SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૪ -૫૯૬ થી ૫૯૯ ૫૫ પ૬ કહ્યું છે કે - આચાર્ય પાસે સાંભળી, વિચારી ધારેલા અર્થને સંઘ મથે વ્યાખ્યાન આપતાં બંનેને સુખ થાય છે. આ પ્રમાણે તે ગીતાર્ય બરાબર ધર્મકથન કરતા સ્વપરનો તારક બને છે. [૫૯૮] વ્યાખ્યાતા બોલતી વખતે ક્યારેક અન્યથા અર્થ પણ કરે, તેનો નિષેધ કરવા કહે છે-તે પ્રશ્ન સમજાવનાર સર્વ વિષયનો આશ્રય કરેલ હોવાથી રત્નકરંડક સમાન, કુગિકાપણ જેવા હોવાથી ચૌદપૂર્વમાં કંઈપણ ભણેલ કે કોઈ આચાર્ય પાસે ભણેલ અર્થવિશારદ કોઈ કારણે શ્રોતા પર કોપેલો હોય તો પણ સૂત્રનો અર્થ ઉલટી રીતે ન કહે, પોતાના આચાર્યનું નામ ન પાવે, ધર્મકથા કરતા અર્થને ન છૂપાવે, આત્મપ્રશંસા માટે બીજાના ગુણોને ઢાંકે નહીં, શાસ્ત્રાર્થને કુસિદ્ધાંતાદિથી ઉલટો ન કહે. તથા હું સમસ્ત શાસ્ત્રવેતા, સર્વલોક વિદિત, સર્વ સંશય નિવારનાર છું, મારા જેવો કોઈ નથી, જે હેતુ યુક્તિ વડે અર્થને સમજાવે. એવું પોતે અભિમાન ન રાખે, તેમ પોતાને બહશ્રત કે તપસ્વીપણે જાહેર ન કરે. શબ્દથી બીજા પૂજા-સકારાદિને પણ તજે તથા પોતે પ્રજ્ઞાવાનું હોય તો પણ મશ્કરીરૂપ વયન ન બોલે અથવા કોઈ શ્રોતા બોધ ન પામે ત્યારે તેનો ઉપહાસ ન કરે તથા આશીર્વચન જેવા કે - બહુપુત્રા, બહુધની, દીધયુિ થા, તેમ ન બોલે. ભાષા સમિતિ પાળે. " [૫૯] સાધુ આશીર્વાદ કેમ ન આપે ? જીવો તે તેની હિંસાની શંકા થાય, માટે પાપને નિંદતો તે સાવધ આશીર્વચન ન બોલે તથા વાણી, તેનું રક્ષણ કરે તે ગોગ-મૌન કે વાસંયમ, તેને મંત્રપદ વડે દૂષિત ન કરે - નિઃસાર ન કરે અથવા જીવોનાં જીવિત-રાજાદિના ગુપ્ત ભાષણો વડે રાજાને ઉપદેશ આપવા વડે જીવહિંસા ન કરાવે. કહ્યું છે - રાજાદિ સાથે પ્રાણી-હિંસાકારી ઉપદેશ ન આપે. તથા મનુષ્યોપ્રાણીને વ્યાખ્યાન કે ધર્મકથા વડે લાભ-પૂજા-સત્કારદિ ન ઇચ્છે. તથા કુસાધુઓને વસ્તુ દાન આપવા વગેરે ધર્મ ન કહે અથવા અસાધુયોગ્ય ધર્મ ન બતાવે અથવા ધર્મકથા કે વ્યાખ્યાન કરતા આત્મશ્લાઘા ન કરે, પ્રશંસા ન ઇચછે. • સૂત્ર-૬૦૦ થી ૬૦૩ : નિર્મળ અને કષાયી ભિક્ષુ પાપધમનો પરિહાસ ન કરે, અકિંચન રહે, સત્ય કઠોર હોય છે તે જાણે, આત્મહીનતા કે આત્મપ્રશંસા ન કરે...આશુપજ્ઞ ભિક્ષુ અશકિત ભાવથી સ્યાદ્વાદનું પ્રરૂપણ કરે. ધર્મ સમુસ્થિત પુરષો સાથે મુનિ મિશ્ર ભાષા ન બોલે...કોઈ તથ્યને જાણે છે, કોઈ નહીં સાધુ વિશ્વ ભાવથી ઉપદેશ આપે. ક્યાંય ભાષા સંબંધી હિંસા ન કરે, નાની વાતને લાંબી ન ખેંચે...પતિપૂર્ણ ભાdી, અદિશ ભિક્ષુ સમ્યફ શ્રવણ કરી બોલે, આt/ શુદ્ધ વચન બોલે, પાપ વિવેકનું સંધાન કરે. • વિવેચન-૬૦૦ થી ૬૦૩ : [૬૦] જેમ બીજાને હાસ્ય ઉત્પન્ન થાય, તેવા શબ્દાદિ ન બોલે કે શરીરના કોઈ અવયવ વડે ચેટા ન કરે, સાવધ એવા મન-વચન-કાયાના વ્યાપારો ન કરે, જેમકે - આને છંદ, ભેદ તથા કુપાવચનીને મજાક લાગે તેવું ન બોલે. જેમકે • તમારા સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વ્રત સારા - કોમળ શય્યામાં સુવું, સવારે રાબ, બપોરે ભોજન, સાંજે પીણું પીવું ઇત્યાદિ - ૪ - બીજાના દોષ ઉઘાડવા જેવા પાપબંધનક શબ્દો હાસ્યમાં પણ ન બોલે. તથા રાગદ્વેષરહિત કે બાહ્ય અત્યંતર ગ્રંથના ત્યાગથી નિકિંચન થઈ, પરમાર્થથી સત્ય છતાં, બીજને કલેશકારી કઠોર વયનો જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિવાથી તજે. અથવા રાગદ્વેષના વિરહથી તેજસ્વી સાધુ, પરમાર્યભૂત અકૃત્રિમ, અવિશ્વાસઘાતક કે જેથી કર્મબંધનો અભાવ છે, અથવા નિમમત્વપણાથી તુચ્છ જીવોથી દુઃખે કરીને પળાય તથા જેમાં તપ્રાંત આહારથી સંયમ કઠણ છે તેમ જાણે. તથા જાતે જ કોઈ અર્થ વિશેષને જાણીને પુજા-સકારાદિ પામીને ઉન્માદ ન કરે, તથા આત્મશ્લાઘા ન કરે, બીજો ન સમજે તે તેની વિશેષ હેલના ન કરે. વ્યાખ્યાન કે ધર્મકથા અવસરે લાભાદિથી નિરપેક્ષ રહે. તથા હંમેશા અકષાયી સાધુ બને. - હવે વ્યાખ્યાન વિધિ કહે છે– [૬૦૧] સાધુ વ્યાખ્યાન કરતો - x• અર્થ કરતાં પોતાને શંકા ન હોવા છતાં, • x • ઉદ્ધતપણું છોડી હું જ આ અર્ચનો જાણ છું, બીજો નથી એવું ગર્વનું વચન ન બોલે અથવા પ્રગટ શંકિત ભાવવાળું વચન હોય તો પણ સામાવાળો શંકિત થાય એવી રીતે તે બોલે. તથા જુદા અર્ચના નિર્ણયવાદને કહે અથવા સ્યાદ્વાદ, તે સબ અખલિત, લોકવ્યવહારને વાંધો ન આવે, સર્વમાન્ય થાય, તે રીતે સ્વાનુભાવ સિદ્ધ કહે. અથવા અને સમ્યક પૃથક કરીને તે વાદ કહે. તે આ પ્રમાણે વ્યાર્થથી નિત્યવાદ અને પયયાર્ચથી અનિત્યવાદ કહે, તથા સ્વ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી બધાં પદાર્થો છે, પણ દ્રવ્યાદિથી નથી. કહ્યું છે કે - સાચો પદાર્થ પોતાના દ્રવ્યાદિ ભાવે કોણ ન ઇચ્છે, જો તેમ ન માને તો બધું અસતું થાય - ૪ - ઇત્યાદિ. વિભજ્યવાદ કહે. વિભજ્યવાદ પણ સત્યભાષા કે અસત્યામૃષા પૂર્વક બોલે. • x • કોઈ પૂછે કે ન પૂછે, તો ધર્મકથા અવસરે કે અન્યદા એ રીતે બોલે, કેવો બનીને ? સત્ સંયમાનુષ્ઠાન વડે ઉત્યિત સારા સાધુઓ, ઉધુક્ત વિહારી સાથે વિચરે. - X - ચક્રવર્તી કે ભિક સાથે સમતાથી રાગદ્વેષરહિત થઈ, શોભન પ્રજ્ઞાવાળો છે. ભાષામાં સમ્ય ધર્મ કહે. [૬૦૨] સાધુ એ રીતે બે ભાષા કહેતાં મેધાવીપણાથી તે જ પ્રમાણે તેવા અર્થને કોઈ આચાર્યાદિ વડે કહેવાતા તે જ રીતે સમ્યક સમજે છે, પણ બીજો મંદબુદ્ધિપણાથી બીજી રીતે જ સમજે છે. ત્યારે તે સમ્યક્ ન સમજનાને તે-તે હેતુ ટાંત યુક્તિ વડે મેધાવી સાધુ તેને પ્રગટ સમજાવતા - તું મૂર્ખ છે, દોઢડાહ્યો છે એવા કર્કશ વચનો વડે તિરસ્કાર ન કરતા તેને જે રીતે બોધ થાય તેમ સમજાવે. પણ ક્યાંય કોળી થઈને મુખ, હસ્ત, હોઠ, નેત્ર વિકારથી અનાદર કરી તેને દુ:ખી ન કરે. તથા તે પ્રશ્ન કરે ત્યારે તેની ભાષા અપશબ્દવાળી હોય તો પણ તેને હું મૂર્ખ! ધિક્કાર છે, તારા આ અસંસ્કારી, અસંબંદ્ધ વાણીનો શો અર્થ છે ? એમ તિરસ્કાર ન કરે કે • x • તેને વિડંબના ન કરે. તથા થોડો અર્થ અને લાંબા વાક્ય વડે મોટા શબ્દોથી દેડકાના અવાજ જેવા
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy