જ કામભોગોમાં ફસાઈ દુ:ખ પામે છે. આ ત્રીજે ઈશ્વકારણિક પુરુષ [વાદ કહ્યો. • વિવેચન-૬૪૩ :- હવે બીજા પરષ પછી બીજા ઈશ્વરકારણિકને કહે છે. તેઓ માને છે કે - ચેતન-ચેતનરૂપ આ બધા જગતનો કdf ઈશ્વર કારણરૂપે છે તેનું પ્રમાણ આ છે • તનુ ભવનકરણ આદિ ધર્મપણે ગ્રહણ કરીએ છીએ ઈશ્વર કતૃત્વ એ સાધ્ય ધમાં છે. સંસ્થાન વિશેષવથી કવો, દેવકુળ આદિ વહુ તથા ધીમે ધીમે વાંસળાથી લાકડું. છોલાય તેમ. કહ્યું છે - જ્ઞાન જંતુ અસમર્થ હોવાથી આત્માનું સુખ-દુ:ખ કરી ન શકે, ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ કે નરકમાં જાય છે. વળી તેઓ કહે છે - પુરુષ જ આ સર્વનો કર્તા છે કે જે થયું છે કે થવાનું છે વળી કહે છે કે એક જ આત્મા સર્વે ભૂતોમાં રહેલો છે, જેમ એક જ ચંદ્ર જળમાં દેખાય છે. આ રીતે ઈશ્વરકારણિક આત્મા કે અદ્વૈતવાદી ત્રીજો પુષજાત કહેવાય છે. જેમ બે પુરષો પૂર્વાદિ દિશામાંથી આવીને રાજસભામાં આવીને રાજા આદિને ઉદ્દેશીને એમ કહે કે અમારામાં આવો ધર્મ સ્વાખ્યાત અને સુપાત છે. આ લોકમાં ધર્મો-સ્વભાવો-ચેતન કે અચેતનરૂપે છે, તે બધાંનો ઉત્પાદક પુરુષ ઈશ્વર કે આત્મા જેના કારણ આદિ રૂપે છે, તે પુરુષાદિક, ઈશ્વરકારણિક કે આત્મકારણિક છે. તથા પુરુષ જ જેનું ઉત્ત-કાર્ય છે તે પુરષોત્તર છે, પુરષ પ્રણીત છે કેમકે બધામાં તે આભારૂપે રહેલો છે, પુરુષ વડે પ્રકાશમાં આપ્યા છે માટે પુરુષ ધોતિત - X • છે. તે જીવોના ધર્મો જન્મ-જરા-મરણ-વ્યાધિ-રોગ-શોક-સુખ-દુ:ખ જીવન વગેરે છે. અજીવ ધમ તે મૂર્ત દ્રવ્યોના વર્ણ-ગંધ-રસ-પર્શ છે. તથા અરૂપીના ધર્મ-અધર્મઆકાશના ગતિ આદિ છે. આ બધાં ધર્મો ઈશ્વરે કરેલા છે. અથવા આત્મ અદ્વૈતવાદમાં તે આત્માએ કરેલા છે. તે બધું પુરુષમાં વ્યાપીને રહે છે. આ માટે દેટાંત આપે છે - X - જેમ કોઈને ગાંઠ થાય, સંસારી જીવોને કર્મવશાત્ શરીરમાં ગાંઠ આદિ થાય છે તે શરીરમાં થાય, શરીરના અવયવરૂપે થાય, શરીરની વૃદ્ધિ થતા તેની વૃદ્ધિ થાય છે, શરીરમાં એકમેક થઈને રહે છે. તે અવયવ (ગાંઠશરીરથી જુદો નથી. તથા શરીરરૂપે જ રહીને તે પીડા કરે છે. અથવા તે ગાંઠ બેસી જાય તો પણ શરીરની અંદર જ સમાઈ જાય છે, શરીરની બહાર રહેતી નથી. તેથી એમ જાણવું કે - જેમ તે પિટક શરીરના એક ભાગરૂપ છે, તેને સેંકડો યુક્તિથી પણ શરીરથી પૃથક દેખાડવી શક્ય નથી. તે પ્રમાણે આ ચેતન-ચેતન ધર્મો [પદાર્થો] બધાં ઈશ્વરકતૃક છે, તે ઈશ્વરથી જુદા કરીને બતાવવા શક્ય નથી. અથવા સર્વવ્યાપી આત્મા-જેને આધીન ત્રણ લોકના પોલાણમાં રહેલા બધાં પદાર્થો છે, અને સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેના જે ધર્મો પ્રગટ થાય છે, તેને પૃથક્ કરવા કોઈ સમર્થ નથી. - જેમ શરીરના વિકારૂપ ગુમડું એકરૂપ હોય, તેના વિનાશથી શરીરમાં જ રહે છે. એ પ્રમાણે બધાં જ ધર્મો પુરુષથી થયેલા છે માટે પુરુષાદિક છે. તે પુરુષકારણિક અથવા પુરુષના વિકારથી થનાર છે. તે પુરુષથી પૃથ થવાને યોગ્ય નથી. તે પુરુષનો વિકાર નાશ થવાથી આત્માને આશ્રીને રહે છે. પણ આમાથી જુદા બહાર દેખાતા નથી. આ અર્ચના ઘણાં દષ્ટાંતો છે. આત્મા એકલો જ છે, તે ઈશ્વરરૂપે છે, તેનું કરેલું ગત્ હોવાથી તેનાં દૃષ્ટાંત ઘણા છે. જેમ અરતિ-ચિત ઉદ્વેગ લક્ષણરૂપ. તે શરીરમાં થાય છે ઇત્યાદિ ગુમડા માફક જાણવું. - x • જેમ વભીક-પૃથ્વીના વિકારરૂપે છે, તે પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વી સંબદ્ધ છે, પૃથ્વીમાં લાગ્યું છે, પૃથ્વી સાથે મળીને રહે છે. તેમ આ ચેતન-અચેતનરૂપ બધું ઈશ્વરનું કરેલ અથવા આત્માના વિકારરૂપ છે. આત્માથી પૃથક થઈ ન શકે. તથા જે અશોકાદિ વૃક્ષો છે - x - વાવડી છે • x • પ્રચુર ઉદક છે * * * પાણીના પરપોટા છે. આ બધાં ટાંત અને તેનો નિકર્ષ પૂર્વવતુ જાણવો. - X • એ પ્રમાણે ઈશ્વરકતૃત્વ એક જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે, તે બતાવે છે - આ પ્રત્યક્ષ વિધમાન જૈનશ્રમણ નિગ્રન્થોને માટે ચિત દ્વાદશાંગ ગણિપિટક-આચારાંગાદિ છે, તે બધું મિથ્યા છે, કેમકે તે ઈશ્વર પ્રણીત નથી, પણ સ્વયિ વિરચિત છે. * * • તેથી સત્ય નથી. મિથ્યા અતિ જે નથી તે બતાવ્યા છે. અતથ્ય એટલે સત્યાર્ચને ઉડાવેલ છે, યાયાતચ્ચ એટલે જેવો અર્થ જોઈએ તેવો તેમાં નથી. એ રીતે ઈશ્વરવાદીઓ જૈનાણમને - X - X • ઈશ્વર પ્રણિત ન હોવાથી મિથ્યા છે તેમ જણાવેલ છે. તેમના મતે આ જગત ઈશ્વરકૃત કે આત્મા-અદ્વૈત છે તેથી ચયાવસ્થિત તેમનું પ્રરૂપેલું તત્ત્વ સત્ય છે અને સદ્ભત અર્થ બતાવવાથી તે જ તથ્ય છે. ( આ પ્રમાણે ઈશ્વરને કારણ માનનારા કે આત્માને અદ્વૈત માનનારા ઉક્ત નીતિઓ માને છે કે - સર્વે શરીરૂભુવન કરનારો ઈશ્વર કારણરૂપે છે તથા સર્વે ચેતનઅચેતન આત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. “આત્મામાંથી જ બધા આકારની ઉત્પત્તિ છે" એવી સંજ્ઞાને માને તથા ઉપદેશે અને તેમના દર્શનના દાગીના મનમાં આ તd ઠસાવે. • x • તેમને પોતાના મતના આગ્રહી બનાવે. તેઓ તથા તેમના અનુયાયી તેમના મતમાં સ્થિર થવાથી, શ્રદ્ધા રાખવાથી, દુઃખને તોડી શકતા નથી. જૈનાચાર્ય કહે છે - જેમ કોઈ સમળી કે લાવક પક્ષી પાંજરાને છોડતું નથી, ફરી-ફરી ભમીને ત્યાં જ આવે છે. તે જ પ્રમાણે આવા મતના સ્વીકાથી બાંધેલ કર્મોને તોડી શકતા નથી. પણ પોતાના મતના આગ્રહ વડે અભિમાનથી હવે કહેવાનાર તવને સમ્યક્ જાણતા નથી. જેમકે કિયા-સદનુષ્ઠાન અને અકિયા-હિંસાદિ કે બીજા સારા-નરસાને સવિવેક-રહિતતાથી વિચારતા નથી. એ રીતે યથાકથંચિત વિવિધ કર્મસમાભ-સાવધાનુષ્ઠાન વડે દ્રવ્ય મેળવીને વિવિધ કામભોગોને આચરે છે. ઉપભોગતે માટે અનાર્ય બનેલા તેઓ વિરુદ્ધ માર્ગે ચડેલા સમ્યગ્રવાદી ચતા નથી. તેમના જૂઠાપણાને જૈનાચાર્યો બતાવે છે.]
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy