SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૧/-/૫૦૯ થી ૫૧૨ ૨૩૩ ૨૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૫૧] અનેષણયને છોડવા માટે કહે છે - પૂર્વે હતા, હાલ છે, પછી રહેશે તે ભૂત અર્થાતુ પ્રાણીનો સંરમ-સમારંભ-આરંભ કરીને તે સાધુ માટે કરાયેલ આહાર, ઉપકરણાદિ આધાકર્મ દોષથી દૂષિત હોવાથી તે સુસંયત સાધુ એવા અન્ન, પાણી ના વાપરે, ન લે. એ રીતે તેણે માર્ગની અનુપાલના કરી કહેવાય. [૫૧૧] આધાકમદિ અવિશુદ્ધ કોટિના એક કણથી મિશ્ર તે પૂતિકર્મ એવો આહાર ન વાપરે. આવો અનંતરોક્ત ધર્મ કયા છે. સમ્યક્ સંયમીનો આ જ કલ્પ છે કે તે અશુદ્ધ આહારાદિ પરિહરે, વળી જો શુદ્ધ હોવા છતાં અશુદ્ધત્વની શંકા થાય તો આહારાદિ કંઈપણ દોષિત સમજી ન વાપરે. [૫૧૨) વળી ધર્મશ્રદ્ધાવાળાના ગામ, નગર, ખેટ, કર્બટ આદિમાં સ્થાનો હોય છે, તે સ્થાનને આશ્રીને કોઈ ધમપદેશથી કદાચ ધર્મશ્રદ્ધાથી, ધર્મ બુદ્ધિએ જીવહિંસાકારી ક્રિયા • કૂવો, તળાવ ખોદાવવા આદિ કરે, તે સમયે તે ક્રિયા કરનાર સાધુને પૂછે કે ન પૂછે - આમાં ધર્મ છે કે નહીં? તો પણ તેની શરમથી કે ભયથી તે જીવહિંસાની અનુમોદના ન કરે. કઈ રીતે ? મન-વચન-કાયાથી ગુપ્ત આત્મગુપ્ત તથા જિતેન્દ્રિય સાવધ કર્મ ન અનુમોદે. સાવધ અનુષ્ઠાનની અનુમતિને તજવા માટે કહે છે કે • સૂત્ર-૫૧૩ થી પ૧૬ - તેના સમારંભ યુકત વચન સાંભળી સાધુ પુણય છે એમ ન કહે તથા પણ નથી એમ કહેવું મહાભયનું કારણ છે...દાનને માટે જે બસ અને સ્થાવર પાણી હણાય છે, તેના સંરક્ષણ માટે “પુરા થાય છે' એમ ન કહે...જેને આપવા માટે તેવા આ પાન બનાવાયા છે તેના લાભમાં અંતરાય થાય, માટે પુન્ય નથી એમ પણ ન કહે...જે આ દાનને પ્રશંસો છે, તે પ્રાણિવધને ઇચ્છે છે, પ્રતિષેધ કરે છે, તે તેમની વૃત્તિને છેદે છે. • વિવેચન-૫૧૩ થી ૫૧૬ : [૫૧૩] કોઈ રાજાએ કૂવો ખોદાવતા, દાનશાળા કરતી વખતે સાધુને પૂછે કે • આ કાર્યમાં મને પુન્ય થશે કે નહીં? આ વચન સાંભળીને તેમાં પુન્ય છે કે નથી તે બંને વચન મહાભયકારી જાણી અનુમોદે નહીં. | [૫૧૪] શા માટે ન અનુમોદે ? અન્ન-પાનાદાન માટે આહાર કે પાણી માટે રાંધણક્રિયા અને કૂવો ખોદાવવો પડે. તેમાં ત્રણ-સ્થાવર જીવો હણાય. તેની રક્ષા માટે આત્મગુપ્ત, જિતેન્દ્રિય સાધુ તેમાં ‘પુણ્ય' ન કહે. [૫૧૫] તેમાં “પુન્ય નથી” તેમ પણ ન કહે. ધર્મબુદ્ધિથી જીવહિંસા થકી જે પ્રાપ્તિ માટે અન્ન-પાનાદિ તૈયાર થતા હોય, તેના નિષેધથી તે આહારપાનના અર્થીને વિન થાય, તેના અભાવે તેઓ પીડાય, તેથી કૂવો ખોદવો, દાનશાળા કરવી તેમાં પુન્ય નથી એમ ન બોલે. [૫૧૬] ઉક્ત વાતને સંક્ષેપમાં જણાવતા કહે છે - પાણીની પરબ કે દાનશાળા ઘણાં પ્રાણીને ઉપકારી છે, તેમ માની પ્રશંસે છે, તે પરમાર્થ ના જાણનારા, તે પ્રશંસા દ્વારા ઘણાં પ્રાણિના ઘાતને અનુમોદે છે. કેમકે તે દાન જીવહિંસા વિના ન થાય. જેઓ પોતાને સૂક્ષ્મ બુદ્ધિવાળા માને છે. આગમના સદ્ભાવથી અજ્ઞાન છે અને નિષેધે છે, તે પણ અગીતાર્થ છે, કેમકે તેઓ પ્રાણીની આજીવિકાને છેદે છે. તો રાજાદિ કોઈ ઉક્ત કાર્યમાં પુન્ય છે ? તેમ પૂછે તો શું કરવું ? • સૂત્ર-૫૧૭ થી ૨૦ : દાનમાં પુણ્ય છે કે નથી, આ બંનેમાંથી કંઈ ન કહે છે કમશ્રવ રોકીને નિવણિ પ્રાપ્ત કરે છે...જેમ નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તેમ ગતિમાં નિવસિ શ્રેષ્ઠ છે. તેથી દાંત અને જિતેન્દ્રિય બની મૂર્તિ સદા નિવસને સાધે...સંસાર પ્રવાહમાં વહેતા, વકર્મથી કષ્ટ પામતા પાણી માટે ભગવંતે મોક્ષરૂપ દ્વીપ હ્યો છે, તત્વજ્ઞ તેનાથી જ મોક્ષ પામે... આત્મગુપ્ત, દાંત, છિvયોતઅનાવ છે,. તે શુદ્ધ, પતિપૂર્ણ, અનુપમ ધર્મનું કથન કરે છે. • વિવેચન-પ૧૭ પર૦ - [૫૧] જો પુન્ય છે એમ કહે તો સૂક્ષ્મ બાદર અનંત જીવોનો હંમેશા પ્રાણ ત્યાગ થાય, થોડા પ્રાણીને અલાકાળ સંતોષ થાય, માટે તેમ ન કહેવું. પુન્ય નથી તેમ કહે તો નિષેધથી તેમના અર્થીને અંતરાય થાય તેથી સાધુઓ પુન્ય છે કે નહીં તે ન બોલે. પણ પૂછે ત્યારે મૌન રહે. આગ્રહ કરે તો કહે કે અમને ૪૨-દોષ રહિત આહાર કહ્યું, માટે આમાં કંઈ કહેવાનો અમારો અધિકાર નથી. કહ્યું છે કે • જળ સ્થાનમાં શીતળ, નિર્મળ પાણી પીવાથી તૃષા છીપાતા જીવો આનંદ પામે છે, પાણી સૂકાય ત્યારે સૂર્યના તાપથી કાદવમાં અનંતા જીવો નાશ પામે છે માટે સાધુ કૂવા આદિ કાર્યમાં મૌન રહે. કંઈપણ બોલતા કર્મો બંધાય, તેથી મૌન સેવે અથવા અનવધ વચન બોલીને કર્મજ રોકી મોક્ષને પામે. [૫૧૮] પરલોકના અર્થી બુદ્ધોને જે નિવૃત્તિ-નિવણ છે તે તથા તે બુદ્ધિ નિવણવાદીપણાથી પ્રધાન છે, તે દેટાંતથી કહે છે - જેમ નક્ષત્રોના સૌમ્ય પ્રકાશથી ચંદ્રમાં અધિક છે તેમ પરલોકાર્પી બુદ્ધો મધ્ય વર્ગ કે ચકીની ઋદ્ધિ છોડીને સંપૂર્ણ કર્મક્ષયરૂપ નિવણને માટે પ્રવૃત છે, તે જ પ્રધાન છે, બીજા નહીં. અથવા નક્ષત્રોમાં ચંદ્રના પ્રધાન ભાવ માફક લોકમાં નિર્વાણ પરમ પ્રધાન છે, તેમ પંડિતો કહે છે. નિવણિ મુખ્ય હોવાથી સર્વકાળ તેમાં પ્રયત્નવાનું સાધુ ઇન્દ્રિય-મનનું દમન કરવાથી દાંત સાધુ સર્વ ક્રિયા નિર્વાણાર્થે કરે. [૫૧૯] સંસાર સાગરના મોત એવા મિથ્યાવ, કષાય, પ્રમાદાદિથી તેની તરફ લઈ જતાં તથા સ્વકમાઁદયથી અશરણ થઈ પીડાતા જીવોને પરહિતમાં એકાંત ઠત, અકારણ વત્સલ તીર્થકર કે ગણધરાદિએ તેને આશ્રયરૂપ દ્વીપ (જેવો ધમ) કહે છે. જેમ સમુદ્રમાં પડેલ પ્રાણીને પાણીને વમળમાં અથડાતા વિશ્રામ હેતુ થાય તેમ • x- સમ્યગદર્શનાદિ સંસાર ભ્રમણમાં વિશ્રામને માટે - x • કહેલ છે. એમ કરીને સંસાર ભ્રમણથી અટકવારૂપ સમ્યગદર્શનાદિથી મોક્ષ પ્રાપ્તિ તત્વોએ કહી છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy