SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૪/-I૬૦૦ થી ૬૦૩ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ • x • આડંબર વાક્યો ન બોલે. અથવા અાકાલીન તે વ્યાખ્યાનને વ્યાકરણાદિ જોડીને લાંબાકાળ વાળું ન કરે. તથા કહ્યું છે - તેવો અર્થ કહેવો કે થોડાં અક્ષરમાં ઘણું કહેવાય, પણ અર્થ થોડો અને વાક્ય લાંબા કહેવા તે અર્થહીન છે. * * * ઇત્યાદિ ચતુર્ભગી છે. તેમાં જ્યાં અક્ષરો થોડા હોય અને અર્થ મહાનું હોય તે પ્રશસ્ય છે. ૬િ૦૩] વળી થોડા અક્ષરોમાં વિષમ વસ્તુ ન સમજાય તો શોભન પ્રકારે તેના પર્યાય શબ્દો વડે તેનો ભાવાર્થ સમજાવે-કહે, પણ થોડા અક્ષરો કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા યોગ્ય ગહન પદાર્થ કહેતા હેતુ-ચુાિથી શ્રોતાની અપેક્ષાએ પ્રતિ પૂર્ણ ભાષી થાય - x - આચાર્ય આદિ પાસે બરાબર ચાર્ગ સાંભળી-સમજીને શીખે. તેવો જ અર્થ બીજાને કહેનાર જ સમ્યગુ અર્થદર્શી છે. આવો તે તીર્થકરના આગમાનુસાર શુદ્ધ, પૂર્વપિર અવિરદ્ધ નિસ્વધ વચન બોલતો ઉસગને સ્થાને ઉર્મ અને અપવાદને સ્થાને અપવાદ તથા સ્વ-પર સિદ્ધાંતનો અર્થ જેવો હોય તેવો કહે. આ રીતે બોલતો સાધુ પાપનો વિવેક કરતો લાભ સકાર આદિથી નિરપેક્ષ થઈ નિર્દોષ વચન બોલે - ભાષાવિધિ કહે છે– • સૂરણ-૬૦૪ થી ૬૦૬ : યશોકનું શિક્ષણ મેળવે, યતના કરે, મયદા બહાર ન બોલે, એવો ભિક્ષુ જ તે સમાધિને કહેવાની વિધિ જાણી શકે છે...dવજ્ઞ ભિન્ન પછwભાષી . ન બને, સૂાર્થને અન્યરૂપ ન આપે, શિક્ષાદાતાની ભક્તિ કરે, જેવો અર્થ સાંભળ્યો હોય, તેવી જ પ્રરૂપણ કરે..તે શુદ્ધ સુબજ્ઞ અને તપાવી છે, જે ધમનો સમ્યફ જ્ઞાતા છે, જેનું વચન લોકમાન્ય છે, જે કુશળ અને વ્યસ્ત છે, તે જ સમાધિને કહી શકે છે - તે હું કહું છું - • વિવેચન-૬૦૪ થી ૬૦૬ : | ૬િ૦૪] તીર્થકર, ગણઘર આદિ વડે કહેલ યથોકત વયનને હંમેશા બરાબર શીખે - ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞોકત આગમને સમ્યગ ગ્રહણ કરે અને આસેવન શિક્ષા વડે તેનું યોગ્ય પાલન કરે. બીજાને પણ તે જ પ્રમાણે જણાવે. •x - સદા ગ્રહણ-આસેવન શિક્ષાની દેશનામાં પ્રયત્ન કરે. સદા યત્ન કરતો પણ જે જેનો કતવ્યકાળ કે અભ્યાસકાળ હોય, તે વેળાને ઉલ્લંઘીને ન કહે, અધ્યયન કર્તવ્ય મયદાને ન ઉલ્લંઘે કે સતુ અનુષ્ઠાનને પણ ન ઉલ્લંધે. વિસર મુજબ બધી ક્રિયા એકબીજાને બાધક ન બને તે રીતે કરે. તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી બની, ચચાવસ્થિત પદાર્થોની શ્રદ્ધા કરતો દેશના કે વ્યાખ્યાન કરતો સમ્યક્ દર્શનને દૂષિત ન કરે. કહે છે કે - સાંભળનાર પુરપને જાણીને તેવી રીતે કથન કરવું અને સિદ્ધાંત દેશનાને છોડીને જેમ જેમ શ્રોતાનું સમ્યકત્વ સ્થિર થાય, તેવું કરે. પણ શંકા ઉત્પન્ન કરીને દષણ ન લગાડે. જે આવું સમજે તે સખ્યણું દર્શન-જ્ઞાન-ચાત્રિ નામની સમાધિ અથવા સમ્યક્રચિત વ્યવસ્થાન નામક સમાધિ, જે સવા કહી છે, તે સમાધિને સમ્યમ્ રીતે જાણે છે. [૬o૫ વળી - સર્વજ્ઞોકત આગમને કહેતા અન્યથા કે અપસિદ્ધાંત વ્યાખ્યાન વડે દૂષિત ન કરે. તથા સિદ્ધાંતના અર્થને અવિરુદ્ધ, શુદ્ધ, સર્વજનોના હિતકર વચનને પ્રચ્છન્ન ભાષણ વડે ગોપવે છે. અથવા પ્રચ્છન્ન અર્થો અપરિણિતોને ન કહે. તેવા સિદ્ધાંત રહસ્ય અપરિણત શિષ્યને કુમાર્ગે લઈ જતાં દોષની જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે - બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું રહસ્ય કહેતા દોષને માટે થાય છે, જેમ તુના આવેલા તાવને ઉતારવા જતાં નુકસાન થાય છે. ઇત્યાદિ. ' વળી સ્વમતિ કલાનાથી મૂત્રવિરુદ્ધ ન કહે. કેમકે તે સૂn સ્વ-પર રાક છે. અથવા તે સૂણ અને અર્થ પોતે જીવોને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે - શા માટે સૂગ બીજી રીતે ન કરવું? - પોતે પરહિતમાં એકાંત રક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ - બહુમાન છે તે ભક્તિને વિચારીને - “મારા આ બોલવાથી કદાચિત્ પણ આગમને બાધા ન થાય” - એમ વિચારીને પછી વાદ કરે. તથા જે શ્રત આચાયદિ પાસે શીખ્યો. તેની સમ્યક્ત્વ આરાધનાને અનુવર્તતો બીજાને પણ કણમુકત કરવા પ્રરૂપણા કરે, પણ સુખશીલીયો બની બેસી ન રહે. ૬િ૦૬) અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે - તે સમ્યક્ દર્શનનો લૂષક યથાવસ્થિત આગમનો પ્રણેતા, વિચારીને બોલનાર, શુદ્ધ, નિર્દોષ, યથાવસ્થિત વસ્તુની પ્રરૂપણા કરતો, અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે. તથા તપચરણ સૂગના આગમમાં કહ્યા છે, તે કરે તે ઉપધાનવાનું છે. તથા શ્રુત-ચાસ્ત્રિ ધમને સમ્યક જાણે કે જાણતો સમ્યક્ પ્રાપ્ત કરે. આજ્ઞાથી ગ્રાહ્ય અર્થ જ આજ્ઞા વડે સ્વીકારવો, હેતુથી મનાય તે હેતુથી માનવો અથવા જૈન સિદ્ધાંત સિદ્ધ અર્થ જૈન સિદ્ધાંતમાં બતાવવો અને અન્ય મત સિદ્ધ અર્થ પમાંથી બતાવવો અથવા ઉત્સર્ગઅપવાદમાં રહેલ અર્થ તે રીતે જ જેમ હોય તેમ પ્રતિપાદિત કરવો. આવો ગુણસંપન્ન સાધુ માનવા યોગ્ય વયનવાળો થાય તથા આગમ પ્રતિપાદનમાં કુશળ, સદનુષ્ઠાને પ્રગટ અવિચારથી ન કરે, જે આવા ગુણોથી યુક્ત હોય તે સર્વજ્ઞોક્ત જ્ઞાનાદિ કે ભાવ સમાધિને પ્રતિપાદિત કરવા યોગ્ય છે, બીજે કોઈ નહીં. શેષ પૂર્વવત્, અનુગમ પૂરો થયો, નયો પ્રાગ્વત્ જાણવા. શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૧૪ “ગ્રંથનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy