SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૧/-/૫૦૧ થી ૫૦૪ ૨૩૧ ૨૩૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જાણવા. તે અનુક્રમે કૃમિ, કીડી, ભ્રમર, મનુષ્યાદિ છે. તેમાં બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા પ્રત્યેકના પયંતિક, અપયતિક ભેદથી છ ભેદો થાય. પંચેન્દ્રિયના સંજ્ઞિ, અસંજ્ઞિ, પયા , પિયક્તિા એ ચાર ભેદો છે. આ રીતે અનંતરોક્ત રીતે ચૌદ ભૂતપ્રામાભક જીવનિકાયો તીર્થકર, ગણધર આદિએ કહ્યા છે. આટલા ભેદે સંક્ષેપથી જીવરાશિ થાય છે. અંડજ, ઉદિભજ, સંસ્વદજ આદિ તેમાં સમાયેલા છે, તે સિવાય બીજી કોઈ જીવરાશિ અસ્તિત્વમાં નથી. હવે તેમાં શું કરવું તે કહે છે • સૂત્ર-૫૦૫ થી ૫૦૮ : પ્રતિમાનું સર્વ યુકિતઓથી જીવોનું પ્રતિલેખન કરે, બધાં જીવોને દુઃખ પિય છે, તેથી કોઈની હિંસા ન કરવી...જ્ઞાનીનું એ જ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈની હિંસા ન કરે. અહિંસા એ જ સિદ્ધાંત છે, એટલું માત્ર જાણે...ઉd, આધો, તિછ લોકમાં જે કોઈ ત્રણ સ્થાવર જીવ છે, તે બધાંની હિંસાથી વિરમે, કેમકે તેનાથી શાંતિમય નિવણ મળે છે...જિતેન્દ્રિય સર્વે દોષોનું નિરાકરણ કરી મન-વચન-કાયાથી જીવનપર્યત કોઈ જીવ સાથે વૈર ન કરે. • વિવેચન-૫૦૫ થી ૫૦૮ : [૫૦૫] સર્વે અનુકૂળ યુક્તિ કે સાધન વડે પૃથ્વી આદિ જીવનિકાસ સાધવા અથવા અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિકને છોડીને, ન્યાયી પણાને સ્વીકારી, અન્યાય પણાને તજીને અનુયુક્તિ વડે સવિવેકી સાધુ પૃથ્વી આદિ ઇવનિકાયને વિચારી જીવપણે સાધીને તથા સર્વે જીવો દુ:ખના દ્વેષી અને સુખના ઇચ્છુક છે માટે મતિમાનું કોઈપણ પ્રાણીને ન હશે. તેને સિદ્ધ કરનારી યુક્તિઓ સંોપથી આ પ્રમાણે છે પૃથ્વી જીવરૂપ છે, પરવાળા-લવણ-પત્યર આદિ પૃથ્વી જીવો આપણા શરીરમાં વધતા હરસ માફક વૃદ્ધિ પામે છે તથા પાણિ પણ જીવ છે કેમકે જમીન ખોદતાં દેડકા મા તુર્ત નીકળે છે. તે રીતે અગ્નિ જીવ છે, બાળકની જેમ તેને યોગ્ય આહાર મળતા વૃદ્ધિ પામે છે. વાયુ પણ જીવ છે કેમકે ગાયની માફક કોઈની પ્રેરણા વિના નિયત તી6િ ગતિવાળો છે. વનસ્પતિ પણ જીવ છે. કેમકે તેમાં જન્મ, જરા, મરણ, રોગાદિનો સમુદિત સદ્ભાવ સ્ત્રીની માફક છે કેમકે કાપવાથી ઉગે છે. • x • સ્પર્શથી સંકોચાય છે, નિદ્રા લે છે, જાણે છે, આશ્રય લઈ વધે છે ઇત્યાદિથી વનસ્પતિનું ચૈતન્ય સિદ્ધ છે. બેઇન્દ્રિયાદિ કૃમિ વગેરેમાં સ્પષ્ટ ચૈતન્ય છે. સાધુ મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન એ નવ ભેદે તેને પીડાકારી ઉપમર્દનથી નિવર્તે. તેના સામર્થનમાં કહે છે– [૫૦૬] જીવહિંસાથી અટકવું તે જીવ સ્વરૂપ અને તેના વઘથી થતાં કર્મબંધને જાણનારનું જ્ઞાન સૂચવે છે. • x • અહિંસાનો આદર જણાવતા કહે છે - દુ:ખનો હેપ અને સુખની ઇચ્છા બધાંને છે માટે પ્રાણિને હણે નહીં. જ્ઞાનીના ઘણાં જ્ઞાનનો આ જ સાર છે કે • જીવ હિંસાથી અટકવું. પરમાર્થથી તેને જ જ્ઞાન કહેવાય. જે પરપીડાથી નિવર્તે. કહ્યું છે કે - તે ભણવાથી શું ? “ભુસા જેવા કરોડ પદ ભણે, પણ એટલું ન સમજે કે બીજાને પીડા ન કરવી.” આ જ અહિંસા પ્રધાન આગમનો સંકેત કે ઉપદેશ છે કે આવો અહિંસા સિદ્ધાંત આટલો જ જાણે, તેથી વિશેષ પરિજ્ઞાનાર્થી શું ? આટલા જ જ્ઞાનથી મુમુક્ષુ પોતાના નિશ્ચિત કાર્યને પૂર્ણ કરે છે, માટે કોઈની હિંસા ન કરવી. હવે ફોગ પ્રાણાતિપાત કહે છે [૫૦]] ઉચે, નીચે કે તિછ જે કોઈ તેઉ, વાયુ, બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો છે તથા પૃથ્વી આદિ સ્થાવરો છે. ઘણું શું કહીએ ? બસ સ્થાવર સૂમ બાદર ભેટવાળા જીવોની હિંસાથી સર્વત્ર નિવૃત્તિ કરવી. પરમાર્થથી એ જ જ્ઞાતા છે જે સગાયા જીવ ક્ષા કરે. આ પ્રાણાતિપાત નિવૃત્તિ શાંતિનો હેતુ હોવાથી શાંતિરૂપ છે. કેમકે વિરતિવાથી બીજા જીવોને ભય થતો નથી. તેને પોતાને પણ વાતમાં કોઈથી ભય રહેતો નથી. નિવણનું મુખ્ય કારણ હોવાથી પ્રાણાતિપાત નિવૃત્તિ એ નિર્વાણ છે. અથવા શાંતિ તે ઉપશાંતતા, નિવૃતિ તે નિર્વાણ. વિસતિવાનને આd રૌદ્ર ધ્યાનના અભાવથી ઉપશાંતિરૂપ નિવૃત્તિ રહે છે. [૫૮] વળી ઇન્દ્રિયોને વશ કરે તે પ્રભુ - વચ્ચેન્દ્રિય છે, અથવા સંયમાવરક કર્મોને જીતીને મોક્ષમાર્ગ પાળે છે માટે પ્રભુ-સમર્થ છે. આવો “પ્રભુ” મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગને દૂર કરીને કોઈ પ્રાણિ સાથે વેર-વિરોધ ન કરે, મનવચન-કાયાથી ચાવજીવ કોઈનો બગાડ ન કરીને વિરોધ ન કરે. હવે ઉત્તરગુણ કહે છે• સૂત્ર-૫૦૯ થી ૨૧૨ - સંવૃત્ત, મહાપજ્ઞ અને વીર સાધુ ગૃહસ્થ આપેલ એષણીય આહારથી વિચરે, અનેષણીય વજી, નિત્ય એષણા સમિતિ પાળે...જીવોનો આરંભ કરી, સાધુના ઉદ્દેશથી બનાવેલ અણ-પાણી સુસંયતી ગ્રહણ ન કરે...ભૂતકમનું સેવન ન કરે, એ સંયમી સાધુનો ધર્મ છે, જ્યાં કિંચિત પણ આશંકા થાય, તે સવા અકલાનીય છે...શ્રાવકના નિવાસસ્થાન ગામ કે નગરમાં હોય છે, ત્યાં રહેલ આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારની અનુમોદના ન કરે. વિવેચન-૫૦૯ થી પ૧૨ - [૫૯] આશ્રવનો રોલ અને ઇન્દ્રિય નિરોધ વડે સંવૃત્ત તે ભિક્ષુ. જેની મોટી પ્રજ્ઞા છે. તે મહાપ્રજ્ઞ-ઘણી બુદ્ધિવાળો છે. એ રીતે જીવ, અજીવ પદાર્થની જાણકારી બતાવી. ધીર-ભૂખ, તૃષાદિ પરીષહથી ક્ષોભિત ન થાય, તે બતાવે છે. - આહાર, ઉપધિ, શય્યાદિ તેના માલિક કે તેની આજ્ઞાથી મળે તે એષણીય ગ્રહણ કરે. એષણા વડે ગવેષણા, ગ્રહણ એષણા, ગ્રામૈષણા ત્રણેમાં સમિત, તે સાધુ નિત્ય એષણા સમિત બની અનેષણીયનો ત્યાગ કરી, સંયમ પાલન કરે. ઉપલક્ષણથી અહીં ઇર્યા આદિ સમિતિ વડે સમિત એમ સમજવું.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy